Gujarati / English

જેઠ સુદ-૬ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો પહેલી વાડીમાં નાહવા પધાર્યા. ત્યાં નાહીને જાંબુના વૃક્ષ નીચે બેસી સર્વેએ માનસી પૂજા કરી અને સર્વે બેઠા. પછી પ્રથમ પ્રકરણનું ૫૬મું વચનામૃત વંચાવ્યું તેમાં ધ્રુવજીએ નારાયણ અસ્ત્રે કરીને એક લાખ ને ત્રીસ હજાર યક્ષ માર્યા એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ ધ્રુવજીએ જે યક્ષ માર્યા તે યક્ષનું નરનારાયણના પ્રતાપથી કલ્યાણ થઈ ગયું. ભગવાનનો અને ભગવાનના ભક્તનો એવો પ્રતાપ છે.”

પછી માનની વાત આવી, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “માન જીવનું બહુ બગાડે છે. ‘સાધન સર્વે માન બગાડે પળ વિષે.’  માન બધાંય સાધન બગાડી નાખે તોપણ તે માન મુકાય નહિ. મરેલામાંય માન હોય છે. ‘કનક તજ્યો, કામની તજ્યો, તજ્યો ધાતુકો સંગ; તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ.”‘ એ સાખી બોલ્યા.

પછી ભાવનગરના હરગોવનભાઈએ પૂછયું જે, “મરેલા એટલે કેવા જાણવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઘરબાર-સંસાર મૂકીને ત્યાગી થાય તોપણ માન રહી જાય તે. માનીથી સંતની સેવા પણ ન થાય. માનને લીધે સાત મન્વંતર સુધી નારદજીએ ગાનવિદ્યા શીખવા દાખડો કર્યો. મોડાં-વહેલાં માન, લોભ, ક્રોધ, મત્સર, ઈર્ષ્યા, અસૂયા કાઢવાં જોઈશે. એ જાય તો  જીવાય કેમ?”

પછી એક સંતને કહે જે, “આમાનું તમારાથી કાંઈ નહિ નીકળે; તમે એમાં માલ જાણ્યો છે, પણ કરડી ખાય એવો છે. મોટાને જીવ સોંપે તો સર્ગે જાય, પણ જીવ સોંપાય નહિ એટલે તે જાય નહિ. નિર્માનીપણાનું માન આવે, દાસત્વપણાનું માન આવે; જે મૂર્તિમાં રહે તેને તો કાંઈ ન રહે. એને તો શાંતિ, શાંતિ રહે ને મહારાજનું સુખ આવ્યા કરે. આ ભેળા થયા છીએ તે શું કરવા થયા છીએ? માટે એને આવવા દેવું નહિ. સાવ ગરીબ રાંકડું હોય તેને પણ વખાણે તો  ફૂલી પડે. એ માન મુકાશે ત્યારે સુખી થવાશે; તેનો લોભ રાખશે તો સુખી નહિ થવાય.”

પછી સંતે કહ્યું કે, “એવું રાખવાની તો ઈચ્છા કોઈને નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જોગે કરીને નીકળે, પણ સાંભળેથી અને કહેવેથી ન નીકળે; ખટકો રાખીને કાઢે તો નીકળે. નારાયણ ભક્ત રાજકોટમાં કોલ પીલવા ગયા, ત્યાં એક બાવો મુનિ થઈને બેઠો હતો તે બોલે કે જમે નહિ, ને કોઈ બે રૂપિયા મૂકે તો મોં ફાડે ને મોંમાં રાખી મૂકે અને ઝોળીમાં રાખ રાખી મૂકે. એક દિવસે રાત્રિએ કૂતરે આવીને ઝોળી ફાડી ત્યારે બાવાએ તે કૂતરાને મારી કાઢયો. તે વખતે નારાયણ ભક્તે બૂમ પાડી જે, ‘મૂનિ બાવાને કૂતરે  બોલાવ્યા.”‘

એ વાત કરી ત્યારે સંત બોલ્યા જે, “અમારા બધાય શત્રુ કહાડી મૂકજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે તો કચ્છમાંથી બધાય લઈ જજો.”

ત્યારે સંત બોલ્યા જે, “તમારે શરણે આવ્યા છીએ માટે ઉગારો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બધાયના સરદાર થઈને બેસીએ ને બધાયને નિયમમાં વર્તાવીએ તેમ કાંઈ ટળે? જો મેલવા માંડીએ તો બધાય દોષ ટળી જાય. કાઢવા માંડે તો છ મહિનામાં નીકળી જાય ને મૂર્તિ આમ ઈદમ્ દેખાય. તમે અહીં શા સારુ આવ્યા છો તે કહો. બધુંય થશે. મારી-કૂટીને બેસારી દેશું અને મૂર્તિનું સુખ આપીશું.”  || ૨૩૬ ||

On the evening of Jeth Sud 6th, Bapashri along with all saints and devotees went to bath in the first farm. After taking bath all set under Jambun tree, performed mental worship and all sat. Bapashri asked someone to read the 56th Vachanamrut of the first chapter. In it, it is said that Dhruvji killed one lakh thirty thousands Yaksha by weapon of Narayan. Bapashri said, “Yakshas, who were killed by Dhruvji, were liberated by the grace of Narnarayan. Such is the power of God and his devotee”. Then there was talk of pride. Bapashri said, “Pride spoils Jiva. ‘Sadhan sarve man bagade pal vishe’ (all means become void by pride). Pride spoils all means but it is not given up. Even the weakest person has pride.” ‘Kanak tajyo, Kamni tajyo, tajyo dhatu ko sang, tulsi laghu bhojan kari jive man ke rang.’ (give up gold ,give up woman, give up company of metal, Saint Tulsi says Jiva keeps pride by even though he eats little food).

Hargovanbhai of Bhavnagar asked, “Who should be known as dead?” Bapashri said, “The dead is one who has renounced the world and left home but ego/pride is still there. The person with pride cannot serve saint. Naradji took seven manvantar (manvantar = 30,67,20,000 years) in learning the music because of pride. Sooner or later one will have to give up pride, greed, anger, jealousy, envy. How can one live if they are given up? Then one saint said that nothing could be given up by you because you have considered it as valuable but you might be eaten away by them. If one hands over (surrender) his Jiva to Muktas, he will go to heaven (Akshardham) but he cannot so he will not go to heaven. The proud of not having pride (Nirmanipanu), he is proud of his service as a servant. He who dwells in Murti will have no such things. He is always tranquil and gets happiness of Maharaj. Why have we come together? Therefore, we should not allow pride. He may be damn poor but when praised, he will be pleased and feel proud. When such pride is given up, he will be happy. If he is greedy for it, he will not be happy. Then a saint said nobody wishes to keep such thing. Then Bapashri said, “It can be given up if one is attached to a saint but simply hearing about it or simply talking about it, it will not be given up. Narayanbhakta went to Rajkot to crush sugar cane. There he met a Bava who was pretending as Muni. He would neither speak nor eat. If any one gave him two rupees, he would open his mouth and keeps in his mouth and keep ash in his bag. Once a dog tore his bag at night. The Bava beat the dog and drove it away. At that time, Narayanbhakta shouted and said that the dog made Muni Bava talk. Then saint requested Bapashri, to drive away all their enemies. Bapashri said, “You take all from Kutch.” Saint said, “We have surrendered ourselves to you so save us.” Bapashri said, “How can I do it by becoming a leader of all and making them follow norms? If you try, all faults can be given up. If you begin to drive them out, they will be given up within six months and can see Murti soon. Tell me why you have come here. Everything will be good. I will try my level best, to save you and will give you happiness of Murti.” || 236 ||