Gujarati / English

માગશર સુદ-૧૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મુક્તજીવનદાસજીના ડોસા કલ્યાણ ભક્ત હતા તે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ કચ્છમાં પધાર્યા હતા અને ઢોલિયે વિરાજ્યા હતા તેમને કહે જે, ‘આ શ્રીજી મહારાજ છે.’ પછી તે તેડવા આવ્યા ત્યારે તે બોલ્યા જે, ‘આ ખાટલાવાળા ભગવાન મને તેડવા આવ્યા છે.’ એવા ભક્ત હતા; તેમના જેવા થાવું. અમારા ગામમાં એક કૂવો હતો તેમાંથી અયોધ્યાપ્રસાદજી મહારાજ પાણી પોતે સીંચીને નાહવા મંડયા એવા એ આચાર્યજી હતા. વાહ રે વાહ! અયોધ્યાપ્રસાદજી મહારાજ! તેઓ કારણ જે મહાપ્રભુજી તેમના સુખને સુખ માની તે સુખે સુખિયા રહેતા, તો ખારા-મોળાની ખબર નહોતી ને દૂધપાકમાં મીઠું જમી ગયા.

“દેહાભિમાન હોય તો ચેલો કહે જે, ‘સ્વામી! ઊઠો, પાણી થયું છે’, ત્યારે સ્વામી નાહવા ઊઠે. માટે કારણમાં સુખ માનવું ને કારણ હાથ રાખવું. અમારે ગામ શ્રીપુરુષોત્તમપ્રસાદજી મહારાજ પધાર્યા તે છ ઘોડાની ગાડી હતી, તેમાં એક ઘોડો માંદો થયો તે બીજો લઈ આવ્યા ત્યારે ગામમાં પેઠા. આજ તો કાર્યમાં  સુખ મનાય છે. તેમને અમે કહ્યું જે, ‘અયોધ્યાપ્રસાદજી મહારાજ બળદની ગાડીમાં એકલા આવ્યા હતા’, પછી તે હસ્યા.

“જડ નડે છે. એક સાધુ બારની સાલમાં આવ્યા હતા, તેમને એક હરિજને રૂપિયા પાંચ દીધા, તેમને અચ્યુતદાસજી સ્વામીએ પ્રાયશ્ચિત્ત કરાવ્યું. વિદ્રાન હોય, પંડિત હોય, પણ જડમાં લોભાય તો તેથી ભગવાન કુરાજી થાય અને જો પ્રાયશ્ચિત્ત ન કરે તો જન્મ ધરાવીને પણ પ્રાયશ્ચિત્ત કરાવે, પછી મોક્ષ કરે.

“‘સૌને વશ કરું રે સૌનો કારણ હું ભગવાન’ એક કારણ શ્રીજી મહારાજ તે ઓળખવા, અને સંત ઓળખવા જોઈએ તો જ આજ્ઞા પળે, પણ તે વિના તો આજ્ઞા પણ પળે નહિ ને મોક્ષ પણ થાય નહિ. કેવડા આદિક પુષ્પમાંથી સુગંધી આવે છે તે કળાય છે તેમ મુક્તને ઓળખવા.

“શ્રીગોપાળાનંદ સ્વામી તથા મહારાજ ચાર-પાંચ બ્રાહ્મણને તેડવા ગયા તેમને સંતોએ પૂછયું જે, ‘બ્રાહ્મણને તેડવા ગયા તેનું શું કારણ?’ પછી મહારાજે કહ્યું જે, ‘અમારા ગોપાળાનંદ સ્વામીનો વાયરો અથડાયો હતો તે પ્રતાપે તેડી ગયા.’ તે ખબર કેમ પડે? તો એમાં જીવ ખેંચાય તેથી માલમ પડે. માટે વિશ્વાસ અને હેત રાખવું તો મોક્ષ થાય, અને તર્ક કરે તો કાંઈ મોક્ષ ન થાય. તમે ગોપાળિયું જ્ઞાન કહેતા અને હવે ગાંડા થઈને વાંસે વાંસે કેમ ફરો છો?”

ત્યારે સ્વામી બોલ્યા જે, “હવે તો સ્વામીશ્રી નિર્ગુણદાસજીની વાતોએ રોટલા મળે છે.”

બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિ વિનાના તે વાંઝિયા કહેવાય. જો ખરેખરો મહિમા સમજાય તો વાંધો રહે નહિ અને કોઈનો ડગાવ્યો ડગે નહિ. જો મહિમા ન હોય તો દાદા ખાચરનો દરબાર વંચાય છે એમ કહે, પણ એનો રસ ન લેવાય. આ અમારે મુખે મહારાજ પંડે વાતો કરે છે, મહારાજનાં વચન છે એમ જાણજો.”

પછી બોલ્યા જે, “વાંચો મહારાજ.”

એમ કહીને બોલ્યા જે, “મૂર્તિમાં રસબસ થઈ જાય તો મહારાજને ને એને છેટું ન રહે અને નિશ્ચય પણ એ જ કહેવાય. નિશ્ચય કાચો હોય તો કોઈ પાડી નાખે જે આમ કરે છે, આમ કરે છે; તેથી ડગી જાય. મહારાજની મૂર્તિ અખંડ રાખે તો જ એવો નિશ્ચય થાય અને જેને એવો નિશ્ચય હોય તે એમ જાણે જે મહારાજ ને મુક્ત તો જેમ છે તેમ ને તેમ છે અને અકર્તા ને નિર્લેપ છે. તમે બે ભુજાવાળા ભગવાન છો, પણ તે ઓળખવા દુર્લભ છે. જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી તે આ લીલા છે, તે અવતાર આ બેઠા છો; કેમ? છો કે નથી?”

ત્યારે સંત બોલ્યા જે, “બાપા, તમો કહો તો છીએ, શું કરવા ના પાડીએ?”

પછી બોલ્યા જે, “બીજા અવતારે કરીને શું થાય? કાંઈ ન થાય. આ અવતારથી આત્યંતિક મોક્ષ થાય. જેમ શ્રીગોપાળાનંદ સ્વામીના સંકલ્પ ચાલતા તેમ તમે સંકલ્પ છો. માયિક આકારના ફોટા પાડીને તેની મૂર્તિ પડે છે તો દિવ્ય મૂર્તિના સંકલ્પની મૂર્તિ થાય તેમાં શું? એની લડાઈ કુંભારિયામાં ચાલી હતી. તેને ધનજીભાઈએ જવાબ આપ્યો જે, ‘સર્વે સૃષ્ટિ સંકલ્પની જ છે એમાં શું?’ માટે સત્સંગમાં મન બાંધવું. સદગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામી ઈસ્પિતાલના મેડા ઉપર રહેતા તે કોઈ હરિભક્ત જાય તેને એક સાધુ કહે કે, ‘જાઓ ઉપર એમની પાસે, અમારામાં તો કાંઈ નથી’ એમ બોલે. શાથી જે કારણ હાથ નહોતું આવ્યું તેથી લૂખું રહેવાતું.”

પછી મધ્ય પ્રકરણનું ૪થું વચનામૃત વંચાતું  હતું તેમાં વાત  આવી જે ભગવાન પ્રકૃતિપુરુષમાં આવે તોપણ જેવા છે તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે.

પછી બાપાશ્રી બોલ્યા જે, “ભગવાનને આવવું-જવું પડતું નથી. એ તો મહાતેજમાં રહ્યા થકા જ દેખાય છે, પણ આ લોકની દૃષ્ટિએ અવરભાવવાળાને મતે આવ્યા-ગયા છે.”

પછી બોલ્યા જે, “ઉદ્ધવ, નારદ, સનકાદિક અહીં સત્સંગમાં છે. ગોપીઓ તે અહીં છે, પણ બહાર લેવા ન જાવું. આ બધા સંત તમે ગોપીઓ છો ને આ સત્સંગી ઉદ્ધવાદિક છે એમ જાણવું. ‘પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો.’ માટે મહારાજની આજ્ઞામાં ન વર્તાય તો ખોટ આવી જાય. મોટા હોય તે પ્રારબ્ધ ટાળી નાખે.”

ત્યારે ધનજીભાઈ બોલ્યા જે, “હા, બાપા. તમે મને આયુષ્ય વિના રાખ્યો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને સત્સંગના કામ માટે રાખ્યા છે. સત્સંગીને સુખ-દુઃખ પડે ત્યારે તમે બહુ કામના છો. તમે સત્સંગીને ઢાલરૂપ છો, તેથી અમે તમારું પ્રારબ્ધ ઠેલી મૂકયું. કુંભારિયામાં એક વર્તમાન ચૂકેલો આવ્યો હતો તેને એના પક્ષમાં ભળીને ત્યાંના ભગવાં લાવ્યા હતા, પણ અમે તરત ઉઠાડીને કાઢી મૂકયો અને સાધુનું કાંઈ પણ ચાલ્યું  નહિ. અને અમારો સબંધી હતો, પણ અમે તેનો પક્ષ ન રાખ્યો; માટે સંબંધ જવા દેવો, પણ ધર્મ ન જવા દેવો.” એમ વાર્તા કરી.

પછી વાત કરી જે, “કથા, વાર્તા, માળા, કીર્તન, માનસી પૂજા કરે; પણ ધ્યાનમાં ન બેસાય તે મનુષ્યભાવે મહિમા સમજ્યો છે અને ધ્યાનમાં ને ધ્યાનમાં રહે તે દિવ્ય ભાવે મહિમા સમજ્યો છે એમ જાણવું. જ્યારે દિવ્ય ભાવ સમજાય ત્યારે મોટા પુરુષ રાત્રિ કહે તો રાત્રિ અને દિવસ કહે તો દિવસ એવું થઈ જાય, પણ તર્ક ન થાય.”

પછી બોલ્યા જે, “હરે, વાંચો. સંત માયા મેલીને ભાગ્યા, પણ લબક-ઝબક કરતી આવે છે. સુષુપ્તિમાં, સ્વપ્નમાં, જાગૃતમાં, સ્થૂળ દેહમાં પણ ઝાવાં નાંખે છે. એ તો જ્યારે મૂર્તિમાં કલ્પે કલ્પ વીતી જાય પણ તેમાંથી બહાર નીકળે નહિ ત્યારે માયા જાય. તે મૂર્તિ અપાર છે, પાર આવે એમ નથી. એ મૂર્તિના પમાડનારા મળ્યા છે. અનુભવજ્ઞાન (સાક્ષાત્કાર) થાય ત્યારે ખરેખરું જ્ઞાન કહેવાય, પણ ખોટાને ખોટું કરીએ તો અનુભવ થાય નહિ. મહારાજની મૂર્તિમાંથી અનુભવજ્ઞાન છૂટે છે, તે મૂર્તિમાં ખેંચીને લઈ જાય છે. માનકુવાના મૂળજી અને કૃષ્ણજી હતા તેમને અનુભવજ્ઞાન થયું હતું તે મહારાજની મૂર્તિને ખેંચી લેતા. તેમને મહારાજે વિમુખ કર્યા, પણ મહારાજને મૂકયા નહિ એ સાચું અનુભવજ્ઞાન કહેવાય. ગૌરીશંકરે ચૈતન્ય માયાનો અર્થ ભગવાન કહ્યા, એ ભક્ત તો બહુ સારો હતો, પણ આવડયું નહિ.”   || ૨૪૦ ||

            On the day of Magsar Sud 13th, Bapashri showing his favour, talked. He said, “The father of Muktajivandasji named Kalyanbhakta was a devotee. Shree Ayodhyaprasadji Maharaj had come to Kutch and he was sitting on a cot. Kalyanbhakta said that he (Ayodhyaprasadji) was Shriji Maharaj. When he came to fetch him Kalyanbhakta said, “Lord who was on cot had come to fetch him. He was such a devotee. We should also become like him. There was a well in our village. Ayodhyaprasadji Maharaj himself drew water from the well and took bath- such was Acharyaji bravo, the Ayodhyaprasadji Maharaj! He used to remain happy considering happiness as that of Mahaprabhuji who is the cause. He would not care whether it is salty or a without salty thing and once he drank dudhpak (preparation of milk) having salt in it. If ego is there, Swami will go to take bath when the disciple tells him that water is ready. Therefore, happiness should be believed in cause (i.e. Maharaj) and should pursue the cause. Shree Purushottamprasadji Maharaj came to my village in the coach driven by six horses. One horse became ill so another was brought and then entered the village. Today happiness is considered in activity. I told that Ayodhyaprasadji Maharaj came alone in the bullock-cart. Then he laughed. Inanimate is an obstacle. A saint came in Samvat 1912, devotee gave him five rupee, Swami Achyutdasji made him do penance. He may be learned, may be pandit, but if he is attracted to inanimate, God will be displeased and if he does not do penance he will be made to do penance in the next birth, then only he will be liberated. ‘Sau ne vash karu re sau no karan hu Bhagvan’ (All are fascinated by me and the cause of all is me i.e. God). The cause is Shriji Maharaj. He should be recognized also saint should be recognized then only commands are obeyed. Otherwise, they are not obeyed and there is no salvation. Frangrance comes from flowers like kewda etc. and that is felt. Similarly, Muktas should be recognized. Shri Gopalanand Swami and Maharaj went to fetch four or five brahmins. Saint asked them, “What is the reason that you went to fetch brahmins?” Maharaj replied, “That was because the wind which touched Gopalanand Swami touched brahmins- that was his power. How it can be known- it can be known than Jiva is attracted to it. Therefore, trust and love should be kept so that you get liberation, and if you do reasoning, he will not get liberation. You were telling the knowledge as Gopaliu knowledge and now why are you going after it like a mad man?” Then Swami replied, “Livelihood is got because of the talks of Swami Shri Nirgundasji.” Bapashri said, “Without Murti you are called childless. If greatness is understood properly, there will not be any trouble and will not become unsteady even if one tries to make him so. If he has no value of greatness, he may say that DadaKhachar Darbar is read but he cannot take interest in it. Maharaj himself talks through my medium know that they are words of Maharaj. Then Bapashri said, “Maharaj! Please read. Saying so he said, if you are engrossed in Murti you will not be away from Maharaj and determination is also the same. If the determination is not firm, someone may make you unsteady and he will become unsteady. If one constantly keeps Maharaj’s Murti, then only it will become such determination and one who has such determination will know that Maharaj and Mukta are as what they are- they are non doer, and nirlep (without attachment).” You are lord with two arms but to know you is rare. One should remember lillas which had been done at various places and that is this lilla. Here are those incarnation, are not you? Saint said, “Bapa! Why should we say no since you are telling us?” Then Bapashri said what can be done by other incarnation- nothing can be done. Ultimate liberation is possible through this incarnation. Just as the thoughts of (sankalpa) Gopalanand Swami worked, similarly you are also thoughts. Murti is possible by taking photograph of illusive (mayik) form then if Murti is form by sankalpa of divine Murti- what is new in it? Controversy about it was going on in Kumbharia. Dhanjibhai replied that the whole earth is of sankalpa- where is the wonders? Therefore, mind should be in satsang. Sadguru Swami Nirgundasji lived on the first story of the hospital. If any devotee went there one of the saint will tell him to go upstairs. None of us has any power- why they said so because they had not achieved cause, so they were helpless.

            Then the 4th Vachanamrut of middle chapter was being read. In it, it is said that God comes in Prakruti Purush, even then howsoever He is, He is because of His power. Bapashri said, “God has neither to come nor to go. He appears through vast luminescence but in the eyes of the people of this world, seem to be coming and going. Then Bapashri said, “Udhav, Narad, Sanak, etc. are in this satsang. Gopis are also here so there is no need to search for them. All these saints are Gopis and these satsangis are Udhav etc.- it should be known thus.” ‘Pativrata no dharma achal kari paljo’ (follow the dharma of chaste wife). Therefore, if you cannot behave according to the commands of Maharaj, it will be a great loss. Muktas will do away with our fate. Dhanjibhai agreed with the statement. He told Bapashri that he was kept inspite of he had no life span. He further said to Bapashri that he was very useful to satsangi in his happiness and unhappiness. He said to Bapashri that he was like a shield for satsangi,so my fate was changed by him. In Kumbharia a devotee who had violated vartman had come. Some had sided with him and had brought him through sadhu (saffron clothes). But, you (Bapashri) immediately drove him out and saint could do nothing. He was my relative (Dhanjibhai) but did not side with him. Therefore, relation should not be maintained at the cost of Dharma. Then Bapashri said, “He does Katha-Varta rosary, sings devotional songs, performs mental worship, but he cannot sit in meditation. He has understood greatness in human feelings and he who constantly remains in meditation has understood greatness with divine feeling. Then divine feeling is understood, he will agree with Muktas in all matter-if they say it is night he will also say it is night and if they say it is day he will also say it is day but will not do reasoning. Then Bapashri asked to start to reading. A saint ran away leaving illusion (Maya) but it comes to him with force. It trouble in Shushupti (subconscious), swapna (dream), Jagrut (awake) states and even in physical body. It will go away when he dwells in Murti for years together and does not come out of it. That Murti is boundless and you can not find its bound. You have met Him who can get you Murti. When experience knowledge is realized, it is called real knowledge. But if make wrong as wrong, you can not get experience. Experience knowledge emits from Maharaj’s Murti which draws you in Murti. There were Mulji and Krishnaji of Mankuva they had got experience knowledge. They had pull towards Maharaj’s Murti. Maharaj made them averse but they did not leave Maharaj i.e. real experience knowledge. Gaurishankar took meaning of animate illusion as God. He was very good devotee but did not understand. || 240 ||