Gujarati / English

વૈશાખ વદિ-૬ને દિવસે સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ મોટો શાહુકાર હોય તે હીરા, માણેક, મોતી તેનો વેપાર કરે છે તેના ભેળો કોઈ ગરીબ ભાગ રાખે, તો તેને પણ શાહુકારના સરખો ભાગ મળે છે. તેમ મોટા મુક્તના ભેળો ભાગ રાખે તો મોટાને જે સુખ છે તે જીવોને આપે છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “વીજળીના અગ્નિ જેવા તથા વડવાનળ અગ્નિ જેવા મુક્તનાં લક્ષણ શાં હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બ્રહ્મકોટિનાં અને મૂળઅક્ષર-કોટિનાં સુખમાં ને ઐશ્વર્યમાં લેવાય નહિ તે સાધનદશાવાળા એકાંતિક વીજળીના અગ્નિ જેવા જાણવા. શ્રીજી મહારાજના તેજરૂપ ધામમાં રહ્યા થકા અહીં મનુષ્યરૂપે દેખાતા હોય તે સિદ્ધદશાવાળા પરમ એકાંતિક, તથા મૂર્તિમાં રહ્યા જે અનાદિ તે વડવાનળ જેવા જાણવા. તે મુક્ત આસુરી અને અતિ કુપાત્ર જીવ હોય તેનો પણ સંકલ્પ માત્રમાં ઉદ્ધાર કરે અને મૂર્તિને સમીપે લઈ જઈને મૂર્તિના સુખે સુખિયો કરે. એવું કામ વીજળી જેવા મુક્તથી થઈ શકે નહિ. તેમાં જે અનાદિમુક્ત છે તે તો જેવા શ્રીજી મહારાજ છે તેવા જ છે અને મહારાજની મૂર્તિમાં રહ્યા થકા મહારાજના સંકલ્પથી અહીં દર્શન આપે છે. જે એમનો આશરો કરે તેને પોતા જેવા અનાદિ કરીને મૂર્તિમાં રાખે છે અને મૂર્તિનું રોમ રોમનું સુખ ભોગવે એવા સમર્થ કરે છે.

“વીજળી જેવા મુક્તને માથે પણ કાળ, કર્મ, માયા આદિક કોઈનો હુકમ નથી. જેમ રાજાના કુંવરને માથે રાજા વિના બીજો કોઈ ઉપરી નથી તેમ. એવા વીજળી જેવા એકાંતિકને મુખે પણ શ્રીજી મહારાજ બોલે છે ને પગે ચાલે છે તેમજ સર્વે ઈન્દ્રિયો દ્વારે શ્રીજી મહારાજ ક્રિયા કરે છે. માટે તેમાં જે કાંઈ અંતર્યામીપણું આવે કે ત્રિકાળનું સૂઝે એ આદિક જે કાંઈ ઐશ્વર્ય જણાય તેમાં તે ભક્ત પોતાપણું ન લાવે. સર્વ મહારાજનું કર્યું થાય છે એમ માને, પણ પોતાનું કર્યું થાય છે એમ ન મનાય તો સત્સંગમાં સુખિયા થવાય, દેહ સર્પની કાંચળી જેવો થઈ જાય અને પોતે સર્વેથી પર એકરસ ચિદઘન તેજરૂપ થઈને પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામે. એવાની છાયામાં જે રહે તે પણ સુખિયા થાય છે અને એનો કારણ દેહ પણ ખોખા જેવો થઈ જાય છે. આટલો લાભ તો જે પોતાપણું ન માને એવા એકાંતિકના સમાગમથી મળે છે.

“જે શ્રીજી મહારાજના પરમ એકાંતિક તથા અનાદિમુક્ત છે તે તો શ્રીજી મહારાજની તુલ્ય છે. અને આપણે જેમ રાત્રિમાં તારા દેખીએ છીએ તેમ જે મુક્ત જીવને દેખે છે તેની સાથે વિશ્વાસ રાખે તો પોતાતુલ્ય કરે છે. આવા મુક્તના જોગનો લાભ તો અલૌકિક છે. આખી ઉંમર સત્સંગ કરે તોપણ આવા મોટાનો જોગ એક કલાક થાય તેમાં જેટલો સમાસ થાય તેટલો આખી ઉંમર સત્સંગ કરનારને ન થાય. ત્યાં દૃષ્ટાંત જે આ ગામના કુંવરજી પટેલ લક્ષ્મીરામભાઈની વાતો સાંભળીને એમ બોલ્યા જે, ‘મેં પચાસ વરસ સંત-સમાગમ કર્યો, પણ તમારી વાતો એક કલાક સાંભળી તેમાં ઘણો સમાસ થયો.’ એવો મોટાનો પ્રતાપ છે. માટે ખરા ભાવથી આતુરતાએ સહિત સંગ કરવો. શુદ્ધ સત્વગુણી થઈને એટલે બ્રહ્મરૂપ થઈને મોટાની વાત સાંભળે તો તેનું ફળ થાય ને જીવમાં વાત પેસે ત્યારે જીવ વૃદ્ધિ પામે ને અપાર સુખ મળે. પરમ એકાંતિક થોડું બોલે, પણ શ્રીજી મહારાજની મૂર્તિની સન્મુખ રહીને બોલે છે ને જીવને બ્રહ્મરૂપ કરી મૂકે છે. સાધનિક ઘણું બોલે તોપણ તેના શબ્દથી શાંતિ ન થાય. માટે મોટાના શબ્દ જીવમાં ચોંટાડે તો સુખ, સામર્થી ને પ્રકાશ વૃદ્ધિ પામે છે.”

ત્યારે પુરાણી કૃષ્ણજીવનદાસજીએ પૂછ્યું જે, “પૂર્વના સંસ્કારી જીવ હોય તેને સત્સંગ ઓળખાતો નથી તેનું શું કારણ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અશુભ સંગના દોષે કરીને સંસ્કાર દબાઈ રહે છે તે જ્યારે સત્પુરુષનો જોગ થાય ને સંપ્રદાયની રીતિ પ્રમાણે ચાલે તો સંસ્કાર ઉદય થાય ને થોડાકમાં સાધન પૂરાં થાય. કોઈકને સત્સંગમાં આવે ને પાધરું તેને મહારાજ દર્શન આપે છે કે ઐશ્વર્ય જણાય છે કે કોઈ સત્સંગીનો છોકરો હોય તેને લક્ષ થાવા માંડે છે. તે પૂર્વેના સંસ્કારી જીવ હોય ને પૂર્વે ભગવાન કે સંતને સેવાએ કરીને રાજી કર્યા હોય એનું પુણ્ય ઉદય થઈ આવે ને મહારાજ તેને દર્શન આપે એટલે વૃત્તિઓ મહારાજના સ્વરૂપમાં તણાય ને લક્ષ થાય. જેમ પૃથ્વીને વિષે બીજ પડ્યાં હોય તે વરસાદના જોગથી ઊગી નીકળે તેમ તે પૂર્વ સંસ્કારવાળો પોતાને સુખ, સામર્થી પ્રાપ્ત થઈ આવે તેને દબાવીને દાસાનુદાસ થઈને મોટા મુક્તનો જોગ કરે તો વૃદ્ધિને પામીને મહામુક્ત થઈ થાય. જો પોતાને સુખ-ઐશ્વર્ય પ્રાપ્ત થયું હોય તે પોતાને વિષે માણસને ખેંચવા માટે અગર પોતાની મોટપ બીજાને જણાવવા માટે કાંઈક ચમત્કાર બતાવે અગર ચમત્કાર ને સુખની વાતો કરવા માંડે તો પોતાની સ્થિતિમાંથી પડી જાય ને સત્સંગમાંથી પણ પડી જાય. એવું મોટું વિઘ્ન આવે. માટે પોતાનો ગોળ પોતે ચોરી ખાવો. એટલે કે પોતાને સુખ મળ્યું હોય તે પોતે ભોગવવું; પણ બીજાને જણાવવું નહિ.”  II ૭ II

In the morning of the 6th day of Vaishkh Vad, Bapashri talked by showing his grace.  He said, “If big rich businessman keeps with him a poor man as a partner and deals in diamonds, rubies, pearls, the poor man will get the equal part from the profit as the rich man get.  Similarly if we keep partnership with great Muktas they will give us the profit in the form of bliss which they enjoy.”

Swami Ishwarcharandashji asked a question, “What are the characteristics of Muktas who are like fire of lightning and like vadvanal (the fire of sea)?” Bapashri replied, “Those Ekantik seekers who are not lured by the divinity and bliss of Brahmkoti and Mul-Aksharkoti should be known like the fire of lightning.  Those who appear in the form of human beings dwelling in the abode of Shriji Maharaj’s luminescence should be known as liberated Param Ekantik, and those Anadi who dwell in Murti are known like vadvanal (the fire of sea).  Those Muktas will liberate by thought only and will make happy in the happiness of Murti by taking them before Murti all those who are very wicked and having demoniacal nature.  This work can not be done by those Muktas who are like the fire of lightning.  Anadi Muktas are like Shriji Maharaj and give darshan over here by the thought of Maharaj by dwelling in Maharaj’s Murti.  Those who take refuge under them will be kept in Murti by making them Anadi as they are, and make them worthy of enjoying the bliss of Murti from head to toe (romrom).  Those Muktas who are like lightning are above the commands of kal (time), karma (deeds), maya (illusion), etc. –just as there is no one above the prince, excepting the king himself.  Shriji Maharaj also speaks through the medium of Ekantik Muktas who are like lightning and walks through their legs and all activities of senses are done by Shriji Maharaj through their medium.  Therefore if one finds divinity like supernatural power or knowledge of trikal (the three tenses: present, past and future), etc. in it the devotee should not think that it is because of him.  If he believes that every thing is done according to the wish of Maharaj and not according to his own wish, he will become happy in the Satsang.  His body becomes like slough of a snake and he above all becomes one with luminescence of the Supreme Being and achieves qualities of Purushottam.  They who live in their shadows also become happy and their karan (causal) body becomes empty like a box.  This much benefit can be had by attaching to such Ekantik provided he keeps his self away.  Param Ekantik and Anadi Muktas of Shriji Maharaj have the same status of Shriji Maharaj.  Muktas see the soul as we see stars at night.  They give the same status as theirs if they are trusted.  The benefit of the attachment with such Muktas is divine.  The person doing satsang for the whole life will not be able to get the benefit which he gets in an hour by remaining attached to such Muktas.  For example, Kuverji of this village said that the immense benefit which he got in an hour from Laxmirambhai’s talks, could not be achieved even after remaining attached to saints for fifty years.  Such is the power of Muktas.  Therefore, one should do satsang sincerely showing eagerness.  If one listens to the talk of great saints by becoming pure satvaguni (one having satvagun), means becoming the form of Brahm, he will get the fruits.  This talk should go deep in heart, so that the jiva achieves the height in spirituality and gets unlimited happiness.  Param Ekantik speaks less but he speaks in the presence of Murti of Shriji Maharaj and gives the soul the form of Brahm. A seeker speaks much but his words do not give peace, so if the words of great Mukta go deep in heart, the happiness, potency and radiance increase.” 

Then Purani Krushnajivandasji asked a question, “The purified soul of the previous birth does not recognise the Satsang. What is the reason of it?” Bapashri said, “The subtle influence of previous births remains hidden on account of bad company.  This subtle influence will come out when the devotee comes in contact with satpurush (an enlightened saint) and he follows the rules of the sect, and in a short time means will be completed.  If someone comes in the Satsang, Maharaj soon gives him darshan and he sees supernatural powers of Maharaj.  If there is a son of satsangi he will begin to tread the path of the goal and if there is any purified soul of previous birth and had done service to God and saints previously and had pleased them, his good deeds will come and Maharaj will give him darshan so his vrutti will be attracted in Maharaj and Maharaj will become the goal for him. Just as the seeds lying on the earth will sprout when there is rain. Similarly the purified devotee of the previous birth will get happiness and powers.  If he suppresses them and humbly serves great Muktas by remaining attached to them his means will get strength and he will become MahaMukta.  On the other hand if he exhibits these siddhis  (supernatural powers) to attract people and shows miracles to impress people or talks about miracles and such things, he will fall from that position and also will fall from satsang. Such will be a big hurdle.  Therefore one should not exhibit his powers but he should enjoy the happiness which he has got but should not reveal it.” || 7 ||