Gujarati / English

સંવત ૧૯૬૫ની સાલમાં મૂળીએ વસંત કરીને અમદાવાદ, મૂળીના સંતો તથા હરિજનો કચ્છમાં ગયા હતા. ત્યાં સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી માંદા હતા, તેમણે મહા વદ એકાદશીને રોજ જેઠી ઘેલાભાઈને કહ્યું જે, “ફાગણ સુદ બીજને રોજ છત્રીએ ચરણારવિંદ પધરાવો; મુહૂર્ત છે.” પછી તે દિવસે ચરણારવિંદ પધરાવ્યાં અને મંદિરમાં આવ્યા કે તરત જ સ્વામીએ દેહોત્સવ કર્યો. તેમને ઉત્સવ કરતાં કરતાં દેન દેવા લઈ ગયા.

તેના આગલે દિવસે રામપરામાં મુક્તરાજ ધનબાએ સંતને બોલાવીને પારાયણ કરાવવા ગોમટી તૈયાર કરાવી ને બીજે દિવસે જે વખતે સ્વામીએ દેહોત્સવ કર્યો તે જ વખતે પારાયણ ચાલુ કરી ફાગણ સુદ પૂનમ સુધી તેર દિવસનું પારાયણ કરાવ્યું. ત્યાં શ્રી વૃષપુરથી બાપાશ્રી પધાર્યા હતા અને સંતો પણ સર્વે ત્યાં ગયા. ત્યાં પારાયણ સાંભળીને બાપાશ્રીની સાથે વૃષપુર ગયા. ત્યાં બાપાશ્રીએ જે વાર્તાઓ કરી તેમાંથી કિંચિત્ લખીએ છીએ.

ફાગણ વદ-૫ને રોજ સવારે સભામાં લોયાનું છઠ્ઠું વચનામૃત વંચાતુ હતું. તેમાં ૧૫મા પ્રશ્નમાં બરોબર વર્તવારૂપી દોષનું ગ્રહણ કરવું એમ આવ્યું.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “આ પ્રશ્નમાં બરોબર વર્તવાનું કહ્યું તે બરોબર કેવી રીતે વર્તવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વૈરાગ્ય, આત્મનિષ્ઠા તથા ત્યાગ એ સાધન બધાયથી સરખાં થઈ શકે નહિ; તેથી ભેળા નભી શકે નહિ. માટે શ્રીજી મહારાજે જે પ્રમાણે નિયમની બાંધણી બાંધી છે તે પ્રમાણે તો વર્તવું જ; પણ નિયમથી અધિક વર્તવું નહિ એમ કહ્યું છે. અને ધ્યાન-ભજન તો સૌથી વધારે કરવું; પણ તેમાં બરોબર ન વર્તવું.

“શ્રીજી મહારાજે બાંધણી બાંધી છે તે કોઈને કઠણ પડે એવી નથી. તે પ્રમાણે વર્તે તો અક્ષરધામમાં ચાલ્યો જાય. શ્રીજી મહારાજે વાત મોળીયે બહુ કરી છે ને આકરી પણ બહુ કરી છે; તેમાં પણ નકરી મોળી વાત નહિ. કોઈક વર્તમાન ચૂકે તો તેને પ્રાયશ્ચિત્ત કરાવીને સત્સંગમાં રાખવો, એવું તો મહાપ્રભુજીને આવડે; બીજા કોઈને આવડે નહિ. આ વચન મહાપ્રભુજીના પોતાના મુખનાં નીકળે છે. તે નિર્બીજ હોય તેને સબીજ કરી દે એવાં છે.

“જીવને પરચા-ચમત્કારની વાતો સારી લાગે અને મૂર્તિની વાતો ભારે પડે છે, પણ કરવાનું તો એ જ છે. જેમ ઘણાક પ્રકારના ઉદ્યમ કરીને રૂપિયા પામવા છે તે જો રૂપિયા મળે તો બીજા ઉદ્યમનું કામ નથી; તેમ અનંત સાધન કરીને અંતે મૂર્તિ પામવી છે તે જો મૂર્તિ મળે તો સાધન શું કરવાં હતાં?

“મહારાજનો અને મોટાનો જોગ પૂર્વે થયો હશે તો જ આજ મોટા ઓળખાણા છે. જેને મોટાનો જોગ છે તેને કદાપિ મૂર્તિ ન દેખાય તોપણ મોટાએ જીવમાં મૂર્તિ પધરાવી મૂકી છે, પણ અંદરપડદે રાખી છે. માટે જીવમાં સાક્ષાત્કાર થઈ ગયો છે એમ જાણવું.

“જેમ રાજાનો હજૂરી રાજા પાસે લઈ જાય તેમ મહારાજના હજૂરી મુક્ત છે તે મહારાજ પાસે લઈ જાય. અને જેમ હજૂરી રાજા પાસે બેઠો હોય ત્યારે એનો મહિમા જણાય છે, તે રાજા વિના એકલો મળે તો ન જણાય; તેમ મુક્ત જ્યારે મહારાજ પાસે લઈ જઈને મહારાજનું સુખ અપાવે ત્યારે જેવો મહિમા જણાય, તેવો મનુષ્યરૂપે હોય ત્યારે ન જણાય. નગરશેઠથી રાજાનો મેળાપ ન થઈ શકે ને થાણદારથી પણ ન થઈ શકે અને હજૂરીથી રાજાનો મેળાપ થાય. તે નગરાશેઠને ઠેકાણે દૃઢ ઉપાસનાવાળા વીજળી જેવા સાધનદશાવાળા એકાંતિક છે; તેથી પણ મહારાજનો મેળાપ ન થઈ શકે. જેને ઉપાસના દૃઢ ન થઈ હોય અને આજ્ઞામાં યથાર્થ વર્તતા હોય એવા સાધનવાળા તે થાણદારને ઠેકાણે છે ને તે બદરિકાશ્રમ આદિ બીજાં ધામોમાં લઈ જાય. તે બીજાં સર્વે ધામ છે તે અક્ષરધામ આગળ કેદખાના જેવાં છે ત્યાં લઈ જાય. અને હજૂરીને ઠેકાણે શ્રીજી મહારાજના અનાદિમુક્ત છે, તે મહારાજનો મેળાપ કરાવે.

“અને દેહે મોટા હોય અને પંડિત હોય અને સત્સંગનું કામ કરતા હોય, પણ મહારાજની પ્રાપ્તિ ન કરાવી શકે; અને મુક્ત ગરીબ રહ્યા હોય, પણ વ્યતિરેક મૂર્તિ પમાડે છે. આજ હજૂરી પધાર્યા છે તે ઠેઠ મહારાજની મૂર્તિના સુખમાં લઈ જશે. માટે ધ્યાન કરવા તથા રાગ-માનાદિક શત્રુઓ ટાળવા મંડી પડવું.”

વાર્તાની સમાપ્તિ કરીને ‘શ્રી  સહજાનંદ સ્વામી મહારાજની જય અને આ સભાની માયાનો ક્ષય’ એમ વર દીધો.  II ૬૬ II

In the Vikram Samvant 1965, saints of Amdavad and Muli went to Kutch after celebrating the festival of spring. There Swami Aksharjivandasji was sick. On the day of Mahavad 11th  he told Jethi Ghelabhai to implant foot prints of Shriji Maharaj  at Chhatri on Fagan Sud 2nd – there is muhurt (auspicious time) on this day. On that day foot prints were implanted and as soon as all came to the temple Swami left this world. He was taken to crematorium ground with celebration. On the previous day Muktaraj Dhanba got floor of room purified for the purpose of parayan to be delivered by a saint. On the next day at the time when the Swami left this world, parayan started and it was continued for thirteen days up to Fagan 15th. There Bapashri went from Vrushpur and all saints also went there. After listening parayan all went to Vrushpur with Bapashri. The sermons of Bapashri which were delivered there are stated below in brief.

On the morning of Fagan Vad 5th, the 6th Vachanamrut of Loya was being read in the assembly. In the 15th question it was said that fault in form of proper behaviour should be accepted.

Swami Ishwarcharandasji asked, “How to behave properly according to the aforesaid question?” Bapashri replied, “Means like renunciation, self determination etc. can not be done by all in the same way so they can not be taken together. Therefore one should behave as per the boundary of norms bound by Shriji Maharaj but should not behave beyond those norms. Moreover meditation and worship be done the most but should not behave equally in it. The boundary which Shriji Maharaj has bound is not difficult for anyone. If one behaves accordingly, he would go to Akshardham. Shriji Maharaj has talked in light vain as well in strict language. The talk of light vain is not nearly light as we think it. If someone   forgets Vartman, he should be taken in satsang after making him repent. This is possible only for Mahaprabhuji, for none else. These words are from the mouth of Mahaprabhuji. They are so powerful that if someone is incapable will be made capable. Jiva likes the talk of miracles and talks of Murti seems heavy to him, but that is the only thing to be done. There are many kinds of trades for earning money, but if it comes to us from unexpected source where is the need of any trade. Similarly Murti is to be realized after doing infinite means but if it is realized then where is the need of means. The association of Maharaj and Muktas would have taken place in the previous birth therefore they have been recognised today. Those having association of Muktas and even if Murti does not appear at all, it has been installed in jiva by Muktas but it has been kept inside with cover. So we should know that realization has been done in jiva. Just as the attendant of the king escorts us to the king, similarly attendant of Maharaj i.e. Muktas escorts us to Maharaj. Just as when the attendant sits near the king, the importance of the attendant is recognised. If he meets without the king, his importance is not known. Similarly when Muktas takes us to Maharaj and give us the happiness of Maharaj, the importance which is known then, will not be known when he is in the form of human beings. The meeting with the king is not possible with the help of Nagarsheth or with the help of Thanedar (constable), but the attendant could make it possible. In the place of Nagarsheth if there is Ekantik who is determined worshipper and he is a seeker and his worship is like lightning, he will be unable to get meeting with Maharaj. The one whose worship is not firm and obeys commands properly is in the place of thanedar. He can take you to Badrikashram etc. but all other abodes are like prisons before Akshardham. In the place of hajuri there is Anadi Mukta of Shriji Maharaj who can get you meet Maharaj. Those who are healthy, have name and fame and are learned and do the work of satsang are also unable to get us meet Maharaj. Mukta may be humble but he is able to get you visible Murti. Today the attendant has come and will take you straight in the happiness of Maharaj’s Murti. Therefore one should meditate and should avoid enemies like attachment, honour, etc. After completing the talk there was jay ghosh of Sahajanand Swami and assembly was blessed with the boon let this assembly be free from the illusion (maya). || 66 ||