Gujarati / English

માગશર વદ-૧૧ને રોજ સવારે સારંગપુરનું ૧૩મું વચનામૃત વંચાતું હતું, તેમાં મહારાજનાં અને મુક્તનાં લક્ષણ જાણવાની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજ ને સંત આજ સત્સંગમાં બિરાજે છે; પણ જે ગાળો બોલે, ચોરી કરે, જૂઠાં બોલે તેને ક્યાં ઓળખાણા છે? ‘મનમાં ખોટો  ઘાટ થાય તે પણ શ્રીજી મહારાજ જાણે છે’ એવું નથી સમજાણું તેને નિશ્ચય નથી. અને સંપ્રદાયમાં બેઠા હોય ને કથા-વાર્તા કરે ને એમના કહેવાતા હોય તોપણ પણ આજ્ઞા ન પાળે તે શાહુકાર ચોર કહેવાય અને તેનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. આજ મહારાજ ને મુક્ત વિચરે છે તે સર્વેના ઘાટ-સંકલ્પ જાણે છે. સત્સંગમાં કુટાય અને ચોરી-દારીનો ત્યાગ ન થાય ને સારાં સારાં વસ્ત્ર-ઘરેણાં પહેરીને ફરે તે ઠગારો કહેવાય ને તેને કાંઈ લાભ મળે નહિ. જેમ તાબૂત ઉપાડવામાં પકડાય તે આવી ફસ્યા જાણે, તેમ તે પણ જાણે જે સત્સંગમાં આવી ફસ્યા છીએ.”

તે ઉપર રામકૃષ્ણભાઈની વાત કરીને કહ્યું કે, “એવો નિશ્ચય કરવો ને આજ્ઞામાં રહીને કથા, વાર્તા, ધ્યાન, ભજન કરવું. કૂટી કૂટીને મરી જાઓ તોય વડોદરાનું રાજ્ય ન મળે,  તે આજ સ્વામિનારાયણનું ધામ મળે છે. તે જુઓ તો ખરા! માયા મેલીને ભાગ્યા, પણ વળી વળીને ગળાં ઝાલે છે. ક્યાંય ન હોય તોપણ લૂગડામાં હોય. એક સાધુ મુંબઈથી લૂગડાં મંગાવીને રંગીને તે પહેરીને સભામાં આવ્યા તેનાં લૂગડાં સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કઢાવી નંખાવીને સળગાવી મેલાવ્યાં. સંત તો મૂળીમાં સ્વામી હરિનારાયણદાસજી હતા. તે રૂમાલ પણ એક આંટો આમ ને એક આંટો આમ બાંધતા અને વચનામૃત બધાં કંઠે હતાં; એવા થાવું અને સરત રાખવી.”

પછી બોલ્યા જે, “રાજાને પણ હાથ જોડીને મહેરબાન કહેવું પડે અને આજ સત્સંગમાં મહારાજ અને મુક્ત બિરાજે છે તેને ઓળખે તો શું  ન કરે? મહારાજ અને મુક્ત ગરીબ થઈને માણસ ભેળા ફરે છે.”

તે ઉપર જેતલપુરના માંડણ ભક્તની વાત કરી: “જેતલપુરમાં મોટા આનંદ સ્વામીને કોઈકે કહ્યું જે, ‘આ માંડણ ભક્તને તમે ક્રિયા બતાવવી રહેવા દો; એમને ધ્યાનમાં વિક્ષેપ થાય છે.’ એ વચન સ્વામીથી ન મનાણું ને કહે જે, ‘માણસનો તોટો છે માટે કામ બતાવવું પડે છે.’ તેમને વાડીમાં રાખ્યા હતા. તે એક વખત ચાર વાગે માનસી પૂજા કરતાં તેજનો પ્રકાશ બહુ થયો તે પ્રથમ થોડું હતું તેમાંથી વધતું-વધતું દેવ સરોવર તથા વાડી તથા મહોલ એ સર્વે તેજોમય થઈ ગયું. તે જોઈ આનંદ સ્વામી વગેરે મંદિરમાં બેઠા હતા, ત્યાંથી થોડાક સાધુને સાથે લઈને એમ વિચાર કરતા ચાલ્યા જે આ તે આપણી વાડીમાં કાંઈ બળે છે કે શું? એમ જાણી વાડીએ આવ્યા  ને તેજથી વીસ હાથ છેટે ઊભા રહ્યા ને વિચાર્યું જે આ તો અગ્નિ નથી, તેજ છે. પછી સૌ સોંસરા ચાલ્યા ત્યાં માંડણ ભક્તને માનસી પૂજા કરતા દીઠા ને મહારાજની મૂર્તિનાં સભા સહિત તેજમાં દર્શન સ્વામીને થયાં.

“સ્વામીએ મહારાજની સ્તુતિ કરી તે વખતે મહારાજે કહ્યું જે, ‘આ માંડણ ભક્તને તમે કામ બતાવશો નહિ; કેમ જે એમને અમારા ભજનમાં વિક્ષેપ થાય છે ને એ તો મારી મૂર્તિનું અખંડ ચિંતવન કરે છે ને મારા સ્વરૂપમાં નિરંતર રહે છે, માટે કોઈ ક્રિયા બતાવશો નહિ.’ ત્યારે આનંદ સ્વામી ‘સારુ મહારાજ’ એમ કહીને મહારાજને પગે લાગ્યા. પછી મહારાજ તેજ સંકેલીને અદૃશ્ય થયા પછી સાધુ મંદિરમાં આવ્યા ને વાત સર્વેને કરી તે વાત સાંભળી સર્વે આશ્વર્ય  પામ્યા કે માંડણ ભક્ત તો સમાગમ કરવા જોગ છે, પણ મંદિરના વ્યવહાર કામમાં આપણે પ્રવૃત્તિને લીધે સમાગમ કરી શક્યા નહિ. ત્યાર પછી માંડણ ભક્તને મહારાજ એક મહિને તેડી ગયા.”

પછી બોલ્યા જે, “અમે વૃષપુરમાં પારાયણ કર્યું હતું ત્યારે અમને કોઈકે પાઘડી બંધાવી તે ઉજળી હતી અને પ્રથમની પાઘડી હતી તે કોઈક મહિમા જાણીને લઈ ગયો. પછી અમે તે પાઘડીને ધૂળમાં રોળીને બાંધી. અમે સાઠ-એંસી વરસથી ઊજળું લૂગડું પહેર્યું નથી. આપણે ધોળકે પરમ દિવસે ગયા ત્યારે લૂગડાં દીઠાં તે રંગ મળે જ નહિ, બીજો રંગ હતો. અને સંત દૂધપાક, માલપુવા, લાડુ આદિ નિત્ય નવી નવી રસોઈઓ આવે તે જમે અને અમે તો ભુજમાં સાધુ મોહનથાળ જમતા હતા તેને પૂછયું જે, ‘આ શું છે?’ ત્યારે તે બોલ્યા જે, ‘આવડા મોટા થઈને આનીયે ખબર નથી?’ ત્યારે અમે કહ્યું જે, ‘તમને એની ખબર કાઢવા મોકલ્યા છે.’

“માણસાવાળા નરસિંહભાઈને ઉપરદળના રામજીભાઈએ કહ્યું જે, ‘મને મૂર્તિ દેખાતી નથી.’ પછી નરસિંહભાઈએ કહ્યું જે, ‘આવડાં બધાં લડધાં વધારીને મૂર્તિ લેવી છે?’ જીવ ચટણો થઈ જાય છે. સ્વામી અક્ષરજીવનદાસજી સર્વેને જમતાં જોતા જે આ સંત આટલું જમ્યા અને આ આટલું જમ્યા. જીવ રસ સારુ દુઃખિયા થાય. અમે તો ગોળ-ઘી ખાતા નથી; બાજરાનો રોટલો ને મઠની ખીચડી ખાઈએ છીએ. આગળ કેટલાક સંત દેહે જાડા અને મોટા હતા તે શ્રીજી મહારાજની મૂર્તિમાં રસબસ હતા તે મૂર્તિને સુખે સુખી હતા, પણ જમીને થયા નહોતા. સ્વામી  નિર્ગુણદાસજી શ્રીજી મહારાજ વિના બીજું પેસવા દે નહિ એવા હતા ને ત્યાંથી જ આવેલા હતા.

“ગૃહસ્થને છોકરો જન્મે ત્યારે તેમાં બહુ હેત થાય, પણ મોટો થાય ત્યારે શું સુખ કરી દે? કાંઈ ન કરે. જેમ ઝાઝાં છોકરાં તેમ ઝાઝું દુઃખ. અમે પણ છોકરાં સારુ અહીં આવ્યા છીએ.”

ત્યારે સંત બોલ્યા જે, “તમે તો હજારો જીવોને સુખિયા કરવા આવ્યા છો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સત્સંગ આપણું ગોત્ર છે. તેમને તો સુખિયા કરવા જ છે, પણ માને કરીને પડી જાય તેને શું કરીએ? ભગવાનના ભક્ત આગળ માન રાખવું નહિ. બીજે રાખવું તે તો ઠીક, પણ મોટા આગળ અભિમાન રાખે તે નડે ખરું. સ્વામિનારાયણનો રસ કાંઈક આવ્યો હોય તો સર્વે મૂકી દેવાય.”      || ૨૪૬ ||

On the morning of Magsar Vad 11th, the 13th Vachanamrut of Sarangpur was being read. In it, there is reference about knowing the characteristics of Maharaj and Muktas. Bapashri said, “Shriji Maharaj and saints are there today in satsang but who abuses, steals, tells lie would not know them. He has not understood that Shriji Maharaj knows that there is wrong thought. He has no determination. They are in the sect, do katha-varta are called as His but he do not obeys commands. They are called thieves in the disguises of a rich man and their determination is not matured. Today Maharaj and Muktas move about and know thought (Ghat–sankalp) of all. Though he is in satsang, he cannot give up wrong acts and wears good clothes and ornaments – he is called cheater. He cannot get any benefit. Just as who carries ‘Tabut’ (a symbolic bier of Husain) feels that he is entrapped. Similarly, he thinks that he has been entrapped in satsang.” On this talk Bapashri gave an example of Ramkrishnabhai and said, “One should have such determination that obeying commands he should do Katha- Varta, meditation, devotional songs, etc. Even after many efforts, one cannot get the kingdom of Vadodara whereas today one gets abode of Swaminarayan. Just see! He ran away from the clutches of illusion (maya) but again he has tempted by illusion- it may not be anywhere but it may be in clothes. A saint got clothes from Mumbai, coloured them and came in the assembly wearing those clothes. Sadguru Nirgundasji Swami made him take of those clothes and got them burnt. There was an illustrative saint named Harinarayandasji Swami in Muli. He would not tie the turban in ship- shape manner and all the Vachanamrut was on the tip of his tongue- we should become thus and be alert. To get favour from the king we have to stand before him with folded hands and beg for his favour. If he recognizes Maharaj and Muktas in this assembly-, what will he not do? Maharaj and Mukta move about with ordinary people like poor man. The example of Mandanbhakta of Jetalpur was given. In Jetalpur somebody told elder Anand Swami not to show any work to this Mandanbhakta- he is disturbed in meditation. Swami did not believe and said that there was shortage of man so he had to be shown work. Mandanbhakta was kept in the farm. Once, while he was performing mental worship at 4.00 p.m., there was bright light of luminescence. In the beginning it was a little, then it went on increasing and slowly Devsarovar, the farm, palace, everything became luminous. Seeing this Anand Swami and others who were sitting in the temple started towards the farm thinking that something was burning in the farm. They came to the farm and stood thirty feet away and knew that it was not fire, it was luminescence. Then they passed through it and show Mandanbhakta performing mental worship and Swami got the darshan of Maharaj’s Murti along with the assembly in the luminescence. Swami prayed Maharaj. At that time Maharaj asked him not to show any work to this Mandanbhakta because he is disturbed in my worship. He constantly concentrates in my Murti and always remains in my form- therefore do not give any work. Anand Swami told allright Maharaj and prostrated before Maharaj. Then Maharaj wound up luminescence and disappear. Saint came to the temple told about this incident. All were surprised Mandanbhakta is worth associating with but in the work of temple he could not associate with him. There after Maharaj fetched Mandanbhakta after a month. Then Bapashri said, “I had arranged discourse (parayan) in Vruspur. Then somebody tied a turban which was snow white and the turban which I was wearing was taken away by someone knowing the greatness. Then I rolled the turban in dust and then tied”. For the last sixty to eighty years, I have not worn any white clothes. Day before yesterday I went to Dholka. There I saw clothes but that colour was not available. They were of different colour. Saints used to eat daily Dudhpak, malpuva, Ladu, etc. I saw a saint in Bhuj eating Mohanthal (sweet preparation). I asked, what is it? He said you are such a big man and do not have knowledge of this. I said, “You know it better.” Ramjibhai of Uperdal said to Narsinhbhai of Mansa that Murti did not appear to him. Then Narsinhbhai replied that he had become so fat by over eating how will you get Murti? Jiva likes tasty dishes, swami Aksharjivandasji used to see everyone when they were dinning and would notice how much food particular saint took. Jiva becomes unhappy for taste. I eat neither jaggery nor ghee. I eat only loaf of millet and hotch-potch of ‘Math’. Formerly some saints were fat but they were engrossed in Shriji Maharaj’s Murti. They were happy in happiness of Murti but did not become happy by eating. Swami Nirgundasji would not allow any one to enter excepting Shriji Maharaj.  And he was also from the same abode. When the son is born, the householder is very much pleased but when he grows up what happiness can he give? He will not do anything. Many children bring much misery. I have also come here for children. Then saint said, “You have come to make thousand of jiva happy.” Then Bapashri said, “This satsang is our ‘Gotra’. I want to make all satsangi happy but what can I do if they fall because of their ego. It is all right if it is kept somewhere else but if ego is kept before Muktas, it will be an obstacle. If some love is there for    Swaminarayan, every thing can be given up. || 246 ||