Gujarati / English

વૈશાખ સુદ-૧૩ને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “સામત તથા મૂળજી અને કૃષ્ણજીએ તથા ગુંદાળી ગામના બે કાઠીએ શું કર્યું તે વાત કરો”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સામત એના દીકરાની સ્ત્રીને તેડવા ગયો હતો ત્યાં તેને મહેણું દીધું જે, ‘તારા દીકરાને તો ખપ નથી ને જો તારે ખપ હોય તો તું લઈ જા.’ તે સાંભળીને વિચાર કર્યો જે, ‘હું શ્રી સ્વામિનારાયણનો ભક્ત છું ને મને મહેણું આપ્યું; માટે ઈન્દ્રિય જ ન રાખવી.’ એમ વિચારીને ભસ્મ કરી નાખી.

“અને મૂળજી અને કૃષ્ણજી કચ્છ દેશમાં ગામ માનકુવાના હતા. તે શ્રીજી મહારાજ પાસે ત્યાગી થવા ગયા હતા; તેમને મહારાજે ત્યાગી ન કર્યા ને પાછા વાળી મૂક્યા. તેમણે ભગવાં લૂગડાં પહેરીને ગામમાં ઝોળી માગવા માંડી. પછી તેમના સંબંધીએ રજા આપી એટલે ગઢડે આવ્યા. તેમને શ્રીજી મહારાજે વિમુખ કરીને કાઢી મૂક્યા તોપણ વિમુખપણાની માનીનતા રાખી નહિ અને ઘેલાં નદીને કાંઠે દેરીમાં જઈને કીર્તન બોલવા માંડ્યા. પછી શ્રીજી મહારાજે તેડાવીને ભેળા રાખ્યા.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “એ બેમાંથી કોણે ભસ્મ કર્યું હતું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કૃષ્ણજીએ કર્યું હતું. મૂળજીનું નામ સર્વજ્ઞાનંદસ્વામી હતું. અને તે અમદાવાદમાં મહંત હતા અને કૃષ્ણજીનું નામ ઘનશ્યામાનંદ સ્વામી હતું.  

“અને ગુંદાળી ગામના બે કાઠી હરિભક્તને ઘેર સાધુ આવ્યા તેમને એ કાઠીની માએ ખીચડી આપી. પછી સાધુએ ખીચડી રાંધવા મૂકી, તેની ગામના ઘરડેરા કાઠીને ખબર પડી. તેણે સાધુને રસોઈ કરવા દીધી નહિ ને કાઢી મૂક્યા. તે ઘરડેરા કાઠીને તે બે ભાઈએ મારી નાખ્યો અને પોતે પણ મરાણા એવો પક્ષ રાખ્યો હતો.”

પછી વળી સ્વામીએ કહ્યું જે, “સુંદરજીભાઈ તથા ડોસા વાણિયા આદિકની વાત કરો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સુંદરજી સુતાર કચ્છ ભુજના હતા. તે રાજાની જાને જતા હતા, તેમને શ્રીજી મહારાજે વસ્ત્ર, ઘરેણાં, થોભા ઉતરાવીને કોપીન વળાવીને તુંબડી આપીને કાશીએ મોકલ્યા; તોપણ એમ ન કહ્યું જે, ‘હું જાન વળાવીને પછી જાઉં.’ તેમ જ મનમાં સંકલ્પ પણ થયો નહિ. એ મહિમા વિના થાય નહિ.

“અને ગામ બંધિયાના ડોસા વાણિયાને કહ્યું જે, ‘તારું ધન હોય તે કૂવામાં નાખી દે ને દાણા-લૂગડાં જે હોય તે બાળી દે ને કોપીન પહેરીને તુંબડી લઈને કાશીએ જા.’ પછી તે એમ કરીને ચાલ્યા તે વડોદરા પહોંચ્યા. ત્યાં અનાદિ મુક્તરાજ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી મળ્યા તેમણે પાછા વાળ્યા; ને શ્રીજી મહારાજ પાસે મોકલ્યા. તે શ્રીજી મહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજે કહ્યું જે, ‘ઘરે જાઓ ને ઘરનું માણસ ઘરમાં હોય ત્યારે તમારે બહાર રહેવું અને એ બહાર નીકળે ત્યારે ઘરમાં જાવું. જો બેય સાથે ઘરમાં જાઓ તો ઉપવાસ કરવો.’ એમ આજ્ઞા કરી તે આજ્ઞા દેહપર્યંત પાળી.        

“અને રાણો, ભીમ, વશરામ  ને રાઘવ એ ચાર ભાઈ ગોળીડા ગામના રાજગર બ્રાહ્મણ હતા. તેના ગામમાં યમ પેઠા. તેમને પેસતાં દેખીને તેમણે કાઢી મૂક્યા. તેમાંનો ભીમ દેહ મૂકી ગયો ને વશરામ ને રાઘવ એ બે સાધુ થયા. રાણે દેહ મૂકતી વખતે પોતાની માતુશ્રીને કહ્યું જે, ‘મારા બારમાને બીજે દિવસે તને તેડી જઈશ.’ તે પ્રમાણે તેડી ગયો હતો.

“અને કઠલાલની ડોશી હતાં તેમણે શ્રીજી મહારાજનો અંગૂઠો પાણીના ઘડામાં બોળાવીને તે પાણી ગામના કૂવામાં નાખ્યું, તે એમ ધારીને કે ગામના લોકો પાણી પીશે તે બધાનું કલ્યાણ થાશે. એવો શ્રીજી મહારાજનો એને મહિમા હતો.

“અને પ્રહલાદ્જીની વાત તો વચનામૃતમાં લખેલી છે.”

એટલી વાર્તા કરીને કથાની સમાપ્તિ કરીને “શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય અને આ સભાની માયાનો ક્ષય” એમ વર દીધો.  II ૬૨ II

On the day of Vaishakh 13th, Swami Ishwarcharandasji asked, “What did Samat, Mulji, Krushanaji and the two Kathis of village Gundali do?  Please tell me.”  Bapashri said, “Samat went to fetch his daughter in-law.  There he was rebuked by saying that his son did not want her and if he (Samat) wanted her he could take her.”  Hearing these words he thought that he was the devotee of Shri Swaminarayan sect and since he had been rebuked he must remove that organ.  Thinking so he burnt it (by yoga). 

Mulji and Krushnaji belong to Mankuva of Kutch; they went to Shriji Maharaj for becoming renunciant.  Maharaj did not respond and turned them back.  They wore saffron clothes and solicit for food in a village.  Then their relatives permitted them and came to Gadhada. Though Shriji Maharaj had driven out by making them vimukh (averse to norms of becoming renunciant), they did not feel hurt and they went to a darry(small temple) on the bank of the Ghela river and sang devotional song.  Then Shriji Maharaj sent for them and kept them with Him. 

Then again Swami asked, “Who between the two did it burn?”  Bapashri replied that it was done by Krushnaji.  The name of Mulji was Sarvagnanand Swami, he was Mahant of the Amdavad temple and name of Krushnaji was Ghanshyamanand Swami.

Saints came to the place of two Kathi devotees of Gundali village. The mother of Kathi gave them hotchpotch (khichadi), saints started cooking it.  The aged Kathi of the village came to know about it.  He did not allow saints to cook and draw them away.  The aged Kathi was killed by the two brothers and the two Kathis were also killed but did not leave the sect.

Then again Swami requested to talk about Sunderjibhai and Dosa Bania, etc.  Bapashri said, “Sunderjibhai carpenter belonged to Kutch-Bhuj.  He was going in the marriage party of the king.  Shriji Maharaj made him remove his cloths of the house-holder, ornaments, etc. His hair was also cut and made him wear kaupin (under garment meant for saint), gave him tumbdi (water pot for saint) and sent him to Kashi but he did not oppose and did not even say that he would go after coming from marriage party, nor did he take this matter seriously in his mind- such thing is not possible without knowing the greatness. 

Shriji Maharaj told Dosa Bania of Bandhia village to throw his wealth in the well and to burnt clothes and food grains.  He ordered him to wear kaupin (under garment meant for saint) and go to Kashi with tumbdi.  He did as he was told and when he reached to Vadodara there he met Anadi Muktaraj Sadguru Swami Shri Muktanand who turned him back and sent him to Shriji Maharaj.  He came to Shriji Maharaj.  Maharaj ordered him to go home and told him that when his wife is there in the room he should stay outside and when she comes out he should go in the room. If both of them go together into room, he should observe fast.  He strictly adhered to this command till he left this world. 

Four brothers named Rano, Bhim, Vashram and Raghav were Rajgor Brahmin belonging to Golida village.  Yams (the servants of the God of death) entered the village. Seeing them entering, they drew them out.  Bhim one of the brothers left this world and Vashram and Raghav became saints.  At the time of leaving his body Rana had told his mother that he would take her on the 12th  day of his death.  He did accordingly.

There was an old woman of Kathlal village.  She asked Shriji Maharaj to put His thumb in water pot filled with water.  She dropped the water in the village well thinking that if the village people drink the water all will be benefited, such was the greatness of Shriji Maharaj.  Talk of the Prahladji is written in Vachanamrut.  After this katha came to end and every body made “jay ghosh” of Shri Sahajanand Swami Maharaj and the assembly was blessed with the boon let this assembly be free from illusion (maya). || 62 ||