Gujarati / English

વૈશાખ સુદ-૧૫ના રોજ સવારમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ શરદ્ઋતુમાં સ્વાંત નક્ષત્ર આવે છે તેમાં વરસાદ થાય છે તેને છીપ સમુદ્રમાં અધ્ધરથી ઝીલે છે તેનાં મોતી લાખ લાખ રૂપિયાનાં થાય છે, ને પડી પડી ઝીલે તો એક પૈસાનાં મુઠ્ઠી ભરાય એવાં ફટકિયા મોતી થાય છે; તેમ આજ અમે તમને મળ્યા છીએ તે શરદ્ઋતુ બેઠી છે. માટે આ અમારાં વચન અધ્ધરથી ઝીલવાં અને અમારો સમાગમ બાર મહિનામાં એકવાર ન થાય તો કાળ પડયા જેવું જાણવું. જેમ ચોમાસામાં વરસાદ ન થાય તો અન્ન પાકે નહિ ને દુઃખી થવાય, તેમ સમાગમ વિના જ્ઞાન મળે નહિ ને મૂર્તિથી ઓરું રહેવાય; માટે સમાગમ કરી લેવો.

“તે સમાગમનું સુખ જેવું થોડા મનુષ્યોમાં આવે એવું ઝાઝા મનુષ્યોમાં ન આવે. જે એક રુચિના હોય તે થોડા જાણવા અને રુચિ ન મળે તો ઝાઝા જાણવા.

“આપણે સંવત ૧૮૩૭ થી (મહારાજ ને મુક્ત પ્રગટ થયા છે ત્યારથી) શરદ્ઋતુ બેઠી છે. જેમ બાળકને માતા જેવું કોઈ સુખદાયી નથી; તેમ જે આત્યંતિક કલ્યાણ ઈચ્છે તેને મુક્ત જેવું કોઈ સુખદાયી નથી. આ વાત ચૂકે તેને ઘણો વાંધો રહે છે. જેમ શ્રીજી મહારાજે દેહોત્સવ કર્યો ત્યારે ઘણાક ભક્તોને પસ્તાવો થયો જે, ‘મહારાજ જતા રહ્યા અને કાંઈ સેવા પણ થઈ નહિ અને જેવા હતા તેવા જાણ્યા નહિ’; તેમ આજ પણ અમે પ્રગટ થયા છીએ તે જો મહિમા જાણીને સમાગમ નહિ કરે તેને આ સમય ગયા કેડે પસ્તાવો ઘણો જ થશે ને રોવું પડશે. અને જે મહિમા જાણીને સમાગમ કરશે તેને પાછળથી સુખ અને આનંદ ઘણો રહેશે; માટે નવરાશ લાવીને સમાગમ કરી લેવો. આ સમાગમ અનંત જન્મના ફેરા મટાડે એવો બળવાન છે, ને તે ફેર મળવો પણ ઘણો દુલર્ભ છે; માટે કોઈ અંતરાયના રોકાયા રોકાવું નહિ.

“તે અંતરાય આસુરી જીવ કરે અને દૈવી જીવ પણ કરે. તેમાં આસુરી જીવ તો મોટા પરમ એકાંતિકને તથા અનાદિમુક્તને ઓળખે નહિ.  જેમ શ્રી ગોપાળાનંદ સ્વામીને તથા શ્રી ગુણાતીતાનંદ સ્વામીને ખુણિયા જ્ઞાનવાળા કહેતા; તેમ મોટાની નિંદા કરે ને બીજાને પાછા પાડે ને સમાગમ કરવા દે નહિ. એ સત્સંગમાં કુસંગ કહેવાય. તેને તો મોટાના સમાગમવાળા જાણે જે, ‘આ બિચારા પામર છે ને એમને ગોળખોળની ખબર નથી.’ એમ જાણીને ગણે નહિ ને મોટાનો સમાગામ કરી લે.

“અને દૈવી જીવ એમ અંતરાય કરે જે, ‘આપણે મોટાનો સમાગમ કરવો તો ખરો, પણ વ્યવહાર રાખીને કરવો; કેમ જે આપણે ત્યાગી થઈને ગૃહસ્થનો સમાગમ કરવો એ લોકવ્યવહારમાં ખોટું કહેવાય. માટે વારંવાર જવું નહિ. કોઈક કોઈક વખતે જવું ને સમાગમ કરવામાં વિવેક રાખવો,’ એમ બોલી પાછા પાડે.

“વળી કેટલાક દૈવી જીવ હોય, પણ પોતે વ્યવહારમાં બંધાણા હોય તે મુમુક્ષુને પણ વ્યવહારનું કામ બતાવે જે, ‘આ કામ બગડે છે; માટે કર્યા વિના છૂટકો નથી ને તમારા વિના થાય તેમ નથી. માટે એ કામ કરો ને નવરા થાઓ ત્યારે વળી સમાગમ કરજો.’ એમ સમાગમ કરતાં રોકે.

“કેટલાક દૈવી જીવ હોય, પણ તેને વર્ણાશ્રમનું માન પેસી ગયું હોય તે એમ કહે જે, ‘અમને ત્યાગીને મૂકીને ગૃહસ્થના સમાગમમાંથી શું વધારે લાવતા હશો? માટે અમારો સમાગમ કરો.’ એમ જીવને અંતરાય કરે. માટે કોઈના રોકાયા ન રોકાતાં મોટાનો જોગ કરી લેવો.”              

પછી વાર્તાની સમાપ્તિ કરી. તે વખતે એક સંતે આવીને બાપાશ્રીને બે હાથ જોડી આગ્રહ કરી કહ્યું જે, “મને વર્તમાન ધરાવો ને હવે કસર માત્ર ન રહે એવી દયા કરો.”

પછી બાપાશ્રીએ તેમને વર્તમાન ધરાવ્યાં. પછી તેમણે અંતર્વૃત્તિ કરી ત્યાં તો પોતાના  આત્માને પ્રકાશમાન દીઠો તેમાં મહારાજની મૂર્તિ તેજોમય દેખી અને પોતાના પૂર્વ જન્મની સ્મૃતિ થઈ આવી તેથી બહુ આનંદ પામ્યા.

ત્યારે સર્વે સંતે પૂછ્યું જે, “સ્વામી! તમે કેમ હર્ષાયમાન જણાઓ છો?”

ત્યારે તેમણે ઉપરની વાત કરી.

તે પછી સ્વામી વૃંદાવનદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, “આ તો બહુ મોટા છે ને એમને શી કસર રહી ગઈ હશે જે આપને વિનંતી કરી?”

પછી બાપાશ્રી બોલ્યા જે, “પૂર્વે એમણે શ્રીજી મહારાજના પાળાને હથિયાર ઉગામ્યાં હતાં, એ અપરાધ હતો તે અપરાધથી મુક્ત કર્યા એટલે મહારાજનાં દર્શન થયાં. આ સંત સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીનો સમાગમ બહુ કરતા અને તેમણે અમારી ઓળખાણ પડાવી હતી.”

પછી સાંજના સૌ સંત-હરિજનો નારાયણપુર ગયા અને ત્યાંથી દહીંસરા, રામપુર આદિક ગામોમાં થઈને ભુજ ગયા. અને અષાડ સુદ એકાદશીને રોજ બાપાશ્રી ઘોડે બેસીને ભુજ પધાર્યા અને ત્યાં સાત દિવસ રહીને કથા-વાર્તાનું બહુ સુખ આપ્યું. પછી બાપાશ્રી વૃષપુર પધાર્યા અને સંત-હરિજનો સર્વે ગુજરાત આવ્યા.  II ૬૫ II

On the morning of Vaishakh Sud 15th, Bapashri showing his favour, talked. He said, “Just as there is an event of swati constellation in early autumn and it rains. The drops of rain are directly taken in the mouth by a shell. These drops become pearl valued in lacs of rupees, and if these drops are received in the mouth after falling in sea, they become worthless pearls. Similarly today we have met you and early autumn sat in, therefore receive our words directly and if our association does not take place even once in a year, it is just like famine. Just as if it does not rain in monsoon, crop will not grow and all will be unhappy. Similarly without association you cannot get knowledge and will be away from Murti. Therefore, take the chance of association. The happiness of that association comes to only a few not many. Those having the same taste will be a few and those having a different taste will be many. The early autumn has set in since 1837 when Maharaj and Muktas have incarnated. Just as there is not more favourable than its mother for a child, similarly those who want ultimate salvation, there is not more favourable than Muktas for them. If you miss this point, you will have to suffer. When Shriji Maharaj left for his heavenly abode, many devotees repented because they felt that they could not do service till he was here and did not know Him as He was. Similarly today we have incarnated and if you do not get attached to us knowing our greatness, you will have to repent a lot after this opportunity is lost and you will have to cry and if you get attached knowing our greatness, you will get much happiness and joy afterwards. Therefore, spare sometime and have the association. This association is having such power that it will save you from cycle of innumerable births. This association is rare therefore it should not be given up on account of hurdle. This hurdle is put by devil jiva and even by godly jiva. The devil jiva will not recognise great Param Ekantik and Anadi Muktas. Just as Gopalanand Swami and Gunatitanand Swami were called as having detailed knowledge. One who criticizes Muktas and restrains others from association is said to be bad company in satsang. Those who are associated with Muktas know such person as a wretched and think that they do not have any knowledge, so they do not care for his criticism and take the benefit of association with Muktas. The godly jiva puts hurdle thus- we must associate with Muktas but practically, because we are renunciates and if associate with householder, it is not proper in worldly affair therefore we should not go often, can go sometimes but should discriminate in association. Thus they put hurdles. Moreover some are godly jivas but they are bound in worldly affairs so they show the work to mumukshu by telling them that the work is being delayed therefore it has to be done and it is you who can do it, so do this work and when become free and then go for association. Thus they prevent them. Some are godly jivas but they are proud of their varnashram (caste) and say that what more gain you make from the association of house-holder by leaving renunciate like us. Therefore associate with us. Thus they put the hurdle therefore do not listen to any one and associate with Muktas.

Thereafter the talk was completed. At that time a saint came and requested Bapashri with folded hands to give him the vows of vartman and please see that there remains no shortcoming please shower mercy on me. Then Bapashri gave him vows of vartman. As soon as he meditated he saw his soul as luminescence and in it he saw luminous Murti of Maharaj and he remembered his previous birth so he became very happy. Then all saints asked, “Swami why do you look so happy?” Then he told the aforesaid incident. Swami Vrundavandasji told Bapashri, “He is very great. What was his short coming that he had to request you?” Bapashri replied, “Formerly he had threatened Shriji Maharaj’s parshad (attendant with a weapon)– this was his guilt and he had been freed from the guilt so he got the darshan of Maharaj.  This saint associated much with Nirgundasji Swami and I was introduced to him.”

In the evening all saints and devotees went to Narayanpur and from there to Dahisara, Rampur villages etc. to Bhuj. On Ashad Sud 11th (Akadashi) Bapashri came to Bhuj on horse back. He stayed there for seven days and blessed much with katha-varta. Then Bapashri came to Vrushpur and saints and devotees went to Gujarat. || 65 ||