Gujarati / English

સંવત ૧૯૬૭ની સાલમાં ફાગણ માસમાં અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત તથા પ્રાણશંકરભાઈ આદિ હરિજનો તથા મૂળીના સંતો તથા ઝાલાવાડના હરિજનો સર્વે કચ્છ દેશમાં ગયા હતા. તે ભુજ થઈને ફાગણ સુદ-૧૩ને રોજ શ્રી વૃષપુર ગયા અને ત્યાં ફાગણ સુદ-૧૫મે બાપાશ્રીએ વચનામૃતનું પારાયણ બેસાર્યું હતું, તે સાત દિવસે પૂરું થયું. પછી દેશાંતરના હરિજનો પોતપોતાને ગામ ગયા. અમે થોડાક સંત તથા હરિજનો ત્યાં રહ્યા હતા ત્યારે બાપાશ્રીએ વાતો કરી હતી તે નીચે લખી છેઃ

ફાગણ વદ-૭ને રોજ સવારે પ્રથમ પ્રકરણનું ૬૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં આત્મનિષ્ઠા અતિશય દૃઢ થાય ત્યારે કોઈ રીતે ધીરજ ડગે નહિ એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેને આત્મનિષ્ઠા ન હોય તેને  મહારાજ અથવા મુક્ત સમાધિ કરાવે ને તેને તેજનો સમૂહ દેખાય તો લાડકીબાઈની પેઠે બીક લાગે; જેમ વરસાદમાં કડાકા થાય ત્યારે બાળક બીએ તેમ. સ્વરૂપનિષ્ઠાવાળાને તો ધ્યાનમાર્ગમાં એ કાંઈ આડું આવતું નથી. એને તો વ્યતિરેક મૂર્તિ એક જ રહે છે. અને જે સમાધિ-માર્ગમાં જાય છે તેને પ્રણવ અને નાદ આડા આવે છે. તે પર્વતભાઈ મયારામ ભટ્ટને કહેતા જે, ‘તુર્યા અવસ્થા ને મહાકારણ દેહ તે શ્રીજી મહારાજના ધામથી ઓરાં છે. તમે તુર્યા અવસ્થા ને મહાકારણ દેહ તેની વાત પ્રત્યક્ષ મૂર્તિને મૂકીને શું કૂટ્યા કરો છો? તુર્યા અવસ્થા તો ધામમાં જાતાં માર્ગમાં આવે છે તે અમે ભાળી છે; એમાં કાંઈ માલ નથી.’

“શ્રીજી મહારાજની મૂર્તિ વિના સર્વે કાચું છે અને પ્રણવ ને નાદ તે પણ મૂળપુરુષના અંગૂઠામાંથી નીકળે છે ને એ સર્વે મૂળપુરુષનું કાર્ય છે. માટે એને સંભારવા નહિ, કેમ જે એ તો સકામ છે. સ્વરૂપનિષ્ઠાવાળાને તો શ્રીજી મહારાજના તથા મુક્તના મુખનાં વચન યથાર્થ સમજાય તે પ્રણવ અને નાદ છે; અને તે નિષ્કામ છે. જે અંતર્વૃત્તિવાળા છે એ તો ત્રણે અવસ્થામાં મૂર્તિમાં જોડાઈ રહે છે. સમાધિમાર્ગ રસિક છે, પણ તેમાં વિઘ્ન છે. તે નવા આદરવાળાને સમાસ કરે, પણ એકાંતિકને સમાધિ કામની નથી.

“આ જીવનું ગજું થોડું ને મહારાજનો મહિમા અપાર તે શી રીતે જાણી શકે? મહારાજનો મહિમા જણાય તો સાધનનો ભાર રહે નહિ. અને મહિમા ન જણાય તો જપ,  તપ, ત્યાગ, વૈરાગ્ય, આદિ સાધનનો ભાર જણાય. જેમ ભાતું બાંધીને ચાલ્યો તે ભારે મરે અને તેને ખાવાના સંકલ્પ કર્યા કરે, અને જે ખાઈ ગયો તેને ભાર પણ ન  રહે ને સંકલ્પ પણ ન થાય; તેમ જેને મહાપ્રભુજીનો મહિમા છે તે સ્વરૂપનિષ્ઠાવાળો છે. તે તો મહારાજની મૂર્તિના સુખરૂપી સમુદ્રમાં ઝીલ્યા કરે ને એને કોઈ વિઘ્ન આડું આવે નહિ. સાધનના ભારવાળાને તો કોઈનો અવગુણ પણ આવી જાય, તથા ભૂંડા દેશ-કાળ પણ લાગી જાય તે કલ્યાણના માર્ગમાં મોટું વિઘ્ન આવે ને સાધન કરેલાં હોય તે પણ જતાં રહે. માટે સાધન છે તે માગેલાં ઘરેણાં છે, તે કોઈક લઈ પણ જાય. માટે સાધનનો ભાર રાખવો નહિ.

“મહારાજનો ને મુક્તનો મહિમા સમજીને નિષ્કપટ થઈને મોટા આગળ હાથ જોડીને હાજર ઊભા રહેવું; તો મોટા એના સર્વે દોષ ટાળીને પોતાના જેવો કરે. જે શ્રીજી મહારાજની આજ્ઞા લોપતો હોય તેના ઉપર શ્રીજી મહારાજ તથા તેના મુક્ત રાજી ન થાય, તેથી તેનું સારું પણ ન થાય. માટે પ્રસન્નતાનાં સાધન કરવાં, એટલે કે પોતાના મનનું ગમતું મૂકી દઈને મહાપ્રભુજીની ને મોટા મુક્તની અનુવૃત્તિમાં રહેવું. નવા સાધુ કાલે થયા હોય ને તે જો ધર્મવાળા હોય ને શ્રીજી મહારાજને વિષે પ્રીતિવાળા હોય તો તેના દાસાનુદાસ થઈને રહેવું. અને ભગવાન તથા સંતમાં આત્મબુદ્ધિ કરવી. જો ભગવાન ને મોટા સંત તથા તેમનાં કરેલાં શાસ્ત્રને વિષે આત્મબુદ્ધિ ન હોય ને તે સાધુ થયો હોય તોપણ તે માન, મોટપ તથા ખાધાપીધાને માટે સત્સંગમાં રહ્યો હોય, પણ તે ભક્ત નથી એમ જાણવું; અને જેને સત્સંગમાં આત્મબુદ્ધિ હોય તેને ભક્ત જાણવો.”  II ૯૦ II

In the Samvat  year 1967, in the month of Fagan Swami Vrundavandasji, Swami Ghansyamjivandasji, Swami Ishwarcharandasji, etc and devotees like Pranjivanbhai etc. of Amdavad and saints of Muli,  devotees of Zalawad all had gone to Kutch region.  On Fagan Sud 13th , they went to Vrushpur via Bhuj, and there on Fagan Sud 15th  Bapashri had arranged parayan of Vachanamrut.  It was over after seven days. Then devotees from other places went to their respective villages.  Some of the saints and devotees stayed back and during their stay, Bapashri gave discourses, which are as under. 

On the morning of Fagan Vad 7th, the 61st Vachanamrut of the First Chapter of Gadhada was being read.  In it, it is said that when atmanishtha (faith in self) becomes very firm, his patience will not become unsteady.  Then Bapashri said, “The one does not have atmanishtha and if Maharaj and Muktas send him in trance, he will be afraid like Ladkibai when he sees mass of luminescence.  He will afraid like a child who is afraid when it hears thunder in rainy season.  The self-realized one does not face any hurdle on the path of meditation.  For him there is only transcendental Murti and for the one whom treads on the path of trance (Samadhi) pranav (oum) and nad (sound coming from navel) are hurdles.  Parvatbhai used to tell Mayaram Bhatt that state of turya (deep state achieved in meditation) and causal body are closed to the abode of Shriji Maharaj.  Why are you hammering the talk of state of Turya and causal body keeping aside Murti it self?  Bapashri said that he had seen the state of turya which comes on the way to Akshardham so it has no value.  Everything is imperfect without the Murti of Shriji Maharaj.  Pranav and nad also stems from the thumb of Mul-Purush and it is all the work of Mul-Purush.  Therefore do not remember it because it bears fruit (sakam).  For the self realized one, the properly understood words coming from the mouth of Shriji Maharaj and Muktas are pranav and nad and they do not bear fruit (nishkam).  Those who are introvert are attached to Murti in all three states.  The path of trance is fascinating but there is hurdle in it. This path is all right for the seekers but for Ekantik trance (Samadhi) is not useful.  The capacity of the Jiva is small.  But glory of Maharaj is boundless how can it know?  If glory of Maharaj is known the burden of means will not remain; if it is not known burden of means like jap, penance, renunciation, non attachment, etc will be felt. Just as the burden of tiffin will be felt till not emptied and after eating, the burden of tiffin will not be felt. (Before eating thoughts to eat are there and afterwards thoughts for eating disappear).  Similarly the one who has knowledge of glory of Mahaprabhuji is having firm determination of Maharaj. He dives in the ocean in the form of happiness of Maharaj’s Murti and he does not face any hurdle.  Those having burden of means may acquire some one’s fault.  He may also face bad time, and adversity in hometown.  That will bring a big hurdle on the path of salvation and all means which he has done become void.  Therefore means are like borrowed ornaments and some one will also take them away.  Therefore burden of means should not be kept.  We should stand with folded hand before Muktas by giving up deceitfulness and understanding the glory of Muktas and Maharaj.  Then will make us as they are by removing our faults.  Maharaj and Muktas will not be pleased with him who disobeys commands of Maharaj; moreover, it will not be good for him.  Therefore means should be such as to please Maharaj and Muktas. We should give up those means which are liked by our mind, and should obey Mahaprabhuji and great Muktas.  Those who have recently become saints and if they follow rules of religion and have attachment for Shriji Maharaj, even one should remain as servant of servant, and should follow God and saints with full faith. If he does not have full faith in God and great saints and in scriptures written by them and if he become saint, he should not be known as devotee because he is in satsang for honour, fame, for eating-drinking etc.  The one who has full faith in satsang should be known as devotee. || 90 ||