Gujarati / English

વૈશાખ સુદ-૭ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મોટાનાં કરેલાં શાસ્ત્રમાં અથવા મોટાની કરેલી વાતોમાં તર્ક થાય તો પાપ લાગે. એક તો મહારાજના સ્વરૂપમાં રહેતા હોય તેણે કરીને મોટા હોય, અને એક તો શાસ્ત્ર ભણવે કરીને મોટા હોય. શાસ્ત્ર ભણેલાના શબ્દ શાસ્ત્ર પ્રમાણે બરાબર હોય ને લોકને મળતા હોય. અને મુક્તના શબ્દ લોકમાં કે શાસ્ત્રમાં મળતા ન આવે, પણ એ શબ્દ મુદ્દાના હોય. માટે શાસ્ત્રની સાખ ન લેવી; કેમ કે શ્રીજી મહારાજ એમાં રહીને પોતે બોલે છે. માટે એ શબ્દ અમૂલ્ય છે. મોટાના શબ્દમાં શંકા કરીને એ શબ્દને ફેરવે તો મોટો બાધ આવે અને મોટાના શબ્દનો મહિમા જાણે તો બહુ કામ થાય. જેને મોટાનાં વચનનો વિશ્વાસ નહિ તેને કાંઈ લાભ થાય નહિ. મોટાના સમાગમે કરીને સાંખ્ય અને યોગ એ બે સિદ્ધ થાય છે. સાંખ્ય એટલે દેહને ખોટો કરાવે છે અને યોગ એટલે મૂર્તિ સિદ્ધ કરાવે છે. તે મોટા કરાવે તો તુરત થાય.

“પરોક્ષ શાસ્ત્ર ખડને ઠેકાણે છે ને પ્રત્યક્ષનાં શાસ્ત્ર કણને ઠેકાણે છે. વચનામૃત ભોજનને ઠેકાણે છે; કેમ જે શ્રીજી મહારાજના મુખમાંથી નીકળ્યાં છે. માટે તે નિત્ય વાંચવાં; કેમ કે આત્યંતિક કલ્યાણ કરવા એ એક જ શાસ્ત્ર સમર્થ છે. એ સીધે મારગે જવા જેવું છે અને બીજાં શાસ્ત્ર તો ઉભાંગડ ચાલવા જેવાં છે તે ક્યાંયે લઈ જઈને ફગાવે.

“જેમ મણ પાણીમાં પાશેર દૂધ હોય તેને હંસ જુદું પાડી આપે, તેમ શાસ્ત્રમાંથી  સાર કાઢતાં મોટા મુક્તને આવડે. વિદ્યાની શુદ્ધિ પણ મોટાનો જોગ હોય તો થાય.

“શાસ્ત્રમાં બ્રહ્મ તથા સંત તથા અવતાર એવા શબ્દ આવે ત્યારે બ્રહ્મ તે ધામ સમજ્વું અને સંત તે મુક્ત સમજવા અને અવતાર તે મહારાજ સમજવા. એમ એવા શબ્દ મૂર્તિમાં, ધામમાં અને મુક્તમાં વળગાડવા; પણ ઓરા રાખવા નહિ. તેમાં જે સંશય કરે તેને સત્સંગની સમજણ નથી.

“શાસ્ત્રીય દૃષ્ટિ તે બહારદૃષ્ટિ છે. માટે તેનું વર્ણન કોઈ કરનાર હોય તો આપણે ન કરવું; કેમ જે એ મૂર્તિ ભુલાવનાર છે; શાથી જે એમાં મૂર્તિનું બીજ નથી. કોઈ કરનાર ન હોય અને આપણે જ માથે આવી પડે તો અવશ્યનું કરવું.

“અને સત્સંગનો વ્યવહાર પણ મૂર્તિ ભુલાવનાર છે. મહારાજની મૂર્તિ વિના બીજું વર્ણન છે તે તો નાવ વિના સમુદ્રમાં પડયા જેવું છે. એ તો મરી જવાય એટલે કે કરનારનો કે સાંભળનારનો મોક્ષ ન થાય.

“માટે પ્રગટ શ્રી હરિજીના ઉપાસકને તો પ્રગટના પ્રસંગની વાતો કરવી. જ્યારે મહારાજની વાતો કે કથા થાતી હોય ત્યારે મહારાજ અને મુક્ત આવીને વિરાજમાન થાય છે ને બહુ રાજી થાય છે. અને મહારાજ વિના બીજો પ્રસંગ આવે તો બહુ કુરાજી થાય છે જે આવા મોટા આપણ તે જીવોને મળ્યા તોપણ માયિક આકારને સંભારે છે. તે કેવું કરે છે? તો જેમ ચક્રવર્તી રાજા આગળ પટેલની મોટપ વર્ણવે તેમ કરે છે.

“માટે મહારાજની કથા-વાર્તા થાતી હોય ત્યાં બીજી પરોક્ષ વાત ન કરવી. જ્યારે અજ્ઞાની જીવ બેઠા હોય ને ઉપાધિ થાય એવું હોય ત્યાં કરવી પડે તો તેમાં મહારાજ ને મોટા કચવાતા નથી; પણ આપત્કાળ વિના જો મહારાજના પ્રસંગ વિના બીજો પ્રસંગ કાઢે તો જેમ કોઈકને જમવા બેસારીને પીરસે નહિ તો તે નિરાશ થઈને ઊઠી જાય ને તેને જેવું વસમું લાગે તેવું મહારાજને તથા મુક્તને વસમું લાગે છે. એવા લૂખા શબ્દ કોઈ જીવને સમાસ ન કરે. અને મહારાજના સ્વરૂપનું જેને યથાર્થ જ્ઞાન હોય ને તે મૂર્તિને દેખતા ન હોય, પણ તેના શબ્દ મહાપ્રભુજીના સંબંધના હોય તે જીવને સમાસ બહુ કરે છે. એ શબ્દ જેના જીવમાં ઊતરે તેને બ્રહ્મરૂપ કરે ને મુક્ત કરી મૂકે છે. અને તેના ઉપર મહારાજ ને મુક્ત બહુ પ્રસન્ન  થાય છે.”  II ૫૧ II

On the morning of Vaishakh Sud 7th, Bapashri, showing his favour, talked.  If doubts arise about the scriptures written by Muktas or talks of Muktas, it will be sin.  There are two categories of Muktas-one is that of dwelling in the form of Maharaj and the other is that of having studied scriptures.  The words of learned are proper according to scripture and acceptable to the people and the words of Muktas may not conform to the scripture or to the norms of people but they are words of deserving weightage and therefore conformity of scriptures is not necessary, because Shriji Maharaj Himself speaks through them so these words are invaluable.  If one doubts the words of Muktas and change the words, it  will be harmful and if he knows the importance of Muktas words, it will be beneficial.  Those who do not have trust in words of Muktas will not be benefited.  In the association of Muktas, sankhya (the path of knowledge) and yoga –both will be realized.  Sankhya means you are not the body, and yoga means becoming one with Murti.  If this is done through Muktas it will soon be done. Indirect (paroksha) scripture is like weed (husk) and direct (pratyaksh) scripture like a grain. Vachanamrut is like dinner, because it has come from the mouth of Shriji Maharaj.  Therefore it should be read daily because it is the only powerful scripture that leads to ultimate liberation.  It is like going on the straight path and other scriptures are like walking on the uneven path, which may take any where and may lead to fall.  Just as there is a quarter lbs. of milk in 20 kilograms of water, the swan will separate it. Similarly great Muktas know how to get gist from scriptures.  The purification of education is also possible through the association of Muktas.  When scriptures refer to Brahm, saint, and incarnation, we should understand Brahm as Akshardham, saint as Muktas, and incarnation as Maharaj.  Such words should be linked to Murti, Akshardham and Muktas but not to inferior levels. Those who doubt in this have no understanding of satsang.  According to scripture they are outward things, therefore if any one describes it, we should not prescribe it because it makes us forget Murti.  It is so because there is no description of Murti in it.  If there no one to do it and if we are forced to do it, we must do it appropriately.  Dealing in satsang also makes us forget Murti.  The other description without Maharaj’s Murti is like going to sea without a boat, which will result in death means the doer or hearer will not be liberated.   Therefore the devotee of incarnated form of Shri Hari should talk of events of this present incarnation.  When there are talks of Maharaj, Maharaj and Muktas are present there and are very much pleased. In the talk or preaching if there is quotation of any other incident without Maharaj, they will be very much displeased.  They will think that though such great soul have met jiva even then he remembers illusive (mayik) form.  It is just like describing greatness of Patel before a sovereign king.  Therefore whereever there is katha-varta (discourse) of Maharaj there should not be any other indirect (paroksh) talk.  When there are ignorant persons in the audience, and if there is possibility of trouble there it has to be done. On such occasion Maharaj does not get displeased, but without emergency if one refers any other incident without incident of Maharaj it will hurt Him and Muktas.  Just as if some one asked to sit for dinner and nobody serves him, it will be unbearable for him. Same is the case with Maharaj and Muktas. Empty words will not affect Jiva but the one who has thorough knowledge of Maharaj’s form and even if he does not see Murti, his words will affect jiva much because they are related to Mahaprabhuji. If these words go deep in the heart they will merge him with Brahm and make him Mukta. Maharaj and Muktas are very much pleased on him. || 51 ||