Gujarati / English

જેઠ સુદ-૫ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “લાખ વર્ષ હરજિનોએ અને સાધુએ તપ કર્યાં હશે ત્યારે આવા બ્રહ્મચારી (નિર્ગુણાનંદજી) મળ્યા હશે. કરસન ભક્ત શિક્ષાપત્રીનો પાઠ કરતો જાતો હતો, તે ચોપડીમાં સો રૂપિયાની નોટ હતી તે નીચે પડી ગઈ, તે કોઈક સાધુએ દબાવી દીધી. તે કણબીને તો રોજના આઠ દોકડા જ મળે, પણ એથી વધુ ન મળે; તો સો રૂપિયાની નોટ તો મારી દે. તેને  કેટલું દુઃખ થયું હશે?”

પછી વાત કરી જે, “ભૂતક્રિયામા મહારાજ એકે સેવા અંગીકાર કરે નહિ. ભૂતક્રિયા એટલે શૌચ ન જાવું તે. માટે નાહી-ધોઈને પૂજા કરવી તેમ વચનામૃતમાં કહ્યું છે.”

એમ કહીને હસ્યા કે, “શૌચવિધિ તે તો સત્તરમું સાધન કહેવાય. બહાર જવાનો સંકલ્પ હોય અને બહિર્ભૂમિ ગયા વિના નાહીને પૂજા-સેવા કરે તે દેવ અંગીકાર ન કરે; જરા પણ સેવા આટલીયે અંગીકાર ન કરે. દેવ જેવો થાય ત્યારે જ દેવ પૂજા અંગીકાર કરે. તે દેવ એટલે દિવ્ય સમજવું. કોણ પૂજા એવી અંગીકાર કરે? એનો બાપ. બાપો (મહારાજ) તો પરો ભાગી જાય! અને મંદિરના ખાડે હજાર માળા ફેરવે તેનાથી જવાય. આ ગૃહસ્થને પણ શિક્ષા છે. લાભ કઈ સેવામાં વધુ છે? લાભની વાત લેવી. મહારાજ અને મોટા તો જાણે છે. તનકી, મનકી, ચિત્તકી સર્વે જાણે છે.”

એમ કહીને પછી બોલ્યા જે, “મહારાજની સ્મૃતિ રાખતાં રાખતાં વૃત્તિ દિવ્ય થઈ જાય અને પછી તેજોમય ફુવારા ઝળળળ ઝળળળ દેખાય અને મૂર્તિ તેજોમય દેખાય. ટાણું સારું છે, પણ ઠરાવ બધા બહારવૃત્તિના.”

ત્યારે સંતે કહ્યું જે, “અગમ-નિગમ દેખવું નથી, મૂર્તિનું સુખ દેખવું છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજ અને મોટાની કૃપા થાય અને એવો અભ્યાસ મૂર્તિ જોવાનો રાખે તો મૂર્તિનું સુખ મળે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચવિષય ટૂંકા કરવા. અને મલિન સત્વગુણ આવી જાય તો મોટા કુરાજી થઈ જાય, માટે શુદ્ધ સત્વગુણે વર્તંવું. ગુણ આવી જાય તો ગુરુની સેજા (માજા) ન રહે, માટે શુદ્ધ સત્વગુણ રાખવા; મલિન ન રાખવા. શુદ્ધ સત્વગુણ રાખે (નાખે અદાવત ને દિયે ગાળ્યું તેને ભક્ત સમજે છે દયાળુ) તે શબ્દની કિંમત ન કરે. સદાનંદ સ્વામીને નાગડા વૈરાગીએ લાકડીથી માર્યા તે લાકડી ભાંગી ગઈ તોય ‘મેરે ગુરુભાઈ કી અચ્છી સીસમ કી  લકડી ભાંગ ગઈ’ એમ બોલ્યા; પણ પોતાને વાગ્યું તે ગણ્યું નહિ. દેહને વાગ્યું તે ‘દેહ તો કુછ કામકા નહિ  હે’ એમ બોલ્યા. માટે એવા થાવું. ઈન્દ્રિયો જાગૃત-સ્વપ્નમાં નિયમમાં ન રહે; પાડા જેવી થઈ જાય અને ઉપવાસ ભૂસોભૂસ પાડે; માટે નિયમમાં રાખવી.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “બીજા પ્રશ્નમાં બહાર અથવા માંહીલી કોર ભગવાનની મૂર્તિ સામી વૃત્તિ કરવી એ જ અંતર્દૃષ્ટિ કહી તે બહાર-માંહી કેવી રીતે સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પોતાને દેહરૂપ માનીને સન્મુખ મૂર્તિ ધારે તે બહારદૃષ્ટિ કહેવાય અને વૃત્તિઓ પાછી વાળીને આત્માને વિષે મૂર્તિને ધારે તે અંતર્વૃત્તિ કહેવાય (એ અવરભાવનો અર્થ). અને પોતાને પુરુષોત્તમરૂપ માનીને સન્મુખ મૂર્તિ જુએ તે મૂર્તિથી બહાર રહીને કહેવાય, અને મૂર્તિની અંદર રહીને મૂર્તિને જુએ તે માંહી રહીને કહેવાય (એ પરભાવનો અર્થ). માટે આ ઠેકાણે માંહી અથવા બહાર જુએ તે અંતર્દૃષ્ટિ કહી તે મૂર્તિની માંહી એ પરભાવમાં અને મૂર્તિથી બહાર રહીને જુએ એ અવરભાવમાં એમ કહ્યું છે.”  || ૨૩૪ ||

On the day of Jeth Sud 5th, Bapashri, showing his favour, talked. He said those devotees and saints, who have done penance for lakhs of years, have opportunity of meeting brahmchari like Nirgunanandji. Karshanbhakta was reading Shikshapatri. There was hundred rupees note in that book which dropped. That note was taken by a saint and kept it. That devotee use to earn only eight dokda (currency of Kutch) per day so the loss of hundred rupees was much for him. How much pain that would have been of losing hundred rupee! Maharaj will not accept seva without becoming pure. In Vachanamrut, it is said that pooja should be done after bath. After getting up, morning routine should be completed and then one should take bath. If one takes bath before morning routine, Bapashri says God will not accept your seva if you have not become like Dev. He is divine. Maharaj will also not accept his seva even though he may do thousand rosaries in the temple. This is also the lesson for the householder. Which seva is more beneficial? We should think of benefit. Maharaj and Muktas know what is going on in our Tan, Man, Chit.

            Then Bapashri said by keeping constant memory of Maharaj, our vruti (tendency) becomes divine and then luminescence fountain appear brightly and Murti will also appear luminous. This opportunity is good. But our resolutions are of extrovert tendency. Then saint said, we should not care for past or future, only care for happiness of Murti.” Bapashri said, “If there is grace of Maharaj and Muktas on us and such a practice that makes us see Murti, happiness of Murti will come. Five objects of senses viz. word, touch, beauty, taste, smell should be controlled, and if satwa attribute is polluted, Muktas will be displeased. Therefore, we should behave with ‘satwa’ attribute. Without satwa attribute, modesty of guru will be violated. Therefore, pure satwa attribute should be kept. Polluted one should be kept aside. The one who keeps satwa attribute would not care for words. Sadanand Swami was beaten with stick by ‘Nagda Vairagi (sect of naked sadhus)’ and the stick broke. Even than Swami said, ‘mere Gurubhai ki achhi sisam ki lakdi bhang gai’ – (my guru brother’s fine teak wood stick is broken). He did not care for the injury. He said that let the body has been injured and, ‘Deh to kuchh kam ka nahi hai’ (the body is useless). We should become such. Senses do not remain in control in Jagrut or swapna state (awaken and dream state). They become strong and they make us to go on fast. Therefore, they should be controlled.

            Swami Ishwarcharandasji said, “In the second question it is said that inwardly or outwardly one should keep his tendency for God’s Murti-it is called ‘antardrasti’ (inward sight), How to understand outward and inward?”  Bapashri said, “The one who believes oneself the form of body and imagines Murti, it is called outward sight and vruttis (tendencies) are called back and imagines Murti in the soul is called inward tendency. It means feeling of beyond the physical world (avarbhav). The one who believes oneself as the form of Purushottam and sees Murti in front of him, it is called seeing Murti from outside and if one sees Murti remaining inside the Murti, he is called seeing Murti inwardly (parbhav). It means he sees in Akshardham. Therefore at this place if he sees introvertly or extrovertly, it is called ‘antardrasti’ (inward sight) – remaining inside Murti is parbhav (Akshardham) and if he sees remaining outside Murti is called ‘avarbhav’ (beyond physical world). || 234 ||