Gujarati / English

ફાગણ વદ 0)) અમાસને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા, ત્યાં નાહીને સર્વેએ માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આજ તો રોકડું કલ્યાણ છે તે દેહ છતાં જ કલ્યાણ. લાખ જન્મ તપ કરે તોપણ કલ્યાણ ન થાય તે આજ ચાર વર્તમાન પાળવામાં કલ્યાણ. આ તો બગાસું ખાતાં સાકરનો ગાંગડો મળ્યો છે. મહારાજનો અને મોટાનો મહિમા સમજાય ત્યારે શ્રદ્ધા વધે, ને દેહના ઘસારાને પણ ગણે નહિ અને માન-અપમાનને પણ ગણે નહિ અને ધ્યાન-સેવામાં તત્પર થઈ જાય. જેમ પરદેશમાં ઘણા રૂપિયા મળે તો દુઃખ વેઠે છે તેમ. આ સમય અને આ જોગ સારો છે, તેમાં પૂરું કરી લેવું. આ જોગ ન હોય ત્યારે જેમ આજ કથા-વાર્તા-જોગ કરો છો એ લાભ ક્યાંથી રહે? માટે જોગ કરી લેવો.”    

પછી સ્વામી  ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “કોઈકને એમ થાય જે, ‘મોટાના જોગનું શું કામ છે? આપણે શાસ્ત્રમાંથી મહિમા જાણીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ કરીશું.’ તો એને કારણ મૂર્તિની પ્રાપ્તિ થાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અંતઃકરણમાં મનુષ્યભાવે મૂર્તિ દેખે; પણ આત્મામાં કારણ મૂર્તિનો સાક્ષાત્કાર ન થાય. કારણ મૂર્તિના પધરાવનારા તો મુક્ત છે. જેમ પૃથ્વીમાં સો ગજ ઊંડો હીરો દાટેલો હોય તેને જે જાણતા હોય તે બતાવે, પણ બીજાને હાથ ન આવે; તેમ જેને મૂર્તિની લટક હોય તે જ મૂર્તિ બતાવે, પણ બીજાથી ન બતાવાય.

“આ જીવને ધ્યાનમાં અંતરાય કરનારા દેહ, ઈન્દ્રિયો, અંતઃકરણ, સ્વભાવ, પ્રકૃતિ ને સંગદોષ એ સર્વે છે; તેને ઘસારો દઈને આ કામ કરી લેવું. એ સંગદોષ કેવો છે?  તો જેમ સમુદ્રમાં ગઢ ચણે તે વેળ આવે ત્યારે પાડી નાખે, તેમ સંગદોષ મૂર્તિમાંથી બહાર કાઢી નાખે એવો છે. માટે મોટા પાસેથી લટક શીખીને ધ્યાન કરે, તો અંતરાય કરનારા સર્વે દોષને મોટા નાશ કરે, અને તત્કાળ ધ્યાન સિદ્ધ કરાવીને કારણ મૂર્તિ પધરાવી દે એટલે વ્યતિરેક મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી દે.

“આ જોગ સારો છે. જેમ ‘જળ જળ કમળ ન નીપજે, વન વન અગર ન હોય’; તેમ ઘેર ઘેર મુક્ત ન હોય; માટે ચેતી લેવું. આ જોગ ગયા પછી સાધનિકનો જોગ કરે તો જેમ ‘રાંડીને ઘેર માંડી ગઈ, તે આવ બાઈ હું જેવી તું થા’ એવું થાય; માટે આ જોગ કરી લેવો. જેમ ચિંતામણિ પાસેથી જે ચિંતવે તે મળે, તેમ મોટા છે તે મહાપ્રભુજીની મૂર્તિ આપી દે.

“જેને મહારાજની ઉપાસના બરાબર ન હોય ને મહિમા પણ ન હોય ને તે ધ્યાન કરે તો મૂળપુરુષ દ્વારે દર્શન થાય છે. તે મૂળપુરુષની મૂર્તિ લાસા કાગળ જેવી એટલે રેખાઓ વગરની છે અને મહારાજની મૂર્તિ અવયવવાળી એટલે રેખાઓવાળી છે. જેને અનાદિમુક્તનો જોગ કરીને ઠેઠ મહારાજની મૂર્તિ સુધી જ્ઞાન થાય તેને મહારાજ અને મોટા કોઈને વિષે બંધાવા દે નહિ, અને તેને કોઈ બીજો દર્શન દેવા આવી શકે જ નહિ. તેને તો મહારાજ ને મોટા જાળવે છે ને પોતે દર્શન આપે છે.

“મોટા મુક્તનો હેતે સહિત ને મહિમાએ સહિત એક દિવસ જોગ કર્યો હોય તો સદાય કામમાં આવે. જેમ રાતઅંધો હોય તે બશેર ઘી ખાય તો બાર મહિના સુધી આંખમાં તેજ રહે છે; તેમ મોટાના જોગનો કેફ રહે છે. જે એમ જાણે જે, ‘મહારાજ ને મુક્ત મારા ભેળા જ છે’ તો એને મહારાજનું અને મોટાનું સુખ સદાય રહે છે; પણ જીવને નાસ્તિક ભાવ બહુ રહે છે. ને વળી નબળાનો જોગ થાય તેનો સંગદોષ લાગે. જો ખરેખરો થઈને મંડે અને ‘હું જે જે ઘાટ સંકલ્પ કરુ છું તે સર્વે મહારાજ અને મોટા જાણે છે’ એવી મર્યાદા રાખીને ખરી આતુરતાથી મંડે તો મોટા મહાસુખિયો કરી મૂકે. જ્યાં મહારાજ અને મુક્ત વિરાજમાન હોય તે સ્થાનમાં ધ્યાન કરે તો મૂર્તિ સાક્ષાત્કાર દેખાય. અને મહારાજે અને મુક્તે જ્યાં જ્યાં વિચરીને ઘણી લીલા કરી હોય તે સ્થાનમાં પણ મૂર્તિનો સાક્ષાત્કાર થાય.  

“એક સમયે સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અહીં પધાર્યા હતા. તેમણે કહ્યું જે, ‘આ કચ્છ દેશમાં જ્યાં જ્યાં મહારાજ વિચર્યા છે, તે બધે ઠેકાણે મારે દર્શન કરવા જાવું છે.’ ત્યારે અમે કહ્યું કે, ‘સ્વામી! તમારું શરીર ખમે નહિ ને બધે પહોંચાય નહિ; માટે અહીં બેઠા દર્શન કરો.’ એટલામાં તો જ્યાં જ્યાં મહારાજ વિચરેલા તે સર્વે ચૈતન્ય ભૂમિકાઓ સ્વામીએ ભાળી. પછી સ્વામી બોલ્યા જે, ‘બધેય દર્શન થઈ ગયાં.’ તે જ્યાં જ્યાં મહારાજ સાત વર્ષ સુધી વિચર્યા હતા તે સર્વે સ્થાન દિવ્ય તેજોમય જણાણાં.”  II ૮૩ II

On the evening of Fagan Vad 30th, Bapashri and all saints and devotees went to Kakarwadi to bathe.  After taking bath all performed mental worship.  Then Bapashri, showing his favour, talked.  He said, “Today there is apparent liberation even though there is physical body.  One may do penance for innumerable birth but he will not achieve liberation whereas today there is liberation by observing four vartman (code of conduct).  It is as if it has been got without any effort.  When one realizes the greatness of Maharaj and Muktas, his faith will increase, he will not care for the strain of his body and also will not care for honour or insult and he will be ready for meditation and service, just as one faces many odds abroad to earn more money.  This time and opportunity is very good, achieve it in this period. If there was no opportunity how can there be advantage of katha-varta, etc? Therefore seize the opportunity.”

Then Swami Ishwarcharandasji asked, “What is the need of association of Muktas- somebody may feel like that.  He may think that he can realize Murti by doing meditation after knowing the greatness from scriptures, whether can he achieve the goal i.e. Murti?”  Bapashri replied, “He may see Murti in his heart with the human feeling but he can not realize Murti in his soul.   Murti which is the cause of all is bestowed by Muktas, just as the diamond is buried very deep in the ground and the one who knows it will show but other can not get it.  Similarly, the one who knows the technique of realising Murti can show how to realize Murti- none else can do it.  There are many like body, senses, conscience, temperament, nature, and bad company, etc put hurdle on the path of Jiva while meditating.  The goal should be achieved by ignoring all these hurdles.  The bad company is like putting up fort in sea and when there is high tide in sea, the fort will crumble.  Similarly bad company drives us out from Murti. Therefore if one learns technique from Muktas and meditates, all his hurdles and flaws will be destroyed by Muktas and soon make him attain meditation and will bestow Murti which is goal (karan) that means the personified form of Maharaj will be realized.  This opportunity is good, “Jem jal jal kamal na nipje, van van agar na hoi.”  You can not find Mukta in every home.  Therefore, be conscious.  Once this opportunity is lost and then associates with a seeker, nothing can be achieved.  “Randine gher mandi gai, te aav bai hu jevi tu tha” Therefore one should sees the opportunity.  Just as one gets whatever he desires from chintamani (kind of imaginary gem).  Similarly Muktas will bestow Mahaprabhuji’s Murti.  For the one who does not do have firm belief for Maharaj and does not know His greatness, if he meditates, he will get darshan through the medium of Mul-Purush.  The Murti of that Mul-Purush is like a smooth paper, that means there are no lines in it, whereas Murti of Maharaj is of organs i.e.  it has lines (sakar).  The one who gets knowledge of Maharaj’s Murti by the grace of Anadi Muktas, Maharaj and Muktas will not make him bound elsewhere.  Nobody else can come to give him darshan.  Maharaj and Muktas take care of him and they themselves give him darshan.  If one associates even for a day with great Muktas with love and with the understanding of their greatness, it will always be useful.  Just as if night-blind person consumes two lbs of ghee, light in his eyes will remain for twelve months; similarly there will be intoxication of Muktas’ association.  Just as if one understands that Maharaj and Muktas are already with him, bliss of Maharaj and Muktas always remains, but Jiva has much tendency of atheism  and he is in association with wicked people so he will be spoiled by bad company.  If one sincerely puts efforts and realizes that all his thoughts are known by Maharaj and Muktas, Muktas will make him very happy provided he does it with such restrictions and does it with sincere eagerness.  If one meditates at the place where Maharaj and Muktas are seated, Murti will be realized and wherever Maharaj and Muktas have trodden and perform many lilas, Murti will also be realized in that place.

Once Sadguru Nirgundasji Swami came here he said that he wanted to go for darshan to all the places of Kutch where Maharaj had trodden.  Then I said, “Swami your body will not be able to bear it and can not go to all the places.  Therefore have darshan sitting here only.”  No sooner was it said so then Swami saw all the divine places where Maharaj had trodden.  Then Swami said that he had darshan of all the places.  All those places where Maharaj had trodden for seven years appeared divine luminous.

|| 83 ||