Gujarati / English

માગશર સુદ-૧૫ પૂનમને રોજ સવારે મધ્ય પ્રકરણનું ૬૨મું વચનામૃત વંચાતું હતું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સંસ્કૃત બાર-બાર વર્ષ સુધી ભણ્યા હોય તોપણ વચનામૃત ન આવડે, માટે વચનામૃત જાણવાં; જેવાં છે તેવાં જાણવાં. ભગવાનનો ભક્ત કાળનો આહાર કરી જાય તે શું? તો જન્મ-મરણ માથેથી ઉતારી નાખ્યું, તે કાળનો આહાર કરી નાખ્યો કહેવાય. ‘કાળ કર્મની રે શંકા દેવે વિસારી.”‘

પછી કરાંચીના હીરામલભાઈએ પૂછયું જે, “કાળ વિના દુઃખ કોણ દેતું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ્ઞા લોપાય એટલું દુઃખ થાય છે અને સંગદોષે કરીને દુઃખ થાય છે. અધર્મી સાથે હેત રાખે તો દુઃખ આવે. પ્રમાદ અને મોહ તે આંધળો ઘોડો છે. આંધળાને લાકડી દઈએ જે, ‘દોરી જા’, તે ક્યાંય દોરી જાય અને કચરી મારે. આજ્ઞા, ઉપાસના, ધ્યાન, ભક્તિ, મહિમા ન હોય તે ક્યાં જાય? તે આંધળા કહેવાય. ‘જુઓ જાગી રે.’ મોટાનો સમાગમ ન કરી શકે અને મંદવાડ આવે તો મહિનો બે મહિના પડયો રહે તે અજ્ઞાન છે તે ટાળવું અને આવા પુરુષનો સમાગમ રાખવો તો કાંઈ વાંધો જ નહિ.

“મહારાજે લખ્યું છે જે, ‘સાધુ ઓળખવા’, તે હવે ઓળખાય છે કે નહિ? મહારાજ સત્સંગમાં અખંડ બિરાજે છે, ખાલી સત્સંગ નથી; પણ ગાંડા-ઘેલા હોય તેને મતે નથી. શરીરના શરીરી થઈ રહ્યા, તેને કાંઈ જુદું નથી; પણ જીવને નાસ્તિક ભાવ છે તેથી એવું સમજાતું નથી. ભગવાન અને તેમના ભક્તનો મહિમા અતિશે મોટો છે. તેમાં તમે ને અમે ભેળા આવ્યા હો!

“કેટલાક અજ્ઞાની, સંત પાસે ને દેવ પાસે આ કલેવર સારુ પ્રાર્થના કરે છે, તે કલેવરમાં શું માલ છે?

“મુક્તાનંદ સ્વામીએ દરેકને સારું મનાવવા સારુ જ ‘હું પણ જાણું છું’ એમ કહ્યું છે. મુક્તાનંદ સ્વામીએ બીજાને માટે પૂછયું છે, પણ તેમને વિષે કસર હતી એમ ન માનવું. એમ માને તો માનનારાને વિષેથી દોષ ટળે નહિ.

“પાંચ કર્મ ઈન્દ્રિયો અને પાંચ જ્ઞાન ઈન્દ્રિયોને નિયમમાં રાખવી, તે ઈન્દ્રિયો ઘસાણી કહેવાય. તેમ જ સર્વે ઈન્દ્રિયો પોતપોતાના વિષયની ઈચ્છા ન કરે તે ઘસાણી કહેવાય. રૂપ, શબ્દ આદિમાં વટલાઈ જાય તે કોઈએ વટલાવું નહિ. પૂજા કરે, નહાય, ધૂએ ને ઓથી વટલાઈ જાય તે ભૂખ, દુઃખ ને માર ભોગવે ને વળી ભગવાનના ભેળા હોય. ‘ચેત ચેત મન બાવરા, સંત શિખામણ દેત.’ ઓઢવા, પહેરવા, ખાવા, પીવા તે સર્વે ધૂળમાંથી ઉત્પન્ન થયું  છે ને પાછું વળી ધૂળ. તેમાં કાંઈ માલ નથી. જેવું મળે તેવું ગુજરાન કરવું. અમને શરદી થઈ છે ને ગરમી પણ છે, પણ આવા સંત મળ્યા છે તે જીવને તો આનંદ આનંદ છે.

“મૂળીમાં સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીના આસને વડોદરાનો બ્રાહ્મણ આવ્યો હતો તેણે કહ્યું જે, ‘ઢેબરિયા તમને માને તેણે કરીને શું? સત્સંગ તમારો સાચો ન કહેવાય. અમારા જેવા પંડિતને સત્સંગી કરો ત્યારે સ્વામિનારાયણ ભગવાન ખરા.’ પછી સ્વામીએ વાત કરી જે, ‘આજ તો ભગવાન પંડિતથી પચાસ ગાઉ છેટે રહે છે ને વિશ્વાસીને શિર પર છે.”‘

એવામાં એક છોકરો રોવા માંડયો તેને બાપાશ્રીએ માથે હાથ મૂકીને કહ્યું જે, “તમોગુણ માંહી  પેસી આવ્યો છે. શ્રીજી મહારાજ સાથે હોય તો દેહનું દુઃખ જણાય નહિ. સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહનો ભાવ ટાળી નાખે તો સુખ સદાય રહે અને ભગવાનના ભક્તનો અવગુણ કોઈ દહાડો ન આવે. આ લોકમાં ચાર દિવસ રહે તેવા દેહને તો શબ શણગાર્યા જેવું છે, તેને શણગારવાથી કોઈ રાજી ન થાય. ખપ સત્સંગનો સૌને છે, પણ વાત જબરી બહુ એટલે હાથ ન આવે. જેવડા મહારાજને અને સંતને સમજે તેવડો થાય. તે આજ છે તેનો જેટલો મહિમા સમજશું તેટલો લાભ થશે, તે મોટા થકી જણાય છે. ચાર દિવસ રહેવું અને જન્મ ખરાબ કરી નાખવો એમ ન કરવું. પાછું એને કોણ હાથ ઝાલે? આવા સંત ઝાલે. માટે એક સ્વામિનારાયણની પ્રતીતિ રાખવી અને પરભાવનાનો જોગ (ઓળખીને) કરવો. ‘મેં હું આદિ અનાદિ, મીટ ગઈ સર્વે ઉપાધિ.’  આદિ આ સભામાં બેઠા, તેને ઓળખે તો સર્વે કામ પૂરાં થઈ જાય. મોટા મોટાને એટલે પંડિત, વિદ્રાન, ડાહ્યાને આગળ બેસાર્યા તે અવરભાવ; અને બધાય સરખા કહ્યા તે પરભાવમાં. બધા સરખા જાણે ને અવરભાવ ને પરભાવ ન સમજે તો સાધન કરે, પણ એમાં કાંઈ ન વળે.”

પછી રસોડામાં વઘાર કર્યો તે બહાર આવ્યો ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બહાર આટલો બગાડ કરે ત્યારે માંહી બગાડ કરે જ.”

તે ઉપર સુરા ખાચરની વાત કરી.

“જમવા બેસવું તે ઘણાં વાનાં હોય તે પડયાં મૂકીને એક વસ્તુ જ જમી લઈએ. સબડકાઓ એ બધું રસિક છે. મોટા સંતોએ રસિક માર્ગ કર્યો છે તે મૂર્તિમાં રહીને  કર્યો છે. આપણે દેહમાં રહીને કરીએ તો કીર્તન બોલતાં બોલતાં ક્યાંય ચઢી જવાય. તમારે પાણી મેળાવીને જમવું તે ઠીક અને ભૂલી જવાય તો મોટો વાંધો આવે. ઘોડા ઉન્મત્ત થઈ જાય તો નુકસાન કરે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તે મોટા પાડા છે તે નુકસાન કરે. જેમ ચાર પાડા ખાટલાને પાયે બાંધીને સૂતો તે જીવતો રહે નહિ, એ તો મરી જ જાય; એમ તે ચાર મોટા પાડા જેવા છે તેનો વિશ્વાસ કરે તો કાયમ ન રહે.”

પછી ટીકામાં પ્રાયશ્ચિત્ત કરવાની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પ્રાયશ્ચિત્ત કેટલા કરાય છે તે સંભારજો. આ અમારા ધનજીભાઈ પ્રાયશ્ચિત્ત કરાવવામાં ઉપરી છે. તમે બેય જાડા ને ઊંચા સરખા છો, માટે પ્રાયશ્ચિત્તના ઉપરી થાઓ.”

ત્યારે દેસાઈભાઈ બોલ્યા જે, “બાપા એ તો મોટા છે, મારાથી એવું થવાય તેવું નથી.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “મોટાને સંભારીને થોડું કે વધુ પ્રાયશ્ચિત્ત અપાઈ જાય તેનો દોષ નહિ; માટે શ્રીજી મહારાજની મૂર્તિ સંભારીને પ્રાયશ્ચિત્ત એક જણ જ આપે તો દોષ નહિ અને તે પ્રાયશ્ચિત્ત  કરનારનાં પાપ પણ બળી જાય. પ્રાયશ્ચિત્ત કરીને માળા, માનસી પૂજા કરે તે સર્વે ખજીને પડે તે સર્વે દિવ્ય થાય છે, અને ન કરે તો તેનાં સાધન સર્વે નિષ્ફળ જાય છે. ‘નરનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ.’ અમદાવાદની સભામાં ક્યારેક બે કે ચાર દેખાય; એમ મહારાજની આજ્ઞા છે? નથી. તમારી ધર્મવાળાની વાત કરીએ છીએ.”

પછી સંતની ભીડ થઈ.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અહીં ન માયા તે અક્ષરધામમાં કેમ માશે?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “આ અક્ષરધામમાં જેમ માય છે તેમ માશે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એક ગજનો તકતો છે તેના સામા આઠ-દસ હજાર સંત કે હરિજન બેઠા હોય તે સર્વે તકતામાં દેખાય છે તેમ મહારાજની મૂર્તિમાં અનંત મુક્તો રહ્યા છે. સાંકડમાં તો ઠીક અને મોકળમાં તો ઘોડા ભાગે, લઢાલઢ થાય. શાંતિનો શો ઉપાય? તો મૂર્તિમાં અખંડ રહેવાય તે. ‘જુઓ રે આ જીવની ચતુરાઈ.’ ભગવાન પાસે નાશવંત સુખ માગે. છોકરાં છે તે પણ મૃગલાં છે ને નાશવંત છે; માટે એવું નાશવંત ન માગવું. એક ભગવાનમાં લગની લગાડવી. સૌ ભક્તને સુરત રાખવી. મોટાનો આશરો કરવો. મહારાજ શિક્ષાપત્રીમાં લખી ગયા તેમ વર્તવું.”  || ૨૪૧ ||

 

On the morning of Magsar Sud 15th, the 62nd Vachanamrut of middle chapter was being read. Bapashri said, “He has learnt Sanskrit for twelve years but could not understand Vachanamrut. Therefore, Vachanamrut should  be understood as it is. The devotee of God can avoid ‘Kal’ – means he avoided the cycle of birth and death- this means he one ‘Kal’. ‘Kal Karma ni re shanka Deve visari’ (God made us forget, doubt of Kal and Karma).

            Hiramal of Karachi asked, “Who else gives misery excepting Kal”. Bapashri said, “When command is violated misery is experienced and misery is also because of bad company”. If you keep love for irreligious person, it will cause of misery. Laziness and passion are blind horses. Blind man is led by stick. It may lead anywhere and may crush him. Where will he go who has no worship, meditation, upashana, understanding, greatness and does not obey commands. He is called blind. ‘Juvo Jagi re’ (wake up and see). In illness he cannot associate with Muktas and lie in bed for a month or two, it is ignorance which should be avoided and he should associate with such saint, so that there is no trouble. Maharaj has written that a saint should be recognized- is he now recognized or not. Maharaj is always present in satsang- it is not empty satsang but in the opinion of the, mad He is not there. Jiva and body (Maharaj) have become one, they are not separate but Jiva has feelings of atheism so he does not understand thus. Importance of God and his devotee is very great. In it, you and I both are together. Some ignorant person pray for the body before saints and God, where is the importance of this body? Muktanand Swami knew it well but this, he had said so because of pleasing others. Muktanand Swami asked for others. But, you should not believe that he had any such defect (fault). If he believes thus he will not be able to avoid the habit of finding faults in others. Five senses of karma and five senses of knowledge must be controlled- means they have become helpless. Similarly, if all senses do not desire their respective objects, it is called their helplessness. One should not get attracted to beauty, word etc. He may be performing pooja, keeps cleanliness but, gets attracted to senses of objects. As a result, he suffers from hunger, misery, etc. and he claims that he is with God. ‘Chet chet man bavra, sant shikhaman det’ (saints teach us to be cautious of mind). Every thing is made from earth and again it is going to become earth. One should be contented with what he has. Bapashri said, “I am suffering from cold and it is hot as well but jiva is full of joy because it has met such a saint.” Once a brahmin of Vadodara came to Sadguru Nirgundasji Swami in Muli. He told Swami that his followers are Dhebaria so where is yours importance? He told Swami that his satsang was not real. If you make satsangi to pandit like him, then Lord Swaminarayan is real. Swami said, “God is ninety miles away from pandit and for the believer He is a crown on his head”. In the meanwhile, child started crying. Bapashri put his hand on his head and said that he is affected by ‘Tam’ attribute. If Shriji Maharaj is with us, the misery of the body will not be felt. If one can avoid the feeling of three bodies (physical, subtle, causal), happiness will always be there and he never finds fault in the devotee of God. We are in this world for a short while and decorating this body is like decorating a corpse. Nobody will be pleased in decorating it. Everybody wants satsang but it is big thing so it is not easy to get. He will become as big as he understands the greatness of Maharaj and Saints. They are the same and we will be benefited in the proportion in which we understand their greatness. It could be known from Muktas. To waste the life which is very short, is not good. Who will take care of him? Only such saint. Therefore, one should have love only for Swaminarayan and should get attach to parbhav i.e. Anadi Mukta. ‘mai hu adi Anadi, mit gai sarve upadhi’ ( I am adi and Anadi- all trouble is gone). If one recognizes Adis sitting in this assembly, all his work will be completed. Big persons like pandit, learned, the wise, have been given seats in front, it is avarbhav (according to the custom of the world) and all have been said to be equal- it is parbhav (here it means Akshardham). If this difference is not understood and doing means is of no use. Then sizzling of something was done in the kitchen and it overflowed. Then Bapashri said, “The one who makes so much spoil will naturally make spoil in the Jiva”. At the time of taking meals, there may be many varieties but we should eat only one from it, as SuraKhachar were to take. Great saints have made the path fabulous, this they have done by dwelling in Murti. If we do it in this body by singing devotional songs continuously, we may go anywhere. We should take meals mixed with water and if you forget to do so, it will be a great mistake. If the horses become mad, it will be harmful. Mind, intellect, chitta, ego, are like calves of buffaloes, they are harmful. The one, who ties aforesaid four calves with his cot, will surely die. If he trusts or depends on mind, chitta, ego, intellect, he will have to suffer. Then there is reference about penance in the commentary. Bapashri said, “Try to recollect how many penance are have to be done. Our Dhanjibhai is expert in making one do penance. Both of you are equally fat and tall, therefore head of the penance faculty. Then Desaibhai said, “Bapa, he is Mukta but I am an ordinary man so I cannot be the head”. Bapashri said, “If small or big penance is given by remembering Muktas, there is no harm. Therefore, if penance is given by only one by remembering Shriji Maharaj’s Murti, there is no harm and sins of the one who does penance will be burnt. After doing penance if he does rosary, mental worship will all be credited (stored) and they will become divine and if he does not do, all his means will become void. ‘Narnarayan divya Murti santan ke vishram’ (divine Murti of Narnarayan is the resting place of saint). Two or four saints appear in the assembly of Amdavad- is it the command of Maharaj- no, not at all. Then talk about the duties of saints was given, there was crowd of saints. Bapashri said, “How can those who could not be accommodated here, would be able to get accommodated in Akshardham.” Swami Ishwarcharandasji said, “They will get accommodation as they are accommodated here in this Akshardham.” Bapashri said, “There is a mirror measuring two feet. In front of it, there sit eight to ten thousand saints and devotees and all are seen in the mirror. Similarly, infinite Muktas are there in Maharaj’s Murti. Narrow space is well and good and spacious place is the cause of quarrel. Here it means narrow space means peace and spacious place is without peace. How can one get peace- by constantly remaining in Murti. ‘Juo re jivni chaturai’ (see the cleverness of this Jiva). It asks for immortal happiness from God. Children are like deer, which are mortal. Therefore, we should not ask for mortal thing. We should all be engrossed only in God. All devotees should keep in mind this thing. We should take shelter under Muktas. We should behave as Maharaj has written in Shikshapatri.       || 241 ||