Gujarati / English

વૈશાખ સુદ-૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજી મહારાજને અને મોટાને જુદાપણું નથી. આપણે જેટલો સન્મુખપણામાં ફેર છે તેટલું છેટું છે. મોટા જે જે ક્રિયા કરે છે તે મૂર્તિના સુખમાં રહ્યા થકા કરે છે. જો તેમની સાથે મન, કર્મ, વચને બંધાય તો તેમના જેવી સ્થિતિ થાય. મોટા અનાદિમુક્તને સંભારવા; તો મૂર્તિમાંથી બહાર નીકળાય નહિ. મોટાનાં વચનમાં બરાબર વિશ્વાસ આવતો નથી ને તર્ક થઈ જાય છે, પણ મોટા તો મહારાજ વિના રહેતા જ નથી. મોટાને સન્મુખ જે થાય છે તે તો અક્ષરધામને, મુક્તને અને પુરુષોત્તમને, એ સર્વેને સન્મુખ થયા છે. મોટાના સુખની અને મોટાના મહિમાની જીવને ખબર નથી તેથી અફસોસ મટતો નથી, પણ મહારાજ અને મુક્ત તો સદાય આપણી સાથે જ છે. એ તો બાધિતાનુવૃતિ છે માટે જણાતું નથી. મહાપ્રભુજીના અનાદિ મળ્યા એટલે આપણાં દારિદ્ર કપાઈ ગયાં. મહારાજને તથા મોટાને તથા એમની સભાને અંતરમાં ધારીએ અને તે આત્માને વિષે દેખાય ત્યારે અહો! અહો! થઈ જાય. મોટા પુરુષની વાત બીજી છે. આવો વખત મળ્યો છે તોપણ તે સુખ લેવાતું નથી અને પંચવિષયમાં તણાઈ જવાય છે, તેનું કારણ એ છે જે મહિમામાં કસર છે. જો મહારાજની મૂર્તિનો મહિમા જણાય ને તે મૂર્તિના સુખનો મહિમા જણાય તો આ લોકનાં સુખ કચરા જેવાં થઈ જાય. મહારાજનો અને મોટાનો અભિપ્રાય એવો જ છે જે કોઈ નિવૃત્તિ માર્ગ પકડીને પુરુષોત્તમના સ્વરૂપમાં પહોંચે તો ઠીક.

“મોટાને આશરે થયા ‘પછી મારું કલ્યાણ થાશે કે નહિ થાય?’ એવો અણવિશ્વાસ રાખવો નહિ. મોટાની દૃષ્ટિ પડે તથા તેમનો વાયરો અડે તેણે કરીને પણ કલ્યાણ થાય. મોટાને વિષે નિર્દોષ બુદ્ધિ થાય તો પોતે ખરેખરો નિર્દોષ થઈ જાય. મોટા તો અનાદિમુક્ત છે તેમની સાથે જીવ જોડે તેમને પોતા જેવા કરે, જેમ ઈયળની ભમરી કરે છે તેમ. માટે આવા સત્પુરુષ મળ્યા તેવા સમયમાં કામ કરી શકયા નહિ તો મોટાનો મહિમા સમજાણો નથી. મહારાજનો અને મોટાનો મહિમા બરાબર સમજાય તો પંચવિષય પ્રયાસ વિના જીતી જવાય; માટે મોટાનો સમાગમ તથા સેવા કરીને લાભ લઈ લેવો. અહીં આવ્યા હતા કે નહોતા આવ્યા. છેવટે આ દેહમાંથી જુદું તો પડવું છે, ત્યારે અત્યારથી જ જુદા થાવું.”  II ૪૪ II

On the day of Vaishakh Sud 2nd , Bapashri showing his favour talked.  He said, “There is no seperation between Shriji Maharaj and Muktas.  The distance is as short as we are sitting in front of each other.  Whatever activities Muktas do, they do them by dwelling in bliss of Murti.  If we get attached to them by mind, karma (activity) and words, we will achieve same status.  If we remember Anadi Muktas we will not come out from Murti.  We do not have proper faith in words of Muktas so we start reasoning but Muktas never live without Maharaj.  Those who are attached to Muktas are attached to all viz. Akshardham, Muktas, and Purushottam.  It is very deplorable that the Jiva does not know the greatness and happiness of Muktas but Maharaj and Muktas are always with us.  It is not known because it is hidden (badhitanuvrati). Since we met Anadi Muktas of Mahaprabhuji our misery is over.  When we think of Maharaj and Muktas and their assembly in our conscience and when they appear in heart (soul), we become very much surprised.  The position (status) of great Muktas is unique.  We have got such opportunity even then we are unable to take happiness and are drawn in five senses. The reason is that we have not understood the value of greatness.  If we know the greatness of Maharaj’s Murti and bliss of Murti, the happiness of this world become nonentity.  In the opinion of Maharaj and Muktas it is well and good, if we take the path of non-attachment and get absorbed in the form of Purushottam.  Once we take the shelter of Muktas we should not have distrust that it will bring our welfare or not.  Once Muktas glance at us and even wind reaching us through his touch will lead to our welfare.  If one keeps innocent intellect for Muktas, he himself will really become innocent.   Great are Anadi Muktas and if Jiva gets attached to them, he will become like them.  Just as worm becomes wasp. Therefore, if we have not been able to achieve the goal after meeting   such Satpurush and such opportunity, we have not been able to understand the greatness of Muktas.  If the greatness of Muktas and Maharaj is understood properly, five senses will be won without any effort.  Therefore, we should get attached to Muktas and serve them and take the benefit.  Whether we had come here or not, ultimately we will have to separate from the body so why not now only. || 44 ||