Gujarati / English

વૈશાખ વદિ-૪ને દિવસે સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આજ સત્સંગમાં સત્સંગ ઓળખાણો એટલે કે શ્રીજી મહારાજ અને મુક્ત ઓળખાણા તે કારણ હાથ આવ્યું. મહારાજ અને મુક્ત એ બે કારણ છે. અને મંદિરો, આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, સત્સંગી એ સર્વે કાર્ય છે. તેમાં ઘણાક જીવ છે તે બિચારા જેમ સમજવું જોઈએ તેમ સમજી શકતા નથી. તેમને તમારા જેવો લાભ નથી. આ મોટાને સમાગમે કરીને જેને પુરુષોત્તમનો મહિમા જણાય છે એને સર્વત્ર પુરુષોત્તમ ભાસે છે; પણ માયા કે બ્રહ્માંડ કે કાંઈ જણાતું નથી તે માયા ટળી ગઈ જાણવી.

“મોટા વાતો કરે છે તે મહારાજનો ને મુક્તનો ભેળો મહિમા કહે છે, પણ મહારાજને મૂકીને એકલો મુક્તનો મહિમા નથી કહેતા. આ શ્રી વૃષપુર ગામના નાના રત્ના ભક્તે દેહ મૂક્યો તે વખતે જેમ મણિનો સમૂહ ઠસાઠસ ભર્યો હોય તેમ આખી પૃથ્વીમાં મહારાજ ને મુક્ત ભર્યા છે એવું ભુજમાં સ્વામી અચ્યુતદાસજીને દેખાયું. માટે સાધનદશાવાળાને મોટાનો જોગ કરીને એવી સમજણ દૃઢ કરવી; તો સર્વે દિવ્ય દેખાય, એટલે કોઈનો અવગુણ ન આવે ને શ્રીજી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય અને મહારાજની મૂર્તિને એના જીવમાં મોટા મુક્ત પધરાવી દે. માટે મોટાને વિનંતી કરીને મૂર્તિમાં વળગી પડવું, પણ બીજો સંકલ્પ તથા મનન કરવું નહિ.

“જો મૂર્તિના સુખમાં ઊતરે તો સાધન માત્ર તે ભેળાં જ સિદ્ધ થઈ જાય છે. પણ મૂર્તિને મૂકીને અનંત કલ્પ સુધી સાધન કરે તોપણ કાંઈ સિદ્ધ થાય નહિ. જેમ ઘાંચીનો બળદિયો ફર્યા કરે, પણ પંથ ખૂટે નહિ, તેમ એકલાં સાધનથી પાર આવે નહિ; ને મૂર્તિ આવે તો કાંઈ અધૂરું રહે જ નહિ. જેમ સૂર્ય ઊગે ત્યારે રાત્રિ રહે જ નહિ તેમ. માટે નવા આદરવાળાને પણ મૂર્તિનું અનુસંધાન રાખીને તે ભેળાં સાધન કરવાં; તો માયા વહેલી ટળી જાય. બ્રહ્માંડ, સિદ્ધિઓ, ઐશ્વર્ય એ આદિક જે જે શ્રીજી મહારાજનો વિયોગ કરાવનાર છે તે દેહ ખોટો કરીએ તો તેના ભેળાં સર્વે ખોટાં થઈ જાય છે. અને એક મહાપ્રભુજીની મૂર્તિ આવી તો સર્વે સત્ય વસ્તુ હાથ આવી. તે સત્ય વસ્તુ કઈ? તો મહાપ્રભુજીની મૂર્તિ તથા મૂર્તિનું સુખ તથા મુક્ત એ સત્ય છે ને તે સર્વે મૂર્તિમાં છે પણ મૂર્તિમાંથી બહાર નથી. જેમ પૃથ્વીમાં રજ છે તથા અનંત પદાર્થ છે તેમ મૂર્તિમાં અનંત પ્રકારનાં સુખ તથા ઐશ્વર્ય તથા અનાદિમુક્ત છે તે મૂર્તિ આકારે વૃત્તિ એકતાર થાય ત્યારે એ સુખ મળે છે. મોટા રાજી થઈને કહે જે, ‘માગો’, ત્યારે શ્રીજી મહારાજની મૂર્તિ માગવી એટલે બધુંય આવી ગયું. માટે મૂર્તિ વિના બીજું માગવા જેવું નથી.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “સિદ્ધદશાવાળા અનાદિમુક્ત અખંડ મૂર્તિમાં રહેતા હશે તે જેમ દેહમાં જીવ રહે છે તેમ જ રહેતા હશે કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હા, એમ જ રહે છે. અને જે એમનો સમાગમ કરે તેમને પણ એવી જ સ્થિતિવાળા ને એવા જ સ્વતંત્ર કરે છે.”

ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “સંગ કરનારને ખબર કેમ નહિ પડતી હોય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ બાળક ઉપર બાપને હેત હોય તે છોકરાના ખિસ્સામાં સારી વસ્તુ છાની રાખી મૂકે તે છોકરું જાણે નહિ, પણ જ્યારે ખિસ્સામાં હાથ નાખે ત્યારે હાથમાં આવે ને જમે; તેમ જીવમાં એ સુખ મોટાએ ઘાલી મૂક્યું છે, પણ જીવને ખબર નથી. તે જ્યારે ધ્યાને કરીને જોશે ત્યારે દેખાશે, અથવા અંત સમયે મોટા દેખાડશે ત્યારે ખબર પડશે.”

એટલી વાત કરીને સમાપ્તિ કરી.  II ૪ II

On the 4th day of Vaishakh Vad, in the morning Bapashri showing his favour said, “Satsang became known in satsang today so the goal (karan) of achieving Muktas and Shriji Maharaj, was realized.  Maharaj and Muktas are two goals (karan) and temples, priests, saints, celibates, satsangis are all means (karya).  In it there are many poor souls who do not understand as they should understand.  They do not have patronage like yours.  He, who has understood the greatness of Purushottam by the association of great Muktas, feels Purushottam as omnipresent, but he does not feel maya (illusion) or brahmand.  This means maya is done away with.  Great Muktas talk about the greatness of Maharaj and Muktas together, but do not tell greatness of Muktas without Maharaj.  When Nana Ratna devotee of Vrushpur left for heavenly abode, Swami Achyutdasji saw in Bhuj that the whole earth is full of Maharaj and Muktas just as the mass of gems is filled fully.  Therefore, seekers should make their understanding firm by associating with Muktas so that they can see divinity everywhere, and see no fault in any one and realize Murti of Maharaj.  This Murti of Maharaj will be installed by great Muktas in their souls.  Therefore by making request to great Muktas, they should stick to Murti but there should not be any other thought or no any other thinking.  If he goes deep in the bliss of Murti, all means will be realized along with it but by keeping aside Murti if he tries for ages nothing will be realized.  Just as the ox of an oil-mill turns round and round but the journey does not end. Similarly one can not achieve anything by means only; but if there is Murti nothing remains incomplete. Just as there is no night as soon as the sun rises.  Therefore beginners should also adopt means along with attachment with Murti.  Then maya (illusion) will be done away early.  Cosmoses, supernatural powers, divinity, etc. detach from Maharaj. If we treat our body to be unreal, everything will become unreal. If only Murti of Mahaprabhuji is there, all real things are achieved. That real thing is Murti of Mahaprabhuji, happiness of Murti and Muktas.  They are real and they all are in Murti but not outside Murti. Just as there are particles in earth as well infinite objects.  Similarly there is happiness of various kinds in Murti, divinity and Anadi Muktas.  When vrutti becomes one with the form of Murti there comes happiness. When great Muktas are pleased and ask for any boon, one should ask for Murti of Maharaj which covers everything.  Therefore, there is nothing to ask for except Murti.” 

Swami Ishwarcharandasji asked, “Anadi Muktas who have attained the state of emancipation dwell eternally in Murti.  Do they live in It as the soul dwells in body?”  Bapashri replied, “Definitely in the same way.  Those who associate with them are also liberated and make them of the same state.”  Then Swami Vrundavandasji asked, “Why does he who associates with Muktas not know?”  Bapashri replied, “Just as father has love for the child puts good thing in the child’s pocket without its knowledge so the child does not know but when it thrusts its hand in the pocket that thing comes in its hand and eats it.  Similarly that bliss has been thrust in the soul by Muktas but the soul does not know.  He will know it when he will meditate and see It or at the time of death, it will be shown by Muktas, then it will be known.” Saying so, he concluded his talk. || 4 ||