Gujarati / English

માગશર વદ-૫ને રોજ સવારે સભામાં અશ્લાલીના રાવસાહેબ બાલુભાઈએ પૂછ્યું જે, “જીવ સાકાર છે કે થાય છે કે એને બીજો દેહ બંધાય છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જીવ સત્ય ચૈતન્ય વસ્તુ છે તે શ્રીજી મહારાજને ધ્યાને કરીને દિવ્ય સાકાર શ્રીજી મહારાજના જેવો થાય છે. શાસ્ત્રના સમજનારા શાસ્ત્રમાંથી ગોઠવે તે કોઈ આમ ને કોઈ આમ કહે, ગોથાં મારે, પણ હાથ ન આવે. આ તો દેખીને કહેવાય છે, જે જીવ માયામાં નિરાકાર છે તે ભગવાનના ધામમાં દિવ્ય સાકાર થાય છે. જ્યારે જીવને અનુભવજ્ઞાન થાય ત્યારે મૂર્તિમાંથી ખુશબો છૂટે છે તે ખેંચીને મૂર્તિમાં લઈ જાય છે. એ થયા વિના બધુંય કાચું. પંડિતથી ગાઉ પચાસ, તમારા પંડિતોથી ભગવાન પચાસ ગાઉ છેટે છે તે શાસ્ત્રમાં ગોથાં ખાઓ છો, પણ તે જડે તેમ નથી. એ તો મહારાજના અનાદિ કાં પરમ એકાંતિક મળે તો જ ભગવાન મેળવે.

“આજ મળેલા સંત ખોળવા જોઈએ તે આ જ છે. એવાનો જોગ કરે તો સુખિયો થાય, એવાની તો ખબરે  ન હોય. અમે ૧૯૨૨ની સાલમાં આવ્યા હતા ત્યારે ઘણા મળેલા હતા તે પણ મળેલા. અને આજ તો શ્રીજી મહારાજની મૂર્તિમાં રહેતા હોય એવા મળેલાને ઓળખીને તેમાં આપોપું કરીને તેમનો જોગ કરવો ને તેમને મન અર્પી દેવું. રાત્રિ કહે તો રાત્રિ અને દિવસ કહે તો દિવસ, પણ તર્ક ન કરવો; તો બધી માયા ટળાવે. આ સંત અક્ષરધામનો દરવાજો છે તે પોતાના જેવી સ્થિતિ કરાવે– જો કરવા માંડીએ તો. અને પુરુષપ્રયત્ન કરે તો મોટા પુરુષ રાજી થાય ને કૃપા કરે. જીવ સર્વે સત્સંગને દિવ્ય સમજે તો પોતે દિવ્ય થઈ જાય.”

પછી મંડાળાના હરિજન દર્શને આવ્યા. તેમને માથે ચાર ફેરા બે હાથ મૂકીને કહ્યું જે, “નિયમ, નિશ્ચય ને પક્ષ રાખવો અને મૂર્તિ ધારવી તે સબીજ કહેવાય; તેને વાંધો રહે જ નહિ. અને એકલાં સાધન કરે તેમાં ન વળે. અવરભાવ જે આ દેહમાં રહ્યા તે અને પરભાવ જે મહારાજની મૂર્તિમાં રહ્યા તે. તે પરભાવમાં સર્વેને રાખવા છે. આ સત્સંગમાં કેટલાક અનાદિ છે ને કેટલાક આદિ છે. આ બેઠા તે સર્વે આદિ છે  અને અનાદિ જે ધામમાં બેઠા તે જ આ આદિ છે. જેમ અહીં માયામાં મૂર્તિ છે ને પડછાયો પણ છે, તેમ આ આદિ તે પડછાયાને ઠેકાણે છે. ‘જ્ઞાનીને જ્ઞાની મળે રસની લૂંટાલૂટ, જ્ઞાનીને અજ્ઞાની મળે તો થઈ પડે માથાકૂટ.”‘

પછી તલ્લીનપણાની વાત આવી, ત્યારે એક બ્રાહ્મણે પૂછયું જે, “આ મૂર્તિનું તલ્લીનપણું કે વૃત્તિનું સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વૃત્તિનું લીનપણું એ તો સાધનદશાનું છે, સિદ્ધકાળમાં તો જીવનું લીનપણું છે તે કરવું. વૃત્તિ તો માયિક છે ને જીવ ને ભગવાન તો દિવ્ય છે. તે દિવ્ય વસ્તુને વૃત્તિ હોય નહિ. એ તો આપસત્તાએ જુએ છે. આ સભામાં ઉપશમદશાવાળા છે તથા નિરાવરણ દૃષ્ટિવાળા છે અને સ્વતંત્ર અનાદિમુક્ત પણ છે; તેમને ઓળખીને જીવ જોડવો તો સુખી થાય. જો આવા પુરુષને ઓળખીને સમાગમ કરે તો જીવને સાધનનો અવધિ આવી રહે ને સાધનના ભાવ મટીને સિદ્ધભાવ આવી જાય. પછી તેને ખારા, ખાટા, મોળા, સ્વાદુ, કુસ્વાદુની ખબર રહે નહિ, એવો થઈ જાય. સત્ય એવા જે શ્રીજી મહારાજ તથા પોતાનો આત્મા તથા સંત તથા સત્તશાસ્ત્રમાં કહ્યો એવો ધર્મ તે મળીને સત્સંગ કહેવાય. આંધળાં ન રહેવું ને આવા સંતના ગુલામ થઈને રહેવું.”  || ૨૪૫ ||

On the morning of Magsar Vad 5th, Rao Saheb Balubhai of Aslali asked in the assembly, “Is jiva form or it becomes so and is it bound by another body?” Bapashri said, “Jiva is true and animate thing. It becomes divine form like Shriji Maharaj by meditating on Shriji Maharaj. Those who understand from scriptures, say according to explanation in scriptures. They tried for the meaning but do not get success. This is said by me by seeing it- jiva in maya is formless and in the abode of God, it becomes divine form. When jiva gets experience knowledge, fragrance emits from the Murti, which draws jiva in Murti. Everything is unripe without it. God is miles away from your pandit. They are entangled in scripture but they will not find them. They can only find him if they meet Anadi or Param Ekantik Mukta of Maharaj. The saint for whom you are looking for is the same saint. If you get attached to him, you will be happy. He has no knowledge of it. In Samvat 1922, I had come and met many and he also met me. To day we have met the one who dwells in Maharaj’s Murti and recognize Him, be one with Him and get attached to Him and surrender mind to Him and do blindly as He says- if he says it is night, agree with him, if he says it is day, do not challenge. Do not apply reasoning. Then only he will make us free from illusion. This saint is door of Akshardham. He will make our state as he is. We start doing. If efforts are put Muktas will be pleased and will show favour. If Jiva considers whole satsang as divine, we will become divine. Then devotee of Mandala came for darshan. Bapashri put both his hands on his head and asked him to follow norms, determination, (keep firmness) and side with the sect and imagine Murti- it is called ‘sabeej’ (having seed-power). He will have no difficulty. If he does only means, nothing can be gain. We are in this body is feeling of worldly knowledge (avarbhav) and dwelling in Maharaj’s Murti is feeling of heavenly abode (parbhav-akshardham). I want to keep all in the heavenly abode (Akshardham) in this satsang there are some Anadi and there are Adis. Those sitting here are all Adis and those Anadis who are in Akshardham are the same Adis. Just as here, Murti is in illusion (maya) and there is shadow as well. Similarly, these adis are in place of shadows. ‘Gyani ne gyani male rasni lutalut, gyani ne agyani male to thai pade mathakut’ (when knowledgeable meets knowledgeable, there is joy of ecstasy. But when the knowledgeable meets ignorant, there will be controversy). Then there was talk, a brahmin asked, “Is it the engrossment of Murti or vrutti?” Bapashri said, “Engrossment of vrutti is the sign of state of means. In the siddh state, it is engrossment of Jiva- that should be done. Vrutti is illusive (mayik) and Jiva and God are divine. Vrutti cannot be there for divine thing. It sees through its own authority. In this assembly, there are tranquil (with upashana) person and those whose sight has no covering and there are also independent Muktas. We should recognize them and get the Jiva attached to them, so that we will be happy. If such persons are recognized and associates with them, time limit of means will be over for Jiva and feelings of means will not be there and in its place there will be feeling of siddh state for taste- he will become such satsang consists of truth, Shriji Maharaj, one’s own soul, saints and dharma, which is described in ‘Satshatra’ (scripture). We should not remain blind and should remain as a slave of such saint || 245 ||