Gujarati / English

વૈશાખ સુદ-૧૧ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા ત્યાં નાહીને માનસી પૂજા કરીને બાવળ નીચે સભા થઈ.

        પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “પર્વતભાઈએ શું કર્યું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પર્વતભાઈ પોતાનો દીકરો કંઠપ્રાણ હતો તેને મૂકીને શ્રીજી મહારાજનાં દર્શન કરવા ચાલ્યા તે ગામને સીમાડે પહોંચ્યા એટલાંમા દીકરો મરી ગયો. તેથી મનુષ્ય તેડવા ગયું તોપણ પાછા વળ્યા નહિ ને ગઢડે ગયા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘દીકરો મરી ગયો અને પાછા કેમ વળ્યા નહિ?’ ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, ‘એમાં શું? એ તો છાણમાં જીવડાં પડે ને મરી જાય એવું છે.’ ત્યાં સાત દિવસ સુધી જમ્યા નહિ અને પાણી પણ પીધું નહિ. તેમને શ્રીજી મહારાજે કહ્યું જે, ‘તમે ક્યાં જમો છો?’ ત્યારે બોલ્યા જે, ‘આપનાં દર્શન કરું છુ તેમાં બધું આવી જાય છે.’

“અને જે દાણા પાકે તે બધા શ્રીજી મહારાજને સદાવ્રતમાં આપી દેતા. તેમને શ્રીજી મહારાજે કહ્યું જે, ‘થોડાક દાણા છોકરાંને ખાવા સારુ રાખતા હો તો સારું.’ ત્યારે તે કહે જે, ‘કણબીનાં છોકરાં તો કૂકડાનાં બચ્ચાં જેવા હોય. જેમ કૂકડાનાં બચ્ચાં ઉકરડામાંથી દાણા ખોતરી ખાય તેમ તે પૃથ્વીમાંથી પેદા કરી ખાય, માટે એવી ચિંતા શું કરવા રાખવી પડે?’

“શ્રીજી મહારાજે સંતોને ખટરસનાં વર્તમાન આપ્યાં ત્યારે પર્વતભાઈ તથા તેમના ઘરનાં સર્વ માણસોએ પણ ખટરસનાં વર્તમાન રાખ્યાં; એવો મહિમા સંતનો જાણતા. ઈત્યાદિક ઘણીક વાતો છે તે લખે પાર આવે તેમ નથી. પર્વતભાઈ તો બહુ સમર્થ હતા. શ્રીજી મહારાજે પણ એમને ઘેર બહુ લીલાઓ કરીને ઘણાંક સુખ આપ્યાં છે.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “પર્વતભાઈમાં શી સામર્થી હતી? અને શ્રીજી મહારાજે એમને ઘેર શી શી લીલાઓ કરી હતી? તે કહો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજ સર્વે સંતોને તથા કાઠીઓને લઈને ગઢડેથી ચાલ્યા તે ફરતાં ફરતાં અગત્રાઈ આવ્યા. ત્યાં તાપ ગાળવા એક ઝાડ તળે ઊતર્યા. ત્યાં હરિજનોએ ખાટલો લાવીને પાથર્યો તે ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન થયા અને સંતો તથા હરિજનો ખેતરમાં મોદ પાથર્યા વિના એમને એમ બેસી ગયા.

“તે વખતે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘મારો વ્હાલીડો કેમ ન આવ્યો?’ એમ બે-ચારવાર બોલ્યા. એટલામાં પર્વતભાઈ કપાસની સાંઠીઓ ખોદીને આવ્યા ને ખભેથી કોદાળી નાખી દઈને દંડવત કરવા મંડયા ત્યારે શ્રીજી મહારાજ ઊભા થઈને બોલ્યા જે, ‘મારો વ્હાલીડો આવ્યો’ એમ બે-ચાર ફેરા બોલીને મળ્યા અને પોતાની પાસે મશરૂની ગાદી નાખીને તેમને બેસાર્યા. ત્યારે સર્વે સંત-હરિજનોને સંશય થયો જે, ‘આપણે સર્વે પૃથ્વી ઉપર બેઠા છીએ અને આ કણબીને શ્રીજી મહારાજે ગાદી ઉપર બેસાર્યા તે ઠીક ન કર્યું.’

“પછી સાંજ વખતે ત્યાંથી ચાલ્યા તે બીજે ગામ ગયા. પછી ફરતાં ફરતાં જ્યારે પાછા આવ્યા ત્યારે પણ એ ઠેકાણે આવ્યા ને બપોર થયા એટલે ત્યાં જ ઊતર્યા.

“એવામાં પર્વતભાઈ આવ્યા. તેમની કેડે કરોડો વિમાન આવ્યાં તે જોઈને શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘પર્વતભાઈ! આ લશ્કર ક્યાં ફેરવો છો?’ ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, ‘એ તો માગણ છે.’ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘એ ક્યાંથી આવેલાં છે?’ ત્યારે પર્વતભાઈએ કહ્યું જે, ‘જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ સર્વે નિત્ય મારી કેડે ફરે છે ને આત્યંતિક કલ્યાણ માગે છે. તેમને આપના ધામમાં મોકલું છું.’ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘આમને ધામમાં મોકલો તેને અમે જોઈએ.’ પછી પર્વતભાઈ એમના સામું જોઈને બોલ્યા જે, ‘જાઓ અક્ષરધામમાં.’ એટલે બધાં વિમાન જતાં રહ્યાં. તે જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા ને સંશય ટળી ગયા.

“એક સમયે શ્રીજી મહારાજનાં દર્શન કરવા પર્વતભાઈ ગઢડે ગયા ને પોતાના ખેતરમાં ઘઉં પાકેલા હતા તે એક મુસલમાનને સોંપી ગયા. તે મુસલમાને રાત્રે ઘઉં કાપવા માંડ્યા. તેને પર્વતભાઈએ સોટીઓ મારી તે દાતરડું અને ઘઉં મૂકીને જતો રહ્યો. જ્યારે પર્વતભાઈ દર્શન કરીને આવ્યા ત્યારે એ મિયાંને કહ્યું જે, ‘અમે તને સોટીઓ મારી હતી.’ ત્યારે તે સિપાઈએ કહ્યું જે, ‘તમો તો સાક્ષાત્ ખુદા છો.’ ઈત્યાદિ ઘણી વાતો છે.      

“હવે શ્રીજી મહારાજે એમને ઘેર લીલા કરી તેમાંથી કિંચિત્ કહીએ છીએ. પર્વતભાઈએ પોતાના દીકરા મેઘજીભાઈનો વિવાહ કર્યો. તેમના દેશમાં ગાવા આવે તેમને ખારેકો દેવી પડે તે પણ પોતાને મળે નહિ; એવો દુર્બળ વ્યવહાર હતો. તેમનાં પત્ની કેસરબાઈએ કહ્યું જે, ‘ખારેકો નથી તેથી કોઈ ગાવા આવતું નથી.’ ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, ‘જો શ્રીજી મહારાજ આપણે ઘેર પધારે તો ઘણાક લોકો ગાવા આવે. માટે તમારાં કલ્લાં મને આપો.’ પછી તેમણે આપ્યાં. તે કલ્લાં ને એક બળદ વેચીને તેનું સીધું લઈને ઓરડામાં ભરીને પછી ગઢડે આવીને શ્રીજી મહારાજને તથા સંતોને તથા સર્વે હરિજનોને બાઈ-ભાઈને અગત્રાઈ તેડી લાવ્યા. ને શ્રીજી મહારાજને ઢોલિયો પાથરી આપ્યો.

“તે ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન થયા અને પર્વતભાઈ પણ શ્રીજી મહારાજના ઢોલિયા પાસે બેસી ગયા, પણ કોઈની સંભાવના રાખી નહિ. ત્યારે કાઠીઓએ શ્રીજી મહારાજને કહ્યું જે, ‘તમે તો પર્વતભાઈને બહુ વખાણતા, પણ હજી સુધી અમારી ખબર તો લેતા નથી.’ ત્યારે શ્રીજી મહારાજે પર્વતભાઈને કહ્યું જે, ‘કેમ આ સર્વેની ખબર લેતા નથી?’ ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, ‘મહારાજ! હું તો ગુમાસ્તો છું અને ધણી તો આપ છો. માટે એમને ખાવું હોય તો ખાય ને મને પણ આપશે તો હું પણ ખાઈશ.’

“પછી શ્રીજી મહારાજે સર્વે સંતો તથા હરિજનોને કહ્યું જે, ‘તમો સર્વે જે સીધું હોય તે બધું વાપરી નાખો ને ખડ-જોગાણ હોય તે બધું ઘોડાને ખવરાવી દો ને બગાડ ઘણો કરો એટલે પર્વતભાઈ ધણી થશે.’ પછી એમ કર્યું, પણ પર્વતભાઈ તો ઊલટા રાજી થયા.

“પછી કંસાર-ખીચડીની રસોઈ સંતો પાસે કરાવીને શ્રીજી મહારાજે અખંડ ધારે ઘી પીરસવા માંડ્યું. તે જોઈ પર્વતભાઈ બહુ રાજી થયા અને બોલ્યા જે, ‘મને ન્યાલ કર્યો.’ માટે ‘ન્યાલકરણ બાપો’ એમ શ્રીજી મહારાજનું નામ પાડયું, પણ ‘ઘી બગાડયું’ એવો સંશય થયો નહિ. તે જોઈને કાઠી તથા સર્વે સંતો આશ્ચર્ય પામ્યા ને બોલ્યા જે, ‘પર્વતભાઈના જેવી આપણી સમજણ થઈ નથી.’

“પછી સર્વે જમી રહ્યા ને સર્વે સીધાનાં વાસણ ઊંધાં વાળી મૂક્યાં, તે બધાં સવારે જ્યારે જુએ ત્યારે સવળાં દેખ્યાં અને ઘી-ગોળ આદિક સર્વે સામાન ભરેલો જોઈને આશ્ચર્ય પામ્યાં. એવી રીતે નિત્ય ખાલી કરે ને નિત્ય ભરાઈ જાય એમ સોળ દિવસ સુધી જમ્યા.

“શ્રીજી મહારાજને રાજી કરવા સારુ લોકો ગાવા પણ બહુ આવતા. અને મેઘજીભાઈનો વરઘોડો ચઢયો તે સમયે રોઝો ઘોડો શણગાર્યો ને શ્રીજી મહારાજે પોતાનાં વસ્ત્ર મેઘજીભાઈને પહેરાવ્યાં ને કહ્યું જે, ‘ઘોડે બેસો.’ ત્યારે મેઘજીભાઈ બોલ્યા જે, ‘હું નહિ બેસું; કાકો બેસે.’ પછી શ્રીજી મહારાજ ઘોડે બેઠા. પછી વરઘોડો ચાલ્યો ને પાર્ષદો તથા કાઠીઓ બંદૂકોના અવાજ કરવા લાગ્યા ને આગળ વાજાં વાગવા લાગ્યાં અને સ્ત્રીઓ મંગળ ગાવા લાગી. પછી ચાલતાં ચાલતાં જ્યાં સાધુના ઉતારા નજીક આવ્યા ત્યારે ભૂમાનંદ સ્વામીએ વંડી ઉપર ડોકાઈને જોયું ત્યાં શ્રીજી મહારાજને દેખ્યા. તેમણે બધા સંતોને બોલાવ્યા તે સર્વે સંત આવ્યા ને શ્રીજી મહારાજની આગળ થઈ ગયા. શ્રી ભૂમાનંદ સ્વામીએ ‘સર્વે સખી જીવન જોવાને ચાલો રે’ એ કીર્તન ઝીલાવવા માંડ્યું ને વરઘોડો ફેરવીને વેવાઈને માંડવે ગયા ને ત્યાં માંયરું થયું.

“ત્યારે શ્રીજી મહારાજે મેઘજીભાઈને કહ્યું જે, ‘માંયરામાં બેસો.’ ત્યારે મેઘજીભાઈ બોલ્યા જે, ‘કાકો બેસે.’ પછી શ્રીજી મહારાજ મેઘજીભાઈને સાથે લઈને માંયરામાં બેઠા અને ગોરે મેઘજીભાઈને  કહ્યું જે, ‘લાંબો હાથ કરો’, ત્યારે કહ્યું જે, ‘કાકો લાંબો હાથ કરે’; એટલે શ્રીજી મહારાજે કન્યાનો હાથ ઝાલ્યો. તે વખતે શ્રી ભૂમાનંદ સ્વામી બોલ્યા જે, ‘હથેવાળો હરિ સંઘાથે કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સફળ કરી લીધો રે’. પછી ફેરા પણ શ્રીજી મહારાજ ફર્યા અને કંસાર પણ શ્રીજી મહારાજ જમ્યા.

“પછી વર-કન્યાને પર્વતભાઈને ઘેર વળાવવા માંડયાં ત્યારે પણ ગાડીમાં બેઠા ને વાજતે-ગાજતે પર્વતભાઈને ઘેર પધાર્યા. ત્યાં કેસરબાઈએ પોંખવા માંડ્યા ત્યારે મેઘજીભાઈ બોલ્યા જે, ‘કાકાને પોંખો’; એટલે શ્રીજી મહારાજને પોંખ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘અમારી આંખમાં દારૂનું કણું પડ્યું છે તે કોઈ કાઢે એવું છે?’ પછી મેઘજીભાઈની પત્નીએ તે કણું જીભે કરીને કાઢ્યું. તેને શ્રીજી મહારાજે વર દીધો જે, ‘અમો તમને આ જન્મે જ અક્ષરધામમાં લઈ જઈને અખંડ અમારી સેવામાં રાખશું.’

“એવી લીલાઓ કરીને સુખ આપ્યાં છે તેનો લખે પાર તેમ નથી.”  II ૫૭ II

On the evening of Vaishakh Sud 11th , Bapashri and all saints and devotee went, to kakarwadi to bathe. After taking bath performed mental worship & meeting was held under the babul tree.      

Swami Ishwarcharandasji asked, “What has Parvatbhai done?”  Bapashri replied, “when Parvatbhi’s son was on the verge of death, he went for Maharaj’s darshan leaving his son. By the time he reached the boundary of village his son died. Messenger went to call him but he did not turn back and went to Gadhada.” Shriji Maharaj told him, “Why did you not go back though your son expired?” Parvatbhai replied, “So what?  It is just like there are worms in cow dung and they die.” There he did not eat or drink water for seven days. Shriji Maharaj asked him, “Where do you take your meal?”   He said, “I get everything in your darshan.”  He used to donate all his crops to Shriji Maharaj .Shriji Maharaj told him that it will better if you keep some quantity to feed your children. He replied, “Children of kanbi are like the chickens.” Just as chickens swallow grains dug from refuge similarly they grow and eat.  Why should I worry for such matter?” Shriji Maharaj gave the vow of six tastes to saints. Then Parvatbhai & all the member of his family took the same vow of six tastes.  He had such knowledge of greatness of saints. There are many such talks and there is no end to it.  Parvatbhai was very powerful person. Shriji Maharaj performed many lilas at his house and gave him much happiness. 

Then again Swami asked. “What ability did Parvatbhai possess? What lilas did Shriji Maharaj perform at his place? Please tell me.”  Bapashri said, “Shriji Maharaj started from Gadhada taking with him all saints and kathis and from going place to place He came to Agatrai.  There He sat under a tree to get shelter from heat. There devotee brought a cot for Him and Shriji Maharaj sat on it and saints and devotees sat on the bare ground in the field.  At that time Shriji Maharaj four times repeated, “Why has my dear not come?”  In the meanwhile Parvatbhai came there after digging sticks of cotton plant and after dropping the spade from his shoulder prostrated before Shriji Maharaj.  Then Shriji Maharaj got up and repeated three to four times, “My dear has come” and met him.  Maharaj made him sit on His mattress of mashroo (kind of silk and cotton cloth). Then all saints and devotees doubted. They thought they were all sitting on ground whereas Shriji Maharaj gave that kanbi his mattress and made him sit on it – it was not well done.  In the evening they started and went to the next village. Thereafter they returned to the same place since it was noon they all stayed there.  In the meanwhile Parvatbhai came and behind him there were innumerable planes. On seeing this Shriji Maharaj said, “Parvatbhai, where are you taking this army?”  Parrvatbhai replied, “They are beggars.”  Shriji Maharaj asked him, “From where have they come?”  Then Parvatbhai replied, “Jivkoti, Ishwarkoti, Brahmkoti, Aksharkoti, they all are always chasing me and want ultimate salvation, so I am sending them to your abode.”  Shriji Maharaj told him to send them to His abode and He would see it.  Then Parvatbhai looked at them and asked them to go to Akshardham. So all the planes went away. On seeing this all were surprised and their doubts were cleared. 

Once Parvatbhai went to Gadhada for the darshan of Shriji Maharaj the crop of wheat in his field was ripe.  He handed over the responsibility of the crop to a muslim.  The muslim started cutting the crop at night Parvatbhai caned him.  He left the field leaving behind the sickle and wheat.  When Parvatbhai came back from darshan, he told to muslim, “I had caned you.”  Then that muslim said, “You are real Khuda (Lord).”  There are many such talks.

Now I am going to tell you in brief Shriji Maharaj’s lila performed at his house. Parvatbhai got his son Meghjibhai betrothed.  According to the custom of region he had to give dry dates to those who come to sing songs of engagement ceremony, but he was so poor that he could not afford it.  His wife Kesharbai told him, “Since there are no dry dates no body comes for singing.”   Parvatbhai told her, “If Shriji Maharaj graces our house, many will come to sing.  Therefore give me your silver ornament.”  She gave it.  Parvatbhai sold the silver ornament and one ox. From that money he bought ration and stored it in the room.  Then he went to Gadhada and brought Shriji Maharaj, saints, all devotees including ladies with him to Agatrai.  He spread a cot for Shriji Maharaj.  Shriji Maharaj sat on that cot and Parvatbhai also sat near the cot. But he did not take any care of them.  Then kathis told to Shriji Maharaj, “You were praising Parvatbhai much but so far he has not cared for us.”  Then Shriji Maharaj asked Parvatbhai, “Why do not welcome all?”  Parvatbhai replied, “Maharaj! I am your servant and you are the master therefore if they want to dine let them and if they give me I will also dine.”  Then Shriji Maharaj told all saints and devotees, “ Use all the ration and feed grass, grams, every thing to horses and make much waste so Parvatbhai will show his ownership.”  Then they did as they were told but Parvatbhai, on the contrary became happy.  Then Shriji Maharaj got saints to cook kansar-khichdi (sweet item and hotchpotch) and He served this meal pouring ghee constantly in it. On seeing this Parvatbhai was very much pleased, and said that Shriji Maharaj had made him accomplished and gave a name, “Nyalkaranbapo” (one who makes our desires fulfilled) to Shriji Maharaj.  But he did not feel sorry for the wastage of ghee.  Seeing this Kathis and all saints were astonished and said that they did not have understanding like Parvatbhai.  After finishing the meal all vessels of ration were put up side down and in the morning they all saw that they were filled with ghee, jaggery, etc.  They were very much surprised. In this way they used to empty the ration every day and again they became full with ration.  Thus they dined for sixteen days.  Many people also came to sing to please Shriji Maharaj.  When Meghjibhai’s marriage procession started rozo horse was decorated and Shriji Maharaj gave His clothes to Meghjibhai and told him to mount the horse.  Then Meghjibhai said he would not mount the horse let uncle sit.  Then Shriji Maharaj mounted the horse.  Then the marriage procession started, Parshad and Kathis saluted with guns and band party were in the front –ladies were singing auspicious marriage songs.  On the way they came near the place for saint, Bhumanand Swami peeped from above the wall he saw Shriji Maharaj. He called all saints and they came ahead of Shriji Maharaj.  Bhumanand Swami sang devotional song “sarve sakhi jivan jova ne chalo re” (friends let us go to see God) and all sang in chorus.  The marriage procession went to bridegroom’s in-laws pandal.  The marriage ceremony began. Shriji Maharaj told Meghjibhai to sit in mayara (place where bridegroom and bride sit for ceremony).  Meghjibhai said let uncle (Shriji Maharaj) sit then Shriji Maharaj and Meghjibhai sat in mayara.  Brahmin (the priest) asked Meghjibhai to extend his hand.  Then he said let uncle extend His hand. So Shriji Maharaj took the hand of the bride.  At that Bhumanand Swami sang, ‘Hathevalo Hari shangathe me kidho re, Bhumanand kahe janma shafal kari lidho re.’ (God has accepted the hand of the bride. The bride has made her birth successful). Then Shriji Maharaj went round the holy fire with the bride and kansar (bride and bridegroom putting sweet in each other mouth) was also taken by Shriji Maharaj.  Then bride and bridegroom were given send off and the procession started for Parvatbhai’s house.  Maharaj set in the buggy (horse cart) and procession came to Parvatbhai’s house with band party and with the singing of auspicious songs by women of the marriage party.  There Kesarbai started performing the customary ceremony (pokhva).  Here also Meghjibhai requested to Kesarbai to perform for Shriji Maharaj.  So the ceremony was performed for Shriji Maharaj.  Then Shriji Maharaj said, “Who will remove the particle of cracker from my eye?”  Wife of Meghjibhai removed it with a tongue. Shriji Maharaj blessed her with the promise that she would be taken to Akshardham in this birth and will keep her in His constant service. He has given happiness by performing such lilas. There is no end to it. || 57 ||