Gujarati / English

પોષ સુદ-૫ને રોજ સવારે શ્રી વિરમગામમાં મંદિરમાં લોયાનું ૭મું વચનામૃત વંચાતું હતું, તેમાં ધામમાં મૂર્તિ અને મનુષ્યરૂપ અને પ્રતિમા તે એક જ સમજવાનું આવ્યું.

પછી સંતે પૂછયું જે, “મનુષ્યરૂપે ઓળખ્યા વિના દર્શન થાય તેનું જન્માંતરે કલ્યાણ થાય તેવું પ્રતિમાનાં દર્શને થાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પ્રતિમાનાં દર્શને પણ એવું જ કલ્યાણ થાય અને જો પ્રતિમાનો મહિમા જાણીને દર્શન કરે તો આ જન્મે જ આત્યંતિક કલ્યાણ થાય.

“ઉપશમ થાય ત્યારે કાંઈ ખબર રહે નહિ અને ક્રિયા બધી કર્યા કરે. પર્વતભાઈ સાંતી હાંકે, ગાડું હાંકે, સાંઠિયો ખોદવા જાય એમ બધી ક્રિયા કરે તોપણ મહારાજની મૂર્તિ અખંડ રાખે. નિર્વિકલ્પ સમાધિ છે તે ઘણા જીવોનો સમાસ કરે છે અને અક્ષરધામની છે. અને સવિકલ્પ સમાધિ તો ચમત્કાર જણાવે, પણ સમાસ એવો ન થાય. ઉપશમ અવસ્થાવાળામાં ભગવાન સદા બિરાજમાન છે, એમ વિશ્વાસ રાખે તો તેનું કલ્યાણ થાય. અને એવા પુરુષ નહાતા હોય તેનું પાણી ઉપર પડે તો પંચ મહાપાપ બળી જાય. જળને પાવન કરનાર મોટા પુરુષ છે. જ્યાં શ્રીજી મહારાજ નાહ્યા હોય અથવા મોટા પુરુષ નાહ્યા હોય તે જળમાં જે નહાય તે પાવન થાય છે. ગુરુસ્ત્રીનો સંગ, બાળહત્યા, બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા એવાં પંચ મહાપાપ તેને મોટા પુરુષ બાળી નાખે છે, એવું મોટા પુરુષના (નાહેલા) જળનું માહાત્મ્ય છે.

“કલ્યાણ તો ઘણાં છે, પણ આ તો આત્યંતિક કલ્યાણ થાય છે. કલ્યાણની કેટલાકને તો ખબરે નથી. એક બ્રાહ્મણે દેહનું કલ્યાણ માગ્યું. આવા મહારાજ અને આવા તમ જેવા સંત એ તો આત્યંતિક કલ્યાણ કરે છે. પ્રથમ શ્રવણ ભક્તિ, પછી અનુક્રમે પ્રેમલક્ષણા ભક્તિ આવે.”

તે ઉપર અમરા ભક્તની વાત કરી જે, “અમરા ભક્તને રાજાની પાસે હજૂરમાં નોકરી હતી, તે રાજાની આગળ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એમ વારંવાર કહે, પણ મર્યાદા રાખે નહિ. એવી પ્રેમલક્ષા ભક્તિ આવે તે ખરી કહેવાય અને આત્યંતિક કલ્યાણ પણ ત્યારે થાય. માટે, પ્રથમ નિશ્ચય જોઈએ.”

તે ઉપર કઠિયારાની વાત કરી.

“મહારાજ અને સંત આજ મળ્યા છે; મળશે એમ ન જાણશો. આજ ‘આવો, આગળ બેસો’ એમ કહીએ છીએ તે અવરભાવમાં; અને પરભાવમાં સર્વે સરખા છે. એવો ભાવ ન સમજાય તેને જન્મ-મરણ ટળે નહિ. ગઢડામાં મોટા મોટા સંત બેઠા હોય તે પાછળ બેઠેલા સંત-હરિજનોથી પોતાને મોટા જાણતા.  પછી મહારાજે પાછળ બેઠેલા સંત-હરિજનોમાંથી તેજનો સમૂહ બતાવ્યો. તે આગળ બેઠેલાઓએ પૂછયું જે, ‘મહારાજ, આ શું?’ પછી મહારાજે કહ્યું જે, ‘તમે અવરભાવના છો ને એ પાછળ બેઠેલા સિદ્ધ મુક્ત છે.’ પછી તેમની મર્યાદા રાખવા માંડી અને જાણ્યું જે, ‘આ બધા મુક્ત છે અને આપણે સાધનદશાવાળા છીએ, તે આ લોકમાં અવરભાવમાં આગળ બેસીએ છીએ.’

“કાર્યમાં જીવને હેત છે તે કાર્ય કલ્યાણકારી ખરું, પણ વિષયી ને પામર જીવને માટે છે.”

‘સૌને વશ કરુ રે સૌનો પ્રેરક હું ભગવાન’ એમ કહીને બોલ્યા જે, “સર્વે કારણના કારણ જીવન જાણું છું.”

એનો અર્થ કર્યો જે, “બીજું કારણ કિયું? તો સંત જાણવા ને તેના કારણ મહારાજ છે. જો અંતઃકરણ ઠારે તો જાણવું જે એમાં કારણ હોવું જોઈએ. જેમ ગાડીનું પાણી ઊનું નીકળે છે તે બાળે છે અને વરસાદનું પાણી ઠારે છે અને સર્વે જીવને જીવાડે છે; તેમ સંતને ઓળખવા. સૌ સૌનું ઘર તપાસવું જે કઈ જગ્યામાં છીએ અને કોના છીએ? ત્યાગીનો વેષ હોય, પણ મહારાજને ન રાખ્યા હોય તો બીજાનું પણ બગાડે. ભગવાં પહેર્યે શું થાય? જીવાત્મા ભગવો થાય અને મહાપ્રભુજીમાં જોડાય તે ખરું. મૂર્તિ વિના ક્યાંય જોડાય નહિ અને ખાન-પાન, ખારું-મોળું, તીખું આદિકની ખબર પડે નહિ.

“આ ગામમાં મોરારભાઈ રહેતા ત્યારે પાંચ-સાત હરિભક્ત હતા અને આજ ઘણા થયા છે તે કાર્ય વધ્યું, તેમાં મહારાજને ભૂલી જવાય તો કાર્ય ખોટું થઈ ગયું. સંવત ૧૯૧૮ની સાલમાં ગંગાસર તળાવ ઉપર સભા કરી અને નકરી (એકલી) પરભાવની વાતો કરી હતી. અમારો સંઘ ઘણો મોટો હતો અને આજ કાર્ય વધી ગયું એટલે કે ઝાઝા સત્સંગી થયા છે.

“કારણનું નિશાન સાથે રાખવું. કાર્ય અને કારણમાં ઘણો ફેર છે. કારણવાળો કારણમાં જોડાય અને જેને કારણ સાથે ન હોય તેને પરચા-ચમત્કાર જોવાની ઈચ્છા રહે, પણ તેમાં શું? કામરૂ દેશના ઘણાય દેખાડે છે, માટે તે જોવાની ઈચ્છા રાખવી નહિ. મૂર્તિમાં જોડાવાની ઈચ્છા અને આગ્રહ રાખવો. કારણમાં જોડાયો હોય તેને બ્રહ્મા જેવો ડોલાવે તો પણ ડોલે નહિ.  ચાલ્યો જા કહે તો ચાલ્યો જાય અને જેમ કહે તેમ કરે, અને કારણ ન ઓળખ્યું હોય તો કોઈ નિશ્ચયમાંથી ડોલાવે તો ડગી જાય. આપણે જ્ઞાનપ્રલય રાખવો. અવરભાવમાં મનુષ્યભાવે હાલે, ચાલે, જમે, રમે તેમ પરભાવમાં અક્ષરધામમાં કેમ હોય?”

એમ કહીને બોલ્યા જે, “ધામમાં તો દર્શન કરતાં કરતાં કલ્પે કલ્પ વીતી જાય. અને અહીં નેત્ર મીંચીએ તો કાંઈ નથી અને ઉઘાડીએ તો બધું દેખાય છે (એટલું તો માયિક ભાવમાં છે), તો પરભાવમાં તો ઘણું જ્ઞાન છે. સર્વે મુક્ત સાકાર છે અને મૂર્તિમાં રસબસમાં રહ્યા છે ને બધુંય જ્ઞાન છે. જેમ ભક્તને દેખવા હોય તેમ દેખાય. મહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈ જવાય. ત્યાં દેહના ભાવ નથી. પ્રકૃતિનું કાર્ય મેલીને પરભાવ થાય ત્યારે અનુભવજ્ઞાન તાણી જાય; જેમ ઊંડા પાણીમાં જઈએ તો જળ તાણી જાય તેમ. શ્રીજી મહારાજ અને અનાદિ પધાર્યા. આદિ આ બેઠા, પણ છીએ અનાદિ– જો ઓળખો તો. અમે આ સભામાં મુક્તાનંદ સ્વામીનાં દર્શન કરીએ છીએ, એવું અનુભવજ્ઞાન થાય ત્યારે સુખ આવે.”

પછી અમદાવાદનું ૭મું વચનામૃત વંચાતું હતું, તેમાં ગરુડ પણ ઊડી શકયો નહિ એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગરુડ અટકયો, પછી મહારાજ ઊડયા; કાંઈ તેના સારુ બેસી રહે?”

પછી સાધુને કહે જે, “મહારાજો! એ ધણીમાં જોડાશું ત્યારે એવી સ્થિતિ થાશે. આવા સંત અને મહારાજનું ગમતું કરીએ તો અનુભવજ્ઞાન થાય અને ત્યારે મૂર્તિમાં રસબસ થવાશે. અનુભવજ્ઞાન આપનારા સત્સંગમાં બિરાજે છે ને શ્રીજી મહારાજની મૂર્તિમાં ખેંચી જાય છે તે આ બેઠા.”

પછી બોલ્યા જે, “મોટાનું ધાર્યું કરીએ નહિ ને પોતાનું ધાર્યું કરાવીએ તો ખોટ આવે. આ સંત ને મહારાજ કોઈ બ્રહ્માંડમાં મળે એવા નથી; તેનો મહિમા સમજાય નહિ ને એવાને પણ અલ્પ જીવ હોય તે ધોકા મારે ને કહે જે, ‘આટલું ઠીક કરતા નથી’, પણ અમે તો  અનંત જીવનો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. આજ ભગવાન ને સંત મળ્યા, તો હવે ઈન્દ્રિયોને છૂટી ન કરવી. તે ઘોડા તે ઝાલ્યા રહે એવા નથી; માટે એને નિયમમાં રાખીને મૂર્તિમાં જોડાવું. મનોમય ચક્ર છે તેમાં એક ડોડી છે તેને સાત પડ છે તેની માંહી જીવાત્મા રહે છે. અગ્નિના તણખા જેવો ઝીણો જીવાત્મા છે તેમાં અંતર્યામી ભગવાન રહ્યા છે. તે જ શ્રીજી મહારાજના પ્રકાશથી વિકાસ પામે છે. જીવાત્મા સંગદોષથી અવરાઈ ગયો છે, પણ વસ્તુગતે ચોખ્ખો છે. તે ચોખ્ખો હતો તો ચોખ્ખો થયો.”

પછી બોલ્યા જે, “તપ, ધર્મ ને વૈરાગ્ય હોય તોપણ ભગવાન અને તેમના સંતનો વિશ્વાસ ન હોય તો કાંઈ કામ આવે નહિ. આપણને તો જોગ મળ્યો છે. બજારમાં જાય તેમાં એક તો મૂર્તિ સંભારતો જાય અને બીજો તો રૂપ જોતો જાય. આપણે તો શ્રીજી મહારાજ, આ સભા, આ સંત રાખવા; તેમાં ખોટ પડે તો જડ માયા અને ચૈતન્ય માયા પેસે. તેથી ગૃહસ્થે નિર્વાસનિક રહેવું; તો સુખિયા રહેવાય. આજ ચોખ્ખું થવાય તો મહારાજ નિવાસ કરીને રહે. વખત સારો છે, જોગ સારો છે. માયા ઓછી કરવાને બદલે વધારે કરે એટલે કે એક ચામડું જાય ને વળી બીજું કરે. પણ આપણે તો અક્ષરધામની સભા ઓળખીને માયાને તજી દેવી. કહેવાયા તો સારા ને હરાયા ઢોરની પેઠે ચોરીઓ-દારીઓ કરે, પણ સત્સંગી ન કહેવાય. માટે સત્સંગીએ મોટાં પાંચ વર્તમાન અવશ્ય પાળવાં તથા લોભ તજવો જોઈએ. કારણ કે લોભીની તથા ચોરની આબરૂ જાય છે અને આપઘાત પણ કરવો પડે છે. અમને વીસનગરના સોનીએ કહ્યું કે, ‘મને ચોરી કરવાની રજા આપો; કારણ કે બીજા સોની કરે છે.’ તો અમે કહ્યું કે, ‘ભિક્ષા માગીને નિર્વાહ કરવો, પણ ચોરી ન કરવી.”‘

એમ કહીને પછી વાત કરી જે, “શીતળ શાંત જે અક્ષરધામ તેમાં મહારાજ બેઠા છે તે આપણે નજરે દેખીએ છીએ. આવા પ્રત્યક્ષ સંતની સન્મુખ મન, કર્મ, વચને થાય અને મૂર્તિનો જોગ રાખે તેનાં કામ, ક્રોધ ને લોભ ટાળી નાખીએ છીએ. ચાલોચાલ સત્સંગથી તે થાય નહિ. આવી વાત અમે એક બાવાને કરી હતી તે સાંભળીને તેણે અમારો મહિમા જાણ્યો અને કહ્યું કે, ‘તમારાં દર્શનથી આજ પવિત્ર થયો.”‘

પછી વાત કરી જે, “એક ડોસીને એક છોકરો હતો તે છોકરો સદગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામી પાસે સાધુ થયો ત્યારે તે ડોસી ‘હાય મહાનુભાવાનંદ! હાય મહાનુભાવાનંદ!’ એમ કૂટવા મંડી. માટે સંબંધીમાં હેત હોય તો એવું થાય. તમે અમારા કહેવાઓ છો તો ખોટું કહેવરાવશો નહિ. મહારાજની મૂર્તિથી જુદા પડવું નહિ.”

પછી સંત સામી આંગળી કરીને કહે, “‘જે જે અવતાર’ તે આ સર્વે સંત તે જ અવતાર જાણવા. મહારાજે તમારું ઐશ્વર્ય રૂંધી રાખ્યું છે. એક સંતે સંકલ્પ કર્યો તે ભેળે પ્રલય થવા મંડયો તેથી સામર્થ્ય રૂંધી રાખ્યું છે. અત્યારે તો એકડમલ પણ સત્સંગ કરાવે છે. તમે અવતાર છો ત્યારે આવી સેવા અને સન્માન થાય છે તે અવતાર આપણે દેખીએ છીએ. મનન દ્વારે બ્રહ્મનો સંગ કરતાં કરતાં સાક્ષાત્કાર થાય અને પંચભૂતનો ઘોડો ખોટો થઈ જાય, તે અક્ષરધામરૂપ થયો. પછી મૂર્તિનો સંગ કરવો એટલે મૂર્તિરૂપ થાય. જીવને આ લોકનાં કાર્યમાં તાન છે તેવું કારણમાં થાતું નથી.”

પછી બીજે દિવસે બાપાશ્રી આદિ સૌ સરસપુર પધાર્યા. ત્યાં આસપાસનાં ઘણાંક ગામોના હરિભક્તોને દર્શન-સમાગમ તથા કથા-વાર્તાથી અલૌકિક આનંદ પમાડી શ્રી હરિજીની દિવ્ય મૂર્તિના સુખભોક્તા કરી મૂર્તિમાં રસબસ કરતા. એટલું જ નહિ, પણ ગામ-પરગામથી દૂર-દેશાંતરથી ઘણાક હરિભક્તો તે સુખ લેવા આવતા અને પોતાનાં ગામોમાં બાપાશ્રીને પધારવા વિનંતી કરતા અને પ્રાર્થના કરતા જે, “અમને તો આપે સુખ આપી ન્યાલ કર્યા, પરંતુ જે દર્શને ન આવી શકે તેવાં બાળક અને વૃદ્ધોને પણ સુખી કરવા અમારા ગામે પધારો તો તેઓ પણ સુખ પામે અને વળી દર્શને કરીને રસ્તામાં આવતાં વૃક્ષ, વેલી, ઝાડ, પહાડ, નદી, સરોવર, પશુ, પક્ષી સર્વે મોક્ષના અધિકારી થાય.”

આવી રીતે પ્રેમી હરિભક્તોની ગદગદ કંઠે કરેલી પ્રાર્થનાને વશ થઈ પોતે ગુજરાત, નળકાંઠો, ભાલ, ચરોતર, કાઠિયાવાડ, ઝાલાવાડ, હાલાર, કડી પ્રાંત વગેરેનાં ઘણાં ગામોમાં પધારી કોઈ સ્થળે કલાક, બે કલાક, ચાર કલાક યા કોઈ સ્થળે દિવસ, બે દિવસ, ચાર દિવસ રહી કોઈને દર્શન, સ્પર્શ, સેવા, સમાગમનું સુખી આપી સર્વે હરિભક્તોને માયાના બંધન થકી છોડાવી મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિમાં સંલગ્ન કરાવી મૂર્તિમાં રસબસ કરતા, તેમજ ઘણાને મૂર્તિમાં રાખવાનાં વરદાન પણ આપતા, તેમજ કેટલાક પ્રેતયોનિને પ્રાપ્ત થયેલા જીવોને પણ બદરિકાશ્રમ તથા અક્ષરધામમાં મોકલીને તેવા હરિભક્તોનું સંકટ નિવારણ કરતા. આવી રીતે ઘણાં ગામોના હરિભક્તોને આનંદ પમાડી પોતે કચ્છમાં પધાર્યા.  || ૨૫૧ ||

On the morning of Posh Sud 5th, the 7th Vachanamrut of Loya was being read in the temple of Viramgam. In it, it is said that one should understand that Murti in Akshardham, human form and idol one are all the same. A saint asked, “If he gets darshan without knowing Him in human form, he is liberated after several births. Similarly the same liberation he gets by the darshan of idol?” Bapashri said, “By the darshan of idol, the same liberation will be achieved by him. He will get ultimate liberation during this birth itself provided he takes the darshan by knowing the greatness of the idol. When he becomes tranquil (upashana), he will be detached from the outside world and continues to do all activities. Parvatbhai used to do all activities of the farm but he would constantly keep Maharaj’s Murti. Absolute trance (Nirvikalpa) is beneficial for many Jivas and it is the trance of Akshardham. Wavering trance (Savikalpa) shows miracles but it is not as much beneficial as absolute trance. God is always there with him who is in the state of tranquility. If he has such trust, he will be benefited. Moreover if the water with which such person has taken bath falls on us, our five great sins will be burnt. Great saints make the water holy. The one who bathes in the water, in which Shriji Maharaj or great saints have taken bath, becomes pure. The five great sins viz. illegal relationship with guru’s wife, murder of a child, murder of a brahmin, murder of a woman will be burnt by the grace of great saints. Such is the importance of the water in which great saints have taken bath. There are many kinds of liberation but this gives the ultimate liberation. Some do not have knowledge of liberation. One Brahmin asked for liberation of body. Such Maharaj and such saint like you can give ultimate liberation. The first step of worship or devotion is shravan bhakti (hearing), then there love- oriented devotion. Bapashri quoted an example of Amrabhakta. Amrabhakta was in the court of a king. He used to say Swaminarayan, Swaminarayan, often before the king but would not keep his respect. When there is such love oriented devotion, it is called the real devotion and would become cause of ultimate liberation. Therefore, firstly there should be determination. Bapashri quoted an example of woodcutter. Maharaj and saint have met today but do not think that they would meet, welcome, sit in front, all these I say in both senses- in the sense of physical world (Avarbhav) and in the Akshardham (Parbhav). Unless this sense is understood, the cycle of birth and death cannot be avoided. In Ghadhda, great saints were considering saints and devotees sitting behind in back row as inferior to them. Then Maharaj showed mass of luminescence from saints and devotees sitting behind great saints. When they asked Maharaj what it was. Maharaj told them that they were having the feelings of physical world and whereas sitting behind of them were Siddha Muktas (Realized). Then they kept their bound and know that they were all Muktas and they themselves were the seekers so they were sitting in the front in the sense of physical world. Jiva has love for activity. That activity beneficial but it is meant for wretched and passionate jiva. ‘sau ne vas karu re sau no prerak hu Bhagvan’ (I attract all and inspire of all). Then Bapashri said he knows ‘sarve karan na karan jivan janu chhu’ (I know you as the cause of all causes). Then gave the meaning that the other cause is saints and their cause is Maharaj. If he makes our heart cool, he must be cause. Just as water comes out from the train is hot and burns us. Where as the rainwater cools us. This water gives life to all jivas. Similarly, saint should be known as such. Every one should examine himself and try to find out who am I and where have I come from. He may be wearing the attire of renouncer but has not kept Maharaj, he will also spoil other. What it means if he has worn saffron clothes. When Jivatma (soul) becomes saffron and get attached to Mahaprabhuji, it is true renunciation. He should not get attached anywhere excepting to Murti and should not care for any kind of taste. When Morarbhai was their in this town, there were only five to seven devotees and today there are many. So that work has increased. If Maharaj is forgotten in the process, the work will become false. In the Samvat 1918, an assembly was held at Gangasar pond and talks of only heavenly abode have done by me. Our group was very large and today when the work has increased, there are many satsangi. The goal should be of the cause. There is much difference between the work and cause. The one who is having the goal of the cause should join the cause and who is not concerned with cause would like to see miracles- what of it? Such miracles are shown in Kamru region. Therefore, one should not desire to see that. One should desire and insist to join Murti. If he has joined the cause (the goal), he will not become unsteady even if Brahma tries to make him unsteady. He may order Brahma to go away and he would go away and would do as he is told and if the cause (goal) is not known he may become unsteady if somebody makes him unsteady in his determination. We should keep ‘Gyan’ parlay (melting of False Knowledge). The one who behaves in the human feeling (avarbhav) in this world, How can he be in Akshardham (Parbhav). Saying so Bapashri said, “It may take thousands of years (Kalp) In taking darshan in Akshardham, whereas here, when we close eyes there is nothing and when you open it everything appears- this much is in the illusive  feeling on other side there is much knowledge in the feelings of Heavenly abode (Parbhav). All Muktas are in the human form (sakar) and are engrossed in Murti and have all knowledge. The devotee may see them as he wishes to see them. There is no bodily feeling in becoming happy in the happiness of Maharaj’s Murti. After giving up the work Prakruti, there will be feeling of heavenly abode (parbhav) and there experience knowledge draws- just as water draws us when we go in the deep water. Shriji Maharaj and Anadi have grace the audience. Here sits Adi before you, provided you know him as Anadi. In this assembly, I am getting the darshan of Mukta- Anand Swami. When such experience knowledge is there, there will be happiness.

The 7th Vachanamrut of Amdavad was being read. In it, it is said that even eagle could fly. Bapashri said, “The eagle stopped. Then Maharaj flew He would not wait for it. Then Bapashri told Saints, ‘Oh Maharaj! When we join that master, such state will be achieved. When you do what Maharaj and saint like, you will get experience knowledge and then only it will be possible to get engrossed in Murti. Here he, the giver of experience knowledge sits. He also draws us in Shriji Maharaj’s Murti. Then he said if we do not act according to Muktas wish and act according to our wish, it is a defect. You will not find in any Brahmand (Cosmos), this saint and Maharaj. The wretched jivas do not understand their greatness and criticize them and say that they were not doing good but I have come to liberate innumerable jivas. Today you have met God and saints so control your senses, which are difficult to control-, control them and get attached to Murti. Jivatma (soul) dwells in ‘Manomay Chakra’ (Mental Chakra) which has one dodi having seven layers (This is the language of yoga). Soul is like spark of fire and in supreme being, i.e. Lord dwells in it. It grows in the light of Shriji Maharaj. Jivatma has been affected by bad company but it was pure and it has become pure. He may be having the power of penance, dharma and renunciation but they are of no use if he has no trust in God and his saints. We have got the opportunity. When one goes to the market, one constantly remembers Murti, where as others sees beauty. We should keep the company of Shriji Maharaj, this assembly and saints. If they are forgotten, inanimate and animate illusion will take our hold. Therefore, householder should be passionless, then only he will be happy. If he becomes pure, Maharaj will dwell in him. The time and opportunity are good. If we increase illusion (Maya) instead decreasing it, he gets entangled in it. We should recognize Akshardham’s assembly and give up illusion. They are said to be good but their acts are shameful but they are not call satsangi. Satsangi should obey five vartman without fail and should give up greed because the greedy person and the thief lose prestige and may commit suicide. The Goldsmith of Visnagar asked for my permission to steal because other Goldsmith were stealing. I did not permit him and told him instead of stealing it is better to earn livelihood by begging. Saying so Bapashri said, Maharaj sits in Akshardham which is cool quiet and we see it with our own eyes. If one associates with such saint and surrenders with Mind, Karma and words and keeps attachment with Murti, his passion, anger and greed will be done away with by me. This cannot be done by ordinary satsang. Once this type of talk I gave to a Bava. That Bava knew my greatness after hearing talk and told me that he had become holy by my darshan. Then Bapashri quoted an example of an old woman. She had a son. He became saint by the grace of Sadguru Mahanubhavanand Swami. The old woman became very angry and cursed Swami. Therefore, it happens like these if there is love for relative. Since you are known to be ours see that such thing does not happen. Never get separated from Maharaj’s Murti. Then pointing to saint Bapashri said, ‘Je Je Avatar’, all these saints should be known as incarnations. Maharaj has hidden your powers. One saint made a Sankalpa (thought) and destruction started with his Sankalpa. Now-a-days a single saint arranges satsang. You are incarnation therefore you get such honour and service, that incarnation we can see. If we constantly associate with Brahm by deep thinking and realize Him, five element of body will become false- he becomes form of Akshardham. Then we should join Murti so that we become the form Murti jiva likes the activity of these world but he has no such liking for the goal.

On the next day, Bapashri etc. came to Saraspur. There he gave darshan, gave discourses, to devotees of many surrounding villages. He gave them divine joy by katha varta. He made them engrossed in Murti by making them enjoyer of divine Murti of Shrihariji. Not only that but also many devotees from distant places used to come to take that joy and used to request Bapashri to grace his visit to their villages, and with prayer they would say that they had been made happy and had been made fulfilled. They would request Bapashri to grace his visit to their village for the sake of children and old people who would not be able to come- they should also be made happy. Moreover the trees, creepers, mountain, rivers, lakes, animals, birds, which would come on the way, would have darshan and should be entitled for liberation. Thus, Bapashri visited Nalkantho, Bhal, Charotar, Kathiavad, Zalawad, Halar, Kadi District (Prant) of Gujarat by accepting the sincere prayers of devotees. He would stay there for an hour, for two hours, for four hours, or at some places for a day, for two days, for four days and would give his darshan, his touch, accept seva, and happiness of association etc. and made all devotees free from illusion (Maya), got them attached to divine Murti of Lord Swaminarayan and got them engrossed in Murti. More over to many he would promise that they would kept in Murti. Besides some jivas who were in group of Ghost (pretyoni) were liberated and were taken to Badrikashram and Akshardham. Thus, devotees’ problems were solved. In this way, Bapashri gave happiness to devotees of many villages and returned to Kutch. || 251 ||