Gujarati / English

પોષ સુદ-૧ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “ધ્યાનમાં આવરણ કરનાર દોષને ટાળવાનું ભગવાન પાસે માગે તે સકામ કહેવાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તે તો સકામ ન કહેવાય.”

પછી બોલ્યા જે, “તમે સર્વે શ્રીજીના અવતાર છો. કેમ? છો કે નહિ?”

ત્યારે સંત બોલ્યા જે, “હા બાપા. આપ કહો તો છીએ.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “જો અવતાર થયા હો તો અનંત જીવનો ઉદ્ધાર કરો. અને જો મોઢું વાઘનું ને પાછળ બીજું એવું હોય તો તો મૂર્તિનું સુખ ન આવે, અને તે વાંઝિયું કહેવાય. તે વિના કેટલાક દીકરા, દીકરી, સ્ત્રી, ધનાદિક માગે ને તેમાં સુખ માને, પણ તેમાં સુખ નથી.”

ત્યારે સંત બોલ્યા જે, “છોકરા હોય તે કેડે શ્રાદ્ધ કરે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રાદ્ધ તો નારાયણજીનું ખરું; માટે શ્રીજી મહારાજનું શ્રાદ્ધ આવે તે ભેળું સર્વેનું શ્રાદ્ધ આવી જાય.”

પછી બોલ્યા જે, “રસના તો મહા ભૂંડી છે, એમાં કાંઈ માલ નથી. તેને તો આની કોરથી ખોસે ને ઓલી કોરથી કાઢે, ને પૂછયા કરે જે, ‘મારા ઘાટ-સંકલ્પ કેમ ટાળતા નથી?’ તે શી રીતે ટળે? મઠના રોટલા અને મઠની દાળ જમે તો ઘાટ કાંઈ ન રહે. અમારા યજ્ઞમાં આ ઈશ્વર બાવે મગ મંગાવ્યા હતા, તે કહે કે, ‘મઠ સર્વને નડે છે.”‘

પછી બોલ્યા જે, “અદાજી ઉપર મહારાજ અનંત કોટિ બ્રહ્માંડનો ભાર મૂકીને બેઠા તે ઊઠી શકયા નહિ. પછી તેમને ગરુડજી બનાવ્યા ત્યારે ઊડયા ને એક મિનિટમાં કાળે તેરે લઈ ગયા. (તેમણે મહારાજને કાંકરી મારી હતી ને તેમનું કાંકરીએ મોત થયું હતું).”

એવામાં ઘાંટીલાના વિઠ્ઠલ ભક્તે આવીને જય સ્વામિનારાયણ કહ્યા.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઘાંટીલાના હરિભક્તો સર્વે સુખી છે, એ બહુ સારા છે ને વિશ્વાસી ને નિર્મળ છે ને અમો ઘણા રાજી થયા છીએ ને એમણે બહુ લાવ લીધો છે તે એવા ને એવા છે કે?”

ત્યારે તે ભક્તે કહ્યુ જે, “બાપા, આપે ‘તળાવમાં પાણી થશે’ એ વર આપ્યો ને તરત જ તળાવમાં પાણી આવ્યું તેવો પરચો દીધો છે ને વર્ષ પણ સારું પાકયું છે તેથી આપનો ઘણો મહિમા સર્વ જાણે છે. અને સર્વ હરિજનોનો આગ્રહ બહુ જ છે જે બાપાશ્રી એકવાર પધારે તો સર્વ હરિજનોને આપનાં દર્શન થાય ને અસંખ્ય જીવનું કલ્યાણ થાય ને આપને પાલખીએ બેસારીને ફેરવશું અને મંદિર ફરીથી કર્યું છે તે પ્રસાદીનું કરવા પધારો.” એમ પ્રાર્થના કરી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમારે કાંઈ માન-મોટપ જોઈતી નથી. તમે કહ્યું એટલે અમને ત્યાં આવેલા જ જાણજો. અને તમે એક એક સંતમાં અનેક મુનિનાં વૃંદ રહ્યા હોય એવા સંતનો સમાગમ કરજો તો મોક્ષમાં વાંધો નહિ આવે. આવા સંતનો જોગ, સમાગમ ને સેવા કરજો તો જીવતા રહેશો. અમે રખડતાં રખડતાં ક્યાંય ભાવનગર ને ક્યાંય ફરતા હતા ને ત્યાંથી ઘાંટીલે આવ્યા હતા અને કેટલાક કહે કે, ‘અમારે દર્શનથી આનંદ થયો’ અને કેટલાક કહે જે, ‘અમારે જમાડે આનંદ થયો’ અને કેટલાક કહે જે, ‘અમારે પ્રસાદી જમવે કરીને આનંદ થયો’  અને કેટલાક કહે જે, ‘ઘેર પધાર્યાથી આનંદ થયો’. એવી રીતે સર્વ આનંદ પામ્યા હતા, તે એવાને એવા રહેજો. અમારે તો અધમ જીવને પણ ઉદ્ધારવા છે, માટે તમારે માયા ટાળવી હોય તો મહારાજને ને અમને ભૂલશો નહિ. અમારાથી જુદા પાડે એવાનો સંગ કરશો નહિ. જો એવાનો સંગ કરશો તો જેમ બાર સાહેબે વાઘ માર્યો પછી તેની પાસે ગયા ત્યારે વાઘે ઊઠીને બારેના પ્રાણ લીધા તેમ થાય.”  || ૨૪૮ ||

On the morning of Posh Sud 1st, Swami Ishwarcharandasji asked a question in assembly. He said, “If a devotee prays God for avoiding the fault which disturbs him in meditation, is it or not called ‘Sakam’ (bearing fruit)? Bapashri replied, “It is not called ‘Sakam’. Then he said you are all incarnations of Shriji, are not you?” Saint said that, if he said so, they are. Bapashri said, “If you have become incarnations, liberate infinite Jivas. If the face is that of tiger and in reality he is not, he will not get happiness and he is called barren. He thinks there is happiness without Murti and asks for sons, daughters, wife and wealth but there is no happiness in it. Then saint said, if one has sons they perform rituals of ‘Shradh’ after his death. Bapashri said, “Real Shradh is of Narayanji.” Therefore, when it is the time of Shriji Maharaj’s Shradh all Shradhs are included in it. The senses of taste is very bad and it has no importance- the devotee asks why are his thoughts  not avoided? How they can be avoided. If he eats loaves of Math (Name of pulse) and pulse of Math, no thoughts will disturb him. Iswarbava got Mug in our Yagna. He said Math creates a problem of digestion. Then Bapashri said, “Had given a burden of infinite cosmos on Adaji so he could not get up. When he was made eagle, he flew and reached Kala Tere (name of place) within a minute. (He had thrown pebble on Maharaj and his death due to pebble.) In the meanwhile devotee Vitthalbhakta of Ghatila came and greeted with Jay Swaminarayan. Bapashri enquired, “All devotees of Ghatila are happy. They are very good, faithful and pure. So, I am very much pleased. They had taken much benefit. Are they still the same?”  The devotee said, “Bapa, you blessed us that the pond of the village will be full and immediately the water flowed in the pond- you have shown such power. This year the crop is very good. So, all know your greatness. All devotees insist that once again you must come there and give your darshan so that innumerable Jivas will be benefited. When you come there, you will be taken round the village in palanquin. A temple has been reconstructed so come there to make it Prasadi, thus he prayed. Bapashri said, “I do not need any honour or importance. Since you say, think that I am already there. You associate with such Saint so that there will be no obstacle in salvation. In every saint, there is group of several Munis. Associate with such a saint, get attached to them and serve them- so that your life will be worth living. I was roaming about in Bhavnagar and other places and from there came to Ghatila. Some said that they were pleased to having my Darshan, some said they were pleased because they offered me dinner, and some said they were pleased by Prasadi, some said they were pleased because their homes were graced by me, thus all were very much pleased. Try to remain in the same way. I have to liberate even wretched Jiva. If you want to avoid illusion (maya), do not forget me and Maharaj. Do not associate with him who tries to disassociate from us. If you associate with such person, it will happen as Barsaheb killing a tiger. When he went near the tiger, the tiger got up and killed Barsaheb. || 248 ||