Gujarati / English

સંવત ૧૯૬૮ની સાલમાં અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત તથા હરિજનો મૂળીએ જન્માષ્ટમી કરીને કચ્છમાં ગયા હતા. ભુજમાં ભાદરવા સુદ-૧૧ કરીને સુદ-૧૫ને રોજ શ્રી વૃષપુર ગયા.

ભાદરવા વદ-૧ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણ-દાસજીએ પૂછ્યું જે, “શિક્ષાપત્રીનો પહેલો શ્લોક જે ‘वामेयस्य’  તેમાં શ્રીજી મહારાજે ‘હું શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું’ એમ કહ્યું છે. એટલે એમાં તો શ્રીજી મહારાજ ભક્ત ઠર્યા. અને શ્લોક ૨૦૯મામાં કહ્યું છે જે, ‘मद्रूप मिति मद्राणी’ તેમાં તો મારી મૂર્તિઓની જેમ પૂજા કરો છો તેમ જ મારી વાણી જે શિક્ષાપત્રી તે પણ મારું સ્વરૂપ છે, તેની પૂજા કરવી’; એમ આજ્ઞા કરી છે. એમાં તો પોતાનું ભગવાનપણું સૂચવ્યું છે. માટે તે પરસ્પર વિરોધ આવે છે તે કૃપા કરીને યથાર્થ સમજાવો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શાસ્ત્રના શબ્દ દ્વિઅર્થી હોય, તેનો અનાદિમુક્તરાજ સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીએ સર્વેને ઠીક લાગે એવો સાર્વજનિક અર્થ કર્યો છે. તેમાં ‘વામ’ શબ્દની લક્ષણા કરીને ડાબું પડખું લીધું છે. અને શતાનંદ મુનિએ શિક્ષાપત્રીની ‘અર્થદીપિકા ટીકા’ કરી છે, તેમાં ‘વામ’ શબ્દની લક્ષણા કરીને વામ હસ્ત લીધો છે; જે વામ કહેતાં ડાબા હસ્તને વિષે રાધા કહેતાં ભક્તજન જેણે કરીને સિદ્ધિ પામે એવી સિદ્ધિ રહી છે. શ્રીજી મહારાજ પોતાના ડાબા હસ્તમાં અભયપદ ધરી રહ્યા છે, કહેતાં ડાબા હાથે અભયદાન આપે છે; તેને ડાબે પડખે રાધા રહ્યાં છે એમ કહ્યું છે. અને વક્ષઃસ્થળમાં લક્ષ્મીજી રહ્યાં છે એમ કહ્યું છે તેનો અર્થ શોભાવાચક કર્યો છે. તે અનંત મુક્તકોટિ, અનંત અક્ષરકોટિ, અનંત બ્રહ્મની કોટિઓ અને અનંત ઈશ્વરોની કોટિઓ તે સર્વેને શોભા આપવાપણું શ્રીજી મહારાજને વિષે રહ્યું છે, એમ કહ્યું છે.

“અને વૃંદાવનમાં વિહાર કરનારા કહ્યા છે, તે વૃંદ તે સંતનો સમૂહ કહ્યો છે તે સંતના વૃંદનું ‘અવન’ કહેતાં રક્ષણ કરવું તે નિમિત્ત છે વિચરણ જેમનું; એવું શ્રી કૃષ્ણવાચક મારું સ્વરૂપ; કહેતાં ‘શ્રી’ જે શોભા તેણે યુક્ત કહેતાં ભક્તના આધાર સતા ભક્તનાં દુઃખને નિવૃત કરનારા એવા જે અમે અમારા સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ; એમ શ્રીજી મહારાજે પોતાનું ધ્યાન કહ્યું છે. આવો અવાંતર અર્થ શતાનંદ મુનિએ ટીકામાં કર્યો છે તે વાસ્તવિક છે. માટે આવી રીતે અર્થ સમજવો.

“અને ૧૦૭મા શ્લોકમાં ‘हदये जीववत् जीवे’ એમ કહ્યું છે તેમાં જીવ જેમ હૃદયરૂપી એક દેશમાં રહ્યો થકો પોતાની સત્તાથી નખશિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપી રહ્યો છે; તેમ શ્રીજી મહારાજ પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને સર્વ જીવને વિષે રહ્યા છે; પણ જીવ જેમ નિરાકાર છે તેમ શ્રીજી મહારાજ નિરાકાર નથી. શ્રીજી મહારાજ તો સદા સાકાર મૂર્તિમાન છે ને એ જ ભગવાન સ્વતંત્ર છે ને ઈશ કહેતાં જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ અને મુક્તકોટિ તે સર્વેના નિયંતા છે, અને સર્વને કર્મ ફળના આપનારા છે.

“અને ૧૦૮મા શ્લોકમાં ‘स श्रीकृष्ण’ કહેતાં અક્ષરધામમાં સાકાર દિવ્ય મૂર્તિમાન જે શ્રીકૃષ્ણ પરબ્રહ્મ ભગવાન શ્રી પુરુષોત્તમ તે જ આ આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતાર માત્રના કારણ છે.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “૧૫મા શ્લોકમાં ‘कृष्णस्तदवताराष्च ध्येयास्तत्प्रमाडपि च’ એમ કહ્યું છે તેમાં શ્રીકૃષ્ણ તો શ્રીજી મહારાજ છે; પણ અવતાર, જીવ, નર, દેવ અને બ્રહ્મવેત્તા ભક્ત કોને જાણવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “છેલ્લા પ્રકરણના ૧૦મા વચનામૃતમાં મૂળ માયામાંથી ઉત્પન્ન થયા જે પ્રધાનપુરુષો અને તેમાંથી થયા જે મહત્તત્વ, અહંકાર, વૈરાજ, અને તેમાંથી થયા જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અને બ્રહ્માથી થયા જે પ્રજાપતિ, ઋષિ, દેવ, દૈત્ય, મનુષ્ય, ઝાડ, પહાડ, સ્થાવર, જંગમ તે સર્વે જીવ જાણવા. અને મૂળપુરુષોથી લઈને બ્રહ્મ તથા મૂળઅક્ષરો તે સર્વે દેવ જાણવા. અને શ્રીજી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર પોતાના આત્માને વિષે દેખતા હોય એવા એકાંતિકને બ્રહ્મવેત્તા ભક્ત જાણવા. અને શ્રીજી મહારાજના પરમ એકાંતિક મુક્તને નર જાણવા.

“તે કોઈનું ધ્યાન શ્રીજી મહારાજના ભકતોએ ન કરવું. અને જેમ શ્રીજી મહારાજે જીવોના મોક્ષ માટે શ્રી રામાનંદ સ્વામીરૂપે દર્શન આપ્યાં હતાં તેમ મુક્તરૂપે દર્શન આપે તે મુક્ત શ્રીજી મહારાજના અવતાર કહેવાય; તેનું ધ્યાન થાય. તે જો શ્રીજી મહારાજે પોતે દર્શન આપ્યાં ન હોય ત્યાં સુધી થાય ને જ્યારે સ્વયં મૂર્તિ શ્રીજી મહારાજ પોતે દર્શન આપે તો તે અવતારનું પણ ન થાય.”  II ૯૯ II

In Samvat 1968, Swami Vrundavandasji and Swami Ishwarcharandasji, saints, etc and devotees went to Kutch from Amdavad after celebration of Janmashtmi at Muli. They stayed at Bhuj to celebrate Bhdarva Sud 11th, and then after they went to Vrushapur on the day of Bhadarva Sud 15th.

On the morning of Bhadarva Vad 1st, Swami Ishwarcharandasji asked a question in the assembly.  He said, “In the first shloka of Shikshapatri ‘Vame yashya’ it is said by Shriji Maharaj that He is meditating on Lord Krushna.  According to this shloka Shriji Maharaj became devotee.  In shloka 209th He has said that ‘Madrup miti madvani’ –it means that we are worshiping Him as Murti (idol) and His preaching which is Shikshapatri is His form – it should be worshipped. He has commanded like this.  Here He has indicated His own Godhood so there seems to be contradiction in both the statements. Please explain this properly.”  Bapashri replied, “The words of scriptures may have double meaning.  It has been interpreted in the general way acceptable to all, by Anadi Muktaraj Sadguru Shri Nityanand Swami.  The common meaning of Vam (left side) has been stated as left side of the body.  Satanand Muni has commented on Shikshapatri in his book Aarthdipika in it the meaning of Vam has been taken as Hasta (hand).  Here Vam means Radha in the left hand -Radha means devotee- where there is siddhi (8 supernatural powers) which can be attained. Shriji Maharaj has the power of salvation which He gives to His devotee- it is said that Radha on His left side. It is said that Laxmiji dwells in heart- the meaning has been taken as ornamental.  It is Shriji Maharaj who ornaments infinite Muktakoti, infinite Aksharkoti, infinite Brahmkoti and infinite Ishwarkoti.  It is said that those who are strolling in Vrundavan are the group of saints. My strolling is for the protecting of group of saints. My form called Shri Krushna- Shri (Laxmi) who is united with me -support of devotee- relieving devotees from their miseries– such is My form and I meditate on My self; thus Shriji Maharaj has said about His meditation.  Such meaning has been done by Shatanand Muni in his commentary; it is practical. Therefore it should be understood as such.

In shloka 107th it is said that ‘hrudaye jivvat jive’ this means that Jiva dwelling in heart is widespread from head to foot in the whole body by its power; similarly Shriji Maharaj in His divine personified form dwells in His Akshardham and by His superpower He dwells in all Jivas. But jivas are without form (nirakar) but Shriji Maharaj is not.  He is always there in his personified form. He is God Himself and independent and also the controller of all Jivkoti, Ishwarkoti, Brahmkoti, Aksharkoti and Muktakoti and also giver of fruits of all actions.

In shloka 108th it is said ‘Shri Krushna’– this means Shri Krushna who is supreme Lord Shri Purushottam is present in his divine personified form in Akshardham and He is our Ishtadev and He is worth worshipping and He only is the cause (Murti) of all incarnations.

Then again Swami asked, “In shloka 15th it is said that ‘Krishna stadaavatarashch dhyeyastatpratimaapi ch.’ In it Shri Krushna is Shriji Maharaj; but whom should we call as incarnation, Jiva, Nar, Dev (God), and Brahmvetta devotee?”  Bapashri replied, “According to the 10th Vachanamrut of the Last Chapter of Gadhada, Pradhan-Purushas were created from original illusion (Mul-Maya) and from them Mahatatwa, Ahankar, Vairaj were created and from them Brahma, Vishnu, Shiv were created and Brahma created –all Jiva like Prajapati, seers (rushis), gods, devils, human beings, trees, mountains, movable and immovable etc- it should be known thus. And from Mul-Purush to Brahm and Mul-Akshars all should be known as Gods, and the one who can see in his soul the realized Murti of Shriji Maharaj should be known as Ekantik Mukta or Brahmvetta devotee.  And Param Ekantik of Shriji Maharaj should be known as Nar. Devotees of Shriji Maharaj should not meditate on any one of them. Shriji Maharaj gave darshan in the form of Shri Ramanand Swami for the liberation of soul and when He gives darshan in the form of Mukta, that Mukta is said to be incarnation of Shriji Maharaj so we can meditate on him.  That too should be done till Maharaj has not given His darshan and when Shriji Maharaj Himself gives darshan, meditation cannot be done of that incarnation. || 99 ||