Gujarati / English

ફાગણ વદ-૧૩ને રોજ સવારે સભામાં અમદાવાદના શેઠ બળદેવભાઈએ પૂછ્યું જે, “શ્રીજી મહારાજે તથા મોટા મુક્તોએ સ્વપ્નમાં દર્શન આપ્યાં હોય તે પ્રત્યક્ષ દર્શન જેવાં હશે કે કાંઈ ફેર હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજે કે મોટા મુક્તોએ સ્વપ્નમાં દર્શન દીધાં હોય તે પ્રત્યક્ષ દર્શન જેવાં જ છે. એમાં કાંઈ ફેર નથી; કેમ જે એમને જાગૃતાદિક અવસ્થા તથા દેહ એ કાંઈ છે જ નહિ. જાગૃતમાં દર્શન આપે છે તેમાં દર્શન કરાવનારને ઉદઘોષ વધારે જણાય, કેમ જે એને પ્રત્યક્ષ થાય છે. અને સ્વપ્નમાં દર્શન આપે છે તે અંદરપડદે રહે છે, તે જીવને જાણવા દેતા નથી ને કહેવા દેતા નથી; રોકી રાખે છે. જેને સાક્ષાત્કાર થયો હોય અને શ્રીજીને સુખે સુખિયો હોય, તે જાણે જે ફલાણાના અંતરને વિષે રહીને મહારાજ તેને આટલું સુખ આપે છે. આ કલમ જે અખંડ મૂર્તિમાં રહેતા હોય તેને હાથ આવે છે.

“મોટા વાતો કરે તે નિત્ય નવી નવી આવે; કેમ જે અપાર છે. તેમ જ શ્રીજીની મૂર્તિનું સુખ મુક્તને નવું નવું આવે છે. જેમ બ્રહ્માંડમાં અનંત વસ્તુઓ છે તેમ મૂર્તિમાં અનંત સુખ છે. જેને સાક્ષાત્કાર થાય તેને તે જણાય છે. ખૂબ મંડીએ ને પુરુષોત્તમરૂપ થઈએ તો એ સુખ મળે. જે પુરુષોત્તમના સાધર્મ્યપણાને ન પામ્યા હોય તેનાથી એ સુખમાં પહોંચાય નહિ ને રહેવાય નહિ.

“જ્યારે પોતાપણું કાંઈ ન રહે ત્યારે તે પતિવ્રતાનું અંગ જાણવું. આવું અંગ થાય તે જ સુખિયા થાય છે અને જે પોતાપણું રાખે તે દુખિયા રહે છે. જેને મહાપ્રભુજીની મૂર્તિમાં તાન હોય તેનો પાકો પાયો કહેવાય અને જેને રાગ, રંગ, વિલાસમાં તાન હોય તેનો પાકો પાયો ન કહેવાય. પ્રસાદીની મૂર્તિ  ને આજની છાપેલી મૂર્તિ સરખી સમજે તેનો પાકો પાયો છે અને જે સરખી ન સમજે તેનો પાકો પાયો નથી. જેને દૃઢ આત્મનિષ્ઠા થઈ હોય ને શ્રીજી મહારાજની મૂર્તિને આકારે દૃષ્ટિ થઈ હોય તેને પ્રસાદી ને વગર પ્રસાદી બેય સરખું છે ને તેનો જ પાકો પાયો છે.

“જેને દેહાભિમાન હોય તે ચેલા પાસે સેવા કરાવવા સારુ પગલાં-પ્રસાદી રાખે ને પ્રસાદીનો મહિમા વધારે; પણ પ્રસાદી તો કાર્ય છે ને મૂર્તિ તો કારણ છે. માટે મૂર્તિ આકારે વૃત્તિ કરવી. એ જ અવશ્ય કરવાનું છે. જેને મૂર્તિ આકારે દૃષ્ટિ ન થઈ હોય ને નવા આદરવાળા હોય તેને એ પ્રસાદી પવિત્ર કરે છે ને મહારાજની સ્મૃતિ કરાવે છે. જેને મૂર્તિમાં જોડાવું હોય તેને તો કાર્ય માત્રને વિસારીને એક મૂર્તિમાં જ દૃષ્ટિ રાખવી. પ્રસાદીની વસ્તુમાં પણ હેત રહે ને અંત વખતે સાંભરી આવે તો મોક્ષમાં વાંધો આવે. એક ગુરુ હતા તેમને અંત વખતે ચરણારવિંદ સાંભરી આવ્યાં તો ઈયળ થવું પડ્યું. માટે એક મૂર્તિમાં જ વૃત્તિ રાખવી. મૂર્તિ વિના બીજું સર્વે બંધનકારી છે.”  II ૭૮ II

On the morning of Fagan Vad 13th, Sheth Baldevbhai of Amdavad asked a question in the assembly, “Whether the darshan given in dream by Shriji Maharaj and great Muktas are like the visible (pratyaksha) darshan or with some difference?”  Bapashri said, “Darshan given by Shriji Maharaj and great Muktas in dream are as good as visible (pratyaksha) darshan.  There is no difference in it, because for them there is nothing like the state of awakening, body, etc.  Darshan given in the state of awakening appears more to the person getting darshan because it is given to him directly but darshan given in dream remain hidden inside and the soul is allowed neither to know it nor to tell it; it is stopped.  The one who has become realized and is happy in the happiness of Shriji knows that Maharaj gives him so much happiness to some one dwelling in his heart.  This knowledge comes to him who dwells in Murti constantly.  Muktas give discourses in the talk on it; it is always new because it is limitless.  Similarly the bliss of Shriji’s Murti comes to Mukta always in new form. Just as there are infinite things in cosmos, similarly there is endless bliss in Murti. This is known only to one who has realized.  By constant efforts and by becoming the form of Lord Purushottam one can get that bliss.  Those who are not engrossed in Purushottam, will not achieve that bliss and they can not live in it.  When there remains nothing of self, it should be known as the state of pativrata (the woman who dedicates her life to her husband).  Those who have become such will be happy and those who are proud of their self will be unhappy. The one who is fully engrossed in Mahaprabhuji’s Murti, should be known as firm believer and the one who is engrossed in passion, lust and enjoyments, can not be called firm believer.  The one who takes prasad Murti (Murti offered as prasad) and printed Murti as equal should be considered as firm believer and the one who does not take them as equal has not become firm believer.  The one who has become firm in his belief (atmanishtha) and whose vision sees everything in the form of Shriji Maharaj’s Murti- for him prasadi or without prasadi, both are equal and his base is sound.  The one who is proud of body keeps pagla (footprints), prasadi for getting service from his disciple and increases the importance of prasadi but prasadi is means and Murti is goal (karan). Therefore, the tendency should be in the form of Murti. That is to be done without fail. The one whose vision has not become the form of Murti and who is the beginner, prasadi purify him and makes him remember Maharaj.  The one who wants to realize Murti should forget everything and concentrate only on Murti.  If there is attachment in the object of prasad and if it is remembered at the time of death, there will be hurdle in salvation.  A preceptor remembered charanarvind (foot print) at the time of his death so he had to take rebirth as a worm.  Therefore, tendency should only be for Murti. Everything else is binding without Murti. || 78 ||