Gujarati / English

ફાગણ વદ-૮ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૨૧મું વચનામૃત વંચાતુ હતું. તેમાં દિવસે દિવસે ભગવાનનું અતિશય માહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ જોગ બહુ સારો છે, માટે કરી લેવો. આ જોગ સદા ન રહે. ઓચિંતાનો દેહ પડી જાય કે ઓચિંતાનો જોગ મટી જાય; માટે ઝટ કરી લો. આ તો વીજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. જેમ વરસાદ વરસે ત્યારે સર્વત્ર જળ હોય ને પછી કાંઈ ન મળે; તેમ આ જોગ સદા ન હોય. આ જોગ ગયા કેડે આવો જોગ મળવો ઘણો દુર્લભ છે. બીજા મળે તો સંગદોષ પણ લાગી જાય, અને મોટા તો સંગદોષ પણ લાગવા દે નહિ અને મોક્ષ કરે. જેમ સમુદ્રને સુખે કરોડો મગર-મચ્છાદિક જળજંતુ સુખી રહે છે, તેમ આ પુરુષને જોગે કરોડો જીવ સુખી છે; એવા જોગમાં તમે આવી પહોંચ્યા છો. મોટાનો સંકલ્પ તો કરોડો બ્રહ્માંડોને ધામમાં લઈ જાય એવા બળવાન છે. આવા કહેનારા આવ્યા છતાં દુખિયા રહે તો કોનો વાંક છે?

“આજ સનાતન મહારાજ ને સનાતન મુક્ત મળ્યા છે; તેમની બરાબર બીજું કોઈ છે જ નહિ. એમની સેવા પણ સનાતન છે, તે કેવી? તો  (એક શાકનું ફોડવું હાથમાં લઈને બોલ્યા જે) આ એક શાકનો પીતો છે તે આ મુક્તને અર્પણ કરે તો અર્પણ કરનારને અનંત કોટિ બ્રહ્માંડના જીવોનો આત્યંતિક મોક્ષ કરવાની સામર્થી મળે; એટલું ફળ તો આ પૈસાભારનું એક ફોડવું છે તેટલી સેવાનું થાય છે; તો મોટા મુક્તની સેવા ને પ્રસાદીનો મહિમા ને મહારાજના સુખની વાતો સાંભળવી તેના સુખનો તો પાર જ ક્યાંથી પમાય?

“એવી દિવ્ય સેવા મળી છે. તેને પામવાનો આ જીવને ખપ થતો નથી ને બીજાં રસ, રૂપ, સ્નેહ, માન, એમાં હેત અને ત્વરા બહુ રહે છે એવી જીવની ઊંધાઈ છે.

“આ ટાણે માળા, માનસી પૂજા, ભક્તિ, નિયમ, ધર્મ, કથા, વાર્તા કરો છો તેનું ફળ મહારાજની મૂર્તિનું સુખ છે તે અમે સર્વને રાજી થઈને આપીશું .” એ વર દીધો.  II ૯૧ II

On the morning of Fagan Vad 8th, the 21st Vachanamrut of the First Chapter of Gadhada was being read in the assembly.  In it, it is said to keep constant touch with a saint so that day by day more and more can be known about God’s glory.  Bapashri said, “The opportunity is very good and seize it.  This opportunity will not remain forever.  All of a sudden, this body may leave the world or opportunity may cease; therefore make haste.  It is just like threading pearl in the spark of lightening.  Just as when it rains, there is water everywhere and after it stops, one cannot find it-similarly that opportunity is temporary.  Once this opportunity is lost, it is very rare to get it.  If others meet, there will be flaw of company, whereas Muktas will not allow the flaw of company and liberate us.  Just as innumerable alligators fishes, etc are happy in the sea; similarly infinite Jivas are happy by the grace of those Muktas and you have come in this auspicious time.  Muktas are so powerful that mere thought of them will take crore of cosmos in Akshardham.”  Such discloser of secret has come; even then if you remain miserable, whose fault is it?  Bapashri said, “Today you have eternal Maharaj and Muktas; there is no one else.  Their service is also eternal. How effective it is!  It is very effective for example, here is a piece of vegetable (he has a piece of vegetable in his hand), if you offer it to Mukta, the offerer will get the power to give ultimate liberation to endless Jivas of cosmos.  This piece of vegetable, which is worth of penny, gives such a big power for the service.  Then what to talk of the happiness by listening to the talks of bliss of Maharaj, service of great Muktas and value of their offerings? How can one get the secret of their bliss?  Such divine service is available. This Jiva feels no need to acquire.  It (Jiva) is so foolish that it runs after taste, beauty, affection, honour, etc. The fruit of rosary, mental worship,   devotion, religious vows, dharma (duty), katha-varta, etc which you are doing presently is the bliss of Maharaj’s Murti and I bless you and promise to get for you this with pleasure. || 91 ||