Gujarati / English

વૈશાખ સુદ-૫ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૧૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં સેવકરામની વાત આવી.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “શ્રીજી મહારાજને વનમાં સેવકરામ મળ્યો હતો તેની સેવા મહારાજે કરી હતી. તે તો વાત સાચી છે, પણ તેનો અધ્યાત્મ ઉત્તર હોય તો કૃપા કરીને સમજાવો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સેવકરામ નામે સાધુ તે મોક્ષાર્થી જીવ જાણવો. શ્રીજી મહારાજની ને જીવની વચ્ચે જે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ, વાસુદેવ-બ્રહ્મ તથા મૂળઅક્ષર એ સર્વે આવરણ છે તે વેંકટાદ્રિ જાણવો. સેતુબંધ એટલે ધર્મમર્યાદારૂપી પાળ જાણવી, રામેશ્વર એટલે ભગવાન જાણવા, માર્ગ એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જાણવું, વૈરાગ્યહીન તે મંદવાડ જાણવો. ચાકરી કરનાર એટલે જ્ઞાન આપનાર સત્પુરુષ જાણવા. ત્યાગીને દેહે કરીને અને ગૃહસ્થને દ્રવ્યે કરીને સેવા કરવાની સામર્થી તે સોનામહોરો જાણવી. સત્પુરુષને ખોળવા તે રોવું જાણવું. ગામ એટલે કુસંગ જાણવો અને ફૂલવાડી તે સત્સંગ જાણવો. વૃક્ષ એટલે દેહ જાણવો. ભૂત એટલે અંતરશત્રુ જાણવા. સત્સંગમાં સન્માન મળે તે પથારી જાણવી. આયુષ્યનો ક્ષય થતો જાય તે લોહીખંડ પેટબેસણું જાણવું. આત્માનું તથા શ્રીજી મહારાજના સ્વરૂપનું જ્ઞાન આપવું તે ચાકરી જાણવી. જ્ઞાન આપનાર સત્પુરુષની સેવા ન કરવી તે ખાવા ન આપ્યું કહેવાય. શ્રીજી મહારાજના સ્વરૂપનું જ્ઞાન આપનાર સત્પુરુષને બીજા કોઈ પાસે સેવા કરાવવી પડે તે વસ્તીમાં જમી આવ્યા કહેવાય. કોઈક વખતે સેવા કરનાર ન મળે તે ઉપવાસ જાણવો. વૈરાગ્યવાન કરવો તે સાજો કર્યો કહેવાય. ત્રણ દેહ, ત્રણ અવસ્થાઓ, ત્રણ ગુણ, ચાર અંત:કરણ, પંચભૂત, પંચવિષય, દશ ઈન્દ્રિયો, દશ પ્રાણ, ચૌદ દેવતા એ સર્વેથી જુદો આત્મારૂપે વર્તી શકે તથા પંચ વર્તમાનરૂપી ધર્મમર્યાદા પાળી શકે એવો સમર્થ કરવો તે ઘી પચાવી શકે એવો જાણવો. એવી સામર્થી આપ્યા છતાં પણ એ પ્રમાણે વર્તશે કે નહિ એવી સત્પુરુષને ચિંતા રાખવી પડે તે ભાર ઉપડાવ્યો કહેવાય. જો ક્યારેક દેહાદિક ભેળો ભળીને હાણ-વૃદ્ધિ, માન-અપમાન, સુખ-દુઃખ, હર્ષ-શોક પામે અથવા પંચ વર્તમાનરૂપી ધર્મમર્યાદામાં ફેર પાડે તો તેનું કલ્યાણ સત્પુરુષ ન કરે તે ત્યાગ કર્યો કહેવાય.”  II ૪૯ II

On the morning of Vaishakh Sud 5th, the 10th Vachanamrut of the First Chapter of Gadhada was being read in the assembly.  In it there was an example of Sevakram.  Swami Ishwarcharandasji said, “When Sevakram met Shriji Maharaj in the forest, he was served by Maharaj. It is true.  He requested Bapashri to explain this incident in the terms of spiritualism.”  Bapashri replied, “Sadhu named Sevakram means the Jiva seeking salvation.  Between Jiva and Shriji Maharaj there are elements like soil (pruthvi), water, fire, air, space, ego, Mahatattwa, Pradhanpurush, Prakrutipurush, Vasudevbrahm, and Mul-Akshar– they are all obstructing. All these should be known as Venkatadri in the aforesaid example.  Setubandh means boundary in the form of religious rule. Rameshwar means God.  The path should be taken as knowledge of God’s form.  Forsaking renunciation should be known as illness.  One who is doing service should be known as satpurush (mukta-Murti) giving knowledge.  Renouncer having the capacity of doing service physically and the house holder having the capacity of serving with money should be known as gold coin. To go in search of saints means crying. The village means bad company and garden of flower should be known as satsang. The tree should be known as body. The ghost should be known as enemies within. Getting honour in satsang should be taken as bed.   Gradual decay of life span means acute dysentery.  To serve means giving the knowledge of spirit (atma) and Shriji Maharaj’s form.  Giving no food means not serving the saints who has given knowledge.  The saint who has given the knowledge of Shriji Maharaj form had to get service from others means taking meals in the village.  If no body is available for service means fast.  To make one renouncer means he has been cured.  Three kinds body, three states, three qualities, four Antahkaran, panch bhuta, panch vishaya (five objects), ten senses, ten prans, fourteen gods- separating oneself from all these and behaves in the form of soul (aham brahmaasmi– I am brahm) and remains within bounds of religion in the form of panch varatman- he should be made such strong, meaning of this is that he can digest ghee.  Having been given such strength but saint has to worry whether he will behave accordingly or not means he made Maharaj carry the load.  Sometimes if he gets involved physically and experiences decrease-increase in the Satsang, honour or insult, happiness or unhappiness, glee or sorrow or if he does not strictly follow bounds of religion in the form of panch vartman, saint will not do anything for his welfare-the meaning is saints have discarded him. || 49 ||