Gujarati / English

ફાગણ વદ-૧૦ને રોજ બપોરે સભામાં સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “જ્યારે જીવને વ્યતિરેક મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે ત્યારે જીવ ભગવાનની સમીપે જતો હશે કે મહારાજ  જીવની સમીપે આવતા હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યારે જીવને અનાદિમુક્તનો જોગ થાય છે અને જીવ પોતાના મનનું ગમતું મૂકીને અને કામ, ક્રોધ, લોભ, માન, અહંકાર, મોહ આદિક સર્વે દોષ ટાળીને મોટાને જીવ સોંપી દે અને આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ કરે અને અનુવૃત્તિમાં રહે ને ખરો ગરજવાન અને દીન થાય ત્યારે મોટા પ્રસન્ન થઈને એના પડદા ટાળી નાખે ને મૂર્તિ દેખાય. એવી રીતે અનાદિમુક્ત પમાડે છે, પણ મહારાજને કે જીવને આવવું-જવું પડતું નથી. જેમ કોઈકને ઘેર મહેમાન આવે તેને ઘરધણી જે જમે તે જમાડે, તેમ મોટા પાસે મહારાજની મૂર્તિ છે, તે જે આશરે થાય તેને આપે છે.

“આજ અમૃતનું નોતરું આવ્યું છે. જેમ વરસાદ વરસે છે ત્યારે ઘણા પ્રકારના રસ, મેવા આદિક થાય છે; તેમ આજ મહારાજ ને મુક્ત પ્રગટ થયા છીએ, તે સર્વે જીવોને મુક્ત કરીને મહારાજની મૂર્તિનું સુખ જેવું છે એવું જ આપવું છે. અમારે પારકા-પોતાના કોઈ નથી. મોટાનો જોગ કરીને મહિમા જાણ્યો હોય તેને કદાપિ માયિક સંકલ્પ થાય તે વખતે જો આવા મોટાને સંભારે તો એના સંકલ્પનો નાશ કરે. વળી ગમે એવો વિષમ દેશકાળ હોય, પણ જો શ્રીજી મહારાજને અને મુક્તને સાથે રાખે તો એનો ભાર નહિ જે એ નડી શકે.

“મહારાજનો મહિમા યથાર્થ જાણ્યો હોય તેને બહુ સુખ આવે. જેમ ભોજન એક હોય ને પીરસનાર પણ એક હોય, પણ જમનારની રુચિ પ્રમાણે જમાય છે; તેમ મહારાજનું સુખ મુક્ત આપે છે, પણ જેટલો મહિમા ને જેટલો વિશ્વાસ ને જેટલી શ્રદ્ધા તે પ્રમાણે લેવાય છે. જેમ સાજો જમે તેટલું માંદાથી ન જમાય તેમ. આ સત્સંગમાં ઘાટ ન થાય એવા મુક્ત ઘણા હોય, પણ બીજાના ઘાટને ટાળી નાખે એવા મુક્તની સાથે દૃઢ પ્રીતિ ને આત્મબુદ્ધિ કરવી; ને એવા સમર્થનો જ જોગ કરવો.

“આજ મહાપ્રભુજી તથા મુક્ત કૃપાસાધ્ય છે, તે જેમ રાજાને એરંડાકાકડી (પોપૈયો) આપે તેમાં રાજ્ય આપી દે; તેમ આપણે આજ્ઞા પાળીએ તે એરંડાકાકડી આપ્યા જેટલું છે તેમાં મૂર્તિનું સુખ આપી દે. મહારાજની મૂર્તિનો જેટલો મહિમા જાણે છે તે પ્રમાણે સુખ આવે છે તે ત્યાં સર્વે બતાવશું.” એ વર દીધો.  II ૯૭ II

On the noon of Fagan Vad 10th, Swami Vrundavandasji asked the question in the assembly.  He said, “Does the Jiva goes to God or Maharaj goes to it when it realize the transcendental Murti?”  Bapashri replied, “When Jiva comes in contact with Anadi Muktas and Jiva gives up its wishes of its mind and abandons all vices like lust, anger, greed, honour, ego, fascination, etc and surrenders it to Muktas and keeps firm oneness with them and obeys their commands and becomes truly needy and humble, Muktas will be pleased and remove the curtain (avaran) and it will see Murti.  Thus Anadi Muktas get the Murti realized but neither Maharaj nor Jiva requires to go to each other.  Just as when there are guests at some one’s place and master of the house feeds them what he himself eats.  Similarly Muktas have Maharaj’s Murti and they give it to who takes their shelter.  Today there is invitation of nectar, i.e., there is call for self-realization.  Just as when it rains, many kinds of eatable like juicy fruits, dry fruits, etc. grow; similarly today Maharaj and Muktas have taken incarnation. They all will liberate Jivas and want to give the same happiness, which Maharaj’s Murti has. We do not discriminate.  If greatness is known in association with Muktas and in case there is illusive thought and if one remembers such Muktas, they will destroy his illusive thoughts. When there is any kind of adverse time and region, the burden of it will not be felt and it will not be an obstacle if he keeps Maharaj and Muktas with him.  If one properly knows greatness of Maharaj, he will get much happiness.  Just as there is the same dish and the serving person is also the same, but the food is taken according to the liking of the person who dines.  Similarly Muktas give bliss of Maharaj but it can be taken in the proportion in which we have faith, trust and know the greatness.  Just as sick person cannot dine as much as the healthy person dines.  Similarly there are many Muktas in this satsang who will not have thoughts but we should make firm love and attachment of self with those Muktas who can destroy the thought of others.  Only such competent Muktas should be associated with.  Today Mahaprabhuji and Muktas are present by their grace.  Just as if some one gives papaiya to the king the king would give him kingdom, similarly if we obey commands which is equal to giving papaiya, bliss of Murti will be given. The bliss comes in the proportion in which we know the greatness of Maharaj’s Murti.  This will be proved when you come to us– this boon was given.         || 97 ||