Gujarati / English

ફાગણ વદ-૬ને રોજ સવારે સભામાં કારિયાણીનું ૧૨મું વચનામૃત વંચાતું હતું. તેમાં કારણ દેહ છે તે જીવની માયા છે અને વજ્રસાર જેવી છે એમ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજનું ધ્યાન કરવાથી કારણ દેહ શેકાય છે, પણ તપ આદિક સાધને કરીને કારણ દેહ શેકાય નહિ. જેમ આંબલીનો કાતરો આખો પૃથ્વીમાં ઘાલીએ તોય ઊગે અને ફોતરું કાઢી નાખીને ગર્ભ સોતો નાખીએ તોય ઊગે અને ગર્ભ કાઢીને કાળી છાલે સહિત નાખીએ તોય ઊગે; પણ ધોળા બીજને નોખું પાડીને પૃથ્વીમાં નાખીએ ને પાણી રેડીએ તોપણ ઊગે નહિ. તેમ તપ, આત્મનિષ્ઠા આદિક સાધને કરીને કારણ દેહ શેકાય નહિ. એ તો જ્યારે શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાય ત્યારે કારણ દેહ બળી જાય; ને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયમાં ક્યાંએ લેવાય નહિ ને તેમાં જોડાય નહિ. અને બ્રહ્મકોટિ તથા મૂળઅક્ષરકોટિના ઐશ્વર્યમાં પણ જોડાય નહિ. માટે જ્ઞાનપ્રલય કરીને શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાવું.

“અને ચેલો, ગુરુ, દીકરો નાશ પામે તે ઉત્પત્તિ-પ્રલયાદિક શ્રીજી મહારાજની લીલા જાણવી; પણ લૌકિક સ્વાર્થે કરીને શોક કરવો નહિ. જો શ્રીજી મહારાજની  મૂર્તિરૂપી મોટી વસ્તુ હાથ આવે તો બીજું બંધું ખોટું થઈ જાય. એક સાધુનો ભણેલો શિષ્ય મરી ગયો તેથી તેના ગુરુ નિરાશ થઈ ગયા; એમ જ્ઞાન વિના થાય છે. માટે વસ્તુવિચાર કરીને શ્રીજીની મૂર્તિ વિના સર્વે ખોટું કરી નાખવું. એક મહારાજ ને તેમનું સુખ ને તેમના મુક્ત એ સત્ય રાખવાં. અને પોતાનું અધૂરું માનવું; બીજા સર્વેને પૂરું થયું છે એમ જાણવું અને નિત્ય ચઢતો રંગ રાખવો.

“જીવને પોતાની માયિક બુદ્ધિએ કરીને ભગવાન તથા મોટા મુક્ત ઓળખાતા નથી. એ તો જ્યારે અનાદિમુક્તનો આશરો કરે ત્યારે તે મુક્ત પોતાની બુદ્ધિ જીવને આપે ત્યારે ભગવાનનું કે મોટાનું વર્ણન કરી શકે. જેમ વરસાદ ચારે ખાણના જીવને સુખિયા કરે છે તેમ અનાદિમુક્ત જીવોને શ્રીજીને સુખે સુખિયા કરે છે. મોટા અનાદિ છે તે તો મૂર્તિમાં જ રહ્યા છે. આપણે તેવા થાવું; પણ ‘અઠે દ્વારકા’ કરી બેસી રહેવું નહિ. તે ત્યાગી થયા કે સત્સંગી થયા એટલે પૂરું ન માનવું.

“અને આ બ્રહ્મસભામાં કોઈનો અવગુણ ન લેવો. અવગુણ આવે તો પાછો ખદ્યોત જેવો થઈ જાય; માટે બીજાનું જોવું નહિ. મોટાનો અવગુણ આવે તો મરી જવાય એટલે કે ઊતરી જવાય.

“શ્રીજી મહારાજે કહ્યું છે જે, ‘સભા શૂન્ય થઈ ગઈ’ એટલે કે શ્રીજી મહારાજની ઉપાસના ન સમજાઈ. કથા-વાર્તા-ભક્તિમાં વલખાં કરે, પણ મૂર્તિમાં જોડાય નહિ એમ સભા શૂન્ય કહી છે. માટે જીવને ચકડોળે ચઢાવવો નહિ. અને શ્રીજીના સન્મુખ વૃત્તિ રાખવી, પણ તૂટક કરવી નહિ.  શ્રીજી મહારાજના સ્વરૂપમાંથી નોખા પડીને બીજે ડોળે ચઢી જવાય એ સભા શૂન્ય કહેવાય. માયામાં ઊંઘી જવાય તે શૂન્ય ન જાણવું. કેમ જે આ સભામાં માયા તો આવે જ નહિ. કદાપિ કોઈકને આવે તો બ્રહ્મઅગ્નિમાં નહાવું એટલે કે મહાપ્રભુજીને અને મોટા મુક્તોને સંભારવા તો પવિત્ર થવાય. જેમ જળ ને અગ્નિ દેહને ચોખ્ખો કરે છે તેમ શ્રીજી મહારાજ તથા  મોટા અનાદિમુક્ત છે તે જીવને ચોખ્ખો કરે છે. માટે જેને શ્રી પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામવું હોય તેણે બ્રહ્મઅગ્નિમાં ઝીલવું.

“એક શિષ્યને ગુરુ ઘસડીને ધામમાં લઈ ગયા અને તેને મહારાજ ને મુક્ત બતાવ્યા. એવા ગુરુ કરવા; પણ ગરબડિયા ગુરુ ન કરવા. એટલે ધન-સ્ત્રીના પ્રસંગવાળા તથા ઉપાસના ચોખ્ખી ન હોય એવા ન કરવા. જે ગુરુ પોતાના શિષ્યને પરાણે મૂર્તિમાં ઘસડી જાય તે મોટા છે ને મહારાજને વહાલા છે. શ્રીજી મહારાજ ‘જય સ્વામિનારાયણ’ કહે છે તે પોતાને કહે છે અને ‘જય સચ્ચિદાનંદ’ કહે છે તે પોતાના અનાદિમુક્તને કહે છે. તે એમ કહે છે જે તમે કાયમ રહો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “ભાગવતી તનુનો અર્થ શો હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભાગવતી તનુ એટલે ભગવાનની મૂર્તિ જાણવી. તે મૂર્તિમાં રાખીને સુખ આપે છે. જ્યાં સુધી સાધનનો ભાર હોય ત્યાં સુધી ધ્યાન કરે તોપણ મૂર્તિ દેખાય નહિ અને સત્સંગ પણ દિવ્ય સમજાય નહિ. કદાપિ મૂર્તિ દેખતો હોય અને તે મુક્તને ઓળખતો ન હોય, પણ સર્વને વિષે દિવ્ય ભાવ હોય તો વાંધો નહિ. જે સત્સંગ દિવ્ય ન જાણે અને પોતાને સરસ માને અને બીજાને પોતાથી ન્યૂન માને અને તે કહે જે, ‘હું મહારાજની મૂર્તિને દેખું છું’ તો એ વાત ખોટી છે.”  II ૬૭ II

On the morning of Fagan Vad 6th, the 12th Vachanamrut of Kariyani was being read in the assembly.  In it, it is said that a causal body is illusion (maya) of Jiva and it is like vajrasar (very sharp weapon). Bapashri said, “By meditating on Shriji Maharaj the causal body gets roasted but by doing penance etc the causal body does not get roasted. Just as if the whole tamarind is sowed in the field it will grow, if upper part is removed and sowed in the field it will grow. If the inner part is removed and sowed in the field with the black cover it will grow but if the separate white seed is sowed in the field and water, it will not grow. Similarly by the means of penance, firmness, etc. the causal body does not get roasted. It only gets burnt when it gets attached with Shriji Maharaj’s Murti and does not get attached in creation, maintenance and destruction and does not come under their influence. Moreover it does not associate with divinity of Brahmkoti  and Mul-Aksaharkoti . Therefore one should get attached to Murti of Shriji Maharaj by dissolving knowledge. When the disciple, preceptor, the son, etc. die should be known as Shriji Maharaj’s lila in the form of creation, destruction etc., but no grief should be expressed to please the world. If a big object in the form of Murti of Shriji Maharaj is achieved, everything else becomes false. When an educated disciple of a saint expired the preceptor got disappointed – this happens because of lack of knowledge. Therefore everything should be made false without the Shriji’s Murti. Maharaj, His happiness and His Muktas should be kept as true and should not consider oneself to be imperfect. All other should be considered as fulfilled and we should keep ourselves constantly growing. Jiva does not recognise God and His great Muktas because of its illusive (mayik) intellect. When jiva takes the shelter of Anadi Mukta, Muktas will give their intellect to jiva and then only it can describe God or Muktas. Just as the rain makes four kinds of jiva happy. Similarly Anadi Muktas make jivas happy in the happiness of Shriji. Great Anadi’s are already there in Murti. We should also become like that but should not do ‘athe Dwarka’ (we should not sit idle). If one has become renunciate for satsangi should not believe that it is fulfilled and should never take anybody’s faults in this Brahmsabha. If the fault is imbibed will again become like firefly, therefore should not find faults with others. If one imbibes he would meet to death means will fall from the righteaousness path. Shriji Maharj has said “The assembly has become zero means Upasana of Shriji Maharaj is not understood.” Katha- Varta and devotion are all efforts in vain unless one associates with Murti. In this way the assembly has been called zero. Therefore, jiva should not be allowed to go astray. The tendency should be kept towards Shriji, but should not be discontinued. If one separates from the Shriji Maharaj and tries elsewhere, that assembly is called zero. In case if one goes to sleep by the force of illusion (maya), it should not be known as zero because in this assembly illusion will not come at all. In case if somebody is affected by illusion, he should bathe in brahm-agni, means he should remember Mahaprabhuji and great Muktas so that he becomes purified. Just as water and the fire makes the body clean. Similarly Shriji Maharaj and great Anadi Muktas make the jiva pure. If one wants to be (as holy as) Purushottam, he should get himself purified in Brahm-agni. A guru drew his disciple to Akshardham and showed him Maharaj and Muktas. One should make such guru but not those who are after wealth and women and whose Upasana is not pure. A guru who forcibly draws his disciples in Murti is great and is dear to Maharaj. When Shriji Maharaj says Jay Swaminarayan, He says it for Him and when He says Jai Sachchidanand He says for His Anadi Muktas. He says that you remain in this bliss for ever.

Swami Ishwarcharandasji asked, “What is the meaning of Bhagwati tanu?” Bapashri replied, “Bhagwati tanu means God’s Murti. He gives happiness by keeping us in Murti. Till there is load of means, he may meditate but will not be able to see Murti and will not recognise satsang as divine. In case he sees Murti and does not recognise Muktas but has divine feelings for all, there is no harm. The one, who does not consider satsang as divine, believes himself to be good and takes others as inferior to him and says that he sees Maharaj’s Murti, it is false.” || 67 ||