Gujarati / English

જેઠ સુદ-૭ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો લખાઈવાડીએ નાહવા ગયા. નાહીને આંબાના વૃક્ષ નીચે બેસીને માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “‘આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ’ એ ચાર પદ છે, તેમાં પાછલાં બે પદ ‘મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ’ શ્રીજી મહારાજ બોલ્યા છે, અને આગલાં બે પદ ‘આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ’ પ્રેમાનંદસ્વામી બોલ્યા છે.”

પછી પ્રથમ પ્રકરણનું ૨૪મું વચનામૃત વંચાતું હતું, તેમાં પ્રણવ ને નાદની વાત આવી.

ત્યારે સાધુ અક્ષરજીવનદાસે પૂછયું જે, ” પ્રણવ અને નાદ શું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ અગ્નિનો ભડકો જબરો હોય તેનો ઘોષ થાય છે તેમ શ્રીજી મહારાજની મૂર્તિમાંથી ઝળેળાટ નીકળે છે તેનો ઘોષ થાય છે તે પ્રણવ અને નાદ કહેવાય.”

ત્યાર પછી વાત કરી જે, “વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જાણવા જોઈએ. જેમ કે એક પટેલ પૂજા કરતો હતો તેને ઘેર એક જણે આવી પૂછયું જે, ‘પટેલ ક્યાં ગયા છે?’ ત્યારે દીકરાની સ્ત્રીએ કહ્યું જે, ‘પટેલ ઢેડવાડે ગયા છે.’ ત્યારે તે કહે જે, ‘હું પૂજા કરું છું અને એમ કેમ કહો છો?’ ત્યારે બાઈ બોલી જે, ‘તમે ચામડું લેવા જવાનો સંકલ્પ કરો છો ને?’ ત્યારે કહે જે, ‘હા, ખરું.’ એમાં પૂજા કરતા હતા તે વાચ્યાર્થ છે અને ઢેડવાડે ગયા છે એ લક્ષ્યાર્થ કહેવાય. શ્રીજી મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખતાં વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાં જવાય અને ત્રણે અવસ્થામાં મૂર્તિમાં તેલધારાની પેઠે સાક્ષાત્ જોડાઈ જાય એ લક્ષ્યાર્થ ખરો કહેવાય. લક્ષ્યાર્થ-વાચ્યાર્થ જ્ઞાન જાણવું જોઈએ. કેટલાક કથવા શીખે તેથી કાંઈ ન થાય.”

પછી તલ-ટોપરાંની તથા મગફળીની પ્રસાદી વહેંચી ને પછી કેશ ઉતરાવ્યા ને પછી નાહ્યા. પછી કેરીની પ્રસાદી વહેંચી ને વહેંચતાં બોલ્યા જે, “થોડું જમ્યામાં ઘણું સારું રે બેની.” એ ટૂંક બોલ્યા.

પછી અરસપરસ બાપાશ્રી તથા સંત-હરિજનોએ ચંદન ચર્ચ્યાં. પછી મળ્યા ને મંદિરમાં આવ્યા. બીજે દિવસે નીકળ્યા તે સંત-હરિજન સર્વે ગુજરાત તરફ આવતા હતા.  || ૨૩૭ ||

On the evening of Jeth Sud 7th, Bapashri along with saints and devotees went to Lakhaiwadi for bath. After bath, they set under a mango tree and perform mental worship.

            Bapashri showing his favour, talked. He said, ‘aaj mare orde re aavya avinashi albel’ (lord has come to my house) there are four stanzas of this devotional song. The last two stanzas contain ‘Maru dham chhe re Akshar amrut jenu nam’ (my abode is Akshar named amrut). These two stanzas are spoken by Shriji Maharaj and the first two stanzas are spoken by Premanand Swami. Then the 24th Vachanamrut of first chapter was being read. In it, there is reference about ‘Pranav’ and ‘Nad’ (aum and sound coming from navel) Swami Aksharjivandas asked, “What is ‘Pranav’ and ‘Nad?’ Bapashri said, “Just as the flame of fire is very big and it creates sound. Similarly, luminescence emits from Maharaj’s Murti and it creates sound, which is called Pranav and Nad. Then he talked about vachayarth (literal meaning) and laxyarth (perceptible) and told us to know them. Bapashri said, “When Patel was performing pooja, a person came to his house and inquire where he was. His daughter-in-law replied that patel had gone to dhedwade (colony of harijan). Then Patel said that he was performing pooja and why she had said so.” She asked if he was not thinking of buying leather. In this example, performing pooja is vachyarth (literal meaning) and to go to dhedwade is laxyarth (perceptible). By keeping constant memory of Shriji Maharaj’s Murti one can go from vachyarth to laxyarth and in all three states he gets attached to Murti like a thin current of falling oil- this laxyarth is called real one. One should have the knowledge laxyarth and vachyarth. By learning how to present katha (discourse), nothing can be gained. Then the Prasad was distributed, shaved, and bathed. Then while distributing Prasad of keri (mango) he said, ‘thodu jamyama ghanu saru re’ (to eat a little is good). There after Bapashri, saints and devotees applied sandal wood paste to one another. Then Bapashree met all and came to the temple. Then one on the next day saints and devotees all went to Gujarat. ||237||