Gujarati / English

વૈશાખ વદિ-૧૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ બાળકના હાથમાં હીરો, પારસમણિ ને કોડી આપ્યાં હોય તે ક્યારેક હીરે રમે, ક્યારેક હીરો ફગાવીને પારસમણિએ રમે ને ક્યારેક પારસમણિને નાખી દઈને કોડીએ રમે; કેમ જે એને કિંમત જડી નથી. ઝવેરીને એ ત્રણેની કિંમત પડે છે. તેમ જ્ઞાન વિના મહારાજની તથા મુક્તની ઓળખાણ પડ્તી નથી.

“સત્તશાસ્ત્ર અને સત્પુરુષ જેનું પ્રમાણ કરે તેને મોટા સમજીને જોગ કરવો; પણ બાળકિયા સ્વભાવવાળા હોય તેનો જોગ ન કરવો. જે મહારાજનો અને મોટાનો સિદ્ધાંત પડ્યો મૂકે ને સત્સંગનું ધોરણ મૂકીને વર્તે તે બાળકિયા સ્વભાવવાળા કહેવાય. તે પોતાનો મોક્ષ બગાડે અને લાખોને મોક્ષના માર્ગથી પાડે તેનું મહાપાપ લાગે. જીવનો સ્વભાવ મોટાની અનુવૃત્તિમાં રહેવા દે એવો નથી. માટે મોટાની અનુવૃત્તિમાં રહીને મન-કર્મ-વચને સંગ કરે તો સ્વભાવનો નાશ થઈ જાય, ને વૃત્તિઓ પાછી વળીને મૂર્તિમાં જોડાય, શાંતિ થાય ને મહા સુખિયો થાય. મોટાનો પ્રત્યક્ષ જોગ ન હોય ને બીજા થકી વાત સાંભળીને મોટાનો મહિમા સમજ્યો હોય ને વિશ્વાસ આવે તો શાંતિ થાય ને મોટા એનું પૂરું કરે દે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “સંવત ૧૯૫૧ની સાલમાં હું આપની પાસેથી અમદાવાદ થઈને કપડવંજ ગયો હતો. ત્યાં મોઢ બ્રાહ્મણ શ્રીકૃષ્ણના દીકરા ચુનીલાલને આપના મહિમાની વાતો કરી તેથી તેને આપને વિષે દિવ્ય ભાવ આવ્યો. એને આપનાં દર્શનની બહુ આતુરતા થઈને મને કહ્યું જે, ‘હાલ ને હાલ કચ્છમાં ચાલો ને બાપાશ્રીનાં દર્શન કરાવો.’ મેં કહ્યું જે, ‘અમે તો દર્શન કરીને જ આવીએ છીએ; માટે આજ્ઞા વિના તુરત ફેર ન જવાય.’ ત્યારે તેણે કહ્યું જે, ‘હું મુંબઈ જાઉં છું. તે જ્યારે તમો વૃષપુર જાઓ ત્યારે મને ત્યાં કાગળ લખજો તો હું ત્યાંથી આવીશ.’

“હું સંવત ૧૯૫૨ની સાલમાં અહીં આવ્યો ને મુંબઈ કાગળ લખ્યો ત્યારે તેણે જવાબ આપ્યો જે, ‘હું પરીક્ષા આપું છું. ચાર દિવસની આપી છે ને ચાર દિવસની બાકી છે. તમે ફેર કાગળ લખો જે હું આગબોટમાં અહીંથી પરબારો વૃષપુર આવું કે રેલને રસ્તે આવું?’ એ કાગળ મેં આપને વંચાવ્યો ત્યારે આપે આજ્ઞા કરી જે, ‘રેલને રસ્તે તમારે ઘેર જઈને આવજો એમ લખો.’ એવી રીતે લખ્યું તે કાગળ વાંચીને  તે મુંબઈથી એને ઘેર ગયોને ત્યાં માંદો થયો. દેહ મૂકવા સમય આવ્યો ત્યારે આપે દર્શન આપ્યાં, ત્યારે તેણે તેના બાપને કહ્યું જે, ‘બાપાશ્રી મને તેડવા આવ્યા છે ને હું ધામમાં જાઉં છું.’  એના બાપે કહ્યું જે, ‘તેં બાપાશ્રીને કોઈ દિવસ દેખ્યા નથી ને ઓળખાણ કેમ પડી?’ ત્યારે તેણે કહ્યું જે, ‘ઓળખાવનારે ઓળખાવ્યા.’ એમ કહીને દેહ મેલ્યો. તે જ દિવસે આપે આ ઠેકાણે મને વાત કરી જે, ‘જેને તમે કાગળ લખ્યો હતો તે છોકરે આજ દેહ મેલ્યો ને એને અમે ધામમાં મૂકી આવ્યા.’ એણે  આપને કોઈ દિવસ દેખ્યા નહોતા ને આપનો મહિમા સમજ્યો એટલામાં જ આપે એનો મોક્ષ કર્યો.

“આપ ગયા કારતકમાં ધર્મધુરંધર મહારાજશ્રી વાસુદેવ-પ્રસાદજી મહારાજને જનોઈ દીધી ત્યારે અમદાવાદ પધાર્યા હતા ત્યારે આપણે સર્વે વરતાલ ગયા ત્યાં ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં આપ ઊતર્યા હતા. ત્યાં ઠાસરાના સૂબા ગોપાળલાલભાઈ આપને દર્શને આવ્યા હતા અને આપની આરતી ઉતારી હતી ત્યારે સંતોએ નિષેધ કરવા માંડયો; ત્યારે તેમણે કહ્યું જે, ‘મને મહારાજે રાત્રિએ દર્શન દઈને કહ્યું છે જે, ‘અમારા અનાદિમુક્ત આજ વરતાલ આવ્યા છે માટે દર્શને આવજો. એમનાં દર્શન, સેવા તે અમારાં જેવાં જ છે.’ તેથી હું આવ્યો છું.’ એમણે મૂળા પ્રસાદીના કરાવ્યા અને આપની પાસે વર માગ્યો જે, ‘આ મૂળા જે જમે તેને આપે અક્ષરધામમાં તેડી જવા.’ આપે વર આપ્યો જે, ‘આ મૂળાની પ્રસાદી જે જમશે તેને અક્ષરધામમાં તેડી જશું.’

“તે ઠાસરે ગયા અને મૂળાની પ્રસાદી સર્વેને વહેંચી આપી. આપના મહિમાની એમણે સર્વે સત્સંગીઓને વાત કરી ત્યારે ત્યાં એક વાણિયાના બે છોકરા હતા તેમણે ગોપાળલાલભાઈને પૂછ્યું જે, ‘એ વરતાલ છે કે ગયા?’ ત્યારે એમણે કહ્યું જે, ‘એ તો આજ સ્પેશિયલ ગાડી કરી છે તે જતા રહેવાના છે.’ એવું સાંભળી એ છોકરાઓએ ઓરતો કર્યો કે, ‘આપણને દર્શન થયા નહિ.’ તેમાંનો મોટો ભાઈ થોડાક દિવસ પછી માંદો પડ્યો. તેને અંત વખતે આપે દર્શન આપીને કહ્યું જે, ‘ચાલ અમારા ધામમાં.’ ત્યારે તેણે એના નાના ભાઈને કહ્યું જે, ‘બાપાશ્રી મને તેડવા આવ્યા છે.’ નાના ભાઈએ કહ્યું જે, ‘મને ક્યારે તેડી જશે તે પૂછી જુઓ.’ એણે આપશ્રીને પૂછ્યું જે, ‘મારા નાના ભાઈને ક્યારે તેડી જશો?’  ત્યારે આપ બોલ્યા જે, ‘આજથી એક મહિને તેડી જશું.’ પછી એને તેડી ગયા અને એક મહિના કેડે એના નાના ભાઈને પણ તેડી ગયા. એમ એ છોકરાઓએ ઓરતો કર્યો એટલામાં આપે એમનો મોક્ષ કર્યો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “મહારાજ અને મોટા અદૃશ્ય હોય તેમને ખરા ભાવથી સંભારે તો પ્રત્યક્ષના જેવું ફળ આપે.”  II ૩૧ II

On the day of Vaishakh Vad 14th Bapashri, showing his favour, talked.  He said, “Just as when we give a diamond, a gem, and seashell in the hands of a child, it would sometimes play with the diamond, sometimes it will throw away the diamond and play with the gem and sometimes it will throw away the gem and play with the seashell, because it has no knowledge of the values of those three things.  On the other hand a jeweller knows the value for all the three.  Similarly, Maharaj and Muktas can not be recognized without knowledge.  Those who are qualified by scriptures and saints, should be understood as Muktas and should be associated by us, but those having childish nature should not be associated.  Those who violate the principle of Muktas and behave leaving aside the norms of the Satsang are called to be of childish nature.  They spoil their own salvation and make innumerable soul away from the path of salvation, it will be the cause of great sin.  The nature of jiva is such that it does not allow to remain under the command of Muktas.  If one remains under the commands of the Muktas and if he associates with them by mind, act and words, his nature will change.  His tendency will turn back and will make him join in Murti, he will become calm and will become very happy.  If there is no association of Muktas but he has understood the greatness of Muktas by hearing from some one, and trusts, he will become calm and Muktas will make him fulfilled.”

Swami Ishwarcharandasji said, “In the year Samvat 1951, I went from you to Kapadvanj via Amdavad.  There I talked about your greatness to Chunilal, the son of Modh Brahmin Shrikrushna.  As a result he felt your divinity.  He became very eager to have your darshan and told me to take him to Kutch then and there, and arrange for the darshan of yours.  I told him that I have already had his darshan and can not go again without his permission.  Then he said, “I would go to Mumbai. When you go to Vrushpur write me a letter so that I can come there.”  I came here in the year Samvat 1952 and wrote a letter to him in Mumbai.  He replied, “I am sitting in examination.  Four days examination is already given and four days more are there for the examination.  You write to me again and tell me whether I should come by a steamer direct to Vrushpur or by train.” When I read his letter to you, you ordered me to write to him that he should come by train after visiting his house. I wrote to him thus.  On reading this letter he went home from Mumbai and there he fell ill.  When his death came near, you gave his darshan.  At that time he told his father there that Bapashri had come to take him and he was going to Akshardham. So his father asked him, “How could you know Bapashri though you have never seen him?”  Then he replied that Swami made him recognise.  Saying so he left this world.  On the very day you told me that the boy to whom I had written letter had left this world today and you have put him in Akshardham.  That boy had never seen you but as soon as he understood your greatness, he was liberated. 

“During last month of Kartik you (Bapashri) came to Amdavad on the occasion of sacred thread ceremony of Dharmadhurandhar Maharaj Shri Vasudevprasadji Maharaj.  Then we all went to Vartal.  There you camped in mango grove on the bank of the Gomtiji.  There Gopallalbhai, the chief administrative officer of Thasra, came for your darshan and performed your aarti. At that time saints forbade that act.  Gopalbhai that Maharaj had given him darshan at night and commanded him to go for darshan of His Anadi Mukta who has come to Vartal that day.  Maharaj further said that his darshan and service are like His darshan and service so he had come.  He offered a radish to Bapashri for prasad and asked for boon that whosoever ate that radish should be taken to Akshardham by him (Bapashri).  Bapashri granting the wish said, “Whosoever will eat those radish will be taken to Akshardham.” He went to Thasra and distributed offerings of radish to all.  When he talked to all satsangis about your greatness, two sons of a Bania asked Gopalbhai whether Bapashri was at Vartal or had left. Gopalbhai said that today he was going to leave by special car.  Hearing this the two boys became sad because they did not have darshan.  The elder brother fell ill after some days.  At the time of his death you (Bapashri) gave darshan and told him to come to Akshardham.  At that time he told his younger brother that Bapashri had come to fetch him.  The younger brother asked his brother to inquire when would Bapashri fetch him, so he asked Bapashri.  Then you replied that you would take him after a month from today. Then you took the elder brother and after a month you also took the younger brother.  You liberated them because those boys became sad as they did not have your darshan.”  Then Bapashri said, “Though Maharaj and Muktas are invisible, if they are remembered with sincerity they gave the fruit as if they were visible.” || 31 ||