Gujarati / English

માગશર વદ-૩ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “‘શિવ જેવા વૈરાગ્યવાન છે’ એમ ભક્તચિંતામણિમાં કહ્યું છે તે શિવ કિયા? તો અનાદિ, અને નારાયણ પણ અનાદિ; એ બેય અનાદિ. ઓલ્યા બ્રહ્માંડના શિવ તે આ ઠેકાણે લેવા નહિ. સત્ય એવા જે ભગવાન અને સત્ય એવા જે આ સાધુ જાણે ત્યારે સત્સંગી કહેવાય. ભજન કરે તે ભક્ત અને મૂર્તિમાં રહે તે મુક્ત કહેવાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “સિદ્ધદશાને પામે તે સર્વત્ર ગતિ કરે તે અક્ષરધામમાં એને એ દેહે જાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ સકામ માર્ગ છે અને એ બધું અન્વયમાં છે. એક મૂર્તિ જ રહે ને મૂર્તિમાં રસબસ રહેવું તે વ્યતિરેક છે અને તે નિર્વિકલ્પ સમાધિ છે તે અક્ષરધામમાં જાવું હોય તો અહીં બેઠે બેઠે જાય, હાલતે-ચાલતે જાય, ખાતે-પીતે જાય એમ એ તો સદાય અક્ષરધામમાં છે.”

એમ કહીને પછી વાત કરી જે, “જેમ જળમાં માછલાં રમે તેમ મૂર્તિમાં રમનારા  આ સંત છે. જ્યારે મૂર્તિમાં રસબસ થઈ જવાય ત્યારે સત્સંગ થયો કહેવાય, પણ જીવ બધા આ લોકના સાધનદશાના શબ્દ સાંભળીને ટૂંટિયાં વાળીને બેસી રહે છે. અમારે તો સર્વે સરખા છે તે પામર, વિષયી અને મુમુક્ષુ એ સર્વેને સરખા સુખિયા કરવા છે. સર્વે સાધનનું ફળ તે એક મૂર્તિ જ છે. તેને બતાવનારા પરમ એકાંતિક છે અને શરણે આવે તેને મૂર્તિનો સાક્ષાત્કાર થાય. અને અનાદિ તો મહારાજની મૂર્તિમાં જ છે.”

પછી વરતાલનું ૭મું વચનામૃત વંચાતું હતું, તેમાં અન્વય- વ્યતિરેકપણાની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ ભુજના રાજા છે તે રાજ્યમાં બેઠા છે અને એમની સત્તા બધા રાજ્યમાં ચાલે છે તે રાજાના જેવી ક્રિયા કરે છે, પણ તેઓની સત્તા રાજા લઈ લે તો તે કામોરાથી કાંઈ થાય નહિ; તેમ શ્રીજી મહારાજ વ્યતિરેક મૂર્તિમાન અક્ષરધામમાં રહ્યા છે અને એમની સત્તા અક્ષરકોટિથી લઈ સોંસરી બ્રહ્મ તથા પ્રકૃતિપુરુષ આદિ સર્વમાં રહી છે તેથી તે સર્વે ઉત્પત્યાદિક કરે છે. તે સત્તા મહારાજ લઈ લે તો કોઈથી કાંઈ પણ ન બને એમ અન્વય-વ્યતિરેકપણું અમને ભાસે છે. વચનામૃતમાં આવી વાતો આવે છે તે ખણતા આવીએ છીએ.”  || ૨૪૩ ||

On the morning of Magsar Vad 6th, Bapashri showing his favour, talked. He said, “In ‘Bhaktachintamani’, it is said that he is renouncer like Shiva. Who is that Shiva? – He is Anadi and Narayan is also Anadi, both are Anadi. At this place do not take them as Shiva of cosmos (brahmand).” He is called satsangi when he knows truth as God and truth as this saint. One who sings devotional songs is called devotee and who dwells in Murti is called Mukta.

            Swami Ishwarcharandasji, “The one who has achieved state of siddha can go everywhere. Does he go to Akshardham with the same body? Bapashri said, “This path is sakam path (bearing fruit). This is all immanent. When only Murti remain and to remain engrossed in Murti is called transcendent and it is Nirvikalp trance (thoughtless). He can go to Akshardham by sitting here, or in walking state, or while taking food or drinking water etc. He is always in Akshardham.

            Saying thus Bapashri said, “Just as fishes play in water. Similarly, these saints play in Murti. When one is engrossed in Murti, it is called satsang. But Jiva sits idle by listening to the words, this word about how to do means. For me all are equal. He may be wretched, passionate, Mumukshu. I want to make to them happy. The fruit of all means is only Murti. There are Param Ekantiks who can point out to Murti and the one who surrenders will realized Murti and Anadis are already there in Maharaj’s Murti.

            Then the 7th Vachanamrut of Vartal was being read in it, there is reference about immanence and transcendental. Bapashri said, “Just as the king of Bhuj sits in his kingdom and his authority prevails all over his states. His authority is implemented by his officers and it does the same work. If that authority is taken away, the officers cannot do anything. Similarly, only Shriji Maharaj dwells in Akshardham in transcendental form and his authority is implemented from Aksharkoti to Brahm and Prakrutipurush, etc. So they do the work of creation etc. If that authority is taken away by Maharaj, nobody can do anything. To me it seems like immanence and transcendental. Such talk I take from Vachanamrut. || 243 ||