Gujarati / English

વૈશાખ સુદ-૧૨ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને બાવળ નીચે બેસીને માનસી પૂજા કરી અને સર્વેને મળ્યા.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “લાધીબાઈ અને માતાજીની વાત કરો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “લાધીબાઈને એક ખેતરમાંથી કચ્છી બાર મણ (ગુજરાતી આઠ મણ) મઠ આવતા, તેમાંથી નિર્વાહ ચલાવતાં. તેમને શ્રીજી મહારાજે કહાવી મોકલ્યું જે, ‘તમારી પાસે માતાજીને મોકલ્યાં છે તેમનું પોષણ કરજો.’ ત્યારે રાજી થયાં; પણ શી રીતે પોષણ કરીશ એવો સંકલ્પ પણ થયો નહિ. એવો શ્રીજી મહારાજનાં વચનમાં વિશ્વાસ હતો. ઈત્યાદિક ઘણી વાતો છે તે પણ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીની લખેલી વાતોમાં છે.

“અને માતાજી મારવાડમાં ઉદેપુરના રાજાની રાણી હતાં. તેમની કુંવરીનો વિવાહ હતો ત્યાં જાન આવી હતી, તેમાં ઈડરના તથા માણસા આદિકના રાજા-રાણીઓ ગયાં હતાં. તેમની રાણીઓનાં મુખ થકી વાત સાંભળી જે શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. તેથી પોતાના મનમાં વિચાર થયો જે ભગવાન પ્રગટ થયા ને હું રહી જઈશ તો મારું કલ્યાણ નહિ થાય. એમ જાણી રાત્રિએ પુરુષનાં લૂગડાં પહેરીને બારીએ દોરડું બાંધીને ઊતરીને ચાલી નીકળ્યાં. તેમને ખોળ્યાં, પણ જડયાં નહિ. તેથી રાણાએ ચારે દિશાએ સ્વાર મોકલ્યા. તે ઘોડાના ડાબલા વાગતાં સાંભળીને એક મરેલા ઊંટના ખોખામાં પેસી ગયાં ને સ્વાર પાછા વળ્યા ત્યારે નીકળીને ચાલ્યાં. તે વાટમાં વણઝરાની પોઠ સાથે વીસનગરના તળાવમાં ઊતર્યાં. ત્યાં રાત્રિના છેલ્લા પહોરે બાઈઓ ગામમાંથી નાહવા આવ્યાં, તેમનો ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ એવો શબ્દ સાંભળીને તેમની પાસે આવીને સર્વે હકીકત કહી. પછી તે બાઈઓએ ગામમાં લઈ જઈને છાનાં રાખ્યાં અને વણઝારો ગયો, તે પછી મહારાજ પાસે ગઢડે આવ્યાં. તેમને મહારાજે ‘માતાજી’ નામ ધરાવીને લાધીબાઈ પાસે ભુજ મોકલ્યાં. ત્યાં રહીને લાધીબાઈની સેવા કરી ને લાધીબાઈ ધામમાં ગયાં ત્યારે તેમને સાથે તેડી ગયાં.

“અને મુક્તાનંદ સ્વામીએ બે-ચાર ગુરુ કર્યા, પણ ગુરુને વિષે નિષ્કામી વર્તમાનમાં ખામી દેખીને પડયા મૂક્યા. અને રામાનંદ સ્વામી તથા તેમના સાધુને દૃઢ નિષ્કામી દેખીને ત્યાં રહ્યા અને મન, કર્મ, વચને દાસ થઈને સેવા કરી; પણ ગુરુમાં ને અધિકારમાં ને મિલકતમાં બંધાયા નહિ. શ્રીજી મહારાજ રાત્રિને દિવસ કહે અને રૂમાલને તરવાર કહે તોપણ જીવમાંથી હા પડે; પણ સંશય થતો નહિ.”

વાર્તાની સમાપ્તિ કરીને સર્વે મંદિરમાં આવ્યા.  II ૬૧ II

 

On the evening of Vaishakh Sud 12th, Bapashri along with all saints and devotees went to Kakarwadi to bathe. After bathing they perform mental worship under babul tree and met all.

Swami Ishwarcharandasji requested Bapashri to talk about Ladhibai and Mataji.  Bapashri said, “Ladhibai managed her livelihood from twelve mund math (kind of grain) which she got from a farm. Shriji Maharaj sent a message to her that He had sent Mataji to her and asked her to support her.  She was pleased but she did not doubt how she would support her- such was her faith in the words of Shriji Maharaj.” There are many such incidents which can be found in the talks written by Sadguru Nirgundasji Swami.   Mataji was the queen of the king of Udaipur in Marwad. Their princess was getting married and marriage party had come there.  The marriage party consisted of the kings and queens of Idar, Mansa, etc. Mataji came to know about the incarnation of Lord Swaminarayan from those queens. So she thought that God has incarnated and if she did not go for darshan of the God, she will be left out and she would not get benefit of salvation.  Therefore at night she disguised herself in the attire of male and tied a rope with window and came down and started her journey.  She was searched but was not found. So Rana (the king, her husband) sent riders in all direction.  When she heard the sound of the hoops of the horses she hid herself in the body of the dead camel and when riders turned back, she started her journey.  On the way she walked with caravan of vanjara and landed at the pond of Visnagar. There ladies of the village came to bathe early morning.  They were chanting Swaminarayan, Swaminarayan so she put her faith on them and told them everything.  Then those ladies took her to the village and kept her in secrecy.  When vanjara left she went to Maharaj at Gadhada.  Maharaj gave her name of Mataji and sent her to Ladhibai in Bhuj.  There she served Ladhibai and when Ladhibai went to Akshardham she took her with her. 

Muktanand Swami made two to four Gurus but he left them because he found fault in their desireless vartman.  When he found that Ramanand Swami and his saint as firm desireless, he stayed there and did their service with mind, deed and speech. But never wished to become Guru, get authority or wealth.  He had such blind faith in Shriji Maharaj if Shriji Maharaj called night as a day and a handkerchief as a sword even though he would not disagree and never doubted.  They all came to the temple after the talk was over. || 61 ||