Gujarati / English

વૈશાખ સુદ-૧૦ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “માળા-માનસી પૂજામાં બોલવા કરતાં સાન કરવામાં વૃત્તિ ઘણી વિક્ષેપ પામે છે; કેમ જે બોલવામાં એક સંકલ્પ થાય અને સાન કરવામાં ઘણા સંકલ્પ થાય. માટે સાન કરવી નહિ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “મહારાજ અને મુક્ત દિવ્ય છે તે માયિક અન્નને જમતા હશે કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જો ભક્ત સાચે ભાવે માયિક વસ્તુ અર્પણ કરે તો તે ભક્તનો ભાવ જોઈને મહારાજ ને મુક્ત એ વસ્તુને દિવ્ય કરીને અંગીકાર કરે છે અને તેનું ફળ (પોતાની મૂર્તિનું સુખ) આપે છે. તે પ્રથમ પ્રકરણના ૭૧મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે.

“ચરણરજની પ્રસાદી નાખીને પાણી પીવું તે કરતાં મહારાજની મૂર્તિને પોતાના ચૈતન્યને વિષે પાઈને પીવું તે ઉત્તમ છે. પ્રતિમાને જમાડેલી વસ્તુ પણ પોતાના ચૈતન્યને વિષે મહારાજને જમાડીને જમવી. જો ભક્ત નિષ્કામભાવે જમાડે તો પ્રતિમા જમે છે અને પોતાના પ્રતાપે ઓછું થવા દેતા નથી. જેમ જેતલપુરના યજ્ઞમાં એક કુલ્લામાંથી ઘી કાઢ્યું, પણ ખૂટવા દીધું નહિ તેમ. પ્રતિમા ને ધામની મૂર્તિ તે એક જ છે. તેને સરખી ન જાણે તેની સમજણ ખોટી છે અને તે નાસ્તિક છે અને તેની વાત ન સાંભળવી. પ્રતિમા બોલતી નથી તે પોતાના ભક્તોને જાળવે છે; કેમ જે કોઈક્ને બોલાવે ને કોઈકને ન બોલાવે તો હર્ષ-શોક થઈ આવે. માટે પાત્ર થયો હોય તેને તથા પાત્ર ન થયો હોય તે સર્વેને સરખાં દર્શન આપે છે. માટે બોલતા નથી, પણ પ્રત્યક્ષ છે.

“સાધનદશાવાળાને જોગ કરવામાં પ્રતિમા કરતાં મુક્ત અધિક છે તે વાત વરતાલના ૧૦મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહી છે. પણ પ્રતિમાથી મુક્ત વિશેષ ન જાણવા; ફકત જ્ઞાન લેવામાં વિશેષ જાણવા. પ્રતિમા છે તે ઈષ્ટદેવ છે અને મુક્ત તો ભક્ત છે. કેટલાક આધુનિક પ્રતિમા કરતાં મુક્તને અધિક જાણીને તેમનું ધ્યાન કરે છે તે અજ્ઞાની છે. એમને કોઈ મોટા મળ્યા નથી અને શ્રીજી મહારાજનો તથા મોટા મુક્તનો સિદ્ધાંત એમને હાથ આવ્યો નથી. તે તો જ્યારે શ્રીજી મહારાજના અનાદિ અથવા પરમ એકાંતિક મુક્ત મળે ને તેમના થકી જ્ઞાન પામે ત્યારે અન્વય-વ્યતિરેક સ્વરૂપ સમજાય ને શ્રીજીનો સિદ્ધાંત હાથ આવે.

“કોઈ દિવસ મુક્તનું ધ્યાન તો થાય નહિ. જે મુક્ત હોય તે પોતાનું ધ્યાન કરાવે જ નહિ અને શ્રીજી મહારાજની આજ્ઞામાં ફેર પડવા દે જ નહિ. એ તો પ્રતિમાને વિષે જ જોડે, પણ પ્રતિમાથી લૂખા થાવા દે નહિ. જેને શ્રીજીનો અથવા એમના મુક્તનો સંબંધ ન હોય તેને અન્વય-વ્યતિરેકની ખબર ન હોય તેથી તેને શાસ્ત્રના અર્થ સમજાય નહિ. અને પોતામાંથી માન, મોટપ અને વિષય તે ટળ્યા ન હોય તેથી ગુરુ થવાની ને વિષય ભોગવવાની ઈચ્છાઓ રહી હોય, તે મુમુક્ષુઓને આડું-અવળું સમજાવે ને પ્રતિમા કરતાં પોતે મોટા થઈ પડે ને લોકને છેતરીને વિષય ભોગવે. તેને મહા પાપ લાગે અને નરકે જવું પડે.

“જે એવાને વળગ્યા હોય તે જો વિશ્વાસુ હોય અને કેવળ મોક્ષના ખપવાળા હોય તેમની તો મહાપ્રભુજી રક્ષા કરે ને જે તે ઉપાયે કરીને એવાના જોગથી છોડાવે. કદાપિ આ ફેરે ન છૂટે તો બીજો જન્મ ધરાવીને મુક્તનો જોગ મેળવે અને મોક્ષ કરે. જેને મોક્ષની ઈચ્છા હોય ને શ્રીજી મહારાજને પ્રસન્ન કરવા હોય તેણે એવા અવળે રસ્તે ચાલનારાનો સંબંધ ન રાખવો ને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું; પણ કોઈ મુક્તનું ધ્યાન કરવું નહિ.

“જ્યારે શ્રીજી મહારાજે દેહોત્સવ કર્યો ત્યારે દાદા ખાચર બહુ દિલગીર થઈને ચહેમાં પડવા ગયા ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, ‘શ્રીજી મહારાજ સદાય સત્સંગમાં છે. આપણને મૂકીને જતા રહ્યા નથી. જ્યાં મહારાજ અને આપણે બેસતા તે બેઠકે જાઓ; તમને દર્શન આપશે.’ પછી ત્યાં ગયા અને શ્રીજી મહારાજનાં દર્શન થયાં.

“પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘અમે તો મરીએ એવા નથી, અમે તો એક રૂપે હતા તે ચાર રૂપે થયા છીએ અને સત્સંગમાં સદાય પ્રગટપણે વિરાજમાન છીએ; માટે જતા રહ્યા એમ ન જાણશો.’ એમ કહીને પોતે પહેરેલો હાર હતો તે દાદા ખાચરને પહેરાવીને બોલ્યા જે, ‘તમારા આત્માને વિષે અમને ધારો.’

“પછી દાદા ખાચરે પોતાના ચૈતન્યને વિષે મહારાજનું ધ્યાન કર્યું તો તેજોમય દિવ્ય સ્વરૂપે પોતાના આત્માને વિષે મહારાજને દેખ્યા. પછી ધ્યાનમાંથી જાગ્યા અને મહારાજને પૂછ્યું જે, ‘હે મહારાજ! આપનાં ચાર સ્વરૂપ કહ્યાં તે કિયાં સમજવાં? ને ધ્યાન કયા સ્વરૂપનું કરવું?’

“ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘એક તો મૂર્તિઓ રૂપે ને બીજું સંતરૂપે ને ત્રીજું આચાર્ય રૂપે ને ચોથું શિક્ષાપત્રી, વચનામૃત આદિ શાસ્ત્રરૂપે; એ ચાર રૂપે થયા છીએ. તેમાં પ્રતિમારૂપે થયા છીએ તે પ્રતિમાનું ધ્યાન કરવું; અને સંત થકી જ્ઞાન ઉપદેશ ગ્રહણ કરીને અમારો મહિમા સમજવો ને તેમની અન્ન-વસ્ત્રે કરીને સેવા કરવી; અને આચાર્ય થકી દીક્ષામંત્ર લેવા ને તેમની અન્ન-દ્રવ્યે કરીને સેવા કરવી; અને શાસ્ત્રમાં જે અમારાં વચન છે એ પ્રમાણે વર્તવું.’ એમ વાત કરીને શ્રીજી મહારાજ અદૃશ્ય થઈ ગયા.

“પછી દાદા ખાચરે સ્વામીશ્રી પાસે આવીને સર્વ વાત કરી. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, ‘જો ખરેખરો દિવ્ય ભાવ પ્રતિમાને વિષે આવે ને એ મૂર્તિમાં લગની થાય અને બીજું બધું વીસરી જાય તો પ્રતિમાનાં દર્શન સાક્ષાત્કાર જેવાં થાય. અને તેમની સાથે બોલે, વાતો કરે, જમે ઈત્યાદિક સર્વે મનોરથ પરિપૂર્ણ કરે.’

“માટે પ્રતિમાને વિષે દિવ્ય ભાવ લાવીને તેનું ધ્યાન-ભજન કરવું; પણ આધુનિકને સંગે કરીને અવળે રસ્તે ચઢી જવું નહિ.”

II ૫૪ II

On the morning Vaishakh Sud 10th, Bapashri, showing his favour, talked. He said, “In mental worship and rosary the vruti is disturbed by making signs rather than in speaking, because while speaking there will be one thought and in making signs there will be many thoughts so signs should not be done.”

Swami Ishwarcharandasji asked, “Whether do Maharaj and Muktas who are divine, eat mayik food?”  Bapashri said, “If the devotee offers mayik things with sincerity, Maharaj and Muktas will accept that thing seeing the feelings of the devotee by making it divine and its fruit (bliss of His Murti) is given.  This has been said by Shriji Maharaj in the 71st Vachanamrut of the First Chapter of Gadhada. 

It is better to drink water by offering it to Maharaj’s Murti in our soul rather than drinking it by adding the Prasad of charanraj.  The food offered to the Murti (idol) should also be taken by offering it to Maharaj in our soul.  If the devotee offers the meal without any desire, the Murti dines and it does not become less by its power.  It is just as in the yagna of Jetalpur ghee was taken out from kulla (a kind of clay vessel) but quantity remained same. The idol and the Murti of Akshardham are one. If one does not understand them as equal, his understanding is wrong and he is an atheist and he should not be listened to.  The idol does not speak but cares for its devotees because if it speaks with some and not with some, so there will be joy and sorrow. It gives same darshan to all whether he is worthy of it or not, therefore idol does not speak but it is visible (perceptible). 

In the 10th Vachanamrut of Vartal Shriji Maharaj  has said that for getting attached Muktas are preferable to idol for seekers (sadhandashavala)but Muktas should not be considered as superior to idol. But for taking knowledge only they should be considered superior.  The idol is ishtadev and Muktas are devotees. Some modern meditate on Muktas considering them as superior to the idol- they are ignorant. They have not met Muktas and they have not understood the principle of Shriji Maharaj and great Muktas.  They will get knowledge when they meet Shriji Maharaj’s Anadi or Param Ekantik Muktas.  Then only immanent (anvay) and transcendent (vytirek) form will be understood and the principle of Shriji will be understood.  Muktas can never be meditated on.  The one who is Mukta will not allow any one to meditate on him and will never differ from Shriji Maharaj’s command.  He will get you attached to Murti but will not allow you to detach from Murti.  The one who has no attachment with Shriji or His Muktas, he does not know what is immanent-transcendent (anvay-vytirek) so he does not understand the meaning of scriptures.  The one who is not free from honour, position, and material objects, will have the desire to become guru (preacher) and to enjoy objects.  He will tell mumukshus in round about manner and try to convince that he is greater than the idol and enjoy objects by cheating people, he commits great sin and will have to go to hell. Those who are attached to such preachers and if they are keeping trust in them and desirous of only salvation (moksha), let Mahaprabhuji protect them and make them free from the association of such persons by hook or crook.  In case they can not be freed during this birth let Mahaprabhuji get them attached to Muktas in the next birth and liberate them.  Those who are desirous of salvation and wants to please Shriji Maharaj should not associate with such persons going on wrong path.  Meditation should only be on Maharaj’s Murti but never on any Mukta. 

When Shriji Maharaj left His physical body, Dada Khachar became very sad and tried to jump on the funeral pyre.  Then Gopalanand Swami consoled him and said that Shriji Maharaj is always in satsang.  He has not gone leaving us. He further said, “Go to the place where Maharaj and we used to sit, he will give you darshan.”  Then he went there and got the darshan of Shriji Maharaj.  Then Shriji Maharaj said, “I am immortal- I was in one form and now I have become in four forms and I am visibly always there in satsang.  Therefore do not thing that I have gone (died). Saying so he garlanded Dada Khachar with the garland He had worn and Maharaj said, “Meditate Me in your soul.” The Dada Khachar meditated Maharaj in his soul and he saw Maharaj in his soul in the form of luminescence.  Then he came out of meditation and asked Maharaj, “Oh Maharaj! Which are your four forms about which you had said formerly?  Which form should be meditated on?”  Shriji Maharaj said, “My four forms are – first-the form of Murti, second-the form of saint, third- the form of acharya, forth- form of shikshapatri, vachanamrut, and such scriptures-I have these four forms.  Meditate on my idol form, I am in the form of idol, understand my greatness by grasping the knowledge preached by saints and donate them clothes and food as a service, take diksha-mantra from Acharya and give them food and money as a service, and behave according to My command given in scripture.”  Saying so, Shriji Maharaj became invisible.  Dada Khachar came to Swami and told him the whole story.  Swami said, “If one develops real divine feeling for the idol and has craziness for Murti and forgets every thing, he will get the darshan of Idol as if it were realized. It will talk with him, eat with him and all his wishes will be fulfilled. Therefore developing divine feeling for the idol, one should worship and meditate but should not go on the wrong path in company of modern person. ||54 ||