Gujarati / English

વૈશાખ સુદ-૧૧ને રોજ બપોરે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “કુશળકુંવરબાઈએ શું કર્યું હશે? તે કૃપા કરીને કહો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કુશળકુંવરબાઈએ શ્રીજી મહારાજને પોતાને ઘેર ધરમપુર તેડાવીને રાજ્ય આપવા માંડ્યું અને શ્રીજી મહારાજની મૂર્તિને નખથી શિખા પર્યંત સમગ્ર અંગ નીરખીને અંતરમાં ઉપારી લીધી. અને મૂર્તિ ભૂલી જવાય તેની બીકે કરીને દેહની ક્રિયા જે નાવું-ધોવું, ખાવું-પીવું તેનો ત્યાગ કરીને મૂર્તિ ધારી રાખી. ને પંદર દિવસે દેહ પડી ગયો, પણ મૂર્તિ મૂકી નહિ એવાં હતાં.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “એમને શી રીતે સત્સંગ થયો હતો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ પૂર્વ જન્મમાં સંગ્રામજીત રાજાની બેન રૂડબાઈ હતાં. ત્યાં અલાઉદ્દીન ખૂની દિલ્હીથી આવેલો હતો. તેણે સંગ્રામજીતને મારીને રૂડબાઈને લઈ જવાનું કર્યું, ત્યારે રૂડબાઈએ એને સમજાવ્યો જે, ‘મારે નામના કરવી છે. માટે તમે ફેર આવશો ત્યારે આવીશ.’ તે દિલ્હી ગયો તે પછી રૂડબાઈએ અડાલજની વાવ કરાવીને દેહ મૂક્યો તે ઓળક ગામમાં કુશળકુંવરબાઈ નામે થયાં.

“તેની કરાવેલી વાવે શ્રીજી મહારાજ ચારસો સંતોએ સહિત આવ્યા અને વાવ જોઈને બોલ્યા જે, ‘વાવ સારી છે. આ કરાવનાર હાલ ધરમપુરમાં રાજ્ય કરે છે. તેનું નામ કુશળકુંવરબાઈ છે. તેમણે પોતાના મોક્ષ માટે આ વાવ કરાવી છે તેનો લેખ જુઓ.’ પછી નિષ્કુળાનંદ સ્વામીએ લેખ વાંચ્યો; તે મોક્ષ માટે જ કરાવી છે એવું લખ્યું હતું. પછી મહારાજે આજ્ઞા કરી જે, ‘આ વાવમાં આપણે સર્વે સ્નાન કરીને જળ પીઓ પછી તેનું કલ્યાણ થશે.’ પછી સંતોએ કહ્યું જે, ‘એને કેવી રીતે આપણો નિશ્ચય થશે?’ પછી શ્રીજી મહારાજે કહ્યું જે, ‘પરમચૈતન્યાનંદ સ્વામીને પ્રેરણા થઈ ગઈ છે તે ત્યાં જઈને સત્સંગ કરાવશે.’

“એમ શ્રીજી મહારાજ વાવ ઉપર બોલ્યા તે સમયે જ પરમચૈતન્યાનંદ સ્વામી ગઢડે હતા તેમને ધરમપુર જવાનો સંકલ્પ થયો ને ચાલી નીકળ્યા. તેમના ભેળા તેમના વીસ સાધુ ચાલવા તૈયાર થયા તેમને ના પાડીને એકલા જ એકડમલને વેષે ગયા તે  કપડવંજમાં શિવજીની જગ્યામાં ઊતર્યા. ત્યાં બ્રાહ્મણો આવતા તેમને પરોક્ષપણે શ્રીજી મહારાજનો મહિમા સમજાવી નિશ્ચય કરાવીને ચાલ્યા તે ધરમપુર કુશળકુંવરબાઈની ધર્મશાળામાં ઊતર્યા.

“ત્યાં એ બાઈને એવો નિયમ હતો જે, જે કોઈ ત્યાગી આવે તેને પોતાની ધર્મશાળામાં ઉતારે ને નિત્ય જમાડે અને એમનો મહિમા સમજીને અર્ધ રાત્રે સર્વનાં દર્શન કરીને ચરણસ્પર્શ કરીને પાછાં જાય. તે રાત્રિએ આવ્યા, પણ તેમને સ્વામીએ સ્પર્શ કરવા દીધો નહિ. ત્યારે બાઈ બોલ્યા જે, ‘આ સર્વે મહાત્મા ચરણસ્પર્શ કરવા દે છે અને તમે કેમ ના પાડો છો?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘અમે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ તે એકલા ચલાય પણ નહિ ને અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળીએ; પણ હું એકલો જુદો પડીને આવ્યો છું તેથી મારે તમારી સાથે બોલવું પડ્યું. પણ હવે સાત પ્રકારનું તો બરાબર રાખીશ; તેમાં તો ફેર પડવા નહિ દઉં.’

“પછી તે બાઈને તેમનો ગુણ આવ્યો તેથી મહિમા સમજીને તેમની વાતો સાંભળીને શ્રીજી મહારાજનો મહિમા સમજ્યાં અને શ્રીજી મહારાજને વિષે સર્વોપરીપણાનો નિશ્ચય કરીને આશ્રિત થયાં અને સ્વામીને ગુરુ કર્યા અને રાજ્ય સોંપી દીધું.

“જ્યારે શ્રીજી મહારાજ દંઢાવ દેશમાં ફરીને ગઢડે પધાર્યા ત્યારે સર્વે સંતોએ શ્રીજી મહારાજને કહ્યું કે, ‘પરમચૈતન્યાનંદ સ્વામી તો એકડમલ થઈને જતા રહ્યા છે.’ પછી શ્રીજી મહારાજે કહ્યું જે, ‘એ તો ધરમપુરમાં છે અને અમારી ઈચ્છાથી કુશળકુંવરબાઈને સત્સંગ કરાવવા ગયા છે. તે ત્યાં રાજ્યમાં બંધાઈ ગયા છે તેથી તેડી લાવવા પડશે.’ પછી નિત્યાનંદ સ્વામીને મોકલ્યા, પણ તેમના તેડ્યા આવ્યા નહિ અને બોલ્યા જે, ‘ધણી આવે તો આવું.’

“પછી મુક્તાનંદ સ્વામીને મોકલ્યા તે ગયા. ધરમપુર નજીક આવ્યું ત્યાં તો હાથીએ બેસીને તે બાગમાં હવા ખાવા જતા હતા, તે હાથી ઉપર બેઠે બેઠે મુક્તાનંદ સ્વામીને આવતાં જોઈને માવતને કહ્યું જે, ‘મારા ગુરુ આવે છે તે મને હાથી ઉપર બેઠેલો દેખશે; માટે હાથીને બેસારો.’ પછી હાથી બેસાર્યો ને ઊતરીને સામા જઈને દંડવત કર્યા અને સ્વામીશ્રીને મળ્યા ને સાથેસાથે ધર્મશાળામાં આવ્યા ને રસોઈ કરીને જમાડ્યા. પછી ચરણ દાબતા હતા ત્યાં બાઈ આવ્યાં એટલે મુક્તાનંદ સ્વામી તો ઊઠીને છેટે જાતા રહ્યા. ત્યારે બાઈ બોલ્યા જે, ‘એ કોણ છે?’ ત્યારે પરમચૈતન્યાનંદ સ્વામી બોલ્યા જે, ‘એ મારા ગુરુ છે ને મને તેડવા આવ્યા છે; માટે મારે જવું પડશે.’ ત્યારે બાઈ દિલગીર થઈને બોલ્યા જે, ‘શ્રીજી મહારાજને અહીં લાવવાનું વચન આપો તો જવા દઉં.’ પછી તે વાત મુક્તાનંદ સ્વામીને કહી ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘એને કહો જે તમે કાગળ લખજો અને અમે પ્રાર્થના કરીશું.’

“પછી બંને સ્વામીઓ ગઢડે આવ્યા અને શ્રીજી મહારાજને કાગળ લખીને બાઈએ તેડાવ્યા હતા ને ત્યાં મહારાજ પધાર્યા હતા.”           

II ૫૬ II

On the noon of Vaishakh Sud 11th, Swami Ishwarcharandasji asked, “What has Kushalkuvarbai done? Please tell me.” Bapashri replied, “Kushalkuverbai called Shriji Maharaj at her house at Dharampur.  She wished to give her kingdom to Him.  She saw Murti of Shriji Maharaj with piercing eyes from top to bottom and she imbibed that Murti in her heart. Bcause of fear that she might forget Murti, she gave up all activities of body like bathing, ding, drinking, washing, etc. and meditated on Murti.  After fifteen days she left her body but did not give up Murti-such was her devotion.” 

Then once again Swami asked, “How did she come in satsang?”  Bapashri replied, “In her previous birth she was king Sangramjit’s sister Rudbai. There Alaudin the murderer came from Delhi.  He killed Sangramjit and he wanted to abduct Rudbai.  Rudbai pleaded him and said that she wanted to make a memorial and would go with him next time.  He went to Delhi and Rudbai left her body after getting Adalaj wav (a large well with steps) done.  That Rudbai became Kushalkuverbai in Olak village.  Shriji Maharaj along with four hundred saints came to this wav of Rudbai and expressed the opinion that the wav was good.”  At present constructor of this wav is ruler of Dharampur and her name is Kushalkuvarbai.  She had got it constructed for her salvation, see this inscription.  Then Nishkulanand Swami read the inscription.  It stated that the wav has been constructed for her salvation.  Then Maharaj ordered, “Let us all bathe in this wav and drink water from it. Then she will be liberated.”  Then saints asked, “How will she come to know about us and our determination?”  Then Shriji Maharaj said, “Paramchaitnyanand Swami is inspired and he would go there and will draw her in satsang.” As soon as Shriji Maharaj said this at wav, Paramchaitanyanand Swami who was at Gadhada decided to go to Dharampur and started his journey.  Twenty saints wanted to go with him but they were not permitted and he alone went in the disguise of ekadmal.  He landed at the place of Shivji in Kapadvanj.  There Brahmins used to come.  Swami explains to them the greatness of Shriji Maharaj, indirectly and after making them firm he went on.  At Dharampur he stayed in Kushalkuvarbai’s inn.  It was the practice of Kushalkuvarbai that any renunciate come there she would accommodate him in the inn and fed him daily and understanding his greatness she would come for his darshan at midnight and after touching his feet would go back.  That night she came there but Swami did not allow her to touch him. She said why are you refusing to touch when all other saints allow me to touch their feet. Swami said that he is the saint of Lord Swaminarayan and according to the rules of our fold, we can not go alone and have to observe celibacy of eight kinds but I have come alone separating from other so I have to talk with you but now I will observe thoroughly seven kinds out of eight kinds of celibacy and will not allow to differ.  Thereafter that lady imbibed his virtue and understood greatness of Shriji Maharaj after hearing him. She determined that Shriji Maharaj is supreme and became devotee and accepted Swami as Guru and handed over the kingdom.  When Shriji Maharaj came to Gadhada from Dandhav region, all saints told to Shriji Maharaj that Paramchaityanand Swami had left alone.  Then Shriji Maharaj said, “He is in Dharampur and by my wish he has gone there to draw Kushalkuverbai in satsang.   He has been fascinated by the kingdom.  He will have to be brought back.”  Then Swami Nityanand was sent to bring him back but he did not come with him and said that if the master comes, he would come.  Then Muktanand swami was sent.  When Dharampur was near, Swami was going to the garden for a stroll seated on the elephant he saw Muktanand Swami coming so he told mahavat (controller of the elephant) that his Guru was coming and he should not see me sitting on the elephant so let the elephant sit on the ground.  The mahavat did so and Swami climbed down the elephant and prostrated before his guru and met him. Then both of them came together to the inn and swami cooked a food & fed his guru. Then he was massaging his guru’s legs In the meanwhile Kushalkuvarbai came therefore Muktanand Swami got up and went to a distant. She asked Swami, “Who is he?” Then Param Chaitanyanand Swami said, “He is my guru and has come to fetch me, so I will have to go.” Then the lady became sad and said that she would allow him to go provided he promised to bring Shriji Maharaj there. Then he told the whole things to Muktanand Swami. Swami replied, “Tell her to write a letter and we would pray Him.” Then both the Swamis came to Gadhada. The lady wrote a letter to Shriji Maharaj inviting Him and Maharaj went there. || 56 ||