Gujarati / English

જેઠ સુદ-૪ને રોજ સાંજના બાપાશ્રી સંત-હરિજનો સહિત લખાઈવાડીએ પધાર્યા. ત્યાં નાહીને માનસી પૂજા કરી, પછી આંબાના વૃક્ષ નીચે સર્વે બેઠા અને પ્રથમ પ્રકરણનું ૩૬મું વચનામૃત વંચાતું હતું.

પછી બાપાશ્રી બોલ્યા જે, “મોટા શાહુકાર આગળ ઉકરડામાંથી દાણા વીણી ખાતા હોય તે જેવા કંગાળ છે તેવા જ મોટા સંત આગળ જેને કચરો ને કંચન સરખાં ન હોય તેવા સાધુને કંગાળ કહ્યા છે. જડ અને ચૈતન્ય ભેગું કરે છે તેનું કેમ થાશે? આ વાંચતા નહિ હોય? આ દેહને-ચામડાને ભોગવવું, તેને ખવરાવો તોય શું? અને ન ખવરાવો તોય શું? દેહ મૂકી દીધો, ડાચું આમ ફાટી ગયું. એને વસ્ત્ર પહેરાવો તો શું શોભાવે? તે શું શબ શોભે? જે સાધુ જડ-ચૈતન્ય રાખે ને દેહને  સુખી રાખે તે શબ શણગારવા બરોબર છે.

“ત્યાગીને કૌપીન તો જરૂર જોઈએ. કૌપીન વિના ત્યાગી ફરે તે નગ્ન જાણવો. જડ રાખવું, ચૈતન્ય રાખવું, કૌપીન ન રાખવી એવા સાધુને શું મનમાં હશે? દ્રવ્ય રાખે તેવા ત્યાગીને મહારાજે પાપી કહ્યો છે, માટે એ માર્ગે ન ચાલવું. ગુરુ હોય તો પડયો ખાડમાં, ચેલો હોય તો ગયો બીજા નર્કમાં; આપણે આપણું સાચવવું. વૈતરણી જેવી નદી વહેતી હોય તેમાં કોઈ પડે? આ જીવના સ્વભાવ ઊંધા છે તે દુઃખ દે. એ પૈસા રાખનાર શું સમજતો હશે? તે પોતાને ત્યાગી માનતા હશે? પોતાના સ્વભાવ ન મેલાય, પ્રકૃતિ ન મેલાય, મદોન્મત થઈને ફરે અને વળી મોટા મોટાની ખોટ કાઢે. આ ગૃહસ્થ આમ કરે છે, સાધુ આમ કરે છે, તે શું સમજીને કહેતા હશે? શું મોં દેખાડીને ફરતા હશે?”

પછી પ્રથમ પ્રકરણનું ૩૭મું વચનામૃત વંચાવ્યું, તેમાં જેવા-તેવાની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેવો-તેવો એટલે જેની ક્રિયા સત્સંગની શૈલી પ્રમાણે ન હોય તે. રત્ના ભક્તને જમતાં-બોલતાં ન આવડે. તેમના દીકરા માવજી લડતા જે, ‘બાપા, તમને ખાતાંય નથી આવડતું.’ શાક જમે તે મોંમાથી પડી જાય, ખીચડી પણ પત્તરથી પડી જાય એવા હતા. એવાને જેવો-તેવો કહ્યો છે. પછી તે (માવજી) શ્યામચરણદાસજી નામે સાધુ થયા. તે ઘેર હતા ને માંદા થયા હતા ત્યારે ફકીરે આવીને તેની ડોશીને કહ્યું જે, ‘તમારો માવજી મરશે નહિ.’ ત્યારે કહે કે, ‘નક્કી નહીં મરે? જો ન મરે તો લખી દેજે નહિ મરે; નહિ તો નીકળ ઘર બહાર.’ એમ કહીને ઘર બહાર કાઢી મૂકયો. એવાને કાળ થકી, કર્મ થકી, માયા થકી રક્ષા મહારાજ કરે છે. જેમ મા-બાપ બાળકને નાગ, વાઘ, અગ્નિથી જાળવે તેમ એનું પ્રારબ્ધ મહારાજ છે તે જાળવે છે; એમ મહારાજે કહ્યું છે. આવા હોય તે જેવા-તેવા જાણવા. મહારાજ કહે એવાના પગની રજ અમે માથે ચઢાવીએ છીએ. તે ગઢડામાં શ્રીજી મહારાજ સાધુના પત્તરમાંથી પ્રસાદી લઈને જમી ગયા, એમ સંતનો મહિમા દેખાડયો.

પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછયું જે, “જડ-ચૈતન્ય ત્યાગ કરે તેને મિનિટે મિનિટે મૂર્તિનું બહુ સુખ કલ્પે કલ્પ સુધી રહે કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજની મૂર્તિમાં સુખનું ભોક્તાપણું નવું ને નવું રહે ને અપારપણું રહે. જે મહારાજની મૂર્તિનો સુખભોક્તા થયો તેને ઝળળળ ઝળળળ મૂર્તિનું તેજ છૂટે. પૂરું ન થવાય કે હવે જમી રહ્યા. કલ્પે કલ્પ વીતી જાય ત્યાં સુધી અપારપણું રહે. મહારાજની શું મોટાઈ કહેવાય? એ સુખ એવું છે કે  અપારપણું જ રહે.”  || ૨૩૩ ||

On the evening of Jeth Sud 4th, Bapashri along with saints and devotees came to Lakhaiwadi. After taking bath, they performed mental worship. Then they sat under a mango tree and the 36th Vachanamrut of first chapter, of Gadhada, was being read. Bapashri said, “The one who collects graians from the refuge in front of a rich man is extremely poor. A saint who does not consider refuge and gold equal in front of a great saint is also extremely poor. What is going to happen of the one who collects inanimate and animate things? Do they not read this? To enjoy this body made of leather- what if it is, fed or not? When he is dead and what is the use of dressing him with clothes? Will the corpse look charming? A saint who keeps animate –inanimate things and enjoys is like decorating a corpse. The renouncer definitely needs kaupin (a clothes for covering the lower part) if he moves about without kaupin he should be known as naked. He wants to keep inanimate, he wants to be animate but do not want to keep kaupin, what should be there in the mind of such saint. The renoumcer who keeps wealth is called sinner by Maharaj. Therefore, we should not tread on that path. If he is guru, let him go to hell and if he is disciple let him also go to hell. We should take our care. Who will like to fall in the flowing river like Vaitarni? The nature of the Jiva is topsy-turvey. It gives misery. What does one who keeps money understand himself? Does he believe himself as a renouncer? He is unable to change his nature, cannot give up prakruti, and moves about proudly and finds fault in Muktas. What right has he to criticize saints or a householder? How can he move with such arrogance?

Bapashri made some one to read the 37th Vachanamrut of the first chapter. In it, there is a reference about the devotee whose behaviour is not proper. Bapashri said, “Jevo-tevo- means whose activity is not according to the norms of satsang. Ratnabhakta did not know how to eat and speak. His son Mavji would scold him and say that bapa, you do not know how to eat, when he ate vegetable, it would drop from his mouth, hotch-potch would also drop from pattar (dine plate made from leaves). Such a person is called Jevo-tevo (One who cannot take care of himself but always remember Maharaj). Then Mavji became saint by getting name of Shyamcharandasji. When he was at home, he fell ill- a Fakir (Muslim saint) told his mother that her son Mavji would not die. His mother asked the Fakir if her son would not  die, she asked him to give her in writing or get out from here and draw him out. Such persons are protected by Maharaj from Kal, Karma and Maya. Just as parents, protect the child from a snake, tiger and fire, similarly his fate is protected by Maharaj- thus Maharaj has promised. Such person should be known as Jevo-tevo. Maharaj said that I put the dust of such persons’ feet on my head. In Gadhada Shriji Maharaj took Prasad from saint’s pattar and ate it. Thus, he showed greatness of saints.

            Purani Dharhakishordasji asked, “Does the happiness of Murti remain for kalp after kalp (one kalp is equivalent to Brahma’s one day which is our four billion thirty crore years) for the one who renounces animate-inanimate?” Bapashri said, “Enjoyment in the happiness of Shriji Maharaj’s Murti always remains new and limitless. The one who is enjoyer of happiness of Maharaj’s Murti gets bright luminescence of Murti, which emits from Murti. He will not be satiated and would not feel it is enough, it will remain boundless for many kalp. How can greatness of Maharaj be described? This happiness is such that it remains boundless. || 233 ||