Gujarati / English

જેઠ સુદ-૩ને રાત્રિએ બાપાશ્રીએ કૃપા કરીને જે, “જેમ નિશાન પાડવામાં એક વૃત્તિ કરવી પડે છે, તેમ મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને મોટાનો જોગ કરે તો કારણ પમાય. મોટાનો જોગ તો મહામંત્ર છે. મોટા તો ત્રણે અવસ્થામાં મૂર્તિ આપી દે. માટે મોટા મુક્તને વળગ્યા હોય તેને સત્સંગ દિવ્ય જણાય; અવગુણ પણ કોઈનો આવે નહિ. જે મોટા મુક્ત હોય તેમને તો કોઈના દોષ જોવામાં આવતા નથી. સાધનવાળાને જીવના દોષ દેખવામાં આવે છે. જેમ ડુંગર ઉપર રીંછડિયો એટલે કે ડુવાળાં હોય છે તે છેટેથી દેખાય છે, પણ ડુંગર ઉપર જઈએ તો દેખાય નહિ; તેમ જેને મૂર્તિનું સમીપપણું નથી તેને બીજાના દોષ દેખવામાં આવે છે. જેને મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે તેને જીવના દોષ દેખાતા નથી.

“સાધનિકને એ દોષો ટાળવાનો ઉપાય એ છે જે નાના-મોટા સર્વે શ્રી પુરુષોત્તમના ઉપાસક છે તે સર્વે મહાપ્રભુજીની સભાના છે, પણ અણુમાત્ર ન્યૂન નથી; કેમ જે એ બધા મુક્ત થશે. કોઈક તો છતા દેહે ધામમાં ગયા છે! કોઈ દેહને અંતે જશે ને કોઈ બે-ત્રણ જન્મે જશે. છેવટે સર્વે મહારાજ પાસે જશે. માટે આજથી તેમને આપણે મુક્ત સમજવા; તો અવગુણ ન આવે.

“મોટાનો અપરાધ થયો હોય અને મોટાની પ્રાર્થના કરીએ તો મોટા છોડી મૂકે. અને સભામાં મોટાની પ્રાર્થના કરે તો પ્રાયશ્ચિત્ત થોડું કરવું પડે અને બીજાને પણ સમાસ થાય. સાધન બહુ કરતો હોય અને જો મોટાનો અવગુણ લેતો હોય તો તેના કરતાં કોઈનો અવગુણ ન લેતો હોય અને તે સાધન ઓછાં કરતો હોય તોપણ તે શ્રેષ્ઠ છે. મોટાનો જોગ કરે ને વાત ન સમજાય ને અવગુણ લે ને બીજા આગળ જઈને વાતો કરે જે, ‘એમાં તો કાંઈ નથી’ તો તેને કેવું થાય? કે જેમ ઝેરનો ગાંસડો બાંધીને ઘેર લઈ જઈને છોડે તેનો ધુમાડો ઊડે તે કેટલાય મરી જાય તેવું થાય. કેમ જે અવગુણ સાંભળનારાનું પણ ભૂંડું થાય. જ્યાં સુધી એકાંતિક માર્ગ ન સમજાય ત્યાં સુધી તુંબડીમાં કાંકરા ખખડાવ્યા જેવું થાય. એ માર્ગ સમજાય ત્યારે બધા શબ્દ મૂર્તિમાં, ધામમાં ને મુક્તમાં લગાડે. મોટાનો જોગ કરવા આવે અને પોતાનું ડહાપણ જણાવે તો મોટાનો રાજીપો થાય નહિ ને વાત પણ કરે નહિ; એટલે એનું તો કામ ન થાય, પણ બીજા ભેળા હોય તેનું પણ કામ થવા દે નહિ.”  II ૩૯ II  

On the night of Jeth Sud 3rd, Bapashri, showing his favour, said, “Just as one has to concentrate to shoot the target. Similarly, if one concentrates on Murti of Maharaj and associates with Muktas, he will achieve cause of all (Murti).  Association with Muktas is great mantra.  Muktas will give Murti in all three states so if one sticks to great Muktas, satsang will appear to him as divine.  Moreover, he will not imbibe fault of any one.  Those who are great Muktas never find fault with any one.  Seekers find faults in souls.  Just as there are stray clouds above the mountain can be seen from a distance but if we go on the mountain they will not be seen.  Similarly those who have no nearness of Murti find faults with others.  Those who realize Murti do not see faults of soul. The remedy of removing fault finding tendency of seekers is that he should think that all whether big or small are worshiper (upasak) of Shri Purushottam.  They all are members of Mahaprabhuji’s assembly but are not inferior equal to even an atom because all of them will become Mukta, some have left for Akshardham even though their life span was not over, some will go there after death and some after two or three births.  Ultimately all will go to Maharaj. Therefore we should consider them as Muktas hence forth so we will not imbibe their faults.  If guilt has been committed against great Muktas, they forgive provided they are prayed for the forgiveness, and if one prays Muktas in the assembly, he will have to repent less and others will follow the example.   The one who puts more efforts and at the same time imbibes faults of Muktas is not as good as the one who puts less efforts but does not imbibe faults of any one.  If one associates with Muktas but does not understand their talk and imbibes their faults and these faults he reveal before others and says that Muktas are not perfect, it will be harmful for him.  Just as some one carries with him a bundle of poison and unties it at home, its powder will smell in the room and many who come in its contact will die.    It will also be harmful for the one who hears the faults of others.  Unless the path of Ekantik is understood, it will be like pebbles rattling in an empty tumbdi (a kind of vessel).  Once path of Ekantik is understood, all his concentration will be for Murti, Akshardham and Muktas.  If one comes to associate with Muktas and shows his wisdom, Muktas will not be pleased and will not even talk, so he will not be fulfilled.  Moreover, others who are with him will meet same fate. || 39 ||