Gujarati / English

ફાગણ વદ-૧૧ને રોજ સવારે સભામાં છેલ્લાં પ્રકરણનું રજું વચનામૃત વંચાતું હતું. તેમાં પરોક્ષના જેવી પ્રત્યક્ષને વિષે પ્રતીતિ આવે તો સર્વે અર્થ પ્રાપ્ત થાય એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પરોક્ષના જેવો પ્રત્યક્ષનો મહિમા જણાતો નથી, તેથી પૂર્વના ઋષિનું મનાય અને આજના મુક્તનું ન મનાય. ગઢડામાં શ્રી આનંદાનંદ બ્રહ્મચારીએ કહ્યું જે, ‘પૂર્વના ઋષિઓ ઊન, દૂધ, કેળનું પાણી તથા મૃગચર્મ એ સર્વેને પવિત્ર કહી ગયા છે તે મનાય છે અને હું સાક્ષાત્ શ્રી પુરુષોત્તમ નારાયણનો મુક્ત છું ને હું કહું જે દૂધ કરતાં ઘેલાનું પાણી પવિત્ર છે ને મૃગચર્મ તથા ઊન કરતાં કપાસ પવિત્ર છે તો તે કોઈ ન માનો; કેમ જે પ્રત્યક્ષનો મહિમા જાણ્યામાં આવ્યો નથી.

“ભુજમાં અમૃતબાઈ હતાં તે ચાર મહિના ચીભડાં જમે, ચાર મહિના ગલકાં જમે, ચાર મહિના ભીંડા જમે; એમ પંદર વર્ષ કાઢી નાખ્યાં એવાં તપસ્વી હતાં. ધર્મમાં પણ એવાં જે કોઈનો પડછાયો અડે કે દોરો અડી જાય તો તે હમીરસર તળાવમાં ટાઢમાં નાહી આવે. ને બ્રહ્મચારી પાસેથી છાશ લેતાં તે પણ બ્રાહ્મણના છોકરાને નવરાવીને માર્ગમાં પાણી છાંટતાં છાંટતાં લઈ જાય. એક દિવસે બ્રહ્મચારીએ એ ડોશીને છાશ આપવા અમને મોકલ્યા તે ન લીધી ને કહ્યું જે, ‘બ્રહ્મચારીએ કણબી સાથે છાશ મોકલી તે નહિ લઉં.’ પછી એ છાશ અમે પાછી લાવીને બ્રહ્મચારીને આપી તે છાશ એક મોઢ બ્રાહ્મણનો છોકરો નાગોડિયો કૂતરાં રમાડતો હતો તેને નવરાવીને તેની પાસે લવરાવીને પીધી.

“પછી રાત્રિએ શ્રીજી મહારાજે સ્વપ્નમાં કંસારા સોનીની છાશ લુહાર પાસે લેવરાવીને પાઈ અને પછી કહ્યું જે, ‘કાલે અમારા મુક્તની લાવેલી ન લીધી ત્યારે આ પીધી તે કોની છે? અને કોણ લાવનાર છે?’ પછી તો ઘણો પસ્તાવો થયો. પછી બીજે દિવસે અમારી પાસે મંગાવીને પીધી અને કહ્યું જે, ‘તમે તો સાક્ષાત્ અનાદિમુક્ત છો. તે મેં તમને ઓળખ્યા નહિ અને કણબી જાણીને સંશય કર્યો; તેનો શ્રીજી મહારાજે આજ રાત્રિએ મને દંડ દીધો.’ માટે વિધિ તો પાળવો, પણ ટાણું ઓળખવું ને મુક્ત ઓળખવા જે આપનારા કોણ છે. પરોક્ષના કરતાં પ્રત્યક્ષના મુક્તની પ્રતીતિ વધારે રાખવી, પણ તે મનાતું નથી.

“ભુજમાં સુતાર સુંદરજીભાઈએ દેહ મૂક્યો ત્યારે પટારામાંથી શાલ કાઢવા શ્રીજી મહારાજ ગયા ત્યારે એમનાં પત્નીએ કહ્યું જે, ‘મહારાજ! તમે તમારા ભક્તને અડયા છો, માટે પટારે અડશો નહિ.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘એ તો અમે ભૂલી ગયા.’ પછી બીજા પાસે કઢાવીને દેન દઈ આવ્યા. જ્યારે મહારાજે પછી દિવ્ય તેજોમય પોતાના અનંત મુક્તે સહિત દર્શન આપ્યાં ત્યારે ખબર પડી ને પ્રાર્થના કરી જે, ‘હે મહારાજ! તમે દિવ્ય છો; પણ હું તમારે વિષે દિવ્યપણું ભૂલી ગઈ અને મનુષ્યભાવ આવી ગયો.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘અમને ભગવાન જાણીને ઘેર રાખ્યા ને બહુ સેવા કરી, પણ જ્યારે ટાણું આવ્યું ત્યારે ભૂલી ગયાં.’

“માટે સદા દિવ્ય ભાવ રહે એવી પાકી દૃઢતા કરવી. એવું ન સમજાય ને મનુષ્યભાવ આવે એટલું નાસ્તિકપણું છે. મોટાને તો નાત, જાત, વર્ણ, આશ્રમ તે કાંઈ છે જ નહિ. એ તો શ્રીજી મહારાજરૂપ છે ને શ્રીજી મહારાજના સંકલ્પથી અત્યારે મુક્તરૂપે દેખાય છે ને મુક્તદ્વારાએ શ્રીજી મહારાજ સર્વ સત્સંગને સુખ આપે છે, દર્શન આપે છે, સેવા અંગીકાર કરે છે તથા વાતો કરે છે. માટે જેવા શ્રીજી મહારાજ દિવ્ય છે તેવા જ મુક્ત દિવ્ય છે એમ સમજીને મનુષ્યભાવ આવવા દેવો નહિ.”  II ૭૬ II

On the morning of Fagan Vad 11th, the 2nd Vachanamrut of the Last Chapter of Gadhada was being read in the assembly.  In it, it is said that if direct (pratyaksha) is believed as indirect (paroksha), everything is achieved.  Bapashri said, “The importance of direct is not seen as that of indirect.  Therefore ancient seers are believed and Muktas of today are not believed.  In Gadhada Anandanand Brahmchari said that wool, milk, water of banana, mrugcharma (skin of dear) all have been said as holy by ancient seers and this is believed whereas when I, who is Mukta of Shri Purushottamnarayan himself, say that water of Ghela river is holier than milk, cotton is holier than mrugcharma or wool, no body believes it because the importance of direct is not known.  There was a devotee name Amrutbai in Bhuj.  She used to live on musk-melon for four months, on galka (kind of vegetable) for four months, on lady’s finger for four months– in this way she continued for fifteen years.  Such was her renunciation.  Similarly she was strict follower of religion for example some one’s shadow touches her or thread touches her she would bathe in Hamisar even in winter.  She would take buttermilk from celibate- that also was taken after getting Brahmin’s son to bathe and made him carry and on the way she would sprinkle water.  Once celibate sent me (Bapashri) to give buttermilk to that old lady but she did not accept because the celibate sent it through a Kanbi.  Therefore, I brought back that buttermilk and returned it to celibate and in turn he gave it to a son of Modh Brahmin who was nude and playing with dogs.  The celibate made him bathe and sent buttermilk with him to her and then she drank it.  Shriji Maharaj got the buttermilk of kansara goldsmith through blacksmith and made her drink that buttermilk. This was all in dream. Then He said, “You did not accept the buttermilk sent to you by My Mukta– then whose was this which you drank and who brought it?”  Then she repented much. On the next day she asked me to bring the buttermilk and said, “You are yourself Anadi Mukta.  I did not recognise you and made a doubt knowing you as Kanbi, so Shriji Maharaj punished me in my dream last night.”  Therefore, rituals must be observed but should also know occasion and Mukta- should know who the giver is.  Visible Mukta should be trusted more than the indirect but it is not believed. When carpenter Sunderjibhai of Bhuj left his body, Shriji Maharaj went to take out a shawl from the wardrobe.  His wife said, “Maharaj! Since you have touched your devotee’s body please do not touch the wardrobe.”  Then Maharaj said, “Sorry I have forgotten that.”  Then Maharaj made some one take out the shawl and devotee was cremated.  When Maharaj gave darshan of His divine luminescence along with His infinite Muktas, she knew His greatness and said, “Oh Maharaj! You are divine but I forgot Your divinity and developed human feeling for You.”  Then Maharaj said, “You kept Me in your home treating Me as God and did much service but when the occasion came you had forgotten Me.” Therefore one should always keep divine feelings and it should be made firm.  If it is not understood that and if human feeling is developed means it is atheism.  Muktas have nothing like caste-creed (Varna and ashram– four divisions according to the philosophy of Hindu religion).  He (Bapashri) is the form of Shriji Maharaj and   he is seen in the form of Mukta by the volition of Shriji Maharaj.  Shriji Maharaj gives happiness and darshan to all satsang through the medium of Muktas, accepts service and talks.  Therefore, one should understand Muktas as divine as Shriji Maharaj and should not allow the human feelings. || 76 ||