Gujarati / English

માગશર વદ-૪ને રોજ સવારે પ્રથમ પ્રકરણનું ૨૫મું વચનામૃત વંચાતું હતું, તેમાં આત્મનિષ્ઠા અને નિશ્ચય વિના અપૂર્ણપણું રહે છે તે વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એકલાં સાધને સુખ ક્યાંથી આવે? સંતની ઈન્દ્રિયોમાં રહીને મહારાજ પોષે છે એમ પ્રથમના ૨૭મામાં કહ્યું છે તે શ્રીજી મહારાજને લઈને છે, પણ જો એમને મેલ્યા તો થઈ રહ્યું. અને એ સંત આધાર થયા -અક્ષરધામનો દરવાજો થયા- તે જો મહારાજની ચાકરી એવી કરે તો. સંત થવામાં દાખડો છે. જો મહારાજની અને મોટાની પ્રસન્નતાનાં સાધન કરે અને આજ્ઞા યથાર્થ પાળે તો સંત થાય. તે એક શ્લોકે, બે શ્લોકે, સો શ્લોકે, હજાર શ્લોકે કરીને એટલે એટલા જન્મે કરીને સંત થવાય. જો મોટાની પ્રસન્નતા ન કરે તો તે જ્યારે પ્રસન્ન કરે ત્યારે એવા સંત થાય. ઈન્દ્રિયો છે તે આંધળો ઘોડો છે, તે ક્યાંય ફગાવે, તે જે નિયમ–ધર્મ રહિત હોય તે આંધળો કહેવાય.”

પછી સારી તુંબડીમાં મોહ પામે એ વાત આવી, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તુંબડીમાં શું સારું-નરસું હશે? એ બધા મોહ છે. આગળ મંડળ અમદાવાદથી આવતાં તે ચાર માસ ભુજ રહે અને ચાર માસ ગામડામાં રહે અને ચાર માસ કરાંચીમાં રહે. એક વખતે વૃષપુર આવતાં વાડમાં તુંબડી સારી હતી તેના સામું બધાયનું મન ગયું તે બાઝાબાઝી કરે. પછી કુંવરજી પટેલે કહ્યું જે, ‘લાવો, મને બતાવો.’ પછી બતાવી તેને કુંવરજીભાઈએ ભાંગીને એક એક કટકો વહેંચી દીધો. પછી તે સંત શરમાણા જે પટેલે આપણું નાક કાપી લીધું. જીવને મોહ છે તે આંધળો ઘોડો છે. ‘જુઓ જીવ મોહ નિદ્રામાંથી જાગી’ આવા સ્વામિનારાયણ ભગવાન અને સંત તે અનંત કોટિ બ્રહ્માંડમાં ન મળે તે આજ મળ્યા છે. મોંઘા હતા તે સોંઘા થયા.”

એવામાં મોટેરાના હરિજનો દર્શને આવ્યા તેમને માથે સાધુએ હાથ મૂકવાનું કહ્યું  ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટેરાય મૂકવું પડશે અને અમદાવાદેય મૂકવું પડશે.  પાકું કર્યા વિના છુટકો નથી. ઉપાસના, નિશ્ચય, આત્મનિષ્ઠા એ સર્વે પરિપક્વ જોઈએ, તો છતે દેહે દિવ્ય દેહ પામી રહ્યા જ. ‘મારું પૂરું કરી લીધું છે’ એમ જાણે તો ન થાય; માટે ચાર દિવસ રહેવું છે તેમાં પૂરું કરી લેવું.

“સિદ્ધિઓ બહુ બગાડે છે. કોઈક જાણે જે સિદ્ધિઓ અક્ષરધામમાં જાતાં આવે છે, પણ એમ નથી. સેવા, સન્માન, અધિકાર આવે તે સિદ્ધિઓ  કહેવાય. આ સિદ્ધિઓમાં ન લેવાયા તો બીજી સિદ્ધિઓ આડી આવે જ નહિ. રૂપ, રસ આદિકમાં ક્યાંય લેવાય જ નહિ, ત્યારે સિદ્ધિઓ જીતી કહેવાય. ‘કનક તજ્યો,  કામની તજ્યો, તજ્યો ધાતુકો સંગ; તુલસી લઘુ ભોજન કરી જીવે માનકે રંગ.’ માન બહુ ઊંડું છે. મહારાજે તો સુખ ઘણું આપ્યું છે, પણ જીવથી ભોગવાય નહિ, તે બાળકિયા સ્વભાવ છે. સત્ય એવા ભગવાન, આત્મા, સંત તેને સત્ય જાણે તો મોહ ટળી જાય અને પરિપક્વ સત્સંગી ત્યારે કહેવાય. આજ્ઞા ન પાળે તેના કલ્યાણની ના પાડી દીધી.”  || ૨૪૪ ||

On the morning of Magsar Vad 4th, the 25th Vachanamrut of the first chapter was being read. In it, there is reference about Atmanistha (sincerity about self) and determination without which it remains unfulfilled. Bapashri said, “How can one get happiness by only means? In the 27th Vachanamrut of the first chapter it is said that Maharaj does activities by dwelling in senses of saints- it is Maharaj who does it. If He is left, everything is over. Saints become support – doors of Akshardham- if he serves Maharaj improperly, he cannot get status of saint. If he does the means to please Maharaj and Mukta and obeys commands properly, he becomes saint. He cannot become saint by reciting one or two or hundred or thousand shlokas – that means after taking so many births he can become saint. Unless he pleases Muktas, he cannot become saint – only after pleasing them, he will get that status. Senses are like a blind horse. They may throw anywhere. The one who is not following norms of religion is called blind. Then, there was a talk about nice Tumbdi (kind of wooden vessel) which fascinates. Bapashri said, “What is nice and what is bad in tumbdi? These are all passions”. Formerly groups of saint used to come from Amdavad. This group would stay at Bhuj for four months and in village for four months and in Karachi for four months. Once while coming to Vruspur this group saw nice tumbdi in the fencing of farm and all were fascinated and they started quarreling over it. Then Kunvarjibhai Patel said, “Let me see”. They showed him and he broke it and gave a piece to each saint. Saints were ashamed and felt that Patel put us in awkward position. Jiva has passion, which is like blind horse. “juvo jivan moh nindra mathi jagi” (wake up from fascinated sleep and see the life). We have met such Swminarayan Lord and saints whom you cannot get in infinite cosmos. They were rare. Now easily available. In the men while devotees of Motera came for darshan. A saint told Bapashri to put his hand on their heads. Then Bapashri said, “They will have to leave Motera, and Amdavad. There is no way out without making it firm. Worship (Upashna), Determination, Atmanishtha (sincerity), everything should be matured. Then only you will get divine body in this physical body. If he thinks that he has been fulfilled, it is wrong. Life is short and within that short period make it fulfilled. Siddhis spoiled much. Some may think that siddhis come while going to Akshardham but it is not so. If you get service from someone, honour, authority, they are called siddhis. If you are taken away by these siddhis, other siddhis will not be obstacles – you will not be taken away by beauty, taste, etc. Then only it is said that you have won siddhis. “kanak tajyo kamini tajyo, tajyo dhatu ko sang, tulsi laghu bhojan kari jive man ke rang” (he gave up gold, gave up woman, gave up company of metal, saint Tulsi says Jiva keeps pride by even though he eats little food). Pride is very deep. Maharaj has given much happiness but jiva is unable to enjoy it. It has childish nature. If one knows truth as God, soul, saint, fascination will be avoided and he will be called matured satsangi. He who does not obey command is refused salvation. || 244 ||