Gujarati / English

વૈશાખ સુદ-૯ને રોજ સવારે સભામાં લોયાનું ૫મું વચનામૃત વંચાતું હતું. તેમાં ૧લા પ્રશ્નમાં કપટી તથા નિષ્કપટીનાં લક્ષણની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજને વિષે ભગવાનપણાનો નિશ્ચય હોય, પણ જો કપટી હોય ને તે જો પોતાનું કપટ જણાવા દે નહિ તો તેને જન્મ ધરવો પડે. જેમ મૂળજી લુહાણો ઘરેણાંનો ડ્બો ચોરી ગયો તેને વીસ ગાઉથી પાછું આવવું પડ્યું તેમ થાય. એને નિશ્ચય તો હતો, પણ જો ચોરી કરી તો વીસ ગાઉથી ડબો આપવા પાછું આવવું પડ્યું. તેમ કપટીને જન્મ ધરવો પડે. માટે તન-મન શ્રીજી મહારાજને અને મોટા મુક્તને સોંપી દેવું. મનના સ્વભાવ તો ‘લટકી લટકી જાત હૈ, ઝટકી વિષય ફળ ખાત’ એવા છે. અહીં બેઠાં અમદાવાદ, મૂળી તથા પેટી-પટારા સંભારે અને ગૃહસ્થ હોય તે ઘર સંભારે.

“તમે તો તન, મન અને કર્મ સોંપી દીધાં છે અને શ્રીજી મહારાજને તથા મોટા મુક્તને પ્રારબ્ધ કરી લીધા છે; કાંઈ બાકી રાખ્યું નથી. સત્સંગી થવામાં દાખડો ઘણો છે. જ્યારે આત્મા, પરમાત્મા અને સંત અને એમનાં કરેલાં શાસ્ત્ર તે વિના બીજે આસ્તા ન આવે ત્યારે તે સત્સંગી કહેવાય. અને તેણે જ તન, મન, ધન અને કર્મ અર્પણ કર્યાં કહેવાય. શ્રીજી મહારાજે સોમલા ખાચરને કહ્યું જે, ‘અર્ધો પ્રસંગ અમારો કરો છો ને અર્ધો જગતનો કરો છો.’ સર્વસ્વ શ્રીજીને અર્પણ કરવું; એટલે કે ઈન્દ્રિયો, અંતઃકરણ ને જીવ શ્રીજીની મૂર્તિમાં જોડી દેવાં તે સર્વસ્વ અર્પણ કર્યું કહેવાય.

“ગૃહસ્થ હોય તેમણે દશાંશ-વિશાંશ કાઢવો તે કનિષ્ઠ ધર્માદો છે; અને બાર મહિનામાં એક-બે મહિના મોટા મુક્તનો સમાગમ કરવો તે મધ્યમ ધર્માદો છે; અને શ્રીજીની મૂર્તિમાં ઈન્દ્રિયો, અંતઃકરણ ને જીવ તે એકાગ્ર કરીને જોડાઈ જાવું તે ઉત્તમ ધર્માદો છે. આ ત્રણ પ્રકારનો ધર્માદો છે તે સર્વે ગૃહસ્થોએ કાઢવો; પણ એકેય પડ્યો મૂકવો નહિ. એમ ન સમજવું જે સમાગમ કરીએ એટલે દશાંશ-વિશાંશ કાઢવાની શી જરૂર છે? એ તો ધ્યાન કરતા હોય અને ધ્યાનમાં મૂર્તિ દેખાતી હોય અને સમાગમ કરતા હોય તેમણે પણ દેવનો ધર્માદો પૂરેપૂરો આપવો. તે ધર્માદામાંથી સાધુને પણ જમાડવા નહિ અને ધોતિયાં પણ ઓઢાડવા નહિ અને તીર્થ કરવા જાવું તે તીર્થના ખર્ચમાં પણ એ ધર્માદો ન ગણવો. ઠાકોરજીને વસ્ત્ર, ઘરેણાં તથા જગ્યાઓ તથા ગોદડાં, વાસણ, દાણા, ઘી, ગોળ આદિક વસ્તુ લાવી દેવી તેમાં ગણે તો બાધ નથી.”

પછી કલ્યાણ ભકતે પૂછ્યું જે, “દેવદ્રવ્યને આચાર્ય પોતાનું કરવા ઈચ્છે તો ધર્માદાની શી રીત કરવી?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આચાર્ય, સાધુ ને સત્સંગી એ ત્રણે મળીને વહીવટ કરવો એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. તે પ્રમાણે ન વર્તે ને સ્વતંત્રપણે વર્તે તો સત્સંગમાં મોટો ઉદ્વેગ થાય. ને એમાંથી મોટો વિક્ષેપ થાય ને એકબીજાનાં મન જુદાં થઈ જાય ને સરકારે પણ જવું પડે. એવો મોટો ઉદ્વેગ થઈ પડે અને કમિટિ પણ થઈ જાય. માટે આચાર્યે એમ કરવું જોઈએ નહિ.”  II ૫૩ II

On the morning of Vaishakh Sud 9th, the 5th Vachanamrut of Loya was being read in the assembly. In it there was reference about the characteristics of deceitful and honest person in the first question.  Bapashri said, “One has resolution about Shriji Maharaj that He is God but if he is deceitful and does not allow to disclose his deceit, he will have to take rebirth.  Just as Mulji Lohana stole box of ornament, but he had to come back from a distance of twenty miles –it will happen the same way.  He had faith in Shriji Maharaj but since he committed theft, he had to come back from the distance of twenty miles to return the box- similarly deceitful will have to take rebirth.  Therefore the body and mind should be surrendered to Shriji Maharaj and great Muktas. The nature of mind is wavering. “Latki latki jat hai, zatki vishay fal khat” Sitting here he remembers Amdavad, Muli and safe and boxes and house-holder remembers the family.  You have surrendered your body, mind and karma and have accepted Shriji Maharaj and Muktas as your fate. They have left nothing behind. It is difficult to become satsangi. The satsangi is one who has no faith elsewhere except in soul, God, and saint and scriptures written by them.  He is said to have surrendered his body, mind wealth, and karma. Shriji Maharaj told Somla Khachar that half of your activity is for us and other half is for the world.  Every thing should be surrendered to Shriji means senses, mind and Jiva should be attached to Murti- this is said to have surrendered every thing in true sense.

If the house-holder keeps aside tenth or twentieth part of his income is the lowest kind of charity and associating with great Muktas for a month or a two in a year, is moderate charity and getting attached to Murti of Shriji with senses, conscience and soul by getting engrossed, is the best charity.  These are three kinds of charities –every house-holder should give and one should not drop any one of it.  We should not think that since we are doing association there is no necessity of keeping aside 10th or 20th part of our income.  If you are doing meditation and if you see Murti in meditation and associating with Muktas, even than charity meant for religious purpose should be given fully.  From that charity money saint should not be fed and dhoti should not be given and this money should not be spent on pilgrimage. There is no harm if this money is spent for God’s clothes, ornaments, to purchase land for building temple, and spending on mattresses, vessels, food grain, ghee, jaggery for temple. 

Kalyan Bhakta asked, “If Acharya wishes to grab the money meant for God, what should be the method of charity?”  Bapashri, replied, “It is the order of Shriji Maharaj that administration of charity money should be done jointly by Acharya, saints, and satsangi.  If Acharya does not behave accordingly and behaves independently there will be anxiety in satsang.  From this upset there will be groupism and there will be difference of opinion and this may lead to legal procedure –such will be consequence and to solve the dispute the committee may have to be formed.  Therefore Acharya should refrain from such action. || 53 ||