Gujarati / English

“વૈશાખ વદિ-૦))ને રોજ સવારમાં સભામાં પ્રથમ પ્રકરણનું ૪૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં નિષ્કામ ભક્ત ભગવાનની સેવા વિના બીજું ઈચ્છતા નથી એમ આવ્યું. તે ઉપર બાપાશ્રીએ વાત કરી જે, “એક કઠિયારો અને એની સ્ત્રી એ બેય શ્રીજી મહારાજને મળેલાં સત્સંગી હતાં. તે હંમેશાં રાત્રિના ત્રણ વાગે ઊઠીને શ્રીજી મહારાજનું ધ્યાન-ભજન કરીને નાહીને પૂજા કરીને મંદિરમાં દેવનાં દર્શન કરીને સવારમાં વહેલાં વગડે જાય. તે કોઈનું ધણિયાતું ન હોય એવા ઠેકાણેથી કાષ્ટની ભારીઓ લાવીને વેચે. તેના પૈસા અથવા દાણા જે આવે તેમાંથી દશમો ભાગ શ્રી ઠાકોરજીની પાસે મૂકીને ઘેર જઈને રોટલા કરી મહારાજને થાળ ધરીને પ્રસાદી જમીને મહારાજનું ધ્યાન, ભજન, માળા, કથા કર્યા કરે. સાંજે મંદિરમાં જઈને કથા-વાર્તા સાંભળે ને રાત્રિએ ધ્યાન કરીને બાર વાગે સૂએ. એવી રીતે હંમેશાં ખાધા જેટલું પેદા કરીને મહારાજનું ધ્યાન-ભજન કરતાં. “એમ કરતાં કરતાં એક દિવસે કઠિયારાને તાવ આવ્યો તે વગડે જવાયું નહિ. તેની સ્ત્રી પતિવ્રતા હતી માટે એકલી ન ગઈ, તેથી બેય ભૂખ્યાં રહ્યાં. તેને ત્રીજે દિવસે સવારમાં તાવ ઊતર્યો એટલે નાહીને પૂજા કરી. તેની સ્ત્રીએ પૂછ્યું જે, ‘તમારે કાંઈ ખાવાની ઈચ્છા થઈ હોય તો હું કોઈનું ઉછીનું લાવીને કરીને આપું. આપણે જમીને સાંજના ભારીઓ લેવા જાશું ને તેમાંથી જે આવશે તેમાંથી ઉછીનાવાળાને પાછું આપીશું.’ ત્યારે કઠિયારો બોલ્યો જે, ‘બે દિવસ શ્રીજી મહારાજની ઈચ્છાથી ભૂખ્યાં રહ્યાં તો અડધો દિવસ જાણીને ભૂખ્યાં રહીશું, પણ આપણે ઉછીનું લાવવું નથી.’ “પછી ભૂખ્યાં ને ભૂખ્યાં વગડે જઈ એક થોરિયાનું થડિયું હતું તેને ચીરવા માંડ્યું તે કુહાડો તો ઊંચો પણ થાય નહિ; તોપણ તેના ટચકાથી બ્રહ્માંડ ડોલવા લાગ્યું. તેથી બ્રહ્માને ભય ઊપન્યો એટલે વૈરાજપુરુષ પાસે જઈને રાવ કરી જે, ‘તમારો ભક્ત સત્યના બળ વડે કરીને મારું બ્રહ્માંડ ડોલાવે છે તે હમણાં પડી જશે. માટે બંધ કરાવો.’ ત્યારે વૈરાજપુરુષે જાણ્યું જે, આ ભક્ત તો મારા ઉપરીનો છે તે મારાથી બંધ નહિ થઈ શકે; પણ જો બ્રહ્માને આ વાત કરું તો એને મારે માથે ઉપરી છે એ ખબર પડે. માટે યુક્તિ કરીને કહ્યું જે, ‘જાઓ એનો તપાસ કરશું.’ બ્રહ્મા ગયા પછી વૈરાજ પુરુષે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એ ત્રણ દેવની આરાધના કરી જે, ‘હે મહારાજ! તમારો ભક્ત બ્રહ્માનું બ્રહ્માંડ ડોલાવે છે. માટે કૃપા કરીને બંધ કરાવો.’ ત્યારે તેમણે વૈરાજપુરુષને દર્શન દઈને જેમ વૈરાજે યુક્તિથી કહ્યું હતું તેવો જવાબ દીધો. પછી અનિરુદ્ધાદિ ત્રણ દેવે મહત્તત્વની પ્રાર્થના કરી ત્યારે તેમણે પણ દર્શન આપીને એવી જ રીતે જવાબ દીધો. પછી મહત્તત્ત્વે પ્રધાનપુરુષની પ્રાર્થના કરી ત્યારે તેમણે પણ એવો જ જવાબ યુક્તિથી દીધો. પછી પ્રધાનપુરુષે મૂળપુરુષની પ્રાર્થના કરી ત્યારે તેમણે પણ દર્શન આપીને એવો જ જવાબ દીધો. પછી મૂળપુરુષે પોતાના ઉપરી જે વાસુદેવબ્રહ્મ તેમની સભામાં જઈને પ્રાર્થાના કરી જે, ‘તમારો ભક્ત બ્રહ્માંડ ડોલાવે છે તે બંધ કરાવો.’ તેમણે પણ પોતાના ઉપરીને જાણે નહિ એવી યુક્તિએ જવાબ દીધો જે, ‘બંધ કરાવશું.’ પછી વાસુદેવબ્રહ્મે મૂળઅક્ષરની પ્રાર્થના કરી ત્યારે એમણે પણ તેજરૂપે પ્રેરણા કરીને એવો જ જવાબ દીધો. પછી મૂળઅક્ષરે શ્રીજી મહારાજની પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજે પોતાના તેજરૂપે પ્રેરણા કરીને કહ્યું જે, ‘એ અમારા ભક્તને છળીને સત્યથી પાડે તો બ્રહ્માનું બ્રહ્માંડ બચે.’ “પછી એ પ્રમાણે ઉત્તરોત્તર બ્રહ્મા પાસે જવાબ આવ્યો, એટલે બ્રહ્મા શ્રીજી મહારાજના જેવું રૂપ ધારી વિમાને બેસીને દેવલોકમાં આવીને દેવની પાસે સાધુના જેવા વેષ ધરાવીને, સર્વે વિમાને બેસીને, જ્યાં કઠિયારો ભક્ત લાકડું ચીરતો હતો ત્યાં આવીને તેને બ્રહ્માએ કહ્યું, ‘હે ભક્ત! અમે સ્વામિનારાયણ છીએ અને આ સર્વે સંત છે. તે તમને દર્શન દેવા આવ્યા છીએ. માટે દર્શન કરો અને જે જોઈએ તે માગો.’ “ત્યારે તે ભક્તે તેમના સામું જોઈને પછી અંતર્વૃત્તિ કરીને પોતાના આત્માને વિષે મહાપ્રભુજીની મૂર્તિ જોઈ ત્યારે એકે ચિહ્ન મળતું આવ્યું નહિ. પછી વિચાર કર્યો જે, ‘આ તે કોણ હશે? આ કોઈક ઠગ છે.’ પછી દેવોનાં સ્થાન જોયાં ત્યારે બ્રહ્માનું સ્થાન ખાલી દેખ્યું. પછી બોલ્યા જે, ‘તું તો બ્રહ્મા છે ને આ સર્વે દેવલાં છે. તમે અજ્ઞાની છો ને મને છળવા આવ્યા છો; પણ વાઘરીનું ખાધેલું એઠું હોય તે નાગર બ્રાહ્મણને જેમ ખાધાનો સંકલ્પ ન થાય તેમ હું પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું તે મૂળઅક્ષરનું આપેલું ન લઉં તો તું તો રાંક અને મલિન છે તે તારું આપેલું લેવાનો સંકલ્પ પણ કેમ થાય? તું તો કેટલાયનો એંઠવાડો ખાય છે તેની તને ખબર નથી. “સાંભળ, હું તને તે કહી બતાવું. સર્વેથી પર શ્રી સ્વામિનારાયણ એક જ ભગવાન છે તે મારા સ્વામી છે, સર્વેના નિયંતા છે, સર્વેના કારણ છે, સર્વ સુખમય મૂર્તિ છે અને અનંત ઐશ્વર્યે યુક્ત છે. તે સુખને શ્રીજી મહારાજના અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહીને લીધાં જ કરે છે. જેમ જળમાં જળજંતુ હોય તે પોતાની ઈચ્છા પ્રમાણે જળ પીધાં જ કરે તેમ. બીજા પરમ એકાંતિક મુક્ત છે તે શ્રી સ્વામિનારાયણની મૂર્તિના તેજમાં મૂર્તિને સન્મુખ રહ્યા થકા શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ લીધાં જ કરે છે અને તે સર્વે રાણીને ઠેકાણે છે. પછી મૂળઅક્ષર છે તે શ્રીજી મહારાજના દીવાનને ઠેકાણે છે તેમને શ્રીજી મહારાજ સુખ, સામર્થી ને ઐશ્વર્ય આપે છે અને મૂળઅક્ષર જે તે વાસુદેવબ્રહ્મને ઐશ્વર્ય, સામર્થી આપે છે. વાસુદેવબ્રહ્મ મૂળપુરુષને આપે છે. મૂળપુરુષનો એંઠવાડો પ્રધાનપુરુષને મળે છે, એનો મહત્તત્વને મળે છે, મહત્તત્વનું વધેલું અહંકારને આવે છે અને એનું વધેલું તારા સ્વામી જે વૈરાજ તેને મળે છે. એ વૈરાજે તને આપ્યું છે તે તું ભોગવે  છે. માટે તારા જેવો ભ્રષ્ટ અને રાંક બીજો કોણ છે તે તું તારો એંઠવાડો મને આપવા આવ્યો છે?’ “ત્યારે બ્રહ્માએ વિનંતી કરી જે, ‘હે મુક્તરાજ! હું તમને આવા મોટા જાણતો નહોતો. તમોએ જે જ્ઞાન કહ્યું તેની તો મને ખબર નથી. હું તો મારા ઉપરીથી પર બીજું કાંઈ છે જ નહિ એમ જાણતો હતો. માટે મારો અપરાધ ક્ષમા કરો. મારું બ્રહ્માંડ ડોલતું હતું તેથી મારે આ કામ કરવું પડ્યું છે.’ ત્યારે કઠિયારા ભકતે કહ્યું જે, ‘જા, તારું બ્રહ્માંડ નહિ પડે.’ પછી બ્રહ્માદિક રાજી થઈને ગયા. “શ્રીજી મહારાજે એ બેયને દર્શન આપ્યાં ને બહુ પ્રસન્ન થયા ને કહ્યું જે, ‘અહીં રહેવું છે કે ધામમાં આવવું છે? જો અહીં રહેવું હોય તો વૈભવ આપીએ અને ધામમાં આવવું હોય તો તેડી જઈએ.’ ત્યારે તે બેય બોલ્યાં જે, ‘આ લોકનું તો અમારે કાંઈ જોઈતું નથી. અહીં રાખો કે તેડી જાઓ એ પણ કાંઈ ન કહીએ. જેમ આપની મરજી હોય તેમ કરો.’ શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘ચાલો આપણા ધામમાં.’ પછી કુહાડો નાખી  દઈને બેય જણાં દેહ મૂકીને શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયાં. “આવા નિષ્કામ ભક્ત થાય તો શ્રીજી મહારાજ તથા તેમના મુક્ત પ્રસન્ન થઈને આવરદા હોય તોપણ પડી મુકાવીને પોતાની મૂર્તિમાં રાખીને સુખ આપે છે ને સદા ભેળા રાખે છે. એવા નિષ્કામ થાવું, પણ કોઈ પદાર્થની ઈચ્છા ન રાખવી. શ્રીજી મહારાજની મૂર્તિ વિના અક્ષરકોટિ સુધી કોઈની ગણત્રી ન રાખવી. જેમ આ લોકમાં વર્ણ ઘણી છે, પણ જેને ઘેર જવું ન ઘટે તેને ઘેર કોઈ જાય નહિ; જેને ઘેર જવું ઘટે ત્યાં જાય. જે ભગવાનના ભક્ત હોય તે તો મંદિર વિના બીજે કોઈને ઘેર જાવું ઘટતું હોય ત્યાં પણ જાય નહિ; કેમ કે તેને તો મંદિર વિના બીજું ગમે જ નહિ. તેમ મહાપ્રભુજી વિના બીજું ગમવું ન જોઈએ. શ્રીજી વિના કોઈની ગણતરી રાખવી ન જોઈએ. તો મહારાજ અને મોટા મુક્ત પ્રસન્ન થઈને પોતાના ભેળા રાખીને પોતાની મૂર્તિનું સુખ આપે.” વાર્તાની સમાપ્તિ કરીને ‘શ્રી સહજાનંદ સ્વામીની જય ને આ સભાની માયાનો ક્ષય’ એમ વર આપ્યો.  II ૩૫ II
On the morning of Vaishakh Vad 30th, the 43rd Vachanamrut of the First Chapter of Gadhada was being read in the assembly.  In it, it is said that the apathetic devotee do not expect anything except the service of God. To elaborate the point Bapashri gave an example of a wood cutter (kathiyaro).  Both husband and wife were satsangi and had met Shriji Maharaj they used to get up early in the morning at 3-0a.m. and used to meditate and worship Shriji Maharaj.  Thereafter used to have bath perform puja and go to the temple for darshan of Gods.  Then they would go to the wood. There they would cut those trees which belonged to none and would bring bundles of wood then they sold it. From the income of sale they would put aside 10th part and the same part putting it before Thakorji (God),They would do other activity which included meditation, devotional songs, rosary, reading of scripture and offering meals to Thakorji.  In the evening they would do these activities in the temple and go to bed at 12-00 mid-night. Thus they just tried to earn as much as needed and would do meditation, worship of Maharaj. Once the wood cutter could not go to the wood on account of fever. As his wife was chaste, she did not go alone so both of them remained hungry. On the morning of the third day fever receded so he performed puja after having bath. His wife asked him if you want to have any food, she would borrow it from some one.  After having meals we shall go to bring bundles of sticks and will pay back to the lender from the money we get from the sale of sticks. The wood cutter did not agree for borrowing.  Instead he proposed that they would remain hungry for another half day purposely since they remained hungry for two days, by the wish of Shriji Maharaj.  Then though they were hungry went to wood and started to cut thorny plant.  The wood cutter was unable to raise the axe but with his strike of the axe, the whole cosmos began to shake.  Brahma feared and went to complain to Vairaj Purush and said that his devotee was shaking his brahmand with the power of truth and cosmos may fall so arrange to stop him.  Vairaj Purush knew that the devotee was not under his command, he was under the command of one above him. So he could do nothing about it.  But he did not want to disclose this fact to Brahma because he feared that Brahma would come to know there was some one above him. So he consoled Brahma by saying that he would look into the matter.  After the departure of Brahma VairajPurush prayed to Anirudha, Pradyumna and Sankarshan and requested them to arrange to stop shaking of Brahma’s cosmos which is shaken by their devotee.  They consoled him in the same way Vairaj Purush had consoled Brahma.  Then these three gods prayed to Mahatattwa.  He gave them darshan and consoled them as they had consoled Vairaj Purush.  Thus Mahatattwa prayed to Pradhan Purush, Pradhan Purush prayed to Mul-Purush, Mul-Purush prayed to Vasudevbrahm, Vasudevbrahm prayed to Mul-Akshar, and Mul-Akshar prayed to Shriji Maharaj.  They all consoled one another.  In the end Shriji Maharaj inspired His luminescence and through it said that Brahma’s cosmos can be saved if His devotee is made to fall from truth by deceiving him.  Thereafter this reply came to Brahma in the same order as the question had come to Shriji Maharaj.  Brahma took the form of Shriji Maharaj and came to heaven (abode of Dev) by air and he made Devas dressed like  saints.  They all went by air to the wood cutter at the place where he was splitting wood. Brahma told him, “Oh devotee! I am Swaminarayan, these are all saints.  We all have come to give you darshan and ask for whatever you want.” The devotee looked at them.  Closing his eyes he looked inside there he saw Mahaprabhuji’s Murti in his soul.  Not a single sign matched with that of Murti.  He was wondering as to who they were.  He seems to be cheater.  Then he saw abodes of Dev. There he saw that the place of Brahma was vacant.  Then he said, “You are Brahma and these are all Devas. You are ignorant so you have come to cheat me.  I am the devotee of Lord Purushottam Shri Swaminarayan.  I will not take even from Mul-Akshar whereas you are poor and undesirable so how can I think of taking anything from you. You are eating left over food of many. You did not even know that.  Listen, I will show you, my master is only Shri Swaminarayan who is God and above every one, controller of all, cause (karan-Murti) of all, all blissful Murti and has infinite divinity.  This bliss is taken by Anadi Muktas of Shriji Maharaj immersed in Murti. Just as there are water –insects in water and drink water as per their wish- in the same way Muktas also do.  The others are Param Ekantik Muktas. They enjoy bliss of Shriji Maharaj’s Murti by remaining infront of Murti in the luminescence of Swaminarayan’s Murti. They are all like queens.  Then Mul-Akshar is like the Prime Minister of Shriji Maharaj. Shriji Maharaj give him bliss, power and divinity and Mul-Akshar gives this to Vasudevbrahm, and Vasudevbrahm gives it to Mul-Purush, the left over of Mul-Purush is got by Pradhan Purush and in turn goes to Mahattatatva, the left over of Mahattatatva goes to Ego (Ahankar) and left over of Ego goes to your master Vairaj and you enjoy which is given to you by Vairaj.   Therefore have you come to me to give me your left over, and who else is there who is corrupt and poor like you?” Then Brahma prayed and said, “Oh Muktaraj! I did not know that you are such great. I did not know the knowledge which you described. I was unaware that there was some one above my superior.  Please forgive me for my guilt.  Since my brahmand was shaking, I had to do this work.”  Then the devotee –wood cutter told him that his cosmos would not fall.  Then Brahma etc left with pleasure.           Shriji Maharaj was very much pleased and gave darshan to both- wood cutter and his wife, and asked if they would like to come to Akshardham or to remain where they were.  He further said if they wanted to remain there, He would give them the wealth and if want to go to Akshardham He would take them.  Both of them replied, “We do not want anything of this world.  Moreover, we will not say anything about your keeping us here or taking us to Akshardham-it is your choice.”  Shriji Maharaj said, “Let us go to my abode.”  Then both of them threw away the axe and leaving the body  merged in Shriji Maharaj’s murti.  Shriji Maharaj and His Muktas give bliss to such desireless devotee by keeping them in His Murti even though their life span is not completed.  They are always kept together with Maharaj and Muktas.  One should become such a desireless and should not desire any object.  One should not care for anything up to Aksharkoti excepting Shriji Maharaj’s Murti.  Just as we go to house where it is proper to go but not to the house where we are forbidden to go by scriptures.  The devotees of God go only to the temple and do not go to any body’s house even though it may be proper to go there because they do not like anything else except the temple. Similarly, one should not like anything except Mahaprabhuji.  We should not care for anything except Shriji.  Then in that case Maharaj and great Muktas will be pleased and will give the bliss of Murti and keep us with them.  After completing the talk he chanted Shri Shahjanand Swami Maharaj ni jai and gave the boon by saying that let this assembly be free from illusion (maya). || 35 ||