Gujarati / English

વૈશાખ સુદ-૩ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ લાડો પરણાવવા જાય તે લાડાને પડ્યો મૂકીને જાય તો કોઈ ખાવા આપે નહિ; તેમ વ્રત, જપ, તપ, દાન, પૂજા આદિક ઘણા ગુણ શીખે, તોપણ લાડો જે શ્રીજી મહારાજની મૂર્તિ તે ન આવી તો કાંઈ સુખ ન મળે. માટે આ લોકમાંથી લૂખા થાવું. આજ અક્ષરધામમાંથી જાન આવી છે, તેમાં પતિ મહારાજ છે ને જાનૈયા મુક્ત છે, તેની ખુમારી રાખવી. મહિમા જાણ્યો હોય તો ખુમારી ઘણી રહે, કેમ જે અક્ષરધામના ધામી શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાન તેમનો ચાંલ્લો આવ્યો તે વાત તે કેવડી મોટી! આ લોકમાં રાજા વાઘરણને રાણી કરે તો તેને કેટલો કેફ રહે છે! તો આપણને તો અવિનાશી વર મળ્યા; માટે તે રાખવા અને બીજુ બધું ખોટું કરવું. દેહનું ખોટું કરીએ તો બીજું બધું ખોટું થઈ જાય અને જો ખોટું ન કરે તો વાંધો ઘણો રહી જાય.

“પરીક્ષિતનો સાત દિવસમાં શુકજીએ મોક્ષ કર્યો તો આજ તો આત્યંતિક મોક્ષ કરનારા મળ્યા છે. લાખ વર્ષ સુધી શાસ્ત્ર વાંચે ને સાંભળે પણ તેમાં કાંઈ કામ ન થાય. જો વક્તા સર્વોપરી મળે તો ક્ષણવારમાં કામ કરે. જે મોક્ષ કરે તે શુકજી જાણવા. આવો મહિમા મોટાનો સમજાય તો મોટા જે સ્થાનમાં ને જે સ્થિતિમાં ને જે સુખમાં રહ્યા છે તે સ્થાનમાં ને તે સુખમાં રાખે છે. જો સાધનિકને તે સુખ જોઈતું હોય તો માન ટાળવું; પણ પૂજાવાની કે ગાદી-તકિયાની કે મોટેરા થવાની ઈચ્છા ન રાખવી. વગર ઈચ્છે મળે તોપણ રાજી ન થાવું. આસક્તિવાળાને વાટ જોવી પડે જે, મને આ વસ્તુ મળશે કે મને બોલાવીને પૂછશે. એમાં મૂર્તિ ભૂલી જવાય. મળવું ન મળવું તે તો શ્રીજી મહારાજના હાથમાં છે. આપણા સંકલ્પે કાંઈ કામ થાતું નથી. શ્રીજી મહારાજ આપણને હાથીએ બેસાડે કે ગધેડે બેસાડે તેમાં સરખા સુખી રહેવું. આપવું-લેવું તે તો મહાપ્રભુજીના હાથમાં છે. મહાપ્રભુજીની મૂર્તિ ભૂલીને બીજું ઈચ્છે તે મોટી મૂર્ખાઈ છે.”  II ૪૬ II

On the morning of Vaishakh Sud 3rd, Bapashri, showing his favour, talked. He gave an example of a bride groom.  If the marriage party goes to the house of bride without the bride groom, the party will not get response. (will not get meal).  This example is given for means like, observing fast, chanting mantra, penance, donation, worship, etc are adopted but if he has not realized Murti of Shriji Maharaj, no happiness will come to him.  Shriji Maharaj’s Murti is compared with the bridegroom of the example given above.  All means are useless without the realization of Murti.  It is just like a marriage party without the bridegroom. Therefore we should remain non-attached to this world. Today the marriage party has come from Akshardham, the bridegroom is Maharaj, the members of marriage party are Muktas. We should be proud of it .If the greatness is known, there will be much pride, because Lord of Akshardham Shri Pragat Purushottam Bhagwan’s chandlo ( monetory present being given at the time of marriage) has come. What a big thing!   In this world if the king makes Vagharan a queen, how much intoxication she feels.  We have got immortal bridegroom, we should get attached to Him and everything else should be discarded.  We should consider our body as having no existence, then every thing else will become non existent and if one does not do that there will be much trouble.  Sukdevji liberated Parikshit in seven days whereas today we have got Maharaj and Muktas who have power to give ultimate liberation.  One may read or hear scriptures for years together but it is of no use.  If the speaker is having perfect knowledge like Maharaj, He will liberate us within no time. The one who liberates should be known as Sukdevji.  If the greatness of Muktas is understood, they will keep us in the same place, in the same state and in the same happiness as they are.  If the devotee wants happiness, he should avoid desire for honour or to be worshipped or to become great or for position. Even if these things are got without desire he should not be pleased.  The one with attachment to the worldly things will have to wait-whether he would get that object or would be called and asked for the same. In doing so he will forget Murti.  The aforesaid desire may be realized or not –it is in the hands of Shriji Maharaj.  Nothing is realized by our wish. Shriji Maharaj make us sit either on an elephant or on a donkey, we should remain equally happy in it.  Giving and taking is in the hands of Mahaprabhuji.  To desire other thing and forgetting Mahaprabhuji’s Murti is great foolishness. || 46 ||