Gujarati / English

માગશર સુદ-૧૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આપણે મૂર્તિમાં રહેવું; મૂર્તિ મૂકવી નહિ. જો મૂર્તિ ભૂલ્યા તો ગોળીઓ આવે; માટે સભા સહિત મહારાજને પધરાવી લેવા. એકાંતિકથી પર પરમ એકાંતિક ને તેથી પર અનાદિ જુદા છે. ‘મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ.’ આદિ તે આ બેઠા જો ઓળખો તો; અનાદિ તે અક્ષરધામમાં બેઠા તે. જો મહારાજ ભેગા હશે તો બધુંય છે. મહારાજને મેલીને મોટા થાવું તે તો કાંઈ કામનું નથી. કાંઈ માગવું કે સમાધિ-પરચા જોવા ઈચ્છવું તે સર્વે સકામ માર્ગ છે અને મુક્ત પાસેથી મૂર્તિમાં જોડાવા ઈચ્છવું તે નિષ્કામ માર્ગ છે.”

પછી પ્રથમ પ્રકરણનું ૩૬મું વચનામૃત વચાવ્યું, તેની ટીકામાં વાત આવી જે, પૈસાવાળા ત્યાગીના મુખથી કથા સાંભળે તેણે ચાંદ્રાયણ વ્રત કરવું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બહેચરભાઈ, સાંભળો! હવે કેમ કરશો? પૈસા રાખે તેવા સાધુ થકી કથા ન સાંભળવી, તેમજ કાંઈ દેવું પણ નહિ. પૈસા રાખે તેના પર શ્રીજીનો કુરાજીપો થઈ જાય અને મોટું પાપ લાગે. ઘર શું મુંડાવવા મૂકયું? બે વાતના તો હરામના સમ ખાઈને બેઠા; માટે તેનો તો વિષ્ટાની પેઠે ત્યાગ કરવો. એ પાપનો ત્યાગ કર્યા વિના સાધન કરે તોપણ એને કાંઈ પહોંચે નહિ. આ વાત સર્વે ધ્યાનમાં રાખજો. આવું ને આવું ધ્યાનમાં રાખજો. એમાં ધજ કહેવાશે; અભરું નહિ કહેવાય. અન્ન-વસ્ત્રનો તોટો નથી, લાડુ ને ગાડું તૈયાર છે, તોપણ વચમાં બીજું  ખપે. વળી બધુંયે મેલ્યું તેમાં શું મેલ્યું? બે વસ્તુમાં બધુંય આવી ગયું. સ્વામિનારાયણની આજ્ઞા પાળીએ તો બધુંય આવી ગયું. અમારે ત્યાં એક નીકળ્યો તે રખડે છે. એને કોઈ આશ્રમમાં રાખ્યો નથી.

“મોટાનું સુખ કેટલાક છેટે રહ્યા હોય તે પણ લઈ શકે છે અને ઘણાક સમીપમાં રહ્યા હોય, પણ એ સુખ લઈ શકતા નથી; જેમ ગાયનું વાછરડું છેટે રહ્યું હોય તોપણ દૂધનો સ્વાદ લે છે અને ઈતરડી આઉમાં રહીને પણ એ સ્વાદ લઈ શકે નહિ તેમ. એનું કારણ દેહાભિમાન છે તેથી એ માર્ગ જડતો નથી. સત્સંગમાં એવાં રત્ન પડયાં છે કે તેમને ઓળખીને જોગ કરે તો અક્ષરધામમાં લઈ જાય.”  || ૨૩૯ ||

On the day Magsar Sud 12th, Bapashri showing his favour, talked. He said, “We should dwell in Murti. We should not leave it. If Murti is forgotten, you will be in trouble. Therefore, we should install Maharaj along with assembly in our soul. Param Ekantik are above Ekantik and above them Anadi who are different. ‘me hu Adi Anadi aa to sarve upadhi’ (I am Adi, Anadi and this is all upadhi- trouble). Here are Adi, if you recognize them.  They are the same, Anadi who are in Akshardham. If Maharaj is together, everything is there. We want to become great leaving aside Maharaj but it is of no use. To ask for anything and wish to see miracles of Samadhi (Trance) is all Sakam (bearing fruit) path and wish that Muktas get us attached to Murti is Niskam (bearing no fruit) path.

            Then Bapashri got someone to read the 36th Vachnamrut of first chapter. In its commentary, it is said that the one who hears Katha from the mouth of rich sadhu should do Chandrayan Vrat. Bapashri asked Becharbhai, what he was going to do then. One should not hear Katha from the saint who keeps money and should not give anything. Shriji will be very much displeased with him who keeps money and it is a great sin. What is the use of leaving home? He has unnecessarily taken vow for two things wealth and woman. Therefore, they should be discarded. If he does means without discarding that sin, nothing can be achieved. All of you keep in mind this talk. It is for good, it is not for bad. There is no dearth of food, clothes, etc. Ladu (Sweet balls) and vehicles are ready even then he requires other thing. He discarded every thing but what he has really discarded? Every thing is covered in two things. If commands of Swaminarayan are obeyed, every thing is there. One saint left us and now he is wandering. Nobody has kept him any Ashram. The happiness of Mukta is taken by some, even if they are away from them and some cannot take it even though they are in front of them. Just as though the calf of the cow is away from her, it takes the taste of milk and were as the insect stick to udders, they cannot take the taste of milk. The reason is he has ego. So he does not find the path. There are such gems in the satsang that if you know them and associate with them, they will take you Akshardham.  || 239 ||