Gujarati / English

વૈશાખ વદિ-૬ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા, ત્યાં નાહી બાવળ નીચે બેસી માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જ્યાં પરમ એકાંતિક હોય ત્યાં મહારાજ હોય છે. મહારાજનો અને મુક્તનો મહિમા અપાર છે તેને કોઈ ઉપમા દેવાય નહિ. અખંડ મૂર્તિમાં રહ્યા છે. મહારાજની મરજી પ્રમાણે બોલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે, તે સર્વે કરતાં થકા અકર્તા છે. પર્વતભાઈએ શ્રીજી મહારાજની આગળ વાત કરી હતી જે, ‘હે મહારાજ! મને લોકો કહે છે જે તમને સાઠ વર્ષ થયાં; પણ જો મેં તમારી મૂર્તિ વિના આ લોકમાં કાંઈ દીઠું હોય કે ભોગવ્યું હોય કે સાંભળ્યું હોય તો મને પાંચસો પરમહંસના સમ છે. હું તો સદાય તમારી મૂર્તિમાં જ રહ્યો છું; બીજું કાંઈ દેખતો નથી.’ એમ મુક્ત અકર્તા છે.

“આવી સામર્થી છતાં પણ અલ્પ જીવનું માન-અપમાન સહન કરે છે તે સમર્થ થકા જરણા કરે છે. અને કોઈક ઉપાધિ કરે તેને ભક્તિ માને; કેમ કે ઉપાધિ કરનારના રૂડા ગુણ એમને આવે છે. ઉપાધિ કરનારને પાપ લાગે છે. જેમ એક જણ બે ધોકા મારીને સોનામોહરો મૂકી જાય ને સાંબેલું લઈ જાય તેવું થાય. માટે ભગવાનના ભક્તને ક્ષમા રાખવી. ક્ષમા જેવું કોઈ હથિયાર નથી. જે ક્ષમા રાખે તેનું પાપ ક્રોધ કરનારને જાય છે. ક્રોધ કરનારનું પુણ્ય ક્ષમાવાળાને જાય છે. માટે ભગવાનના ભક્તના દ્રોહથી બીતા રહેવું.

“અહંમમત્વમાં મોટાનો અપરાધ થઈ જાય. માટે અહંમમત્વ ન કરવો. મમત્વ બંધાય ત્યારે ભગવાનના મોટા ભક્ત હોય તેને ન્યૂન કહી જવાય અને નાના હોય તેને મોટા કહી જવાય. તેનો ઘણો દોષ લાગે. એ ભગવાનના ભક્તને જાળવવું; કેમ કે તેમાંથી આ લોકમાં ઘણું દુઃખ આવી પડે અને જીવનું પણ ભૂંડુ થાય. કેમ કે નાના હોય તેને મોટા કહે તો નાના હોય તે પણ કોપાયમાન થાય. જેમ ગુરુને મૂકીને શિષ્યની પૂજા કરે ને તેને ગાદી-તકિયો નાખી દે ત્યારે શિષ્ય જાણે કે, ‘મારા ગુરુને પડયા મૂકીને મારી પૂજા કરે છે તે બહુ જ ખોટું કરે છે.’ એવી રીતે શિષ્યને ન ગમે તેથી શિષ્ય પણ કોપે. ત્યારે પૂજા કરનારનું ઊલટું ભૂંડુ થાય અને સત્સંગરૂપી સુખના સાગરમાંથી નોખું પડવું પડે, દુઃખના દિવસ ભોગવવા પડે અને સત્સંગનો કુરાજીપો થાય. તે કેટલાક ભોગવે છે તે આપણે દેખીએ છીએ; માટે અહંમમત્વ ન કરવો. દાસાનુદાસ થઈ રહેવું. ‘દાસના દાસ થઈને જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં’એમ મહાપ્રભુજીએ ભક્તચિંતામણિમાં કહ્યું છે. માટે એમ રહેવું.”  II ૮ II

In the evening on the 6th day of Vaishakh Vad, Bapashri and all saints along with devotees went to bathe at Kakarwadi.  There they had bath and deed mental worship sitting under the babul tree.  Then Bapashri showing his grace started his talk and said, “Wherever there are Param Ekantik, there is Maharaj.  Greatness of Maharaj and Muktas is indescribable.  No simile can be used for them.  They dwell in Murti constantly.  They do all their activities viz. waking, eating, drinking, etc. as Maharaj’s desire.  Though they are doer of the action, they are non-doer because the real doer is Maharaj. Parvatbhai had said to Shriji Maharaj, “People say that I have completed sixty years, but if I have seen anything in this world or enjoyed or listened to except Your Murti, I swear in the name of five hundred Paramhansas.  I always dwell in Your Murti and see nothing else.”  Thus Muktas are non-doer of action.  Though they have such power, they tolerate honour-dishonour of ignorant persons. They tolerate it though they are capable of doing anything. If some one troubles them, they think that it is worship because they take virtues of that person who troubles.  The troublemaker commits a sin.   This is like someone who gives us two strokes of a stick and leaves two gold-coins for us. Therefore, devotee of God should forgive. There is no weapon like forgiveness.  The sins of the one who forgive will go to the person who becomes angry. The fruits , of good deeds of gets angry is transferred to the forgiver.  Therefore one should fear while harming the devotee of God.  One should not keep ‘I-ness’ and ‘mine-ness’ because that will lead to offence of great Muktas.  When there is affection, the great devotee of God may be taken as an ordinary devotee and an ordinary devotee will be taken as a great devotee.  That will be an offence of devotee.  One should be careful in the case of devotee of God; otherwise there will be lot of miseries in this world and that will also harm the soul, because if ordinary devotee is taken as great devotee he will also get angry.  If some one worships the disciple instead of the preceptor, the disciple will feel that it is totally wrong and he will not like it so he will also get angry.  Then it will be unbecoming of the worshipper and he will have to separate from the sea of happiness in the form of the Satsang.   He will go through misery and it will be displeasing in the Satsang.  We know that some suffer because of that, so we should not keep ego or affection.  We should live as dasanudas (the servant of a servant).  In the Bhakta Chintamani, Mahaprabhuji has said thus: “Dasna das thaine je rahe satsangma, bhakti teni bhali manish rachish tena rangma” (Those who remain as servant of servants in the Satsang their devotion will be accepted as good and I will get engrossed in their devotion).  Therefore we should remain thus.” || 8 ||