Gujarati / English

ચૈત્ર સુદ-૪ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ બાળક તુચ્છ પદાર્થ સારુ રોયા કરે છે તેમ જીવ મહારાજનું સુખ મૂકીને સ્વાદ, માનાદિક પંચવિષયમાં પ્રીતિ રાખે છે; તેથી મૂર્તિનું સુખ મળતું નથી.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “ખાવું-પીવું એ આદિક પંચવિષયના રાગ છે તે ખાવું-પીવું બંધ કરવાથી ટળતા હશે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મનને જે રુચે તે ન આપવું ને જેવું-તેવું જે મળે તે જમવું ને ધ્યાનનો અભ્યાસ રાખવો તો આસક્તિ ટળી જાય. એવી રીતે નિયમે કરીને આસક્તિ ટળે છે; જેમ સુરા ખાચરની ટળી ગઈ તેમ.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “સુરા ખાચરની આસક્તિ કેવી રીતે ટળી?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સુરા ખાચરને સ્વાદ બહુ હતો. તે દશ-પંદર વાસણમાં જુદાં જુદાં પ્રકારનાં ભોજન જમતા અને સ્વાદુ ન થાય તો કજિયો કરતા. એક વખતે તેમનાં પત્ની શાંતિબાઈને મહારાજે કહ્યું જે, ‘તમને કથામાં આવતાં મોડું કેમ થાય છે?’ ત્યારે તે બોલ્યાં જે, ‘તમારા ભક્તને જમતી વખતે ઝાઝાં વાનાં જોઈએ છે ને તેમાં મરચા-મીઠામાં ફેર પડે તો કજિયો કરે છે, તેથી મારાથી ક્થાના જોગમાં અવાતું નથી.’ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘આજથી તમારે એક-બે વાનાં કરવાં ને તે પણ મરચા-મીઠા વિનાનાં મોળાં કરવાં. અમે સુરા ખાચરને નિયમ આપશું જે તમારે જમતી વખતે કાંઈ માગવું નહિ ને બોલવું નહિ.’ પછી સુરા ખાચરને મહારાજે નિયમ આપ્યો અને તે બાઈએ મહારાજે કહ્યું હતું તેવી રીતે કર્યું. પછી સુરા ખાચર જમવા બેઠા તે મીઠામોળું ને થોડું જોઈને જાણ્યું જે મારો ધણી આવી પહોંચ્યા; નહિ તો આવું કરે નહિ. એમ શ્રીજી મહારાજની મરજી જાણીને અમૃતની પેઠે જમી ગયા. તેવું છ મહિના જમ્યા. પછી શાંતિબાઈને મહારાજે પૂછ્યું જે, ‘કેમ! ભક્ત કાંઈ બોલે છે?’ ત્યારે તે કહે જે, ‘ના, મહારાજ! તમારા ભક્ત હવે જેવું મળે તેવું જમે છે ને કજિયો કરતા નથી.’ પછી શ્રીજી મહારાજે કહ્યું જે, “હવેથી દેવની એટલે કે અમારી બુદ્ધિએ સેવા કરજો.’ પછી સારાં સારાં ભોજન કરીને જમાડવા માંડયાં, પણ સુરા ખાચરને રાગ ટળી ગયા, ને સારા-નરસાની સ્મૃતિ ન રહી; સારું-નરસું સરખું થઈ ગયું.

“એમ નિયમે કરીને આસક્તિ ટળે, પણ પોતાની મેળે ત્યાગ કરે તો આસક્તિ ન ટળે. નિયમ લેવા તે પણ મોટાની પાસે દીન થઈને હાથ જોડીને લેવા; તો મોટા સહાયમાં ભળીને પાર પાડે. કેટલાક લાજે કરીને તથા દંભે કરીને વ્રત-ઉપવાસ કરે ને છાનું ખાય; તેણે તો શ્રીજી મહારાજને તથા સત્સંગને છેતર્યા; માટે એને તો પાપ લાગે. જેમ દહાડિયા ધણીના દેખતાં બહુ કામ કરે અને ધણી ન હોય ત્યારે બેસી રહે; તેમ દેખાડવા સાધન કરે તે પ્રેમીનું લક્ષણ પાળ્યું કહેવાય. અને જેમ ધણીના દેખતાં કામ કરે તેમ જ ધણી ન દેખે તોપણ તેવી જ રીતે કામ કર્યા કરે; તેમ મહારાજને રાજી કર્યા સારુ ધ્યાન-ભજન આદિક સાધન કરે ને મહારાજની વાતોમાં હીંસોરા થાય તે પ્રેમી કહેવાય.”

એટલી વાત કરીને પછી સમાપ્તિ કરી. પછી બાપાશ્રી પોતાને ઘેર જમવા પધાર્યા ને સંતોએ થાળ કર્યા ને શ્રી ઠાકોરજીને જમાડયા ને પછી પંકિત થઈને સંત જમી ઊઠયા કેડે ઓસરીમાં કથા વાંચવા બેઠા. તે વખતે બાપાશ્રી સભામાં પધાર્યા. ત્યારે સંતોએ ‘જય સ્વામિનારાયણ’ કહ્યા.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સ્વામિનારાયણ આ સભામાં આ ઊભા, જેને જોઈએ તે લો. પણ આ જીવને મંદવાડ છે તે ભજિયાં-વડાં ભાવે છે. તે શું? તો મહારાજની મૂર્તિ વિના અન્ય પદાર્થમાં રુચિ તે જ મંદવાડ છે. તે આ ફેરે મહારાજ ને મોટા મળ્યા છે તે રહેવા દેશે નહિ. જેમ તરસી ગયો હીંસોરા કરતી જળના તળાવ ઉપર આવે તે જળ પીને તૃપ્ત થાય છે તેમ તમે સમુદ્ર ઓળંગીને હીંસોરા કરતાં આવ્યા છો તે અમે જાણીએ છીએ; અને શ્રી પુરુષોત્તમનો રસ લઈને તમને આપીએ છીએ. આવા મોટાને વિષે સદા ચઢતો ભાવ રાખે છે તેને પ્રસન્ન થઈને સુખ આપીએ છીએ.”

એટલામાં નારાયણપુરથી પ્રેમજીભાઈનો દીકરો ભીમજી આવીને દંડવત કરીને સર્વેને પગે લાગીને બોલ્યો જે, “મારા બાપને માંદાઈ ઘણી છે માટે મને મોકલ્યો છે તે આ સંત સહિત દર્શન દેવા પધારો.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “અમે સર્વે સાંજે ત્યાં આવશું.”

પછી તે ગયો અને બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો સાંજે નારાયણપુર ગયા અને મંદિરમાં ઉતારો કરીને પ્રેમજીભાઈને ઘેર ગયા.

ત્યાં બાપાશ્રી બોલ્યા જે, “હવે ક્યાં સુધી આ મંદવાડ રાખી મૂકવો છે?”

પછી પ્રેમજીભાઈએ કહ્યું જે, “એ તો તમારા હાથમાં છે.”

ત્યારે બાપાશ્રી તાવ પ્રત્યે બોલ્યા જે, “હવે જાતો રહે.”

એટલે તરત તાવ ઊતરી ગયો ને ઊલટી બંધ થઈ ગઈ ને ખાવા માંડ્યું ને સુવાણ થઈ ગઈ.

પછી બીજે દિવસે સંત-હરિજન સર્વે દહીંસરે ગયા, તેમને વળાવીને બાપાશ્રી વૃષપુર પધાર્યા અને સંત-હરિજન રામપુર થઈને ભુજ ગયા. ને ત્યાંથી ગુજરાત તરફ આવ્યા.  II ૮૯ II

On the morning of Chaitra Sud 4th, Bapashri showing his favour, talked.  He said, “Just as a child cries for trivial object, similarly Jiva keeps passion in objects of five senses like taste, honour, etc. by giving up bliss of Maharaj, so bliss of Murti can not be had.

Swami Vrundavandasji said, “Eating, drinking, etc are passions of five senses.  Can it be avoided by stopping eating and drinking?” Bapashri replied, “We should not give that which is liked by the mind and eat howsoever it is and should keep the practice of meditation.  By doing so passion will be avoided. By following rules in this way, passion is avoided as it was avoided by Sura Khachar.”

Then again Swami asked, “How was passion of Sura Khachar avoided.  Bapashri replied, “Sura Khachar was very much fond of tasty food.  He used to take different kinds of dishes in separate ten to fifteen bowls and if dinner were not tasty, he would quarrel.  Once Maharaj asked his wife Shantibai, why she came late in katha?”  She replied, “Your devotee requires many dishes at the time of dinner and if there is any mistake in spices, he would quarrel.  Therefore I am unable to come in time in katha.”  Shriji Maharaj told her to make only one or two dishes and that too without spices.  I shall give a vow to Sura Khachar that he should not ask for any thing or speak at the time of having dinner.”  Thereafter Maharaj gave a vow to Sura Khachar and his wife did as she was told by Maharaj.  Then Sura Khachar sat for dinner and finding it without spices, he knew that his Master had come otherwise; she would not do it like that.  By knowing that it was the desire of Shriji Maharaj, he ate food like nectar, he ate such food for six months.  Then Maharaj asked Shantibai if the devotee said anything, she replied that he did not.  She said. “Maharaj! Now your devotee eats whatever kind he gets and does not quarrel.” Then Shriji Maharaj said, “Henceforth serve your husband as reverentially as you serve Me.”   Thereafter she used to serve her husband with delicious food but Sura Khachar was free from passion and he did not differentiate between good and tasteless food- it became all equal for him.  Passion can be avoided by such vows but cannot be avoided even if one avoids it.  Vows should be taken from Muktas that too by becoming humble with folded hand.  Then only it will be successful with the help of Muktas.  Some observe fast, vrat, etc with hypocrisy or by feeling ashamed and eats secretly.  He has cheated Shriji Maharaj and satsang so he commits a sin.  Just as labourers do much work in the presence of their master but in his absence they sit idle.  Similarly some pretend in doing means to achieve salvation- it means he showed his love for the good.  Just as servant works in the presence of master and also works in the same way in his absence, similarly one is said to be desirous if he does means like worshipping, meditation, etc to please Maharaj and shows enthusiasm in Maharaj’s talk.  The talk came to end here.  Then Bapashri went to his home for dinner saints prepared dishes for Thakorji and offered to Him. Thereafter all had dinner and then sat to read katha in the porch.  At that time Bapashri entered, saints greeted him with Jai Swaminarayan.   Bapashri said, “Lord Swaminarayan is there in this assembly, any one who needs can take Him.”  But this Jiva has illness and likes Bhajia-vada- this means the illness is liking for other objects than Murti of Maharaj. This illness will not be allowed because Maharaj and Muktas have met in this birth.  Just as thirsty cows go to the pond and quench their thirst with the water.  Similarly you have come with enthusiasm by crossing ocean; I know this. I am giving you the bliss which I take from Shri Purushottam.  Those who have such constant feeling for Muktas get bliss with my pleasure.

In the meanwhile, Bhimji son of Premjibhai came from Narayanpur prostrated before all and said, “My father is seriously ill and has sent me to fetch you. Please come with me along with these saints to give darshan.”   Bapashri said, “We will all come there in the evening.”  Then Bhimji went back and Bapashri and all saints and devotees went to Narayanpur in the evening.  They all stayed in temple and went to Premjibhai’s house.  Bapashri asked, “How long are you going to keep this illness?”  Premjibhai replied that it was in his hand.  Bapashri ordered the fever to go away.  So the fever came down and vomiting stopped and Premjibhai started eating and became all right. On the next day, saints and devotees all went to Dahisara.  Bapashri gave them send off and he came to Vrushpur.  Saints and devotees went to Bhuj via Rampur and from there they went to Gujarat. || 89 ||