Gujarati / English

સંવત ૧૯૮૨ના માગશર માસમાં બાપાશ્રી પોતાના મોટા દીકરા કાનજીભાઈની તથા નાના દીકરા મનજીભાઈના દીકરા રામજીની આંખો સજ કરાવવા નિમિત્તે કૃપા કરીને ગુજરાત દેશમાં પધાર્યા હતા ને સરસપુરના મંદિરમાં ઊતર્યા હતા. ત્યાં જે વાતો કરી છે તે લખી છે.

સંવત ૧૯૮૨ના માગશર સુદ-૧૧ને રોજ સવારે શ્રી સરસપુરના મંદિરમાં સભામાં પ્રથમ પ્રકરણનું ૭૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં નિશ્ચયની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ સત્સંગનું ખુંદ્યું ખમે તે આત્મનિષ્ઠા કહેવાય. અને જો આત્મનિષ્ઠા ન હોય તો અપમાન થાય ત્યારે મંડળ મૂકીને બીજે જાય અને ત્યાં અપમાન થાય તો એથી પણ બીજે જાય. અને જો આત્મનિષ્ઠા ખરેખરી હોય  તો આચાર્ય, સાધુ, હરિજનનો અવગુણ ન આવે ને પદાર્થ સારુ ભડાભૂટ ન કરે. જો આવો નિશ્ચય શ્રીજી મહારાજનો કર્યો હોય તો ‘મેરે તો તુમ એક આધારા, તુમ બીન સબ જગ જરત અંગારા’ એવું થાય.

“‘અક્ષર પર આનંદ ઘન’ એટલે અક્ષરથી પર આનંદ ઘન જે પોતાનું તેજ તેમાં શ્રીજી મહારાજ પોતાના મુક્તો સહિત રહે છે. ત્યાં તેજના ફૂવારા છૂટે છે, તેમાંથી ખુશબો આવે છે તે ખેંચીને મૂર્તિમાં લઈ જાય છે; માટે તે મૂર્તિમાં રસબસ થઈ રહેવું. ભક્તિ-સેવા કરીએ તેમાં મહારાજ ભેગા ને ભેગા રહે એવી રીતે કરવી. રસ તો એનો એ છે, પણ કડવો લાગે છે. વાંચીને કહી જઈએ, પણ તે તરત રહેતું નથી તેમ વર્તાતું પણ નથી. જીવમાં મહારાજનો સાક્ષાત્કાર કરવો; તો ડખા બખેડા થાય નહિ. દેહાભિમાન હોય તો મોટા અનાદિમુક્તનું પણ અપમાન કરી નાખે. જો આત્મનિષ્ઠા થઈ હોય તો બધું દિવ્ય થઈ જાય અને મોટાને વિષે મનુષ્યબુદ્ધિ આવે નહિ. સ્થૂળ, સૂક્ષ્મ ને કારણમાં મૂર્તિમાંથી વૃત્તિ ડગે નહિ ત્યારે પરિપૂર્ણ નિશ્ચય થયો જાણવો.

“સાધન ઉપર બહુ તાન થઈ જાય તો મહારાજને ભૂલી જવાય, પણ જે વસ્તુ ખપે તે વસ્તુ ઉપર તાન રાખવું. નિશ્ચયની વાત અટપટી છે. કહેતાં બીક લાગે છે; કેમ જે અવતારાદિકમાં વૃત્તિ જાતી રહે ને બીજે પણ જાતી રહે. આ મહારાજે ધર્મધુર માર્ગ બાંધ્યો છે. સાધનમાં દહાડો જતો રહે, કથા-કીર્તનમાં દહાડો જતો રહે, પણ તેમાં કાંઈ ન વળે ને સુખ પણ ન આવે. મૂર્તિમાં જ સુખ છે. ભુજમાં અમૃતબાઈને સાધનમાં તાન હતું, તે આ લોકમાં તો વિખ્યાતિ થાય, પણ વળે કાંઈ નહિ. સાધન તો પોતાના પતિને રાજી કરવા સારુ જ કરવાં, પણ તેનો ભાર ન રાખવો. નિશ્ચયરૂપી પાયો પાકો જોઈએ, હલર-વલર કરવું નહિ.

ધ્યાન-ભજનમાં તાન રાખીને મૂર્તિ સિદ્ધ કરવી જોઈએ. ધણી હાથ આવે તો રસના આદિકમાં તાન રહે નહિ. જો ‘વાલા એ રસના ચાખણહાર છાશ તે નવ પીએ રે લોલ’ એ મૂર્તિનો રસ ચાખ્યો હોય તો બીજા કોઈ પદાર્થમાં તાન રહે નહિ. ખોળીએ તો એ વસ્તુ આ જ છે. કેમ હશે કે નહિ હોય?”

ત્યારે સંત બોલ્યા જે, “છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કોઈ ક્યાંય ને કોઈ ક્યાંય, જગન્નાથ આદિમાં ભટકે. કેમ છે કોચબીન? ધોતિયાં પહેરવાની કે ખાધા-પીધાની ખબર નહોતી તે હવે થાવા માંડી છે, તેની ખબર રાખજો. માયા જગ-ઠગણી છે, એમ જાણીએ તોય ફેર પડતો જાય છે. કાલે સાધુએ કહ્યું જે, ‘અમને ન તેડ્યા’, તે દેહાભિમાન બોલાવે છે. સમૈયા પામર અને વિષયીને પણ સમાસકર્તા છે. એકાંતિકને તો પરભાવ ને અવરભાવ એક જ છે. અને ખાવા-પીવામાં માન-મહોબતમાં લેવાય તે પામર અને વિષયીનું લક્ષણ છે. એ સત્સંગમાં અભાવ લઈ લે છે, એ ધર્મરાજાના ઘરના અધિકારી છે.

“આપણો સિદ્ધાંત શો છે કે એનું પણ કલ્યાણ કરવું છે, જે એનું પણ ભલું થાજો. આજ સત્સંગમાં એવા મુક્ત છે જે સંકલ્પ માત્રે કરીને બ્રહ્માંડને ઊંધું કરી નાખે તોપણ પામર ને પતિત જીવનું માન-અપમાન સહન કરે છે; તે જીવોના રૂડા માટે છે. આપણે ભેગા થઈએ છીએ તે એ બધું ટાળીએ મૂર્તિમાં જોડાવું છે, પણ ‘ચલ બે રંડી હમ ખાબ બને હે’ એમ ન થાવું. મૂર્તિમાં જોડાવું છે.

“પાકો સત્સંગ થયો હોય તે કોઈ પદાર્થમાં ન જોડાય. કોઈ જાણે જે, ‘હું પટેલ છું, દાકતર છું, પંડિત છું’, એ બધું મૂર્તિ મળે તો જાતું રહે. આજ એકાદશી છે તે કોઈ ઈન્દ્રિય મૂર્તિ વિના બીજે ન જાય એ કરવું. કોઈ મૂળીના અધિકારી થાશે, કોઈ અમદાવાદના અધિકારી થાશે, પણ ‘સ્વામિનારાયણને ઘેર મોટા થઈએ તો ઠીક’ એમ નથી થાતું. આ લોકમાં અધિકાર આવે તે તો રાખનાં પડીકાં છે. રસ આદિક પાપમાં લેવાવું નહિ. સાધન કરી કરીને મોટા થયા એ તે કેવડા મોટા થયા? એમાં કાંઈ સુખ ન આવે. મહારાજની મૂર્તિથી એ સાધનો છેટાં રાખે.

“આજ મોટા મોટા સત્સંગમાં બેઠા છે, તેમનો જોગ કરીને પૂરું કરી લેવું. આ સભા અક્ષરધામની જ છે અને ત્યાં જ વાતો થાય છે. શ્રીજી મહારાજે નરનારાયણના સમ ખાધા છે, માટે આ સભા અક્ષરધામની જાણે તો સુખના સમુદ્રમાં ઝીલે. દાસાનુદાસ થાય તો મૂર્તિમાં જોડાય. ત્રિવિધના તાપ સહન કરીને મૂર્તિમાં જોડાઈ જાવું; તેમાં સુખ છે. જેમ દૂધ ને સાકર એકરસ થઈ જાય છે, તેમ મૂર્તિમા રસબસ થઈ જાય તો ત્રિવિધ તાપ ન પડે. ગઈ કાલે સાધુ બોલવા મંડયા તે કાંઈ બોલ્યાની ખબર રહી નહિ જે અમે કોણ છીએ અને કહે જે, ‘અમને યજ્ઞમાં તેડાવતા નથી.’ તેમને અમે કહ્યું જે, ‘યજ્ઞ તો નિત્ય થાય છે, જો કરો  તો.’ વાચ્યાર્થ કામ ન આવે, લક્ષ્યાર્થ હોય તો કામ આવે. ભગવાનના ભક્ત આજ્ઞા લોપે તેટલું દુઃખ અને પાળે તેટલું સુખ.”     || ૨૩૮ ||

In the Samvat 1982, in the month of Magsar Bapashri came to Gujarat for the treatment of eyes of his eldest son Kanjibhai and Ramjibhai the son of younger son Manjibhai. They stayed in the temple of Saraspur. Following are the talks given by Bapashri there.

            On the morning of Magsar Sud 11th in Samvat 1982, the 70th Vachanamrut of the first chapter was being read in the assembly in the temple of Saraspur. In it, there is reference about determination. Bapashri said, “The one who can bear the load of satsang is called ‘Atmanishtha’ (firm determination in soul). If one has no Atmanishtha he will be insulted and will leave the group and go elsewhere, and if he is insulted there, he will go elsewhere. If Atmanishtha is sincere, he will not find faults with Acharya, saints, devotees, etc. and would not try for material objects. If such determination he has for Maharaj, ‘Mere to tum ak aadhara, tum bin sab jag jarat angara’ (you are only my support and the whole world is like fire for me), it will happen like this for him. Above Akshar, there is ‘Anand ghan’, which is luminescence of Maharaj in which Shriji Maharaj along with His Muktas lives. There fountains of luminescence emits –fragrance comes from it which draws us in Murti. Therefore, we should remain engrossed in Murti. Worship and service should be such that Maharaj is always with us. Juice (bliss) is the same but it is bitter. It is told after reading scripture but it has no effect, moreover it is not seen. If you wish to realize Maharaj in Jiva, disputes are to be avoided. If one has ego he may even insult great Anadi Mukta. If he has Atmanishtha, everything will become divine and will not take Muktas as human beings. When one is able to remain steady in Murti in physical, subtle and causal body, it should be known, that his determination is complete. If you are proud of means, Maharaj will be forgotten. But you should be eager for the thing which you want. The talk of determination is complex. I feared to tell it because tendency may go in other incarnation, etc. or may go elsewhere. Maharaj has constructed this path of Dharma. You may lose time in means the katha-kirtan but it is of no use and will not get happiness. There is happiness only in Murti. Amrutbai of Bhuj was proud of means so she got fame but it is useless. Means should be done to please the Maharaj but should not be given much importance. The foundation of determination should be strong and should not become unsteady. We should concentrate on meditation and worship and realize Murti. If the goal is not achieved one will not be eager for taste etc. ‘wala e rasna chakhanahar chhas te nav piye re lol’. The one who has tasted juice of Murti will not be eager for any other objects. If we search of it, it is the same thing- is not it? Saint said, “It is”. Bapashri said, “Some wanders here and there and some ends up in Jagannath etc. How are you kauchbin? You had no knowledge of wearing dhoti or eating or drinking but now you have began to get it, so be careful. The world of illusion (Maya) is a cheater (deceptive)-if we understand thus, there will be improvement. Yesterday saint said he was not invited. It is his ego. Samaiya causes the improvement in worship even for wretched person and passionate. For Ekantik, Parbhav (Akshardham) and Avarbhav (wordly affairs) are the same. The characteristic of the wretched and the passionate is that they are taken away by eating, drinking, honour and love. He dislikes satsang. He is qualify for the house of Dharmraja. Our principle is that even you should be benefited-may he be benefited. Today there are such Mukta in satsang that they can over turn Brahmand by only sanklap (thought). Even then, they bear insult or honour of the wretched person and degenerated person. They do so for the goodness of Jiva. We have come together for the purpose of avoiding all these and get attached to Murti. If satsang is firm, he would not get attached to any other objects. All over labels like Patel, Doctor, Pandit will be removed when we get Murti. Today it is the day of Ekadashi so see that our senses do not go elsewhere excepting for Murti. Someone wants to become officer of Muli or Amdavad but does not want to become great at the house of Swaminarayan. Getting authority in this world is like the packets of ashes. Liking for taste is sin and we should have dislike for it. He thinks that he has becomes great by doing means but how much great has he become? He can not get happiness from it. These means keep one away from the Murti of Maharaj. Today great Muktas are there in satsang, get attached to them and become fulfil. This assembly of Akshardham and talks are also given there. Shriji Maharaj has sworn in the name of Narnarayan therefore, he who knows this assembly as that of Akshardham he would get immense happiness. He can get attached to Murti provided he becomes the servant of a servant. One should bear suffering of ‘Trividh tap’ (Adhi-Bhautik, Adhidevik and Adhyatmik or heat of three types of suffering) and should get attached to Murti. There is happiness in it. Just as milk and sugar, become one. Similarly, if one is engrossed in Murti he will not be troubled Trividh tap. Yesterday saint started speaking. He crossed the limit and said that who he was and he has not been invited in the Yagna. I (Bapashri) told him that Yagna is taking place daily if you do it. Vachyarth (literal meaning) is useless. If it is Laxyarth (goal oriented) will be useful. The devotee of God will be unhappy in the proportion in which he violates commands and will be happy in the proportion in which he obeys.      || 238 ||