Gujarati / English

જેઠ સુદ-૩ને રોજ સાંજે સભામાં પ્રથમ પ્રકરણનું ૫૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં અવગુણ ન લેવા વિષેની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સો જણાની પાસે ગુજરાતી પાશેર પાશેર ભાર હોય તે કોઈને જણાય નહિ, પણ એ સર્વે ભાર એકની પાસે આવે તો ભારે થઈ પડે. તેમ સો જણાનો અકેકો અવગુણ લે તો સો અવગુણ આવે અને અકેકો ગુણ લે તો સો ગુણ આવે; માટે સર્વે સંત-હરિજનોના ગુણ લેવા. દેહસ્વભાવ જોઈને અવગુણ લેવા નહિ. પંચ વર્તમાન્માં ફેર હોય તો અવગુણ લેવો. કોઈકને શિખામણ દેવી તે પણ શુદ્ધ સત્વગુણમાં રહીને કહેવું. પોતામાં રજ, તમાદિક ગુણ આવે તે પ્રકૃતિને વશ થઈને કહે તો પોતાનું સુકૃત કરેલું હોય તે બળી જાય. માટે દયા રાખવી. તેનો ઉદ્ધાર થાય તેવી રીતે કહેવું, પણ શિખામણ દેતાં શિક્ષા થાય તેમ ન કરવું. કોઈએ ધર્મ લોપ્યો હોય તેને સમજાવીને પ્રાયશ્ચિત્ત કરાવીને ઠેકાણે પાડવો. જો ન માને તો તેનો ત્યાગ કરવો. પ્રાયશ્ચિત્ત પણ એક વાર ભૂલ્યો હોય તેને કરાવવું. બીજી વાર ભૂલે તો કાઢી મૂકવો. ધર્મ પાળતો હોય, પણ જો ભગવાન ભુલાવે એવો હોય તો તેનો પણ ત્યાગ કરવો. જે પંચ વર્તમાન્માં કુશળ હોય અને બીજા સ્વભાવ-પ્રકૃતિ કાંઈક હોય તેનું તો પૂરું કરીશું, પણ ઉપાસનામાં ફેર હશે તેનું તો અધૂરું રહેશે. સત્સંગનો અવગુણ બહારવૃત્તિવાળાને આવે છે. જો અંતર્વૃત્તિ થાય તો સર્વે સત્સંગ દિવ્ય જણાય.”

ત્યારે પાટડીના નાગજીભાઈએ પૂછ્યું જે, “અંતર્વૃત્તિ તે શું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અંતરમાં મહારાજના સુખે સુખિયા થવાય અને જેમ બાળકની ક્રિયા માવતર કરાવે છે તેમ દેહની ક્રિયા શ્રીજી મહારાજ અનુસંધાન પ્રમાણે કરાવે, પણ તેની ખબર પોતાને રહે નહિ ને જેમ ગોરધનભાઈની ક્રિયા મહારાજ કરાવતા તેમ થાય તે અંતર્વૃત્તિ કહેવાય. એવાને સત્સંગ દિવ્ય જણાય અને કોઈનો અવગુણ આવે નહિ. જેને પોતાના દોષ ટળી જાય તેને બીજા કોઈનો દોષ સૂઝે નહિ. સર્વે એક બાપના દીકરા જણાય. વહેલા-મોડા સર્વે મહારાજ પાસે જશે એમ જાણે તો દોષ ન આવે. જેમ અગ્નિ જળે કરીને ઓલાય છે તેમ પોતાને વિષે દોષ ન હોય તે બીજાને નિર્દોષ જાણે. જેના હૃદયમાં મહારાજની મૂર્તિ આવે છે તેને કોઈના દોષ સૂઝતા નથી.”

તે વખતે વૃષપુરના મંદિરમાં બાગને સાધુ પાણી પાતા હતા તે દષ્ટાંતે વાત કરી જે, “જેમ આંબા, લીંબુ, દાડમ આદિકની કૂંપળોને પાણી મળતું જાય છે તેમ તેમ નવી નવી કૂંપળો ફૂટતી જાય છે અને ફળ બેસતાં જાય છે ને પહેલાં બેઠેલાં ફળોમાં પાણી ભરાઈને રસદાર થાતાં જાય છે અને બીજાં નવાં નવાં બેસતાં જાય છે; તેમ જીવ જેમ જેમ મોટાનો જોગ કરતો જાય છે તેમ તેમ વૃદ્ધિ પામતો જાય છે. શ્રીજી મહારાજની મૂર્તિમાં ગયા કેડે પણ આગળનાં ભોગવેલાં સુખ રહે છે અને બીજાં નવાં નવાં સુખ આવતાં જાય છે. જેમ કૂંપળો પાણી મળવાથી વધે છે અને લૂક લાગે તો બળી જાય છે તેમ જીવ મોટાને જોગે વધતો જાય છે અને કોઈ ભગવાનના ભક્તનો અવગુણ આવે તો લૂક લાગી તે જીવનો નાશ થઈ જાય છે.”

ત્યારે સ્વામી ઈશ્વરણચરણદાસજીએ પૂછ્યું જે, “એણે ભક્તિ કરી હોય તે રહે કે નાશ થઈ જાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “થોડો દ્રોહ કર્યો હોય તો તેને પાણીવાળો સજીવન પર્વત કરે તે એના ઉપર ઝાડ, ફળ, ફૂલ થાય અને ઉપર પાણી હોય માટે તે કોઈક સમયે ભગવાન કે ભગવાનના સંતના જોગમાં કે ઉપયોગમાં આવે તે વખતે એને કાઢીને સત્સંગમાં લાવે. જેમ હિમાચળને લાવ્યા તેમ લાવીને મોક્ષ કરે. જે ઘણો દ્રોહ કરે તેને સૂકો પર્વત કરે તે કોઈના ઉપયોગમાં ન આવે તેથી મોક્ષ ન થાય.”

ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, “હિમાચળનો મહારાજે કેવી રીતે મોક્ષ કર્યો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજ વનમાં વિચર્યા ત્યારે હિમાચળમાં ગયા તે વખતે હિમાચળે મનુષ્યરૂપે આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બે કેરીઓ ભેટ મૂકી. તેને મહારાજે જમવા માંડી ત્યારે તેણે પ્રસાદીની ઈચ્છા કરી. મહારાજ તો ગોટલાં-છોતરાં સહિત જમી ગયા. તેણે સંકલ્પ કર્યો જે, ‘જળમાં હાથ ધોશે ને જળ પીશે તે પ્રસાદીનું જળ હું પીશ.’ મહારાજે તો હાથ પણ ન ધોયા અને જળ પણ ન પીધું અને બોલ્યા કે, ‘કેમ ઊભા થઈ રહ્યા છો?’  તે બિચારો નિરાશ થઈને ઘણો દિલગીર થઈ ગયો. મહારાજ દયા લાવીને બોલ્યા જે, ‘તમારે પ્રસાદીની ઈચ્છા છે, તો અમો સત્સંગમાં જઈએ ત્યારે તમે ગઢડે આવજો. ત્યાં પ્રસાદી આપીશું અને આ પર્વતમાંથી કાઢીને સત્સંગમાં લાવીને મોક્ષ કરીશું.’ પછી તે અદૃશ્ય થઈ ગયો.

“જ્યારે શ્રીજી મહારાજ વનમાં ફરતાં ફરતાં વસ્તીમાં આવ્યા ને ગાદીએ બેઠા ત્યારે હિમાચળ બ્રાહ્મણને વેષે ગઢડે આવ્યો. તેણે ઝોળીમાંથી ભારે ભારે વસ્ત્ર-આભૂષણ કાઢી મહારાજની પૂજા કરીને પ્રસાદી માગી. મહારાજ પ્રસાદી આપીને બોલ્યા જે, ‘ડોસા! અહીં રાત રહો, સવારે જજો.’ ત્યારે તે બોલ્યો જે, ‘ઘણા દિવસથી ઘર મૂક્યું છે માટે થોડોક દિવસ છે તે ગાઉ-બેગાઉ જઈને જ્યાં રાત પડશે ત્યાં રહીશ.’ એમ કહીને ચાલ્યો તે થોડેક છેટે જઈને અદૃશ્ય થઈ ગયો. ત્યારે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, ‘હે મહારાજ! એ કોણ હતો?’ ત્યારે મહારાજે વનમાં બનેલી બધી વાત કરી જે, ‘અમો હિમાચળમાં ગયા હતા ત્યારે એને પ્રસાદીની ઈચ્છા હતી, પણ અમે આપી નહોતી; કેમ જે અમારી પ્રસાદી જમે તે જ વખતે પાપ સર્વે બળી જાય તો એને પર્વતમાંથી બહાર કાઢવો પડે. તે વખતે એના ઉપર ઝાડ-બીડ હોય તે સર્વે બળી જાય. માટે આજ પ્રસાદી આપીને કાઢયો અને બીજો એવો ભગવાનના ભક્તનો અપરાધી શોધી રાખ્યો હતો તેને માંહી પ્રવેશ કરાવ્યો.’

“એમ અપરાધનું ફળ મહા દુઃખદાયી છે. અપરાધથી બહુ બીવું ને કોઈ કીડી જેવા જીવનો પણ દ્રોહ કરવો નહિ. સત્તપુરુષોના દ્રોહમાં ભગવાનનો દ્રોહ આવી જાય છે; જેમ રાણીના દ્રોહમાં રાજાનો દ્રોહ પણ ભેળો આવી જાય તેમ. જેમ પાત્રમાં ઘી હોય તે પાત્રને જ ફોડે તેણે ઘીનો દ્રોહ કર્યો કહેવાય તેમ પાત્રને ઠેકાણે સત્સંગ ને મંદિરો છે અને ઘીને ઠેકાણે શ્રીજી મહારાજ છે. માટે જે સત્સંગનો ને મંદિરનો દ્રોહ કરે તેણે શ્રીજી મહારાજનો દ્રોહ કર્યો કહેવાય. જ્યારે જીવને સત્સંગમાં સંતનો અને હરિજનનો અવગુણ આવે ત્યારે માથું ફરી જાય છે અને દિશ ભૂલી જવાય છે. તેથી મોટાનું વાળ્યું પણ પાછું વળાતું નથી, કેમ જે એમણે કારણ ઓળખ્યું નથી. જે કારણને એટલે મહારાજ અને મુક્તને ઓળખીને તેમને વળગે તેને દેશ, કાળ નડી શકે નહિ અને કોઈ વિઘ્ન પણ આવે નહિ. એને માન, મહોબત, અધિકાર કે ગાદી એ કોઈ વસ્તુ જોઈએ જ નહિ.”  II ૩૮ II

On the evening of Jeth Sud 3rd, the 53rd Vachanamrut of the First Chapter of Gadhada was being read in the assembly.  In it, it was advised that one should not take faults of others.  Then Bapashri said, “If each of hundred person is having the weight of ¼ lbs, the weight of it will not be felt but if the same weight is with one person it will be very heavy. Similarly, if one takes a fault from each of hundred person, one will have hundred faults.  Whereas if one takes a virtue from each one, one will have hundred virtues.  Therefore, one should always take virtues of saints and devotees.  Their faults of that physical existence should be ignored but if there is lack in panch varatman, that fault should be taken into account. If you want to give advice to some one, it should be given by remaining in pure satvaguna.  If one finds attributes of raj, tam, etc in oneself and discloses it by force of nature, one’s good deeds will be burnt therefore one should keep mercy.  One should advise any one in the way that he become righteous, but should not be given that the advice becomes punishment.  If some one has violated religion (duty), he should be made to repented by persuasion, and bring him back to his senses.  If he does not improve, he should be discarded.  Repentance is also meant for the one who has committed mistake once only.  If he commits the same mistake second time he should be driven out.  If one follows religion but makes us forget God should also be discarded. If one is efficient in panchvartaman and may be somewhat else in nature, will be fulfilled by me, but if there is any mistake in his upasana, he will not be fulfilled (he will not be able to achieve his goal).  The fault of satsang is taken by those who are extrovert.  If one becomes introvert,  satsang will appear divine.

Nagjibhai of village Patdi asked, “What is the meaning of introvert?”  Bapashri said, “Being introvert means to be blissful in bliss of Maharaj inwardly.  Just as all the activities of a child are done by the help of parents.  Similarly, all the activities of body should be done according to the wish of Shriji Maharaj.  Therefore; one would become unaware of it- Maharaj got Gordhanbhai to do all his activities according to His wish.  It is said to be being introvert.  Satsang appears divine to such a devotee and he will not imbibe faults of others. Those whose faults are disappeared will not find faults in others.  He will consider all as the children of the same father.  If he knows sooner or later all will go to Maharaj, he will not imbibe faults.  Just as fire is extinguished by water similarly, if he has no faults, he finds others to be innocent.  Those who imbibe Murti of Maharaj in their hearts, never think of faults of others.”  To elaborate Bapashri gave an example of the garden in the temple of Vrushpur where saint was watering the tree.  There were fruit and other trees.  With the nourishment of water leaves sprout and slowly bare fruits.  This fruits become juicy and trees have new fruits.  Similarly if the Jiva continues to associate with Muktas, by and by his satsang increases.  After dwelling in Murti happiness enjoyed previously remains and new happiness comes. Just as, leaves grow with the nourishment of water and dries up in hot sun.  Similarly, the satsang of Jiva increases by the association of Muktas and if it takes faults of God’s devotee, it will be as good as it has got sun stroke and ultimately Jiva will get destroyed. 

Swami Ishwarcharandasji asked, “Whether the devotion which he has done will remain or will become void.” Bapashri replied, “If the devotee has committed a little fraud, he will get rebirth as a lively mountain having water and trees, fruits, flowers will grow on it.  Since there is water,flower and fruits on the top, some times it will be useful to God or His saints.  On that occasion the Jiva will be taken out from the mountain and will be brought in satsang.  Just as Himalaya was brought and liberated.  Those who commit much fraud will get rebirth as a dry mountain which will be of no use to any one so it will not get liberation. 

Then again Swami asked, “How did Maharaj liberate Himalaya?”  Bapashri replied, “When Shriji Maharaj was wandering in the forest he went to the Himalayas. The Himalayas took the form of human being and prostrated before Shriji Maharaj and offered Him two mangoes.  When                                           Maharaj started eating mangos, Himalayas wished for this Prasad. Maharaj ate everything including the skin and fruit stone (gotlo) of the mango.  He thought that He would drink the water with which Maharaj would have washed His hands.  He would take water as Prasad.  Unfortunately Maharaj neither washed His hand nor drank water.  He asked Himalayas, “Why are you standing?”  He was very much disappointed and was feeling dejected.  Maharaj took pity on him and said, “If it is your wish to have Prasad, come to Gadhada when I go for satsang. There I shall give you Prasad and shall take out from the mountain and bring in satsang and will liberate you.”  Then the human form of Himalayas became invisible.  When Shriji Maharaj came among the people after wandering in the forest, Himalayas came to Gadhada as an adorned Brahmin. He took out valuable clothes and ornaments from his beg and perform puja of Maharaj and asked for Prasad.  Maharaj gave him Prasad and said, “Oh old man! Stay here for the night, go in the morning.”  Then he replied that he had left home for many days so it is still day time and I should start walking towards home and after walking two or four miles I will stay some where when it is night time.  Saying so he left and became invisible after short distance.  Sadguru Muktanand Swami asked, “Oh Maharaj! Who was he?”  Then Maharaj told him the whole story about His visit to Himalayas. Himalayas was wishing Prasad from Him but he was not given because as soon as any one eats His Prasad all his sins will be burnt and He had to take him out from the mountain. Had he given Prasad at that time, all vegetation and trees would have burnt therefore he was given Prasad today and another one like him who was guilty of God’s devotee was found out and was entered in the himalays’s place.  Thus a fruit of guilt is very painful.  We should very much afraid of guilt and should never commit any guilt even against any soul which may be as tiny as an ant. A guilt committed against a saint is guilt against God.  Just as guilt committed against a queen will have the same effect on the king.  Just as the earthenware in which ghee is kept is broken by some one, it is called guilt of ghee.  Similarly in the place of earthenware there are satsang and temple and in the place of ghee there is Shriji Maharaj.  Therefore, one who commits guilt against satsang and temple, it is said that it is committed against Shriji Maharaj.  When Jiva imbibes faults of saints and devotees in satsang, he loses temper and forget the path and does not turn back even if tried by Muktas, because he has not recognised the cause of all.  Those who stick to Muktas and Maharaj who are the cause of all will not have obstruction of place, time, etc and will face no hurdle.  He has no need for honour love, authority or power. || 38 ||