Gujarati / English

જેઠ સુદ-૨ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો વાડીએ પધાર્યા. ત્યાં નાહીને માનસી પૂજા કરી. પછી સર્વે જાંબુડાના વૃક્ષ નીચે બેઠા.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “અમે ૧૯૫૧ની સાલમાં ગુજરાત તરફ ગયા હતા, ત્યાં ધોળકામાં આ સ્વામી વૃંદાવનદાસજી મહંત હતા. તેમને પરભાવની વાતો કરી તે જીવમાં પેસી ગઈ, પછી તેમણે મહંતાઈ મૂકી દીધી ને ઉપશમમાં જ રહે છે. આપણે ક્ષર-અક્ષરથી પણ પર પુરુષોત્તમ નારાયણની મૂર્તિ તેને બાઝવું. આવો જોગ ક્યાંથી મળે?”

એમ કહીને પછી બોલ્યા જે, “ઉપાસના કોને કહીએ? તો શ્રીજી મહારાજની મૂર્તિ વિના ‘સબ જગ જરત અંગારા’ એવું થઈ જાય, તેને ઉપાસના કહીએ. મૂળજી તથા કૃષ્ણજીને આવી ઉપાસના હતી તો મહારાજ વિના બીજું સર્વે વિષ જેવું લાગ્યું, તેથી ઘર મેલીને નાઠા તે ગઢડે આવ્યા અને મહારાજે પાછા મોકલવા માંડયા તોપણ ગયા નહિ. અને મહારાજે વિમુખ કરીને કાઢી મૂકયા તોપણ તે વિમુખપણાની માનીનતા રાખી નહિ ને ઘેલાને સામે કાંઠેને જઈને બેઠા, પણ મહારાજને મૂકયા નહિ, તો આફૂડા મહારાજે બોલાવીને સાધુ કર્યા. એવી સમજણ થાય તો પરિપક્વ ઉપાસના કહેવાય.”

પછી બહેચરભાઈ ને કહ્યું જે, “મૂર્તિના ઘરાક થયા છો?”

ત્યારે બહેચરભાઈ બોલ્યા જે, “બાપા, કોસ હાંકવાનું કહો તે કેમ આવડે?”

ત્યારે બાપાશ્રી કહે જે, “આફૂડું આવડે. મૂર્તિના ખપવાળાને આફૂડું આવડે.”

પછી રાજી થઈને કહ્યું જે, “બધું મહારાજ સારું કરશે. ખૂબ કેડ બાંધીને ભગવાન ભજો. અક્ષરધામમાં કડેડાટ ચાલ્યા જઈએ. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. મેખોન્મેખ આંખમાંથી પાણીની ધારા ચાલે ત્યાં સુધી જોવું. એમ ખરેખરું અંતર્દૃષ્ટિથી જોઈ રહેવું.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આ ડખામાં મૂર્તિને આધારે જીવાય છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય અને ડખા, દેહ ને દુઃખ એ સર્વે લીલા કહેવાય. જે જે અવતારે કરીને જે જે લીલા કરી હોય એમ કહ્યું છે તે આ સાધુની સભા તે અવતાર છે અને આ લીલા થાય છે તે લીલા છે. આ લીલામાંથી ભગવાનની મૂર્તિ સાંભરી આવે. મહારાજની મૂર્તિને લગતા થાવું. તે અભ્યાસ ન કરે અને ચાલોચાલમાં ચાલ્યા જાય તો ન થવાય.”  || ૨૩૦ ||

In the evening of Jeth Sud 2nd, Bapashri along with saints and devotees came to the farm. After having bath, they performed mental worship. Then all sat under jambun tree. Bapashri, showing his favour, talked. He said, “In Samvat 1951, I went to Gujarat. There in Dholaka Swami Vrundavandasji was the Mahant (head of the temple). I talked to him about the heavenly world (Akshardham) which went deep in his heart. He left the work of Mahant and then remained in tranquility (upsham). We should get attach to Purushottamnarayan’s Murti which is above kshar-akshar. Where can we get such opportunity?  Then he said, “What is the meaning of?” –except Shriji Maharaj’s Murti, ‘sab jag jarat angara –the whole world is like fire- it is called Upashana (worship). Mulji and Krishnaji had such upashana. Everything else excepting Maharaj appeared to them like poison so they ran away from home and came to Gadhada. Maharaj began to send them back but they did not go back. Maharaj became averse to them but they did not take it ill and sat opposite bank of Ghela River. Since they did not leave Maharaj, Maharaj Himself called them and made them saints. If there is such understanding, it is called matured upashana. Then Bapashri asked Becharbhai if he had need of Murti. Becharbhai replied that he had no knowledge about Murti. Bapashri said that the knowledge would come automatically. The knowledge comes to him automatically if he has need of Murti. Then Bapashri gladly said that Maharaj would do good. Worship God sincerely, so that you can go to Akshardham directly. Constantly look at God’s Murti, until the water comes out from eyes. Look at it from the inner eyes. Then swami Ishwarcharandasji said that the life is lived by the support of Murti in adversity. Bapashri said that creation, maintenance, distribution, activity, pain of body is all lila.  It has been said various lilas have been performed during different incarnation- the assembly of this saint is incarnation and the performance of this lila is lila. God’s Murti is recollected from this lila. He, who wants to go near Murti but does not want to put sincere effort and wants to carry on without sincere efforts, cannot achieve Murti. || 230 ||