Gujarati / English

વૈશાખ વદિ-૧૪ને સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને બાવળ નીચે બેસીને માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ વર્તમાન કાળમાં સ્વતંત્ર મુક્તને મહારાજે મૂક્યા છે. તે પોતાના જેવા જ જીવને સુખિયા કરે છે. સિદ્ધદશાવાળા સાધન કરે છે તે સાધનવાળાને શીખવવા માટે કરે છે. મહારાજની ને મોટાની કિંમત ન જાણવી. મુક્તને કોઈ આવરણ આડું આવે નહિ. સંતદાસજીને કોઈ આવરણ નહોતું. કેરાવાળાં સદાબા કહેતાં જે, ‘હું બાજરીના દાણામાં અનંત મુક્તે સહિત મહારાજને દેખું છું.’ એટલે કે જ્યાં જુએ ત્યાં મૂર્તિ દેખે. અગત્રાઈમાં પર્વતભાઈએ કહ્યું જે, ‘અહીં મુક્ત આવે છે.’ ત્યારે હરિભક્તોએ પૂછ્યું જે, ‘કેમ ખબર પડી?’ ત્યારે કહ્યું જે, ‘મુક્ત તો આવરણ રહિત હોય તે માટે દેખે છે.’ એટલામાં શ્રી ગોપાળાનંદ સ્વામી આવતા હવા. એવા અનાદિમુક્તનો જોગ મળ્યો તેને મુદ્દો હાથ આવ્યો. તેને જ્ઞાનમાર્ગ ન સમજાય તોપણ કાંઈ બાકી રહેતું નથી.

“મહારાજની કે મોટાની લખેલી વાર્તા સાંભળીએ ત્યારે તેમનો સમાગમ મળ્યો એમ પ્રત્યક્ષ જાણવા. જેમ પક્ષી ઈંડાને સેવે છે તેમ તમોને મહારાજ ને મોટા દૃષ્ટિ દ્વારા સેવે છે; માટે જેમ ભેગા બેઠા હોઈએ ત્યારે જેવો આનંદ રહે છે એવો આનંદ સદાય રાખવો. મોટા મળ્યા પછી શ્રદ્ધા પ્રમાણે સાધન કરવાં. અંતે તેને પૂરું કરાવી દેશું. જે આળસુ થઈને બેસી રહે ને કાંઈ ન કરે તેને વાંધો આવે છે. જેને મોટાનો જોગ ન ઓળખાણો હોય તે વ્રત, જપ, આદિક ઘણાં સાધન કરે તોપણ તેને બાકી રહે છે. મોટાના જોગવાળાને થોડાં સાધન હોય તોપણ તેને મોટી પ્રાપ્તિ થાય છે.

“જે જીવને જે સંત સાથે હેત અને સમાગમ હોય તે સંત સાધનદશાવાળા હોય તેનાં અંત સમયે દર્શન થાય છે તે તો શ્રીજી મહારાજ તે સંતરૂપે પોતે દેખાય છે. જે અનાદિમુક્ત છે તથા પરમ એકાંતિક મુક્ત છે તે તો પોતે દર્શન આપીને મહારાજના સુખમાં લઈ જાય છે.”          

પછી વળી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “જ્યાં સુધી આપ આ પૃથ્વી ઉપર રહો ત્યાં સુધી કોઈ ભક્તને રહેવાનો સંકલ્પ હોય તે સકામ કહેવાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સકામ તો ન કહેવાય, પણ મહારાજની ને મોટાની મરજી પ્રમાણે રહેવું.”

પછી રામગ્રીના પટેલ મલુ રાજાએ પૂછ્યું જે, “અંત સમયે સો સદગુરુનું જ્ઞાન જીવને આપે છે એમ કહેવાય છે. ત્યારે તો જીવ સદગુરુ થકી પણ વધી ગયો તે કેમ સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો હિંમત દેવાનું વચન છે, પણ સદગુરુનું જ્ઞાન તો અપાર છે.  II ૩૩ II

On the evening of Vaishakh Vad 14th Bapashri, saints and devotees went to Kakarwadi to bathe. After taking bath they performed mental worship under the babul tree.  Thereafter Bapashri, showing his favour, said, “In the present time Maharaj has sent independent Mukta. They make Jiva happy as they are. Those who are siddha (fulfilled) do means for teaching the seekers.  Do not assess value of Maharaj and Muktas. No obstruction can come in the way of Muktas. Santdasji had no obstruction.  Sadaba of Kera used to say that she sees infinite Muktas along with Maharaj in the grains of millet-means wherever her sight went, she saw Murti.  In Agatrai, Parvatbhai said, “Mukta is coming here.”  Devotees asked, “How could you know?”  Then Parvatbhai said, “Muktas see because they are without covering (avaran).”   In the mean while Gopalanand Swami was coming.  One who got the opportunity to come in contact with such Anadi Mukta has got the gist. If one does not understand the path of knowledge even then there remains nothing to be achieved.When we hear story written by Maharaj or Muktas, we should know that this is their apparent association.   Just as eggs are hatched by birds, similarly we are hatched by Maharaj and Muktas with their glance.  Therefore, we should always feel joyous just as we feel joyous in the company of Maharaj and Muktas.  After meeting Muktas, we should do means according to our faith.  In the end he shall make them fulfilled.   Those who sit idle and do nothing will face hindrance.  Those who have not recognised the importance of association with Muktas will remain unfulfilled inspite of their doing many means like vrat (observing fast, etc), jap, etc.  Those having association with Muktas will achieve much inspite of their efforts are less.  The Jiva which is associated with a saint and has love for him and if the saint is a seeker, Jiva will get his darshan at the time of death.  Shriji Maharaj Himself appears in the form of the saint.  Anadi Muktas and Param Ekantik Muktas themselves give their darshan and take us in the bliss of Maharaj.

The Swami Ishwarcharandasji asked, “Is that thought of the devotee who wishes that he should remain on the earth till you are there on this earth, said to be a fruitful act or not?”   Bapashri replied, “It can not be called so but we should remain according to the wish of Maharaj and Muktas. 

Patel Mallubhai of Ramgree said, “It is said that at the time of death, Jiva gets knowledge of hundred preceptors (sadguru). In that case Jiva has become greater than preceptors. How to understand that?” Bapashri replied, “It is just for the sake of giving courage but the knowledge of preceptors is limitless. || 33 ||