Gujarati / English

વૈશાખ વદ-૧૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ તમારા ત્યાગીના ધર્મ જે બાઈ મનુષ્યને ન અડવું, પણ તે બૂડતું હોય તો તેને ઝાલીને બહાર કાઢવાની આજ્ઞા છે; તેમ કોઈની આસુરી બુદ્ધિ થાય ને તે આપણો અવગુણ લે તોપણ આપણે તેનો હાથ ઝાલીને સત્સંગમાં આવે એવી રીતે ગમે તેમ કરીને પણ તેનું સારું થાય તેમ કરવું; પણ પડયો મૂકવો નહિ. એ આપણો ધર્મ છે, માટે તેનું સારું ઈચ્છવું.”

પછી પ્રથમ પ્રકરણનું ૩૮મું વચનામૃત વંચાવ્યું, તેમાં ઘાટ ટાળવાની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કેમ સંતો! ઘાટ થયા કરે છે કે કેમ?”

ત્યારે સાધુ અક્ષરજીવનદાસજી બોલ્યા જે, “ઘાટ ન થાય એવી કૃપા કરશો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કાંઈ કરવું નહિ ને આમ ને આમ કરો તેમ કહેવું તે ઠીક નહિ. કાંઈક પ્રસન્નતાનાં સાધન કરવાં જોઈએ.”

પછી બોલ્યા જે, “અમારાથી કોઈક જુદા પડે ત્યારે વિચાર થાય જે ત્રણ-ચાર વર્ષ થયાં પાળીપાળીને થાકયા અને આવો નીકળ્યો! પછી તેને કંથેરના કાંટાવાળા ઝાંખરાં વળગાડે તો કોઈક ઊભો થાય ને કોઈક થાય પણ નહિ, એટલે કે પાછો વળે નહિ, તો તેને બહુ ગોદા ન મારવા ને સારું ઈચ્છવું. તેને મૂર્તિ ન જોઈએ; માયિક વસ્તુ જોઈતી હોય તે આપવી, પણ તેને આપણો ગુણ આવે તેમ કરવું. આપણે એવા સ્વભાવ રાખવા, પણ તેના જેવા ન થાવું; દયા રાખવી. તેમનું આ જન્મે અથવા બીજે જન્મે પણ અંતે સારું કરવું. વ્યવહાર એવો છે.”

પછી બોલ્યા જે, “સાંભળજો! આ વાત ખોટી નથી કહેતા.  હવે કોઈ આઘાપાછા થશો નહિ.”

પછી તે જ દિવસે સાંજના બાપાશ્રી સંત-હરિજનોએ સહિત વાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને માનસી પૂજા કરીને જાંબુના વૃક્ષ નીચે સર્વે બેઠા. અને સભામાં પ્રથમ પ્રકરણનું ૨૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાન સર્વે પ્રકારે નિવાસ કરીને રહે છે એ વાત આવી.

પછી સંતે પૂછયું જે, “આવી સમજણ આવ્યા પહેલાં ભગવાન નિવાસ નહિ કરતા હોય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ રહે, પણ ઠીકરા આદિકના વાસણમાં ન રહે; તેમ પાત્ર થાય ત્યારે શ્રીજી મહારાજ નિવાસ કરે, પણ તે પહેલાં નિવાસ ન કરે. તે માટે પાત્રની તારતમ્યતાએ રહે છે.”

પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછયું જે, “જેનાં હૃદયમાં ભગવાન નિવાસ કરે તે મુક્ત કેવી સ્થિતિના કહેવાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એકાંતિકની સ્થિતિ કહેવાય, કેમકે એનો દેહ માયાનો છે; તેમાં છે ત્યાં સુધી તે એકાંતિક કહેવાય. જ્યારે એ દેહનો વિયોગ થાય ત્યારે તે પરમ એકાંતિક કહેવાય.”  || ૨૨૬ ||

On the day of Vaishakh Vad 13th, Bapashri showing his favour, talked. He said, “The renouncer according to the dharma should not touch a woman but if she is drowning he can pull her out. Similarly, if anyone’s wisdom becomes devilish and find fault in us, even then, he should be brought in satsang by hook or crook and see that he is benefited but should not be discarded- it is our duty (dharma). Therefore, we should wish good of him.  

            Then the 38th Vachanamrut of first chapter got read. In it, it is said to avoid thoughts. Bapashri asked saints, “Do you get thoughts?” Aksharjivandasji requested Bapashri to get the thoughts stopped by his grace. Bapashri said, “You do not want to do any thing and telling me to do this and that is not proper. Some means of gaiety effort should be done. Then Bapashri said if any one separates from me, I wonder that for the last three to four years I trained him and proved to be useless. Then after many efforts, he may or may not come back. No more efforts should be done but wish good of him. If he asks for illusive thing instead of Murti, he should be given but we should see that he imbibes our virtues. We should keep such nature but should not become like him, should keep mercy. We should try that during this birth or in the next birth he is benefited- such is the tradition. Then he said, “Listen, this talk is not false. Now do not betray us.”

            Then on the very day in the evening Bapashri along with saints and devotees went to the farm to bathe. After bath performed mental worship and all set under a jambun tree. The 27th Vachanamrut of the first chapter was being read in the assembly. In it, it is said that God dwells in every form.

            Saint asked, “Was God not dwelling before we understood thus?”  Bapashri said, “Just as the milk of lioness can be put only in golden vessel but cannot be put in earthenware, etc. Similarly one becomes worthy, Shriji Maharaj dwells but not before that-therefore worthiness of the vessel (here human beings) is needed.

            Then Purani Dharmakishordasji asked, “What is the state of that Mukta in whose heart God dwells?” Bapashri replied, “It is called the state of Ekantik because so long his body is of illusion (maya), he is called Ekantik. When he gets detached from body, he is called Param Ekantik.         || 226 ||