Gujarati / English

ફાગણ વદ-૧૪ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૬ઠ્ઠું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનનો ને સંતનો એટલે મુક્તનો વિશ્વાસ રાખે તો અવિવેક ટળી જાય છે એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અનાદિમુક્તની વાતમાં સંપૂર્ણ વિશ્વાસ આવે તો તે તેમના જેવો જ થાય; અને સંપૂર્ણ વિશ્વાસ ન આવે ને જ્ઞાન સમજવામાં જેટલે અટકે તો તે એટલે જ રહે. જેમ માર્ગમાં ચાલતાં માર્ગનો અંત તો ન આવે ને વચમાં જ્યાં થાકે ત્યાં બેસી રહે તેમ થાય. શ્રીજી મહારાજના ગુણનો કે સુખનો કે મહિમાનો કે સ્વરૂપના જ્ઞાનનો પાર પમાય તેમ નથી; એ તો અપાર છે. તેનું દૃષ્ટાંત પણ દેવાય નહિ, કેમ જે દૃષ્ટાંત તો માયિક છે અને મહારાજના ગુણ ને કર્મ તે સર્વે તો દિવ્ય છે. દિવ્ય વસ્તુને માયિકની ઉપમા કે દૃષ્ટાંત દેવું પડે છે તે તો બહુ જ કંટાળો આવે છે, પણ શું કરીએ! જીવને સમજાવવા સારુ દાખલા આપીએ છીએ.

“જેમ લાખો-કરોડો ગાઉની મજલ હોય તેનો માર્ગ બતાવે જે આ દિશે માર્ગ છે, પણ તે સ્થાન તો ક્યાંય પડ્યું હોય; તેમ દિશ બતાવીએ છીએ, પણ મહારાજનું સુખ તો અપાર છે ને મુક્તનું સુખ પણ અપાર છે. એ સુખની બ્રહ્મકોટિમાં કે અક્ષરકોટિમાં કોઈ ઉપમા દેવાય એવું નથી. એ મૂર્તિના સુખમાં પહોંચ્યા કેડે ધામનું સુખ તે શું? અને મુક્તકોટિનું સુખ તે પણ શું ? એવું મૂર્તિનું સુખ છે. આ તો સાંસાગોટીલાં કરો છો, પણ જ્યારે ધામમાં લઈ જઈને મહાપ્રભુજીની મૂર્તિનું સુખ દેખાડીશું ત્યારે બીજાં સુખ નજરમાં જ નહિ આવે.

“જેમ હાથી આગળ સસલો ગોટીલાં કરે ને હાથી રાજી થાય, તેમ તમે અમારા આગળ કરો છો એટલાંમાં જ અમે રાજી થઈને એ સુખમાં લઈ જઈશું. આ વસ્તુ બહુ મોંઘી છે તે હાથ આવે એવી નથી, પણ આજ અનાદિમુક્ત આવ્યા છે તે નક્કી લઈ જશે એમ જાણજો. આ મુક્ત મળ્યા છે તે વસ્તુ મૂળઅક્ષરથી તથા અક્ષરધામથી પણ પર છે; કેમ જે મૂર્તિમાં રહ્યા છે. અને ધામ તો શ્રીજી મહારાજનું ને અનાદિમુક્તનું તેજ છે. બ્રહ્મકોટિ ને મૂળઅક્ષરકોટિ પણ આ મુક્તની પ્રાર્થના કરે છે અને મૂર્તિનું સુખ માગે છે; એવા મોંઘા આ મુક્ત છે. લાખો-કરોડો જન્મ ધરો ને સત્સંગ કરો, પણ આ જોગ એક મિનિટનો પણ તેથી અધિક છે; કેમ જે એક મિનિટમાં અનાદિ કરી મૂકે. જેમ ઉત્તમ પારસને જે વસ્તુ અડે તે અડતાં જ પારસ થઈ જાય એવા આ મુક્ત છે. જ્યારે માંડવીના રામકૃષ્ણભાઈને આ મુક્ત ઓળખાણા ત્યારે માગ્યું જે, ‘મારે કાંઈ પણ બાકી રહે નહિ, ને કદાપિ બાકી રહે ને જન્મ ધરાવો તો તમારી નાતમાં જન્મ ધરાવજો; પણ બ્રાહ્મણની નાતમાં ધરાવશો નહિ એ મારી અરજ છે.”  II ૭૯ II

On the morning of Fagan Vad 14th, the 6th Vachanamrut of the First Chapter of Gadhada was being read in the assembly.  In it, it is said that if one keeps faith in God and saint (means Mukta) gets rid of impoliteness.  Then Bapashri said, “If one keeps full faith in talks of Anadi Muktas, he will become as they are and if he does not and stops till the understanding of knowledge, he will remain where he is.  Just as while walking if one finds no end to the path of ultimate destination he rests when tired– it will happen the same way.  It is not possible to find the limit of virtues or bliss or greatness or knowledge of form of Shriji Maharaj; it is limitless.  No example can be given for it because the example is illusive (mayik) and virtues and karma of Shriji Maharaj are all divine.  To give example or simile for divine object is very much boring; but what can we do?  Examples are given for the benefit of Jiva.  Just as the distance of a journey is thousand miles away and if some one shows the direction that the way is in that direction but the destination is too far, similarly the direction is shown but the bliss of Maharaj is limitless and bliss of Muktas is also limitless. It is not possible to give simile of that bliss in Brahmkoti or Aksharkoti.  After reaching in bliss of Murti, the bliss of Akshardham has no value. Moreover, the bliss of Muktakoti has also no value; such is the bliss of Murti.  Once I take you to Akshardham and show you the bliss of Mahaprabhuji’s Murti; all other bliss will become worthless.  Just as hare plays near an elephant and elephant is pleased.  Similarly you are doing the same before me so it pleases me and I will take you in the bliss.  This thing is very dear and can not be had but Anadi Mukta has come today and he will definitely take you.  Please note it. This Mukta is above Mul-Akshar and Akshardham because he dwells in Murti.  Akshardham is the luminescence of Shriji Maharaj and Anadi Muktas. Brahmkoti and Mul-Aksharkoti also pray this Mukta and ask for bliss of Murti; such is the greatness of the Muktas.  You may take innumerable births and do satsang but this opportunity of a minute is more than all those because within a minute they can make you Anadi.  Just as when gem (paras) touches any object, that object becomes the gem (paras) no sooner it is touched; such is this Mukta.  When Ramkrushnabhai of Mandvi knew this Mukta he asked for ultimate liberation and if he had to take rebirth he asked for rebirth in Kanbi caste but he should not be given birth in the caste of Brahmin; that was his request.   || 79 ||