Gujarati / English

વૈશાખ વદિ-૫ની રાત્રે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, “અમને કંકોત્રી લખી તેડાવ્યા છે તે શરપાવ આપો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટા જેવું જમે છે તેવું પોતાના જોગવાળાને જમાડે છે; માટે જીવને ખપ અને ત્વરા કરવી જોઈએ. અને મોટા આગળ છેડો ધરવો જોઈએ, અને ગરજવાન થવું જોઈએ, અને પાત્ર થઈને વિશ્વાસ કરવો; તો મોટા પોતાના જેવા કરે છે.

“આજ સત્સંગમાં કાર્ય અને કારણ બેય છે. તે કાર્ય નવા આદરવાળાને અર્થે છે, કેમ જે એને સમાસ કરે છે. ને એકાંતિકને તો કારણ જે મુક્ત તેને જોગે કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો એ કામનું છે.

“જાણે-અજાણે મહારાજનો કે મુક્તનો જોગ થઈ જાય તો કામ થઈ જાય. જેમ અધર્મે કરીને આવરદા ઓછી થાય છે તેમ મોટાને જોગે કરીને પણ આવરદા ઓછી થાય છે. જેમ વિદ્યા ભણવા માંડે તે ભણી રહે એટલે પગાર ચાલતો થાય, તેમ મોટાને જોગે બ્રહ્મવિદ્યા ભણાય છે. તે જો ખબરદાર થઈને મોટાનાં વચન અધ્ધરથી ઝીલે અને તે પ્રમાણે વર્તવા માંડે તો મુક્તદ્શા વહેલી પ્રાપ્ત થાય ત્યારે મોટા તેને મહાપ્રભુજીના સુખમાં મૂકી દે છે. જેમ કાણોતરના બાપુભાઈ તથા લુણાવાડાના કાશીરામભાઈ મોટાને જોગે કરીને મુક્ત થઈ ગયા તો આ લોકમાંથી તુરત મહારાજના સુખમાં મોટાએ મૂકી દીધા તેમ આવરદા ઓછી થાય છે. અને એવા મુક્તને બીજા જીવોના ઉદ્ધારને અર્થે આયુષ્ય વિના પણ રાખવા હોય તો રાખે પણ ખરા. અને સત્સંગમાં અધર્મી હોય તેની આયુષ્ય હોય તોપણ ઓછી કરે છે.

“શ્રીજી મહારાજ આ મુક્તમાં રહીને બોલે છે, જમે છે, જુએ છે, સર્વે ક્રિયા મહારાજ પોતે કરે છે અને મુક્ત સદાય મૂર્તિના સુખમાં જ રહે છે, પણ સુખ વિના બીજું જોતા નથી. માટે જોગ કરનારને એમ જાણવું જે, ‘આજ શ્રીજી મહારાજ મુક્ત દ્વારે સત્સંગમાં સુખ આપે છે, ને મુક્ત દ્વારે પોતે ઉપદેશ કરે છે.’ એમ સર્વે વચન શ્રી હરિજીનાં જાણીને વિશ્વાસે સહિત ગ્રહણ કરવાં. તેમાં પણ શાસ્ત્રમાં મહિમા કહ્યો હોય તે કરતાં વધારે મહિમા મોટા કહેતા હોય તે વચન સત્ય માનવાં, પણ શાસ્ત્રની સાખ્ય લેવા જેવું નહિ. કદાપિ કોઈકનાં વચન વર્તમાન લોપાવે એવાં હોય તો તેને વિષયી ને દંભી જાણીને તેનો ત્યાગ કરી દેવો. જો એવાનો ત્યાગ ન કરે તો જીવનું ભૂંડું થાય. માટે એવાનો ત્યાગ કરવો.

“અને મુક્ત તો સદા સ્વતંત્ર હોય અને શ્રીજી મહારાજનાં વચન યથાર્થ પાળતા હોય અને સંગ કરનારને યથાર્થ વચન પળાવતા હોય. એવા મુક્ત શ્રીજી મહારાજનો ને મુક્તનો મહિમા દયા કરીને કહે તે સર્વે સત્ય માનવો. અને આપણું નક્કી પૂરું કરાવી દેશે, એવો વિશ્વાસ રાખવો; કેમ કે પોતે શ્રીજી મહારાજ આ મુક્ત દ્વારે બોલે છે. એવો ભાવ આ મુક્તને વિષે રાખીને મન બાંધવું એ જ ભેગા થયાનું ફળ છે. અને તો જ મોટી વસ્તુ જે મહાપ્રભુજીનો સાક્ષાત્કાર ને તેમનું સુખ મળશે. આજ મહારાજનું સુખ મુક્ત દ્વારે મળે છે તે મોટા એક મિનિટ્માં આપી દે; જો પૂરો વિશ્વાસ હોય તો. એવો આ મોટાનો પ્રતાપ છે! માટે આ સંગ જ્યાં સુધી બેઠા છીએ ત્યાં સુધી કરી લેવો. અને અદૃશ્ય થઈશું ત્યારે સર્વસ્વ જતું રહેશે અને હાથ ઘસવા પડશે.

“અનાદિ મહામુક્તરાજ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અદૃશ્ય થયા ત્યારે અમને ત્રણ દિવસ સુધી ઘણું દુ:ખ થયું. મુક્ત સદાય પ્રત્યક્ષ રહે છે, આવતાં-જતાં નથી; પણ મનુષ્યદેહે કરીને પ્રત્યક્ષ છે તો બોલે છે, હસે છે, જમે છે, સેવા અંગીકાર કરે છે, વાતો કરીને સુખ આપે છે, દર્શન કરો છો. તે આ દેહ અદૃશ્ય થઈ જાય ત્યારે એ બધું સુખ જતું રહે. માટે મુદ્દો હાથ આવ્યો છે તે વંજાવવો (ખોવો) નહિ.

“આપણો પૂર્વનો ભેળો સંસ્કાર છે. તો જ આ અમૂલ્ય વાતો તમને મળી છે. આ વાતો બહુ મૂલ્યવાળી છે. તે સમજવી બહુ કઠણ છે. મોટાનો સિદ્ધાંત સમજવો એટલે મહાપ્રભુજીનો મહિમા સમજવો. આ મુક્તને દર્શને મોટા મોટા અવતારાદિક આવે છે. આ વાતો જીવમાં ઘાલવાની છે. આ વાતો ધારે તેને મૂર્તિનું સુખ મળે. આ વાતો અંતરમાં ઉતારજો તો અમારો દાખડો સફળ થશે અને તમારું પૂર્ણકામ થશે. અમારાથી જેટ્લું બનશે તેટ્લું બનાવશું. સર્વેનું પૂરું કરીશું. સર્વેને સરખું સુખ આપીશું. જેમ કાચી કેરી હોય તેને કુંવળમાં ઘાલીને બાફીને પકવે છે તેમ કોઈક કાચા હશે તો તેનું અમો પૂરું કરીશું. માટે ઉપરથી માગવું નહિ; સાચે ભાવે માગવું.

“મોટા તો સર્વેને સરખું જમાડશે, પણ જેમ શાહુકારનાં છોકરાં ખાંડ, સાકર, ઘી વગેરે ઘણું ખાય તો ફેરો થઈ જાય; તેમ આ વાતો સાચી નહિ માને તેને ફેરો થઈ જશે એટલે કે કામ નહિ આવે. ને વિશ્વાસ રાખશો  તો અમારા ભેળા લઈ જઈશું ને સુખિયા કરીશું. વિષયી ને પામરને પણ આ ફેરે લઈ જવા છે, તો મુમુક્ષને  લઈ જવા એમાં શું કહેવું? જેવો પર્વતભાઈએ દેહ મૂકતી વખતે યજ્ઞ કર્યો હતો એવો આ યજ્ઞ છે. આ વખતે જેણે જેણે વાતો સાંભળી તે સર્વેને ઠેઠ મૂર્તિમાં પહોચાડશું.

“આ વાતો જીવમાં રાખે તેની દૃષ્ટિમાં માયા રહેતી નથી ને દીવાનું થઈ જવાય છે. જેના બેલી મહારાજ અને મુક્ત છે તેને શું બાકી રહે છે? કાંઈ બાકી રહેતું નથી. જ્યારે સુખ મળશે ત્યારે અહો! અહો! થઈ જશે. સાક્ષાત્ પુરુષોત્તમનાં ને મુક્તનાં દર્શનનું સુખ ને સેવાનું સુખ  તે તો અલૌકિક છે! તે કેવું? તો જપ, તપ, વ્રત, દાન, પૂજા, યોગ, સાંખ્ય, યજ્ઞાદિક અનંત સાધનનાં લવ સુખની તુલ્ય અનંત કોટિ બ્રહ્માંડનું સુખ નથી આવતું; અને પ્રત્યક્ષ મુક્તના લવ સુખની તુલ્ય એ સાધનનું સુખ નથી આવતું. તો આ તો સાક્ષાત્ પુરુષોત્તમતુલ્ય એવા અનાદિમુક્ત તે તમને મળ્યા છે અને તમને સર્વેને પોતાના કરી રાખ્યા છે અને તમો પણ અમારા થઈને રાત્રિ-દિવસ અમારાં વચનમાં તત્પર થઈને મંડ્યા છો તો તમારાં ભાગ્યનો ને સુખનો તો પાર જ નથી. એવો લાભ આજ તમને મળ્યો છે.”

“જેમ અહીં તમો અમારું માનો છો તેમ મહારાજ પણ અમારું માને છે તે અમોએ જ્યારે હા પાડી ત્યારે કાશીરામભાઈને તેડી ગયા, અને શ્રી ધ્રુવાનંદ સ્વામીને પણ અમે મહારાજ પાસે બે દિવસ રખાવ્યા હતા. માટે મહારાજનું જેટલું સુખ છે તે તમને સર્વેને અપાવશું. આ સુખ જ્ઞાને કરીને ઓળખાય તો જગત લૂખું થઈ જાય. જ્યારે એ સુખ પ્રગટ મળે ત્યારે તો એ મૂર્તિના સુખ વિના બીજું સર્વે વીસરી જાય. આ તમને સર્વે નાના-મોટાને તથા હેત-વિશ્વાસ-રુચિવાળાને શરપાવ આપું છું. ખરેખરી વાત છે, પણ ‘ભલા ભલાઈ ન મેલે ને ભૂંડા ભૂંડાઈ ન મેલે’  એવા જીવના સ્વભાવ છે એટલે અણવિશ્વાસ આવે છે. પણ અમારે તો સર્વેનું સારું કરવું છે; માટે તર્ક ન કરશો. જો અમે ખોટું કહેતા હશું તો અમને પાપ લાગશે ને તમો વિશ્વાસ રાખશો તો જેટલું ઈચ્છશો તેટલું મળશે. જેને પાકો વિશ્વાસ ને આત્મબુદ્ધિ છે તેને તો જેટલું છે તેટલું બધુંય આપશું. સર્વે સંત દયા કરજો એટલે કે આ વાતો સાચી માનજો.

“શાસ્ત્રમાં તો એક શબ્દ હોય તેના મોટા લાખ શબ્દ કરી આપે; કેમ જે મોટા તો દેખે છે તે નજરે દેખીને કહે છે. અને મુમુક્ષુને તો એ શબ્દનો અર્થ પણ આવડે નહિ, તો બીજા શબ્દ શી રીતે જડે? માટે શાસ્ત્ર સામું જોશો નહિ ને વાતમાં ચિત્ત રાખીને જીવમાં ઉતારજો. મહારાજે કહ્યું છે જે, ‘આ સભા જેવી બીજી સભા કોઈ ધામમાં નથી.’ આ પુરુષોત્તમ ભગવાનની સભા છે અને આ મુક્ત તો પુરુષોત્તમ ભગવાન આગળ હજૂરી છે, માટે તર્ક કરશો તો પૂર્વનું હશે તે પણ જતું રહેશે.

“લોયાના ૧૮મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘આ વાતે કરીને પ્રથમનું જે અંગ હોય તે પણ જતું રહે તો મૂળગેથી જાય.’ માટે તર્ક ન કરશો. આ મુક્ત મળ્યા છે તેમનો નિશ્ચય આ દેહે કર્યો હોય તો આ વાત જીવમાં ઊતરી જાય. વચનામૃતના શબ્દ જ્યાં ઘટે ત્યાં ઘટાવવા; પણ મૂર્તિ, ધામ અને મુક્ત તે સાથે રાખવાં. મહારાજ અને મુક્ત પૂરું કરી દેશે. ડંકો દઈને જઈશું તે અનંત મુક્ત દેખશે જે આ ધામમાં આવ્યા. જેણે આગળ મોટાનો જોગ અને સેવા કરી હોય અને તેને સમજ્યામાં ન આવ્યું હોય તો મહારાજ અને મોટા સમજાવે. જો એને એમ હોય જે, ‘મોટાએ વાતો કરી ત્યારે મારી અવસ્થા નાની હતી તેથી સમજી શકયો નહિ.’ એમ વિચારીને વિશ્વાસ લાવીને સાંભળે તો આજ સમજાઈ જાય.” એમ સાધુ નારાયણદાસજીને કહ્યું.

પછી બોલ્યા કે, “ભુજના સભામંડપનું ભર્યું કર્યું ત્યારે બ્રાહ્મણોએ ઉપાધિ કરી જે, ‘મંદિરમાં સ્ત્રીઓને સાથે બેસારીને જમીએ, પણ મંદિરની બહાર સ્ત્રીઓને નહિ બેસારીએ.’ ત્યારે સ્વામીશ્રી નિર્ગુણદાસજીને અમે કહ્યું જે, ‘આવાને ન જમાડો તો શું થાય?’ ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘લોકો નિંદા કરે એટલા માટે જમાડવા પડે; પણ પુણ્ય તો આ લક્ષ્મીરામભાઈ માંડવીના છે તેમને પાશેર અન્ન જમાડીએ તેનો પાસંગ પણ અનંત કોટિ બ્રહ્માંડના બ્રાહ્મણો જમ્યાથી ન થાય.’

“મોટા મુક્ત બેઠા હોય તે વખતે જોગ કરનારને સુખ મળે તેમાં પોતાપણું ન આવવા દે તો સુખી થાય. જેમ માગીને ઘરેણાં પહેર્યાં હોય તે કોઈ દિવસ પોતાનાં મનાતાં નથી, તેમ મોટા મોટા ગુણ આપણામાં આવ્યા હોય તે પોતાના ન માનવા; તો બહુ સુખી થવાય. ગુણ સર્વે મહારાજના છે, તેના ધણી પીરસનારને થવું નહિ. આ વાતો ઠેકાણે ઠેકાણે ને ઘેર ઘેર ન હોય. જેમ વરસાદ ઓચિંતાનો આવે છે તેમ આ વાતો કોઈક વખતે ઓચિંતાની થઈ જાય છે.”

‘આ સુખમાં મોટા રમૂજો કરે છે તેમ તમો સર્વે સુખ ભોગવો.’ એ વર દીધો.

“આ માર્ગમાં ખોટ નહિ આવે. આ મુક્તને મોટા મોટાએ પ્રમાણ કરેલા છે. કોઈ અણવિશ્વાસ રાખશો નહિ. આ શબ્દ તો અમારે વિષે રહીને શ્રીજી મહારાજ પોતે બોલે છે માટે મહારાજ બોલે છે એમ જાણજો. આ લાભ બહુ જ મોટો મળ્યો છે. જેવું કામ મહારાજ કરે તેવું કામ આ મુક્ત કરે છે એટલે કે જેમ મહારાજ પોતાના સુખમાં લઈ જાય છે તેમ જ મુક્ત પણ મહારાજના સુખમાં જીવને લઈ જાય છે એવું કામ કરે છે, પણ અનંત બ્રહ્માંડ કરવાં  કે કોઈને કર્મફળ આપવું એવું કામ નથી કરતા; કેમ જે એ સકામ છે માટે નથી કરતા.

“મોટા પાસેથી મૂર્તિનું સુખ માગવું તે સકામ ન કહેવાય; માટે માગવું. કોઈના અંતરનું જાણવું કે પોતાનું ધાર્યું સત્ય થાય તથા અગમ-નિગમનું જાણવું કે બ્રહ્મપુર, ગોલોકાદિક ધામ તથા ઐશ્વર્ય જોવા કે પામવા ઈચ્છે તે સર્વે સકામ કહેવાય; માટે તે ન ઈચ્છવું. તે સુખના આપનારા આ સભામાં છે. કોઈ  તર્ક કરશો નહિ. કદાપિ ખોટું કહેતા હશું તો તેનું પાપ અમને છે, પણ વિશ્વાસ રાખશે તેને આ વખતે સરખું સુખ મળશે. જેમ પંકિતમાં જમવા બેઠા હોય તેમને પીરસનાર એક જ ભોજન આપે ને સરખું આપે, પણ જમનારની સત્તા પ્રમાણે જમાય છે એટલે કે જેવી શ્રદ્ધા તે પ્રમાણે ગ્રહણ કરે. કોઈક માંદા હોય તો જમે પણ નહિ ને ઊલટી પણ થઈ જાય; એટલે કે સાચી ન મનાય તે ન જમાણી જાણવી ને અવગુણ આવે તે ઊલટી થઈ જાણવી. આ વાતો સત્ય માને ને જીવમાં ઉતારે તો સર્વે શબ્દ સત્ય થાય. જેને આ વાતો જીવમાં ન ઊતરે તો જેવી કરી તેવી સત્ય ન થાય. જેને વિશ્વાસ ન આવે ને તર્ક થાય તેને પૂર્વેનું કરેલું પણ ખોવાઈ જાય.

“આ વખતે સર્વે નાના-મોટાને સરખું સુખ દેવું છે. આ વાતે કરીને મૂર્તિનું સુખ સદા રહે ને મૂર્તિમાં થીજી જવાય- જેમ ઘડામાં ઘી થીજી જાય તેમ. દેહની ક્રિયા તો મહારાજની ઈચ્છાથી થાય અને જીવ તો સદા મૂર્તિમાં રહે એવું કરવું. બીજાં બધાં માન, મોટપ, ઓળખાણ, પ્રસિદ્ધિ, સાધન, સેવાભક્તિ એ સર્વે પડ્યાં મેલવાં ને એક મૂર્તિ સિદ્ધ કરવી; તો બધું કામ થઈ જ રહ્યું છે.

“આ વાતો અને આ સમય એવો છે જે છ માસ ભેળો રહે તોપણ આ એક ઘડીમાં કામ થયું તેવું ન થાય. જેને ખરો વિશ્વાસ હોય તેને એમ જણાય જે મને બહુ લાભ મળ્યો અને અમને પણ એમ જણાય જે અમોએ ઘણું સુખ આપ્યું. જેને વિશ્વાસ ન હોય અને તે છ માસ ભેળો રહે તોપણ તેને એમ જણાય જે મને કાંઈ આપ્યું નથી ને હું પણ એમ જાણું જે મેં કાંઈ આપ્યું નથી. માટે જીવમાં સત્ય માનવું. આ વાતો વિશ્વાસે સહિત જીવમાં ઉતારે તો તેને આવરદા હોય તોપણ પડી રહે ને શ્રીજીના સુખમાં પહોંચાડી દઈએ. માટે મોટા બેઠા છે ત્યાં સુધી કામ કરી લો. આ વાતો સદાય ન હોય.

“આ વાતમાં જેને વિશ્વાસ ન આવે તેને નાસ્તિકપણું છે ને મહારાજનો નિશ્ચય પણ એટલો ઓછો છે અને મોટાની મોટપ પણ એણે જાણી નથી. આજ તો એવા મોટા મળ્યા છે જે ગમે તેવો પામર અને પતિત જીવ હોય ને જો શરણે આવે તો તેનાં સર્વે પાપ ટાળીને આત્યંતિક કલ્યાણ કરે. સત્સંગમાં આવ્યા કેડે પણ કાંઈક આડું-અવળું વરતાણું હોય ને તે જો મોટાને શરણે આવે ને તેમના ખોળામાં માથું મેલીને દીનતાએ સહિત ગદગદ કંઠ થઈને ગરજવાન થઈને સ્તુતિ-વિનય કરે તો સર્વે પાપ પ્રાયશ્ચિત્ત વિના પણ ટળી જાય છે. મોટા આગળ નિષ્કપટ થાવું; તો બહુ કામ થાય છે.

“શ્રીજી મહારાજનું સુખ છે તે મોટા ચાલતાં આપી દે છે. કોટિ સાધને અને કોટિ કલ્પે ન પમાય એવું સુખ મોટા તરત આપી દે છે. ધ્યાન કરવાની લટક પણ મોટાના શીખવ્યા વિના આવડતી નથી. મોટા શ્રીજીના સુખમાં ઉતારી દે તો સૂતી વખતે મહારાજની મૂર્તિ ધારીને મૂર્તિમાં લુબ્ધ થઈને સૂએ તો જાગૃતમાં, સ્વપ્નમાં ને સુષુપ્તિમાં સાક્ષાત્કાર અખંડ રહે; પણ ભુલાય નહિ. એવો મોટાનો પ્રતાપ છે; પણ મોટાની આગળ નિર્માની થાય તો. જેમ બાળકને ગાળો દે અને અપમાન ઘણું કરે ને મારે તોપણ તેનું તેને કાંઈ નહિ. ને વખાણે ને પૂજા કરે ને માન આપે તોપણ તેનું તેને કાંઈ નહિ; એ બે સરખું છે. તેમ સાધુને કોઈ મારે, નિંદા કરે, અપમાન કરે, વખાણે, પૂજા કરે, સન્માન કરે તે માન-અપમાનને ગણે નહિ; સોનાના દોરાની પેઠે છએ ઋતુમાં સરખો રહે તેના ઉપર મોટા કૃપા કરીને મહારાજનું સુખ આપે છે. જેટલું અમારાથી બનશે તેટલું અમો જરૂર કરીશું. આ ફેરે તો તમારું તથા હેતવાળાનું સર્વેનું આત્યંતિક કલ્યાણ કરીશું. જેવું અમારે સુખ છે તેવું તમને સર્વેને આપીશું અને અમારા જેવા કરીશું. આ તમને શરપાવરૂપી વર આપ્યો.”

વાર્તાની સમાપ્તિ કરીને સર્વેને મળ્યા.  II ૬ II

At night on the 5th day of Vaishakh Vad Swami Vrundavandasji and Swami Ishwarcharandasji said to Bapashri, “We have been invited through an invitation card by you; so give us blessing.”  Bapashri said, “Great Muktas feed followers attached to them the same food (here food means bliss of Murti) which they eat.  Therefore, soul must have need and should show eagerness and spread their hands to receive it from great Muktas and become needy.  They should become worthy of Muktas and trust them then only great Muktas will make them as they are.  In today’s Satsang both things –goal (karan) and means (karya) – are there.  These means are meant for seekers (a novice practising means) because they strengthen their efforts (karya).  Ekantik has to achieve goal (karan) by getting attached to Muktas and realizing Murti which is his goal.  If knowingly or unknowingly he is attached to Maharaj or Muktas, this will be fulfilled.  Just as life span decreases because of irreligion, similarly by grace of great Muktas life span can be decreased as well.  Just as after completing education one starts getting salary similarly knowledge of brahmvidya (spiritual knowledge) can be had by the grace of great Muktas. If one gets hold of words of great Muktas by remaining alert and acts accordingly, the state of emancipation can be achieved early.  Then great Muktas puts him in the bliss of Mahaprabhuji.  Bapubhai of Kanotar and Kashirambhai of Lunawada became emancipated by the grace of great Muktas and Muktas immediately put them in the bliss of Maharaj from this world; similarly life span decreases.  And such Muktas are kept without life span if it is necessary for liberation of other souls.  If there is any irreligious person in the satsang, his life span is also decreased. Shriji Maharaj speaks, eats, sees through the medium of Muktas– all activities are done by Maharaj Himself.  Muktas always dwell in the bliss of Murti and never see anything else except bliss.  Therefore, those who are attached should know that Shriji Maharaj gives happiness in the Satsang through the medium of Muktas and preaches through Muktas.  Thus, one should know that all these words are of Shri Hariji and grasp them with trust.  Muktas explain greatness of God more than that has been explained in the scriptures.  It should be taken as true but should not refer the scriptures.  If words of someone are such that they make saints disobey vartman, they should eschew him taking him as passionate and hypocrite.  If they do not eschew him, the soul will be spoiled; therefore he should be eschewed.  Muktas are always independent and obey words of Shriji Maharaj thoroughly and make those who are attached to them obey thoroughly and such Muktas tell about the greatness of Shriji Maharaj and Muktas by taking pity, it should be taken as true.  We should have the faith that such Muktas will make us fulfilled.  One should feel that Shriji Maharaj Himself speaks through the medium of Muktas.  Such feeling should be there for these Muktas and get attached to them sincerely.  This is the fruit of association.  Then only there will be the realization of Mahaprabhuji and His bliss, which are the real things.  The bliss of Maharaj which is got through the medium of Muktas now is given by great Muktas within a minute, provided there is full faith.  Such is the power of great Muktas!  Therefore, this satsang should be completed till we are here.  Otherwise everything will go away and will have to repent once there is no existence of great Muktas. Bapashri was in grief for three days when Anadi Mahamukta Sadguru Shri Nirgundasji Swami left for Aakshardham.  Muktas are always there because they are immortal –do not get birth or death; but in the form of body they speak, laugh, eat, accept service, give happiness with their talks, and they become invisible from this physical body which gives darshan to devotees.  Then all the happiness will go away.  Therefore, this opportunity should not be lost.  Our communion is there from, the previous birth so this invaluable talks have been got.  These talks are of immense value.  It is very difficult to understand them.  To understand the principle of great Muktas means understanding greatness of Mahaprabhuji.  To have the darshan of this Mukta great incarnations come.  These talks are to be taken by heart.  They who take this talk by heart get bliss of Murti.  If these talks are taken by heart, my (Bapashri’s) efforts will be successful, and you will be fulfilled.  I will do as much as I can.  All will be fulfilled.  All will get equal bliss.  Just as unripe mango is ripened in grass of wheat.  Similarly those who are not matured this time in the Satsang will be fulfilled by me.  Therefore do not ask for outwardly, ask for with sincerity.  Great Muktas will feed all equally.  But just as if rich man’s children eat much sugar, cube-sugar, ghee, etc., they will suffer from indigestion.  Similarly if you do not trust these talks, you will suffer from indigestion and these talks will be useless for you and if you trust them I will take you with me and make you blissful.  When passionate, and the wretched will be given this bliss during this time, then where is the doubt if seekers are taken?  This yagna is like the yagna performed by Parvatbhai at the time when he left for heavenly abode. This time whosoever listened to these talks will all be taken into Murti.  Those who keep this talk in heart, are not affected by maya, and become intoxicated.  What remains to be done for those whose care-takers are Maharaj and Muktas? Obviously nothing.  When the bliss comes, it will be like a miracle and will surprise us.  The bliss of darshan and the bliss of service of Lord Purushottam Himself and Muktas are divine!  This bliss of cosmos can not be compared with the bliss got by infinite means like jap, tap, vrat, donation, worship, yoga, sankhya, yagna, etc.  Moreover, the bliss got by means can not be compared with the bliss given by Muktas themselves.  You are fortunate enough to get the association of such Anadi Muktas who are like Purushottam Himself and you are being all treated as their own persons.  You have also become mine by showing eagerness in obeying my principles and doing efforts day and night so there is no limit to your fate and happiness.  Such benefit you have got today. 

“Just as you have faith in me here, similarly Maharaj has also faith in me and when I consented, Kashirambhai was taken to Akshardham.  Dhruvanand Swami was kept for two days by the grace of Maharaj due to my request.  I shall get you all happiness of Maharaj.  If this happiness is recognized through knowledge, the whole world will become useless.  When that happiness comes through realization, every thing is forgotten except the happiness of Murti.  I give this blessing to you all young or old and having faith and love. This is truth, but good persons do not give up goodness and wicked persons do not give up wickedness. This is the nature of soul. So there is distrust but I have to do the good of everyone so do not reason.  If I am telling a lie I will commit a sin and if you trust, you will get as much as you wish.  He who has full faith and self-knowledge will be given as much as I have.  All saints, please have mercy on me and believe these talks as true.  One word of scripture is turned into innumerable words by Muktas because they see it and say it after seeing it. But mumukshus do not even know the meaning of the word so how can they give other words? Therefore, do not rely much on scriptures but concentrate on talks and take it in heart.  Maharaj had said that there is no other assembly in any abode like this assembly.  This is the assembly of Lord Purushottam.  This Muktas are servant before Lord Purushottam.  Therefore, if you reason, you will be deprived of good deeds of previous birth.  In the 18th Vachanamrut of Loya this has been affirmed strongly.  Therefore, do not reason.  If one firmly decides that he has met this Muktas, this talk will go deeply in the heart.  The words of Vachanamrut can be used wherever necessary but always keep Murti, Akshardham and Muktas together. Maharaj and Muktas will fulfil.  When the realized devotee goes to Akshardham, infinite Muktas will see him that he has come to Akshardham.  Formerly those who have attached to Muktas and did service to them and in case they have not understood, will get understanding from Maharaj and Muktas. If he thinks , that when Muktas talked he could not understand because he was immatured.  Thinking thus if he listens to with faith, it will be understood just today.” Bapashri told thus to saint Narayandasji. Bapashri continuing said, “When there was an opening ceremony of assembly hall in Bhuj, Brahmins objected by saying that women will not sit outside the temple but will dine with them in the temple.  Then I told Swami Nirgundasji that if such persons were not fed, what would happen?”  Swamishri said, “They are fed so that people do not criticize but if Laxminarayanbhai of Mandvi is fed even a small quantity of food, then it would be be more valuable than feeding Brahmins of infinite cosmoses.”  In presence of great Mukta the devotee gets bliss in their association provided he does not keep his ego and will be happy.  Just as ornaments borrowed from others can not be considered as ours.  Similarly if we have many virtues, these should not be believed to be ours.  Then there will be much happiness.  All virtues belong to Maharaj so we should not become master of them.  These talks are unusual and can not be available at every place or at every house.

“Just as rain falls all of a sudden similarly this talks are given on rare occasion.  Muktas enjoy this bliss.  Similarly you all enjoy this bliss.” Bapashri blessed in that way and continued, “There is no loss in this path.  This great Mukta has been acknowledged by many elderly Muktas; so do not distrust them.  These words are spoken by Shriji Maharaj Himself through my medium therefore it should be known that Maharaj speaks.  This is the great benefit.  This Mukta do the same work as is done by Maharaj; therefore Muktas take souls in the bliss of Maharaj just as Maharaj takes us in His bliss.  Such work is done but creation of infinite cosmoses or to give the fruit of one’s deeds is not done by them, because it bears fruit, therefore they do not do it.  One should ask for bliss of Murti from Muktas; it should be asked for because it does not bear fruit. To have the power of reading some one’s mind,  to have the power so that one’s wish becomes true,  to have the power of knowing the present and future,  to have the power to see Brahmpur, Golok, etc or to have divinity and to wish to achieve them–  they are all called bearing fruit therefore they should not be wished.  The givers of that bliss are here in this assembly.  Do not reason.  If I am telling a lie, it will be a sin for me but those who trust will get the equal bliss this time.  The man serving meals will give the same dish to all those sitting in the line and also give abundantly but those who are eating can eat according to their capacity.  Therefore, one can grasp according to his faith.  For example, if some one is sick, he would not eat and may vomit so it can not be believed as true talk and it should be taken as it was not eaten and if faults are found it means vomiting.  If these talks are believed to be true and taken by heart, all the words will become true. If this talk as told, is not taken by heart, will not become true.  If one does not trust it and reason it, he will lose all his previous good deeds.  I want to give equal happiness to all -young or old- in the present time.  Because of these talks there always be bliss of Murti and will be engrossed in Murti.  Just as ghee freezes in the pot.  We should see that the activity of the body is done as per the wish of Maharaj and soul should always dwell in Murti.  All other things like honour, acquaintance, publicity, means, service, devotion, etc. should all be given up and only Murti should be realized so everything is being fulfilled.  These talks and the present time is such that one’s work which can not be done even after six months of association can presently be done in a moment.  The one having real trust will feel that he is much benefited and I also feel that I have given much happiness. On the other hand, if the one having no trust remains together for six months will feel that he has not been given anything and I also feel that I have given him nothing.  Therefore, it should be believed by heart to be true. If this talks are taken by heart with trust, I will send him in the happiness of Shriji inspite of his life span being more. Therefore get your work done till there are great Muktas.  These talks can not be for ever.  Those who do not have trust in these talks, they are atheist and their firmness for Maharaj is also less and they have not known the greatness of Muktas.  This time we have such Mukta that, if any wretched or sinful soul surrenders to them he will get ultimate liberation, and all his sins will be washed away.  After joining the Satsang, if one has committed any sin, all his sins will be washed away without repentance provided he surrenders to Muktas, puts his head in his lap and requests with prayer becoming very humble. If one becomes innocent before Muktas all his work will be done.  Muktas will give the bliss of Shriji Maharaj within no time.  Such bliss which can not be had by adopting innumerable means and trying for ages will be given by Muktas immediately.  The art of meditation can not be learnt without the guidance of Muktas.  If one is sent in the bliss of Shriji  by great Mukta the realization will remain endlessly and not forgotten in the state of wakening, dream and sub-consciousness  provided he meditates on Maharaj’s Murti at the time of going to bed and sleeps engrossed in Murti.  Such is the power of great Mukta but one should remain humble before great Mukta. Just as the child is impartial when it is abused, insulted, beaten, praised, worshipped, or  honoured.  Similarly if some one beats saints, criticizes him, insults him, or praises him, worships him, honours him, he is impartial.  If he is not affected in all six seasons as chain of gold is not affected, Muktas will give him bliss of Maharaj by grace.  I shall do as much as I can.  I shall give the ultimate liberation to you as well to those having love.  I shall give you all the same bliss which I have and will make you as I am. I give you this boon as a gift.”  After concluding the talk Bapashri met all.  || 6 ||