Gujarati / English

જેઠ સુદ-૨ને રોજ સવારે સભામાં લોયાનું ૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી જે ઈન્દ્રિયો, અંત:કરણ અને અનુભવ એ ત્રણે કરીને પ્રત્યક્ષ ભગવાનને જાણે, ત્યારે આત્યંતિક કલ્યાણ થાય.

ત્યારે પુરાણી હરિપ્રસાદદાસજીએ પૂછ્યું જે, “જ્યારે મહારાજ હતા ત્યારે તો ઈન્દ્રિયે દેખાતા, પણ આજ મહારાજને પ્રત્યક્ષ ઈન્દ્રિયોએ કરીને શી રીતે દેખવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજે  ‘અમને મનુષ્યરૂપે દેખો’ એમ સંકલ્પ કર્યો ત્યારે મનુષ્યરૂપે દેખાયા. તેમ જ બીજો સંકલ્પ કર્યો કે ‘અમને પ્રતિમારૂપે દેખો’ માટે આજ પ્રતિમારૂપે પ્રત્યક્ષ છે. તેમનાં દર્શન ઈન્દ્રિયોએ કરીને કરવાં અને એ પ્રતિમાનો મહિમા મુક્ત થકી અંત:કરણમાં જાણવો અને એ પ્રતિમાને પોતાના ચૈતન્યને વિષે ધ્યાનમાં જોવી. તે જોતાં જોતાં જ્યારે આત્માને વિષે દેખાય ત્યારે મોક્ષ થાય. કદાપિ આત્માને વિષે દર્શન ન થાય તોપણ શ્રીજી મહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય તો મોક્ષ થાય. તેમ જ મુક્ત મળ્યા હોય તેમને જેવા હોય તેવા મુક્ત જાણે તો કલ્યાણ થાય. એટલે મહારાજને મહારાજ જાણવે કરીને અને મુક્તને મુક્ત જાણવે કરીને કલ્યાણ થાય.

“મહારાજ મનુષ્યરૂપે પ્રત્યક્ષ મળે તો મોક્ષ થાય અને જ્યારે મહારાજ પ્રતિમારૂપે દેખાતા હોય ત્યારે મહારાજની હજૂરમાંથી પરમ એકાંતિક મુક્ત મૂકેલા હોય તે પ્રત્યક્ષ મળે તો પ્રતિમાનો મહિમા સમજાવે અને મોક્ષ કરે. અનાદિમુક્ત અને શ્રીજી મહારાજ તો જળ-તરંગવત્ એક જ છે. મુક્ત ન હોય ત્યારે પ્રતિમાથી પણ કલ્યાણ થાય, પરંતુ વિલંબ થાય. માટે મુક્ત આ પૃથ્વી ઉપર પધાર્યા હોય તે મુક્તને ઓળખીને સંગ કરવો. મુક્ત ઓળખવા એ ઘાંટી જબરી છે. જેને સર્વે સત્સંગે પ્રમાણ કરેલા હોય ને વયે કરીને પણ વૃદ્ધ હોય એવા મુક્તનો સમાગમ કરવો. આડે-અવળે ધોડા કરવા નહિ. મહારાજ અને મુક્ત વિના બીજે જે વળગ્યા છે તે હેરાન થવાનું કારણ  છે.

“માટે મુક્ત ઓળખીને સંગ કરવો; કેમ જે કેટલાક મુમુક્ષુ પણ ન હોય અને વિષયી પણ ન હોય ને પામર જેવા પણ ન હોય ને તે અનાદિમુક્ત થઈ બેઠા હોય. તેને મુક્ત જાણીને તેનો જોગ કરે તો તે સંગ કરનારની ભવાઈ થાય. તે શા વાસ્તે મુક્ત થયા હોય? માન માટે, પૂજાવા માટે ને વિષય માટે મુક્ત થયા હોય; પણ મોક્ષ માટે ન થયા હોય. એવા કપટીનો વિશ્વાસ લાવીને જે વળગ્યા હોય તેનું ભૂંડું થાય. તેમાં કોઈક્ને શંકા થાય જે પામરથી મુક્ત કેમ થઈ બેસાય? તો તેનું એમ છે જે, પહેલાં તો ભક્ત હોય અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તે થોડાં થોડાં હોય તેથી અજ્ઞાનમાં વિચાર વિના ઉદ્ધત થઈ જાય અને કોઈ સાધુ કે સત્સંગીની ગણતરી રહે નહિ. માનને લીધે કોઈ મોટા મુક્તનો સમાગમ દાસ થઈને કરે નહિ. પોતાના બુદ્ધિબળે શાસ્ત્રમાંથી જ્ઞાન શીખવા જાય અને શાસ્ત્રનો સિદ્ધાંત હાથ આવે નહિ ને પોતાને અવળું-સવળું જેવું સમજાય તેવું જ્ઞાન બીજાને પણ કરે અને કોઈ મોટા સમજાવે તો માનના માર્યા કોઈનું કહ્યું પણ માને નહિ. પોતે અવળે રસ્તે ચાલે ને બીજા લાખોને અવળે રસ્તે ચલાવે. તેથી શ્રીજી મહારાજનો તથા સર્વે સત્સંગીનો કોપ થાય. તેણે કરીને તેની બુદ્ધિ દુષિત થઈ જાય તેથી વિષયવાસના વધે અને વર્તમાન લોપે એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને બ્રહ્મરાક્ષસના જેવી ક્રિયા કરે. તેનો મહિમા ન મૂકે ને જોગ રાખે તે મૂર્ખ છે. કદાપિ એણે અમારી ઓળખાણ પડાવી હોય, પણ તેનો પગ ખાડામાં પડે કે ઉદ્ધતાઈ આવે તો તેનો ત્યાગ કરવો.

“જેને સત્સંગમાં દાસપણું હોય તે જ ઊંચે પગથિયે ચઢે છે. મહારાજને સાથે રાખવા ને દાસપણું રાખવું; તો ઘણો લાભ થાય. જેમ ટટ્ટુ હોય તે પહેલાં બહુ દોડે, પણ પછી બહુ થાકી જાય; કુંતલ ઘોડા હોય તે જેમ જેમ મજલ કરે તેમ તેમ વધારે બળ આવે અને સર્વે ઘોડાની આગળ જતા રહે. તેમ જે મોટા ન હોય ને મોટા થાવા જાય તો તેનું આગળ જતાં ભાંગી પડે, પણ લાંબું ચાલે નહિ. મુક્ત હોય તે તો દિવસે દિવસે પ્રસિદ્ધ થાતા જાય, પણ ઘટે નહિ. જે એમનો જોગ કરે તે પણ તેવો જ મુક્ત થાય, પણ જે મુક્ત ન હોય ને પરાણે મુક્ત થઈ બેઠા હોય અને વર્તમાન લોપતા હોય ને પોતાનું ધ્યાન કરાવતા હોય તેને કોટિ કલ્પે દુ:ખનો અંત આવતો નથી. એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભૂખ, દુઃખ ને માર એ ત્રણ વાનાં મળે. અક્ષરધામને ને એમને તો લાખો ગાઉનું છેટું છે. તે મરે ત્યારે બ્રહ્મરાક્ષસ થાય અને હેરાન હેરાન થાય ને એમનો સંગ કરનારની પણ તેમના જેવી દશા થાય. માટે વિચારીને મુક્ત ઓળખીને સંગ કરવો.

“જે મુક્ત ન હોય ને તે કહે જે, ‘હું મુક્ત છું’ તો તેને અતિ મહાપાપી જાણવો. જે ભગવાન થઈને પોતાનું ધ્યાન કરાવે તે તો તેનાથી પણ અત્યંત મહાપાપી જાણવો. તેનું મુખ પણ ન જોવું. અને એવાએ કદાપિ કોઈકને તેડવા આવવાનો વર દીધો હોય તે ખોટો જાણવો અને એવાનો જોગ ન કરવો.”  II ૩૭ II

On the morning of Jeth Sud  2nd, the 7th Vachanamrut of Loya was being read in the assembly. In it, it was said that senses, conscience and experience –all the three together make one realize God.  Then only there will be ultimate liberation. 

     Purani Hariprasaddasji said, “When Maharaj was there we could see Him with senses but if we want to see Him now with senses how we can perceive it.”  Bapashri replied, “When Shriji Maharaj intended that He should be seen as a human being, He was seen as a human being.  Similarly, His second intension was that He should be seen as Murti. Therefore today He is visible as Murti. His darshan   should be made through senses and greatness of His Murti should be known through Muktas in conscience, and this Murti we should see in the soul during meditation.  When it is seen in the soul, there will be liberation.  In case no darshan can be had in the soul, there will be salvation provided there is thorough knowledge of Shriji Maharaj’s form. Similarly, if Muktas are met and they are recognise as what they are, it will lead to welfare, so Maharaj should be known as Maharaj and Muktas as Muktas, this will lead to welfare.  If Maharaj Him self meets in the form of human being, there will be salvation and when He appears as Murti, His Param Ekantik Muktas who are kept in His court meet us and they explain the importance of Murti and liberate us.  Anadi Muktas and Shriji Maharaj are one like ripples.  If there are no Muktas, welfare is even done through Pratima but there will be delay.  Therefore, when this Mukta come on this earth, we should associate with them by recognising them. To know Mukta is very difficult.  We should associate with such Mukta who has been qualified by all satsang and should also be old in age-but never haphazardly.  Those who are attached elsewhere without Maharaj and Muktas are sure to be put into trouble. Therefore, association should be done after recognising Muktas because some may not be mumukshu (desirous of salvation), may not be passionate, may not be insignificant and pretend to be Anadi Mukta and if we associate with them knowing them as Muktas, it will be ridiculous for the one who associates.  Now, the question arises why they have become Muktas.  The answer is because they want to get honour, want to be worshipped and to satisfy the passion but not for the purpose of salvation.  Those who get attached to such deceitful Muktas by trusting them will face adversity.  Here one may doubt how it is possible for insignificant person to become Mukta.  The reply is that formerly he might be devotee and possessed knowledge, renunciation, devotion, etc in small proportion.  On account of these virtues he may believe himself to be perfect but has no proper knowledge so he becomes rude by ignorance and he has no value for saint or satsangi.  Because of honour he will not associate with great Muktas by becoming their servant.  He tries to get knowledge from scriptures with his intellect but does not understand the principle of scriptures and starts preaching others the knowledge which he has understood in his own way.  If true Muktas explain to him, he will not believe because of the pride. He will tread on the wrong path and make innumerable devotees tread on the same path so he will face the anger of Shriji Maharaj and all satsangi’s.  As a result his intellect will become polluted and his passion will increase, and will violate vartman so his intellect will corrupt and will act as Brahmrakshas.  If one does not give up his importance and continue to associate with him, he is fool.  In case that Mukta has given my acquaintance but if he goes on wrong path and becomes rude, devotee should disassociate from him.

          Those who behave as servant in satsang will go up on the ladder if Maharaj is kept together and behaviour is like that of a servant it will be very beneficial.  In the beginning pony runs very fast but it becomes very tired afterwards whereas the kuntal horse gets more strength as it goes on and on and ultimately it overtakes all the horses.  Similarly, those who are not Muktas and become Muktas will no longer be able to deceive others and will have to retreat.  On the other hand those who are real Muktas become famous day by day but do not retreat. If one associate with them will become Mukta like them, but those who are not Muktas and have become so forcefully violating vartman and asking devotees to meditate on them, will never be able to end their misery, even after thousand of ages.  Whereever they go they are greeted with three dishes-hunger, misery and beating. Akshardham is miles away from them.  When they die, they become Brahmrakshas and become very miserable.  Their devotees also face the same fate.  Therefore, before associating with Muktas be sure and then only accept him.  The one who is not Mukta and says that he is Mukta should be known as a great sinner.  The one who tells the devotee to meditate on him, taking him as God should be known as greater sinner than the aforesaid one.  One should not see his face and if such person gives the boon that he would come to take the dying person to Akshardham should be taken as false and such person should be discounted.  || 37 ||