Gujarati / English

જેઠ સુદ-૬ને રોજ સભામાં પ્રથમ પ્રકરણમાં ૫૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં વાત આવી જે પુરુષોત્તમની દૃષ્ટિએ જોઈએ ત્યારે પુરુષોત્તમ સિવાય બીજું  કશું દેખાતું નથી.

પછી કરાંચીના સોમચંદભાઈએ પૂછયું  જે, “તે દૃષ્ટિ નેત્રદ્વારે હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પુરુષોત્તમની મૂર્તિમાં આપોપું કરીને એટલે કે મૂર્તિમાં આત્માને લીન કરીને પુરુષોત્તમના નેત્રે કરીને જુએ તે પુરુષોત્તમની દૃષ્ટિએ કરીને જોયું કહેવાય.”

પછી કરાંચીના શેઠ હીરાલાલભાઈએ પૂછયું જે, “પુરુષોત્તમને  વિષે લીને કેમ થવાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજ પોતાને વિષે અતિ સ્નેહવાળા ભક્તને પોતાની મૂર્તિને વિષે દૂધમાં સાકરવત્ રાખે છે.”

ત્યારે તેમના ભાઈ શેઠ સાંવલદાસભાઈએ પૂછયું જે, “દૂધ ને સાકર તો નિરાકાર છે ત્યારે ભગવાન ને મુક્ત તે સાકાર હશે કે નિરાકાર હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજ ને એમના મુક્ત સદા સાકાર છે ને શ્રીજી મહારાજ ભક્તના ચૈતન્યને સાકાર કરીને પોતાની મૂર્તિમાં ચરણમાં ચરણ, હાથમાં હાથ, મસ્તકમાં મસ્તક, શ્રોત્રમાં શ્રોત્ર, ચક્ષુમાં ચક્ષુ એમ સર્વ રીતે દરેક અવયવે અવયવમાં રાખે છે.”

પછી અમદાવાદના સોમાભાઈએ પૂછયું જે, “આ વચનામૃતમાં કહ્યું જે, ‘ભગવાનનો મહિમા સંતના સમાગમે કરીને સમજાય છે’; ત્યારે ભગવાન થકી ભગવાનનો મહિમા સમજાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભગવાન પ્રત્યક્ષ મળે તો ભગવાન પોતાનો મહિમા સમજાવે અને સંત મળે તો સંત સમજાવે તે સંતદ્વારાએ પણ ભગવાન જ સમજાવે છે; માટે ભગવાનનો મહિમા ભગવાન થકી જ સમજાય છે એમ જાણવું.”

પછી જેતપુરવાળા ગોવિંદભાઈએ પૂછયું જે, “હીરે કરીને હીરો વિંધાય છે એમ કહ્યું તે બે હીરા કિયા સમજવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એક હીરો મહારાજ અને સંત, અને બીજો હીરો મુમુક્ષુ. તે ધ્યાન કરતાં મહારાજના મસ્તકમાં મસ્તક, હાથમાં હાથ એમ રસબસ રહેવાય ત્યારે હીરો વેંધાણો કહેવાય.”

પછી વાત કરી જે, “ઝાલાવાડના રામપરામાં સ્વામી બાલકૃષ્ણદાસજી વાતો કરી સર્વોપરી ઉપાસના કરાવતા. પાછળથી બીજા બ્રહ્મચારી આવે તે ડોળી નાખે એટલે કે મહારાજની ઉપાસના દૃઢ થવા દે નહિ. એવાં ક્રિયમાણ કરે તેનું ફળ ભોગવવું પડે. ક્યાં તમે! ક્યાં અમે! ‘કીડી અને કુંજરનો મેળાપ, જીવન જાણું છું.’ સરત રાખજો, બાપા! ખાધાનાં ઠામણાં ફોડી દેશે. હમણાં સૈયદ આવ્યો છે તે બધાં ત્યાં દોડે છે, પણ આ સંતો આગળ કોઈ ન દોડે. રોગ તમે ટાળો એવા છો, જો તમારું શરણું લઈએ તો.  ભક્ત તો બધાય કહેવાય, ઢેડ પણ કહેવાય અને સૈયદ પણ કહેવાય. પણ તેમાં શું વળે? જ્ઞાન થાય તો અનંત જન્મનાં પાપ કાઢી નાખે.”

પછી રસોઈ વિષે વાત કરી જે, “ઈન્દ્રિયોને લાડ લડાવવા તેમાં શું માલ છે?”

ત્યારે પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછયું જે, “એવી પ્રવૃત્તિ અમારે બહુ હોય છે તો કેમ કરવું?”

ત્યારે બાપાશ્રી કહે કે, “દાળ-શાક વરે, પણ લાડુ થોડા વરે. અહીં ગોવિંદપ્રિયદાસજી આવ્યા ત્યારે રસોઈ આપનારે શીરામાં ખૂબ ઘી નંખાવ્યું, ત્યારે તેમણે શીરો બગાડી દીધો એવો તેમનો વૈરાગ્ય હતો. વાસના વિના જીવ રહી ન શકે. શું કરીએ? અમે છોકરાને માયામાં બંધાવા દેતા નથી. અમારો તો સિદ્ધાંત એવો છે જે અમને ઓળખે, વળગે તેને માયામાંથી બચાવી લઈએ. આ ગામ કમળની પેઠે ખીલી રહ્યું હતું, તેમાં એક કહે ‘ત્રો’, બીજો કહે ‘ધ્રો’, ત્રીજો કહે ‘મો’, એમાં શું કરવું કહો? ચોખ્ખો ચૈતન્ય દિવ્ય છે, પણ સંગદોષ લાગી ગયો. દિવ્ય થયો, પુરુષોત્તમરૂપ થયો, તે સાચો હતો ત્યારે થયો ને? પણ સંગદોષથી અવરાઈ ગયો. કાળો હતો તે ગોરો થયો, લાંબો થયો, પછી ટૂંકો થયો. કહો કેવો થયો? બીજ સાચું છે તે માયામાંયે ઊગે છે અને વળી આવા જોગમાંય ઊગે છે. ચાલતાં ક્યાંઈક આંખો મીંચાઈ જાય અને કોઈકનું અભરું પણ દેખાડી દે; તે ભગવાનના ભક્તે વિચારવું. સંગદોષ મોટાનો મહિમા સૂઝવા દેતા નથી.”

એમ કહી બીજી ઘણીક વાત કરી.

પછી બોલ્યા જે, “જીવમાં સત્સંગ હોય તો સત્સંગનું અભિમાન રહે.”

તે ઉપર કેશવલાલભાઈ (અમદાવાદવાળા)નો હાથ ભાંગ્યો તે વાત કરી.

ત્યારે કરાંચીના શેઠ લાલુભાઈ બોલ્યા જે, “ભુજના સાધુ એવું ન કરે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો અમારા દાબે દબાઈ રહ્યા છે, પણ અમે નહિ હોઈએ ત્યારે જોજો. એ તો મોટા રાજાને પણ ગણે નહિ એવા છે અને ન કરવાનું કરી નાંખે એવા છે.”  || ૨૩૫ ||

On the day of Jeth Sud 6th, the 51st Vachanamrut of the first chapter was being read in the assembly. In it, it is said that if we see through the eyes of Purushottam, we do not see anything else excepting Purushottam.

            Somchandbhai of Karachi asked, “Is that sight is of physical eyes? Then Bapashri said, “The one who merges in Lord Purushottam’s Murti that means our soul is engrossed in Murti and sees through the eyes of Purushottam is called seeing through Purushottam’s eyes.

            Sheth Hiralalbhai of Karachi asked, “How can we engross in Purushottam?”  Bapashri said, “Shriji Maharaj keeps his devotee, for whom he has deep love, in His Murti as sugar is there in milk.”

            His brother Seth Savaldasbhai said, “Milk and sugar are formless whereas is God and Mukta are formless or having form?” Bapashri said, “Shriji Maharaj and His Mukta are always having forms and Shriji Maharaj keeps His devotee’s soul giving it form, his feet in His feet, his hand in His hand, his head in His head, his eyes in His eyes, his ears in His ears, all his organs in His organs.

            Somabhai of Amdavad said, “In Vachanamrut it has been said that God’s greatness is understood in association with saints. Can we understand His greatness through Himself?” Bapashri said, “If God Himself meets, He will explain His greatness and if saints meets, saints will explain and this is also explained by God through the medium of saints. Therefore, it should be known that His greatness is understood through Him only.

            Govindbhai of Jetpur said, “The diamond cuts the diamond, which are these two diamonds?” Bapashri said, “One diamond is Maharaj and saint, in the other is Mumukshu (Seeker). While meditating if we are engrossed and feel our head in Maharaj’s head, our hand is in Maharaj’s hand, it is called the diamond is cut.

            Swami Balkrishnadasji made devotees worship supreme being in Rampara of Zalawad (Surendranagar district), but another Brahmchari would disturb it and speak against Swami’s preaching and would not allow the worship (Upashana) of Maharaj to become firm. Such activity will give him its fruit and he will have to suffer. Bapashri said what is your status and what is mine? It is the meeting of an ant and an elephant. I know all Jivas, be alert, otherwise you will be no where. Now- a- days every one goes to Saiyad who has come now but they do not go to these saints. You are such that you can cure diseases if we surrender to you. All are called devotees, harijan (lower caste) and saiyad are also called devotees but what is use of it? If knowledge comes, it will liberate from sins of infinite births. Than talking about meal (Rasoi) Bapashri said, “What is the use of pampering senses?” Purani Dharmakishordasji said, “What should we do if there are many such activities?” Bapashri said, “Have less Ladu (sweet ball) and more of Dal-Pulse and vegetables.” When Govindpriyadasji came here, the one who offered meals put much ghee in shiro (sweet preparation of wheat flour). Govindpriyadasji spoiled the shiro. Thus was his renunciation. Jiva can not remain without passion- what to do? I do not allow my sons to get bound in illusion (Maya). My principle is that one who knows me, gets attached to me, I save him from illusion. This village is blooming like lotus. Pure soul is divine but it has become impure in bad company. It has become divine again, form of Purushottam, because it was pure but became impure in bad company. It was black and became white, became tall and than became short. Tell me how it has become. The seed, which is original, grows in illusion as well in this opportunity. God’s devotees should think that someone may divert his attention to such a thing, which is most worth seeing. The bad company does not allow to understand the greatness of Muktas. Many such talks were delivered by Bapashri. Bapashri said, “If there is satang in Jiva, he will be proud of satang. He (Bapashri) gave the example of Keshavlalbhai of Amdavad. His hand was fractured”. Sheth Lalubhai of Karanchi said that saint of Bhuj would not do such thing. Bapashri said, “They are suppressed by me but see when I am not there. They will not even care for great king and may do which should not be done.” || 235 ||