Gujarati / English

વૈશાખ વદિ-૧૨ને રોજ સાંજે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ ઝાડ ઉપર વરસાદ વરસે ને તેમનાં પાંદડાંમાં પાણી ભરાઈ જાય ત્યારે ઝાડની અને પાણીની બેયની હવાઓ આવે, તેમ મહારાજનો અને મુક્તનો ઉપરથી અને અંતરમાં બે પ્રકારે જોગ કરવો; તો દોષ ટળી જાય તે પાછા ફેર ઉદય ન થાય. જો એકલો ઉપરથી જોગ કરે તો સમીપમાં હોય ત્યાં સુધી દોષ દબાઈ રહે ને છેટે જાય ત્યારે ઉદય થાય; જેમ આકાશમાં મોદ બાંધી હોય તેની તળે રહે ત્યાં સુધી તાપ ન લાગે ને બહાર નીકળે એટ્લે તડકો લાગે તેમ. અંતરમાં જોગ કરવાથી તો જેમ આકાશમાં બધે વાદળાં ભરાઈ જાય તે સૂર્ય દેખાય જ નહિ તેમ. માટે બે પ્રકારે જોગ કરવો. કેટલાક વિદ્રાન અને ડાહ્યા હોય, પણ કામાદિક શત્રુ ન ટળે. કેટલાક કાંઈ ન સમજતા હોય પણ મોટાની કૃપા થાય તો દોષરહિત થઈ જાય  અને મૂર્તિના સુખે સુખિયા થઈ જાય. જેમ ઉપવાસીને જમવાની ત્વરા થાય છે તે રસોઈનો સામાન ભેળો કરીને રસોઈ કરે છે, તેમ તત્પર થઈને વિધિ એટ્લે સાધન કરે તો દોષ બળી જાય. જીવને મૂર્તિ ધારવાની શ્રદ્ધા નથી અને આળસ રાખે છે એટલે મૂર્તિ સિદ્ધ થાતી નથી. પુરુષપ્રયત્ન કરે તો મૂર્તિ દેખાય.

“જેમ મોલમાં પાણી બહુ આવે તો રેચાઈને પીળો થઈ જાય તેમ સત્સંગના સમૂહમાં સદા રહે તેને મહિમા ન જણાય; પણ વર્ષે-બે વર્ષે દર્શન થાય તો સાક્ષાત્ શ્રીજી મહારાજનાં દર્શન જેટલો લાભ ને પ્રેમ થાય. જો આ સંત સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે એમ વિચારે તો નિત્ય નિત્ય નવું હેત થાતું જાય. ને ભેળા રહ્યા થકા મહિમા સમજાય તો કામ પૂરું થઈ જાય. જેમ પાકશાળામાં બેઠો હોય તેને ભૂખ ન રહે અને ઉપવાસીને અન્નની ત્વરા બહુ રહે; તેમ સદા ભેળો રહેતો હોય તેને મહિમા ન જણાય. અને કોઈક દિવસ દર્શન થાય તેને મહિમા બહુ જણાય.

“થોડા સંત હોય અને તે જો અંતર્વૃત્તિવાળા હોય તો તેના ભેળા મહારાજ ને અનંત મુક્ત હોય. એ મોટો જોગ છે તે સદા રાખવો. જેમ મંદવાડમાં ઊંડો ઊતરી ગયો હોય તેને બોલાવે તો બોલે નહિ, કેમ જે સુષુપ્તિમાં પણ સુખ આવે છે. તેમ મોટાના જોગવાળાને મહારાજનું અને મુક્તનું સુખ બહુ આવે છે. એને તો ઝાઝા મનુષ્યોમાં સુખ ન આવે; કેમ જે સાધનવાળાને ઉદઘોષમાં શાંતિ ન થાય; તેને તો એકાંતમાં બેસીને ભજન કરવામાં શાંતિ રહે. અનાદિમુક્તને તો કાંઈ વિક્ષેપ છે જ નહિ. એમને તો અષ્ટાવધાનીની પેઠે સર્વે ક્રિયા સ્વતંત્ર થાય ને મૂર્તિ મુકાય નહિ. ઉદઘોષ છે તે નવાને સમાસ કરનાર છે.

II ૨૮ II

On the evening of Vaishakh Vad 12th  Bapashri, showing his favour talked.  He said, “Just as rainwater falls on a tree and the water goes into the leaves of the tree.  Then there is breeze from the tree as well from the water.  Similarly, we should associate with Maharaj and Muktas outwardly and inwardly so that faults will disappear and they will never appear again.  If association is only outwardly, faults will be suppressed till we are in front of Maharaj and Muktas and as soon as we are away, they will appear.  Just as till we are under the canopy, the sun rays will not trouble us, and as soon we come out of it, heat of the sun will trouble us.  Just as the sun is not seen if the sky is fully covered with clouds, similarly, if we associate inwardly, the faults will not appear.  Therefore, association would be of two kinds– inwardly and outwardly.  Though some may be learned and wise, their enemies like lust, etc. do not disappear.  Some may not understand anything but by the grace of Muktas they become faultless and become happy in the bliss of Murti.  Just as the person who is fasting would be eager to dine so he will collect things for cooking and will cook.  Similarly if one is eager and tries means, his faults will be burnt.  Jiva has no faith in meditation of Murti and remains idle so Murti is not realized. If one endeavours, Murti will appear.   Just as if the crop gets more water it will become yellow.  Similarly, if one always remains in the group of the Satsang he will not know the importance but if he gets darshan after a year or two he will have the benefit equivalent to darshan of Shriji Maharaj Himself and will also develop love.  If he thinks that these saints are all Murtis of Brahm, day by day he will go on developing more and more love and will understand the greatness by remaining together, then he will be fulfilled.  Just as the one who is in the kitchen, will not feel hungry but the fasting person will have much eagerness of food.  Similarly, one is constantly together, he will not know the greatness, but if he gets darshan on rare occasions, he will have much feeling of greatness. If there are some saints having tendency of knowledge of self, Maharaj and infinite Muktas are with them, it is a big opportunity and it should always be seized.  Just as one’s illness does not allow him to speak even if some body tries to speak with him because he gets happiness in drowsiness.  Similarly, the one having association of Muktas gets much happiness of Maharaj and Muktas.   He will not get happiness in a crowd because the seeker does not get peace in exposure.  He would get peace by sitting alone in worship.  There is no interruption for Anadi Muktas.  All their activities are done independently like Astavadhani and Murti can not be left.  Exposure is meant for the newcomer.” || 28 ||